ગોલ્ડન ગર્લ - હીમાં દાસ Sonu dholiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોલ્ડન ગર્લ - હીમાં દાસ

દેશ આખો ક્રિકેટની હાર થી દુખી - દુખી થઈ ગયો હતો, ઠેર ઠેર વાતો થતી હતી કે દેશનું નાક કપાઈ ગયું. ઉત્સાહની જે તૈયારી કરી હતી તે વ્યર્થ થઈ પડી. ક્રિકેટ પ્રેમીઓ શોક વશ થઈ પોતાના ઘરમાં પેસી ગયા હતા. બહાર નીકળેતો ક્રિકેટ વિરોધીઓ બોલવાનો વારો ના આવવા દે. આપણા ઘરમાં તો ધાન નાખી નથી જતા, એવી વાતો કરીને ક્રિકેટ પ્રેમીઓને ગુસ્સો સડાવે. આમ પણ જે વિષય ની અંદર આપણે રસ ના હોય તેના વિરોધમાં બોલવાથી કોઈ અચકાતું નથી. પરંતુ એક વાત જુદી છે સેનામાં જવાનો શહિદ થાય ત્યારે આખો દેશ શોક વશ બની જાય છે. પછી ભલે સેનામાં જવું ગમતું ના હોય .લોકોની તો જુદી જુદી માન્યતા હોય છે.
બીજી તરફ ઓગળીશ વર્ષની છોકરી આસામના નાગોંવ જિલ્લાના ધીંગ ટાઉનના કંધોલી મરી ગામની હિમા દાસ યૂરોપ વર્ડ ચેમ્પિયનશીપ 2019માં ભાગ લઈ વિદેશની ધરતી પર ભારતનો ઝંડો લહેરાવવા નીકળી હતી.
હિમા દાસનો જન્મ 9 જાન્યુઆરી 2000માં થયો હતો તેના પિતાનું નામ રોંજીત દાસ અને માતાનું નામ જોનાલી દાસ હતું. હિમા દાસનું કુટુંબ ગરીબ પણ મધ્યમ રેખાની નીચે આવતું હતું. તેના છ ભાઈ બહેન હતા, હિમાં દાસ સૌથી નાની પુત્રી હતી. તેના પરિવારમાં કુલ 17 સભ્યો હતા.હિમાં દાસના પિતાનો વ્યવસાય ધાનની ખેતી કરવાનો અને માછલી ઉછેર કરવાનો હતો. તેને 60 વીઘા ખેતી હતી, અને તેનાથીજ તેઓનું પરિવાર ગુજરાન ચલાવતું હતું.

હિમાં દાસને બાળપણથી જ ખેલ રમતમાં રૂચી હતી. તેનું બળપણ નું સપનું ફૂટબોલર બનવાનું હતું,પણ હિમાં દાસના ગામની અંદર છોકરીઓ ફૂટબોલ નથી રમતી એટલા માટે તેણે છોકરાઓ સાથે રમવા નું શરૂ કર્યુ. હિમાં દાસને ફૂટબોલર બનવાનુ સપનુ વારસામાં મળ્યું હતું, તેના પિતા રોંજીત દાસ પણ ફૂટબોલર હતા.

હીમા દાસની ખેલ રમતમાં સ્ફૂર્તિ જોઈ જવાહર નવોદયના વિદ્યાલયના શિક્ષક શ્યામસૂલ હુક એ તેને સુચન કર્યુ, હીમા દાસ તારે સ્પોર્ટ્સ ની અંદર આગળ વધવું જોઈએ. ત્યાર પછી એ સુચન ધ્યાનમાં રાખી ને હીમા દાસે રેસ પસંદ કરી. હીમા દાસનું ભણતર ત્યાંજ તેના ધીંગ ટાઉનની અંદર ધીંગ પબ્લીક હાઈસ સ્કૂલમાં થયું હતું.

હીમા દાસે રેસની અંદર લોકલ લેવલમાં ઘણા મેડલ મેળવ્યા. 2016 માં ઇન્ટર સ્ટેટમીટમાં તેને બ્રોંસ મેડલ 100m મળ્યું, જુનિયર નેસનલમાં કામિયાબ થઈ. ત્યાર પછી એશિયન યુથ ચેમ્પિયનશીપમાં તે કામિયાબ થઈ પણ કોઈ મેડલ પ્રાપ્ત કરી ના શકી. 2018 કૉમન વેલ્થ ગેમ્સમાં પણ કોઈ મેડલ ના જીતી શકી.

12 જુલાઈ 2018 400m અન્ડર ટ્વેન્ટી ચેમ્પિયનશીપમાં ભાગ લીધો અને પ્રથમ વખત ઇન્ટરનેશનલ જીતનો સ્વાદ મેળવ્યો. એશિયન ગેમ્સ 2018 જકર્તામાં ગોલ્ડ મેડલ જીત્યો 4×400m રિલેની અંદર. અને તેને અર્જુન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી.

