અગ્નિસંસ્કાર - 63 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 63



અચાનક પ્રિશા ઊભી થતી બોલી. " એક મિનિટ હું હમણાં આવી."

" અરે ક્યાં જા છો?"

થોડીવારમાં પ્રિશા ગિફ્ટ લઈને આવી અને અંશના હાથમાં આપતા કહ્યું. " આ તારું બર્થ ડે ગિફ્ટ..."

અંશે ગિફ્ટ ઓપન કર્યું તો એમાં મોંઘીદાટ વોચ નીકળી.
" આ વોચ તો ઘણી મોંઘી હશે..."

" અરે બુધ્ધુ, કોઈ ગિફ્ટ આપે તો એની કિંમત ન જોવાની હોય, એની પાછળ એમાં રહેલી લાગણી જોવાની હોય..."

" તારી પાસે દરેક સવાલનો જવાબ તૈયાર જ હોય છે નહિ..."

" એક મિનિટ હજુ મારી પાસે તારી માટે કંઇક છે..."

" હવે શું બાકી રહી ગયું દેવાનું?"

પ્રિશા એ ફ્રેન્ડશીપ બેન્ડ કાઢ્યું અને અંશના હાથમાં પહેરાવતા કહ્યું. " આ આપણી ફ્રેન્ડશીપની નિશાની...અંશ સાચું કહુ ને તો જ્યારે હું તને ભગાડીને અહીંયા મુંબઈ લઈ આવી હતી ને ત્યારે મને થયું મેં તને સાથે લાવીને ભૂલ તો નથી કરી ને!, પણ થોડાક દિવસ તારી સાથે રહીને મેં અનુભવ્યું કે ના મેં કોઈ ભૂલ નથી કરી...શરુઆતમાં હું તારાથી ડરતી હતી પણ ધીમે ધીમે હવે એ ડર પણ જતો રહ્યો અને એટલે જ હું તને આજથી આ ફ્રેન્ડશીપ બેન્ડ બાંધીને દોસ્તીની એક નવી શરૂઆત કરવા માગું છું....તને મારા પર વિશ્વાસ હોય કે ન હોય પરંતુ મને તારા પર પૂરો વિશ્વાસ છે..."

અંશ માટે આ શ્રણ 440 વોલ્ટના જટકાથી ઓછું ન હતું. પ્રિશા તરફથી એક દિવસ આવું સાંભળવા મળશે એવું અંશે સપનામાં પણ નહોતું વિચાર્યું. પ્રિશાના આ દોસ્તી સામે અંશને પણ પ્રિશાને કઈક દેવાની ઈચ્છા થઈ અને એટલે જ તે અચાનક ઊભો થયો અને પોતાના રૂમમાંથી કઈક લઈને ફરી પ્રિશા પાસે આવ્યો.

" આ લે આ તારી અનામત..." અંશે પ્રિશાની આપેલી પિસ્તોલ પાછી એમને સોંપી.

" હવે આનો શું મતલબ?"

" આ પીસ્તોલ તે જ મને આપી જ્યારે મને તારા પર રતી ભરનો પણ ભરોસો ન હતો પરંતુ હવે મને આ પિસ્તોલની કોઈ જરૂરત નથી કારણ કે હવે મને તારા પર પૂરો ભરોસો છે કે તું મારો વિશ્વાસ ક્યારેય નહિ તોડે.....મારા જીવનમાં માત્ર એક માનો જ એક સહારો હતો એના પછી મને મારો જુડવા ભાઈ મળ્યો. બસ આ બે વ્યક્તિના સહારે જ મેં મારું નાનપણ વિતાવ્યું છે... તું વિશ્વાસ નહિ કરીશ હું મારી આખી સ્કૂલ લાઇફમાં એક સારો મિત્ર પણ ન બનાવી શક્યો...કે જેને હું
અત્યારે યાદ કરી શકું...અને એટલા માટે જ મારા માટે આ દોસ્તી બહુ મૂલ્યવાન છે... પ્રિશા મને પ્રોમિસ કર કે તું આપણી આ દોસ્તી ક્યારેય નહિ તૂટવા દેય.."

" તું તો યાર સેન્ટી થઈ ગયો! તું આટલો ઈમોશનલ થઈ જઈશ, મેં ક્યારેય વિચાર્યું નહતું.." માહોલને હળવો કરતા પ્રિશા એ કહ્યું.

" ચલ એક શરતે હું પ્રોમિસ કરીશ?"

" તું શરત વિના કોઈ કામ કરતી જ નથી હે ને?? બોલ હવે શું શરત છે તારી?"

" તારે મારી સાથે ડાન્સ કરવો પડશે.."

