અગ્નિસંસ્કાર - 61 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 61



પોલીસ ઇન્સ્પેકટર પણ બિલ્ડીંગની ટોચ પર આવી પહોંચ્યો અને કહ્યું." એક એક ખૂણાને ધ્યાનપૂર્વક જોજો...ચોર અહીંયા જ ક્યાંક આસપાસ છુપાયેલો હશે.."

" યસ સર..." એક પછી એક પોલીસકર્મીઓ બધા ત્યાં આવી પહોંચ્યા. સૌ પોતાના હાથમાં ટોર્ચ લઈને ચોરને શોધવા આમતેમ ફરવા લાગ્યા. ત્યાં જ એક પોલીસ કર્મી અંશ અને પ્રિશા તરફ આગળ વધ્યો.

નજદીક આવતા પોલીસના બુટનો અવાજ સાંભળી પ્રિશા એ ગભરાઈને કહ્યું. " અંશ...પોલીસ તો અહીંયા જ આવી રહી છે? હવે શું કરીશું?" અંશે તુરંત હિંમત દાખવી અને ઈશારામાં પ્રિશાને એકદમ ચૂપ રહેવાનું કહ્યું. પરંતુ ડરના મારે પ્રિશાનું હદય ઝડપથી ધડકવા લાગ્યું. જેનો અહેસાસ અંશને પણ સાફ સાફ થઈ રહ્યો હતો. પોલીસ એકદમ નજીક પહોંચ્યો અને એ પાતળી દીવાલ તરફ નજર કરીને ટોર્ચ કરવા જઈ જ રહ્યો હતો કે ઇન્સ્પેકટરનો અવાજ સંભળાયો.
" ચોર અહીંયા પકડાઈ ગયો છે.... એવરીવન કમ હિયર.."
પોલીસ કર્મી એ ટોર્ચ બંધ કરી અને ત્યાંથી જતો રહ્યો.

પોલીસ ઓફિસરે આખરે એ ચોરને પકડી જ લીધો. જેણે પચાસ લાખની ચોરી કરીને અહીંયા આ બિલ્ડિંગમાં આરામથી સૂતો હતો. થોડીવારમાં પોલીસની જીપ આવી અને ચોરને પકડીને એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો.

" હવે અહીંયા શું તારો રાત વિતાવવાનો ઇરાદો છે? ચલ બહાર નીકળી જઈએ..લાગે છે પોલીસ જતી રહી..." અંશ અને પ્રિશા માંડ માંડ એ પાતળી ગલીએથી બહાર નીકળ્યા.

" હાશ.... હજુ બે મિનિટ અંદર રહી હોત ને તો હું સાચે બેહોશ થઈ જાત..." પ્રિશા એ કહ્યું.

" તો બોલ હવે, મારો આઈડ્યા કામ કરી જ ગયો ને..." અંશે પોતાના આઈડયા પર ઇતરાતા કહ્યું.

" પહેલા તો તું ઘરની બહાર નીકળ્યો જ ન હોત ને તો આવા આઇડ્યાં આજમાવાની જરૂરત જ ન પડત..સમજ્યો?"

અંશને પોતાની ભૂલનો અહેસાસ થયો એટલે એણે માફી માંગતા કહ્યું.
" સોરી પ્રિશા... મારે આમ તને કહ્યા વિના ઘરની બહાર ન નીકળવું જોઈએ..."

" ચલો ઠીક છે...જે થયું એ સારા માટે જ થયું... એ બહાને તને મુંબઈની પોલીસની તાકાતનો અંદાજો તો થયો..."

" હા યાર શું દોડાવ્યો છે એમણે મને..." અંશ અને પ્રિશા વાતો કરતા કરતાં ઘર તરફ જવા નીકળી ગયા.

આ એક ઘટના બાદ બન્ને વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ ગઈ પરંતુ બે દિવસ પછી આ મિત્રતા ગાઢ ત્યારે બની જ્યારે પ્રિશા એ અંશને રાતના સમયે એક સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું.

અંશ શાંતિથી પથારીમાં સુઈ રહ્યો હતો. ત્યારે પ્રિશા રૂમની અંદર આવી અને અંશને જગાડતા કહ્યું. " અંશ...ચલ જલ્દી ઊભો થા અને તૈયાર થઈ જા..તારા માટે એક સરપ્રાઈઝ છે..."

અંશ તુરંત પથારીમાંથી ઊભો થયો અને પ્રિશાને જોઈને કહ્યું. " આટલી મોડી રાતે કેવી સરપ્રાઈઝ? જો પ્રિશા હું પહેલા જ કહી દવ છું હું એવો છોકરો નથી..."

" તો તને હું શું એવી છોકરી લાગુ છું??. ડફ્ફર...ચલ જલ્દી ઊભો થા અને તૈયાર થઈ જા..."

" મુંબઈમાં એક રાત શાંતિથી પસાર નથી થઈ મારી ...કઈક ને કઈક બન્યા જ કરે છે..! " બક બક કરતો અંશ બાથરૂમ તરફ નીકળી ગયો.

દસેક મિનિટ બાદ અંશ હીરોની જેમ તૈયાર થઈને બાથરૂમમાંથી બહાર નીકળ્યો. તેણે રેડ કલરનું જેકેટ અને અંદર વાઇટ કલરનું ટી શર્ટ પહેરી રાખ્યું હતું. જ્યારે નીચે બ્લુ કલરનું જીન્સ અને હાથમાં સ્ટાઇલીશ વોચ પહેરી રાખી હતી. પ્રિશા તો બે ઘડી એને જોતી જ રહી ગઈ.

" ઓય હેલો...હવે શું કરવાનું છે??" ચપટી વગાડતાં અંશે કહ્યું.

" હવે એક કામ કર પાછળ ફરી જા..."

અંશ પ્રિશા સાથે વધુ મગજમારી નહતો કરવા ઈચ્છતો એટલે એણે તુરંત પ્રિશાની વાત માની લીધી અને પાછળ ફરી ગયો.

" ઓકે હવે તું તારી આંખો બંધ કર..."

" લે બાબા હવે આંખો પણ બંધ કરી દીધી બસ.. "

" વેરી ગુડ..."

અંશે આંખો બંધ કરતા જ પ્રિશા એ પાછળથી અંશની આંખો પર કાળી પટ્ટી બાંધી દીધી.

" પ્રિશા તારો કિડનાપ કરવાનો ઇરાદો તો નથી ને...જો હોય તો પહેલા જ કહી દવ છું મારી પાસે ફૂટી કોડી પણ નથી...તારી બધી મહેનત પાણીમાં જશે..."

" મોં બંધ કર નહિતર બીજી એક પટ્ટી મોં પર પણ બાંધી દઈશ..."

" હવે પ્લીઝ તું જલ્દી કરીશ...."

" હા હા બસ હવે થઈ ગયું...ચલ મારી સાથે..." પ્રિશા એ અંશનો હાથ પકડ્યો અને એમને બીજા રુમમાં લઈ ગઈ.

ક્રમશઃ