કોઈ પણ ક્ષેત્ર પર આગળ વધવા માટે યથાર્થ પ્રયત્ન કરવા પડે છે. હીમા દાસ વિષે પણ આપણે કહી શકીએ છે કે યથાર્થ પ્રયત્ન કર્યા વીના હીમા દાસ ના બની શકાય . ધીંગ ગામમાં રેસની પ્રેકટીસ કરવા માટે પૂરતી જગ્યા ન હતી, અને પુરતા પૈસા પણ ન હતાં. એટલા માટે તે ફૂટબોલનાં મેદાન પર પ્રેકટીસ કરતી. 2018 કૉમન વેલ્થ ગેમ્સમાં કામિયાબ ના થઈ, અને તેની હિમ્મત તૂટી ગઈ તેનું કરિયર ખતમ થવાની અણી ઉપર આવી ગયું. પણ એના કોચ નીપોન દાસે હીમાને ગોહાંટી જવાની સલાહ આપી. નીપોન દાસે હીમાં ના પિતાને પણ વાત કરી અને રોંજીત પણ હીમાંને ગોહાંટી જવા દેવા રાજી થયો. હીમાં ના ત્રણ કોચ હતા જેમના નામ નીપોન દાસ, નબજીત મલાકાર અને ગલીના બુખારીના હતા.

હીમાં દાસ ત્યાર પછી ગોહાંટી કે જે તેના ગામથી 140km થતું હતું ત્યાં તે બસમાં જતી અને રાત્રે 11 વાગે પાછી ઘરે આવતી. પણ છોકરી ની જાત રાત્રે ઘરે આવે એતો ઠીક ના લાગે એવું એના પરિવારને લાગ્યું, એટલે હિમાં દાસના કોચ નીપોન દાસ દ્વારા ગોહાંટીમાંજ એક રૂમની સગવડ કરી દીધી. અને પછી હીમાં ત્યાં રહેવા લાગી . પિતા રોંજીતે પોતાની બચાવેલી મુડીમાંથી 1500 રૂપિયા ના એડીડાસના બૂટ લઈ ગોહાંટી જઈ હીમાં ને દીધા. 1500 રૂપિયા હીમાં માટે અને રોંજીત માટે બોવ મોટી રકમ હતી કારણ કે 1500 રૂપિયા ભેગા કરવા માટે રોંજીતને આખા વર્ષની મૂડીમાંથી બચત કરવી પડે છે. રોંજીત તેની લાડકી દીકરીને બૂટ દેતો હસે તે દ્રશ્ય વિચારતા જ આપણી આંખો ભીની થઈ પડે. ગરીબ પરિવારને એ નોતી ખબર કે તેનું પરીવાર એક દિવસ દેશ આખા માટે જાણીતું બની જવાનું.
હીમાં દાસે યુરોપમાં થવાની એન્ડર 20 વર્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો તે યુરોપના અલગ અલગ શહેરોમાં થવાની હતી. હીમાં 200 m ની રેસમાં ચોથા ટ્રક પર માર્ક કર્યુ. હિમાં દાસના શારીરિક બાંધા પર કસરતની પુરી છાપ દેખાતી હતી. તેની હાઈટ 1.67m એટલે કે પાંચ ફિટ છ ઈંસ, વજન 52kg હતો.

રેસ શરૂ થતાં 200m ની રેસમાં પહેલા મિડિયમ રેંજમાં દોડતી હતી પણ છેલ્લી દસ સેકંડમાં એક્સપ્રેસની જેમ બધાની આગળ નીકળી ગઈ, અને જીતની રેખા પાર થઈ ગઈ. હિમાં દાસને ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેણે પોતાના બન્ને હાથ ઉંચા કરી દેશના તીરંગાની માંગ કરી, અને સાથે આસામી ગમચો પોતાના ગળામાં નાખ્યો. વિદેશી ધરતી પર ભારતનો ઝંડો લહેરાવ્યો. મિલ્ખા સિંહ અને પી. ટી. ઉષા નો પણ રેકોર્ડ તોડયો. અને પ્રથમ ગોલ્ડ મેડલ ભારતને મળ્યું. એ જ રેસમાં ભારતની વિકે વીસમાયા ત્રીજા ક્રમ પર આવી હતી તેણે કાંસ્ય પદક મેળવ્યો. હીંમાં દાસ 200m ની રેસ પર ગોલ્ડ મેડલ લાવનાર પ્રથમ ભારતીય મહિલા બની.
ત્યાર પછી કુટનોમાં રેસ થઈ ત્યાં પણ હિમાં ને ગોલ્ડ મેડલ મળ્યું. કલ્દાનો મોરિયલ અથલિટીક્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો. તાબોર અથલેંટિકસમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો. ત્યાર પછી એકગળ રાજ્યમાં નો વે મેંસ્ટો નાડ મેટુજી ગ્રાં પ્રીસમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો. 19 દિવસમાં 5 ગોલ્ડ મેડલ મેળવ્યા. રાતો રાતમાં હીંમાં દાસ ઉડાન પરી બની .હિમા દાસે 200m ની અંદર 4 ગોલ્ડ મેડલ મેળવ્યા અને 400m માં એક ગોલ્ડ મેડલ જીત્યો.
ભારતની પુત્રી અડીંડાંસ ની એમ્બેસડર બની,આસામની ખેલ દૂત, UNICHEF ઓર્ગોનાઈજેસનએ હીંમાં દાસને ભારતની પેલી રાજદૂત બની.
ગોલ્ડન ગર્લ, ધીંગ એક્સ્પ્રેસ, ઉડનપરી જેવા ઉપનામો પણ હિમા નીચે મળ્યા.