shridhari books and stories free download online pdf in Gujarati

શ્રીધરી

શ્રીધરી.

અક્ષયની ઓફિસ ત્રીજા માળે હતી રાત્રિના અગિયાર વાગ્યા હશે અને અક્ષયનું કામ લગભગ લગભગ પૂરું થઈ ગયું હતું અક્ષય ઓફિસમાં કોમ્પ્યુટર રાઇટર હતો આખો દિવસ તેને કોમ્પ્યુટરમાં જ કામ કરવાનું હોય આજે એક ફાઈલનું ડ્રાફ્ટિંગ કરવાનું હતું. માટે અક્ષયને ખૂબ જ મોડું થઈ ગયું પરંતુ અક્ષય તેના કામથી ભાગવા વાળો માણસ ન હતો તે તેના કામ પ્રત્યે વફાદાર હતો અને તેણે ખૂબ જ નજીકથી ગરીબી જોયેલી હતી અક્ષયના માતા પિતા એક ખેડૂત પરિવાર હતા અને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં તેણે અક્ષયને ભણાવ્યો હતો એટલા માટે અક્ષયને રાત્રે અગિયાર, બાર વાગ્યા સુધી કામ કરવું ખૂબ જ સામાન્ય હતું અક્ષય તેની બંને બહેનોથી મોટો હતો એટલે જ તેણે લગભગ હવે બધી જવાબદારી સ્વીકારી લીધી હતી અક્ષય પત્રકારની ઓફિસમાં કામ કરતો હતો અને કોમ્પ્યુટરની તેને ઘણી માહિતી હતી માટે વ્યવસ્થિત નોકરી ના મળે ત્યાં સુધી તે ટાઈમપરી અહીં કામ કરતો હતો.

લગભગ હવે બધું ડ્રાફ્ટિંગ પૂરું થઈ ગયું હતું તેણે ઓફિસમાં તાળું મારી અને ત્રીજા માળેથી લિફ્ટમાં નીચે ઉતરી મોબાઇલની ફ્લેશલાઇટ શરૂ કરી, પાર્કિંગમાંથી પોતાની બાઇક લઇ ધીમી ગતિએ હાઇવે ઉપર આવ્યો સીટી થી દસ કિલોમીટરની દુરીએ તેનું ગામ હતું સિટીની ટ્રાફિકને પાર કરી અક્ષય તેના ગામ તરફ જવાના એક માર્ગીય રસ્તાએ આવ્યો સીટીથી તેનું ગામ નજીક હોવા છતાં પણ જંગલી જાનવરનો ત્રાસ યથાવત હતો બે ત્રણ દિવસ પહેલા જ દીપડાએ ઘોડિયામાં સુતું બાળકને ફાડી ખાધું હતું અને અવાર નવાર રસ્તા ઉપર સિંહણ કે તેના બચ્ચાઓ નજરે આવી ચડે છે આ એક માર્ગીય રસ્તા ઉપર બંને બાજુ થોડા થોડા બાવળો અને સણીયા બોરની બોરડિયો આખા પંથકમાં ફેલાયેલી હતી એમાં ક્યુ જંગલી જાનવર લપાઈને બેઠું હોય ખબર ના પડે એટલા માટે આ રસ્તા ઉપર જવા માટે ખૂબ જ ધ્યાન રાખવું પડે અને ચાલીને તો જવાય જ નહીં જો કોઈ બે ત્રણ માણસનો સંગ ન હોય તો.