" ડાન્સ?? અરે મને ડાન્સનો ડી પણ નથી આવડતો હું ડાન્સ કઈ રીતે કરી શકીશ?"

" એની માટે પણ મારી પાસે ઉપાય છે..." પ્રિશા એ ફ્રીઝમાંથી બિયરની ત્રણ ચાર બોટલ નીકાળતા કહ્યું.

" બિયર!!"

" હા તે જ તો હમણાં કહ્યું કે મારી એટલી ઉંમર તો થઈ ગઈ છે કે હું બિયર તો પીય જ શકું છું...તો ચાલો આજ જ પી લઈએ..."

પ્રિશા એ ટેપ રેકોર્ડરમાં લાઉડ મ્યુઝિક શરૂ કર્યું અને બન્ને એ સાથે મળીને બિયરનો આનંદ લીધો અને ત્યાર બાદ નશાની હાલતમાં બન્ને એ મનમૂકીને ડાન્સ કર્યો.

*******************

" પ્રિશા બેટી રોટલી બની કે નહિ?" લક્ષ્મી બેને અવાજ નાખતા કહ્યું.

" બસ બે જ મિનિટ આંટી..." રસોડામાંથી રોટલી બનાવતી પ્રિશા એ કહ્યું. મોડી રાત સુધી જાગવાને લીધે પ્રિશાને સવારમાં ઊઠવામાં મોડું થઈ ગયું. જેથી સવારનો નાસ્તો મોડો બન્યો.

" ક્યારની રસોડામાં શું કરે છે કઈક ખબર નથી પડતી.." રસીલા બેન બોલી ઉઠ્યા.

" અને પાછી જિદ્દી એટલી કે રસોડામાં આપણને કામ કરવા પણ નથી દેતી..." લક્ષ્મી બેને કહ્યું.

લક્ષ્મી અને રસીલાબેન બેઠા બેઠા બસ પ્રિશા વિશે વાતો કરવા લાગ્યા. ત્યાં જ અંશ ઉઠતો પ્રિશાને શોધતો રસોડામાં ગયો.
" અંશ...તું શું કામ અહીંયા આવ્યો હું આવું છું ને રોટલી લઈ ને..."

" કોરી રોટલી ખવડાવીશ બધાને?"

" કેમ એવું બોલે છે?"

" અરે પાગલ ચા તો બનાવાની બાકી છે..."

" અરે હા...યાર આજ કોને ખબર શું થયું ગયું મને??" પ્રિશા વધુ ટેન્શન લેવા લાગી.

" રિલેક્સ પ્રિશા, હું છું ને હું ચા બનાવી નાખીશ.."

" તને ચા બનાવતા આવડે છે?"

" તને ખબર ન હોય તો કહી દવ મેં ચાની હોટલમાં પણ કામ કર્યું છે..."

" તો તો આજ મારે પણ તારા હાથની ચા પીવી જ પડશે..."

અંશ ફટાફટ ચા બનાવા લાગ્યો. ગેસના એક ચૂલા પર અંશ ચા બનાવતો હતો અને બીજા ચૂલા પર પ્રિશા રોટલી બનાવી રહી હતી. અંશે ચા બનાવતા જ્યારે પ્રિશા પર નજર કરી તો પ્રિશાના વાળ એના ગાલ પર વારંવાર આવી રહ્યા હતા. જેથી પ્રિશાને પરેશાની થઈ રહી હતી. એક તો હાથ લોટથી બગડેલા હતા જેથી એ વાળને સ્પર્શ કરી શકતી ન હતી. પ્રિશાને પરેશાનીમાં જોઈને અંશે પ્રિશાના ગાલ પરથી વાળ હટાવીને કાન પાછળ ફેરવી દીધા. અંશના ઠંડા હાથનો સ્પર્શ જ્યારે પ્રિશાના ગાલ પર થયો ત્યારે પ્રિશાના શરીરમાં એક ધ્રુજારી છુટી ગઈ.

" લાગે છે તને વહુ મળી જ ગઈ?" દૂરથી રસીલાબેને આ દ્ર્શ્ય જોતા કહ્યું.

" મતલબ?"

" ત્યાં રસોડામાં તો જો...તારો દીકરો પ્રિશાની કેવી મદદ કરે છે..."

લક્ષ્મી બેન માટે આનાથી આનંદિત શ્રણ બીજી કઈ હોય શકે? એણે તો ત્યાં જ બન્નેના દુખણા લીધા અને કહ્યું. " હા સાચું કહ્યું રસીલા...તે જો પ્રિશા મારા ઘરની વહુ બને તો મારું જીવન ધન્ય ધન્ય થઈ જાય..."

ક્રમશઃ