અક્ષય હેલ્મેટ પહેરીને ગાડી ચલાવતો હતો અને થોડા થોડા અંતરે સામે ટુવીલ કે ફોરવીલ આવી જતા હતા બસ હવે અક્ષયનું ગામ માત્ર ચાર પાંચ કિલોમીટર આગળ હતું અને અક્ષય માટે તો આ રસ્તે આવવું જવું રોજનું કામ થઈ ગયું હતું એટલે એના માટે કોઈ અઘરું કામ ન હતું આ રસ્તે રાત્રે નીકળવું. રસ્તો એકદમ શુમ શાન થઈ ગયો હવે છેટે સુધી પણ કોઈપણ ગાડીઓનો પ્રકાશ પડતો ન હતો અને રસ્તામાં એક ગોળ વળાંક આવતા અક્ષય તેની ગાડી થોડી ધીમે કરી અને તે વણાંક ની થોડે જ આગળ જોતા જ લાગે કે વીસ બાવીસ વર્ષની છોકરી છે દુપટ્ટા થી આખું મોઢું બાંધી અને માત્ર આંખોજ દેખાતી હતી તે છોકરીએ હાથના ઈશારા વડે અક્ષયની ગાડીની લીફ્ટ માંગી અક્ષય પહેલા તો એકદમ ચોકી ગયો અને મગજમાં વિચારોની ગતિ હવાની વેગે આવવા લાગી, અત્યારે અહીં આ કોણ હશે? અત્યારે અહીં કેમ ઉભી હશે? અહીં તે કેવી રીતે આવી હશે? શું કોઈ તેને અહીં છોડીને ચાલ્યું ગયું હશે? કે પછી ચોરોની ટોળકીનો મુખ્ય કિરદાર છે? અને અહીં તેને ભોળા લોકોને ફસાવવા રસ્તાની વચ્ચોવચ ઉભી રાખી હશે?પરંતુ અક્ષયને તેની માણસાઈએ તેને એકલી છોડી જવા ન દીધો. અક્ષય એ તેની બાઈક રોકી અને પૂછ્યું બોલો ક્યાં જવું છે તમારે? અત્યારે અહીં જંગલી રસ્તા ઉપર થોડું ઊભું રહેવાય જાનવર કંઈ થોડા આપણા સગા કહેવાય. એ છોકરી અક્ષય સામે જોઈ અને બોલી મને સીમપુર જવું છે તમે ત્યાં સુધી જતા હોય તો પ્લીઝ મને લઈ જાઓ ને, ત્યારે અક્ષય એ કહ્યું હું તો વીજળી ગામ સુધી જાવ છું પણ તમને હું સીમપુર મૂકી જઈશ આવો બેસી જાવ પાછળ. સીમપુર અને વીજળી ગામ બંને નજીક નજીક જ હતા બંને વચ્ચે બે ત્રણ કિલોમીટરનું અંતર હતું પહેલા વીજળી ગામ આવે અને ત્યારબાદ સીમપુર આવે એટલે અક્ષયને સીમપુર સુધી મૂકવા જવા મા કોઈ વાંધો ન હતો ગાડી થોડી આગળ ગઈ એટલે અક્ષયે પેલી છોકરી ને પૂછ્યું સીમપૂરના છો કે ત્યાં કોઈ કુટુંબ છે? જ્યારે પેલી છોકરીએ ધીમા સ્વરે કહ્યું" ના હું ત્યાંની જ છું ". અક્ષયને પેલી છોકરીનો અવાજ થોડો થોડો કંઈક જાણીતો જેવો લાગ્યો પરંતુ પહેલી છોકરીએ તેના મોઢા ઉપર દુપટ્ટો બાંધેલો હતો અને અક્ષયએ હેલ્મેટ પહેરેલુ હતું અને રાત પણ અંધારી હતી એટલે કોઈ અંદાજો તે કાઢી ના શક્યો. અને ધીમી ગતિએ બાઈક ચલાવવા લાગ્યો, અક્ષયનું ગામ વીજળી આવી જતા તે બોલ્યો આ મારું ગામ છે, પેલી છોકરીએ અક્ષયને કહ્યું હા મને ખબર છે. અક્ષયને આજુબાજુના ઘણા ગામના લોકો ઓળખે છે એટલે અક્ષયને કંઈ નવીનતા ના લાગી અને આ છોકરી પણ તેને ઓળખતી જ હશે.સીમપુર નજીક આવી જતા અક્ષય બોલ્યો બસ હમણાં જ તમારું ગામ આવી જશે હો પણ પેલી છોકરીએ કોઈ ઉત્તર ના આપ્યો અક્ષયને એવું થયું કે કદાચ તેને એવું લાગે કે હું આ એકલી છોકરીને ભોળવી લેવાના પ્રયત્ન કરતો હોઉં એવું આ છોકરીને લાગતું હોય તો? એટલા માટે અક્ષય પણ હવે મૌન થઈ જાય છે. અક્ષય ક્યારેય એકલી છોકરી ને કે પછી બીજી રીતે કોઈપણ પ્રકારે કોઈપણ છોકરીની મજબૂરી નો લાભ ઉઠાવવાનું જાણતો જ ન હતો, તેને સ્વાભિમાની અને ઉચ્ચ કોટી નું જીવન જીવવું જ ગમતું હતું કોઈ વ્યક્તિની મજાક કરવી કે કોઈને ઉતારી પાડવો તે તેવી વસ્તુથી દૂર હતો. સીમપુર આવી જતા તે બોલ્યો સીમપુર આવી ગયું છે અને તેણે ગાડી ગામને ઝાપે ઊભી રાખી અને કહ્યું હવે ઉતરી જાઓ તમે, તમારું ગામ આવી ગયું છે પણ અક્ષયને કોઈ પ્રત્યુતર મળ્યો નહીં એટલે અક્ષયએ હેલ્મેટ કાઢી અને પાછળ જોયું તો કોઈ ગાડી ઉપર હતું જ નહીં અને તે ગાડી ઉપરથી નીચે ઉતરીને આમ તેમ જોવા લાગ્યો અક્ષયને મનમાં ફાળ પડી ગઈ કે ક્યાક રસ્તામાં પેલી છોકરી પડી તો નહીં ગઈ હોય ને? અને તેણે ગાડી ઉપર બેસી ગાડી વાળી અને તે પેલી છોકરીને ગોતવા લાગ્યો અને અડધે આઘે સુધી જઈ બધે જોઈ લીધું પરંતુ પેલી છોકરી ક્યાંય જોવા જ ન મળી અક્ષય પરસેવાથી એકદમ રેબજેબ થઈ ગયો પાછું આ રસ્તા ઉપર વધારે ઉભુ રહેવું પણ ભય જનક હતું અને રાત્રિના લગભગ એક વાગી ગયો હશે અક્ષય એ હવે પેલી છોકરી ને ગોતવાનું છોડી દેવાનો વિચાર કર્યો અને તે તેની બાઈક લઈ પોતાના ઘરે આવી ગયો અને જમ્યા વગર પાણી પી પથારીમાં પડી ગયો.

સવારના લગભગ સાત સવા સાત વાગ્યા હશે અક્ષય પોતે ઘોર નિંદ્રામાં હતો અને તેના ફોનની રીંગ વાગવા લાગી એક રિંગ પૂરી થતાં બીજી રીંગ વાગવા લાગી ત્યારે અક્ષય ઉઠી ગયો અને તેના પલંગની બાજુમા ટેબલ ઉપર મોબાઈલ વાગતો હતો તે તેના હાથને લંબાવી અને ડિસ્પ્લે ઉપર જોયા વગર ફોન ઉપાડી અને બોલ્યો " હેલો, કોણ બોલો? ત્યારે સામેથી અવાજ આવ્યો હું ધીરજ બોલું છું અને તને કંઈ ખબર છે? ધીરજ અક્ષયનો જુનો મિત્ર હતો અક્ષય એ ધીરજનો અવાજ સાંભળી અને કહ્યું કેમ શું થયું? મને કંઈ નથી ખબર? ત્યારે ધીરજ બોલ્યો શ્રીધરીના પરિવાર વાળા શ્રીધરીની સગાઈ તારી સાથે નહીં અને બીજા વ્યક્તિ સાથે પરાણે સગાઈ કરાવતા હતા તો શ્રીધરીએ કાલે રાત્રે અગિયાર વાગ્યે સુસાઈડ કરી લીધું.

- સોનુ ધોળીયા.
મો.91068 29198.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED