ગરુડ પુરાણ - ભાગ 12 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરુડ પુરાણ - ભાગ 12

બારમો અધ્યાય

ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હે પ્રભુ, મને યમલોકના વિસ્તારના વિષયમાં બતાવો તે કેટલો મોટો છે અને કયા પ્રકારની સભાઓ થાય છે અને એ સભામાં ધર્મ કોના પક્ષમાં હોય છે. તમે એ પણ બતાવો કે કયા-કયા ધર્મોના માર્ગો પર ચાલીને મનુષ્ય ધર્મ મંદિરમાં જાય છે. ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે અને નારદ વગેરે ઋષિઓ દ્વારા પણ જાણવા યોગ્ય છે. આ ધર્મનગર ખૂબ પુણ્યોમાં મળે છે : યમપુરી અને રાક્ષસપુરીના મધ્યમાં યમરાજનું નગર ખૂબ જ કઠોર રૃપથી નિર્મિત છે અને આ નગરને દેવતા કે રાક્ષસ કોઈ પણ નથી તોડી શકતા. આ નિર્માણ જ આ પ્રકારે થયું છે. આ નગરનું સ્વરૃપ ચારે બાજુ છે અને ચારે બાજુ ચાર હજાર કોસ સુધી દીવાલ બનેલી છે. આ નગરમાં જ ચિત્રગુપ્તનું મંદિર છે અને આ મંદિરની લંબાઈ-પહોળાઈ ૨૫ યોજન છે. આ મંદિર ૧૦ યોજન ઊંચા સુંદર લોખંડની ચારદીવારીથી ઘેરાયેલો છે એમાં સેંકડો ધજાઓ લહેરાય છે. અહીંયા પર ગીત ગાવામાં આવે છે અને સંગીતની ધુન મનને પ્રસન્ન કરતી રહે છે. સુંદર ચિત્રકારી દ્વારા બનાવવામાં આવેલા ચિત્ર છે. મોટા-મોટા દેવશિલ્પિઓએ આ ચિત્રોનું નિર્માણ કર્યું છે.

ચિત્રગુપ્તના મંદિરમાં અનેક પક્ષી રહે છે. ગંધર્વ અને અપ્સરાઓ અહીં-તહીં ફરતા રહે છે. અહીંયા પર ચિત્રગુપ્ત એક સુંદર આસન પર બેસીને મનુષ્યોની મૂળ ઉંમરની ગણના કરે છે. તે મનમુષ્ય દ્વારા ક રવામાં આવેલા પાપ અને પુણ્યોના લેખા-જોખા રાખે છે. ચિત્રગુપ્તની આજ્ઞાથી પ્રાણીના કર્મ અને વિકર્મનો નિર્ણય થાય છે. ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં એક ભારી જ્વરનું ભવન છે. દક્ષિણમાં શૂળ અને વિસ્ફોટકનું ઘર છે અને પશ્ચિમમાં પાશ અરુચિ અને અજીર્ણનું ભવન છે. ઉત્તરમાં પાંડુરોગ અને રાજરોગનું ઘર છે. ઈશાનની દિશામાં શિરોવ્યથા અને અગ્નિકોણમાં મૂર્ચ્છા રહે છે તો અનેક પ્રકારના રોગોનો આશ્રય-સ્થળ બનેલું છે. આ ભવન મનુષ્યના કર્તવ્ય અને અકર્તવ્યનું કુંજીરૃપ છે.

ચિત્રગુપ્તના ઘરની આગળ ૨૦ યોજન દૂર યમરાજનું રત્નમય મંદિર છે. રત્નોથી જોડાયેલું આ મંદિર સૂર્યની જેમ ચમકે છે અને આ ૨૦૦ યોજનમાં વસેલું છે. આની ઊંચાઈ ૫૦ યોજન છે અને અનેક પ્રકારના થાંભલા આના આધાર બનેલા છે. આ મંદિર શરદ્કાળના વાદળ સમાન રંગમય અને સોનાના કળશોથી યુક્ત છે. આમાં મણીઓની સીડીઓ બનેલી છે અને હીરાઓની પચ્ચીકારી ખૂબજ સુશોભિત કરે છે. આની બારીઓમાં મોતિઓની ઝાલરો લટકેલી છે. અહીંયા પર ઘંટ અને નગારાઓની ધ્વનિઓ સતત આવતી રહે છે. અનેક પ્રકારના વૃક્ષ, બળદ ચારે તરફ સુશોભિત છે. વિશ્વકર્માએ પોતાના યોગના પ્રભાવથી આ મંદિરનું નિર્માણ કર્યું છે. હવે હું દિવ્ય સભાનું વર્ણન કરું છું.

આ મંદિરમાં સો યોજન વિસ્તારની દિવ્ય સભા છે. આ સૂર્યના પ્રકાશની સમાન ચમકે છે અને ખૂબ જ સુંદર લાગે છે. આ ગરમી અને ઠંડીના અતિવાદથી રહિત છે. ના વધારે ગરમી અને ના વધારે ઠંડી. આમાં ના શોક છે ના વૃદ્ધાવસ્થા, તરસ અને ભૂખ પણ નથી, અહીંયા પર બધા પ્રકારના માનવીય અને સ્વર્ગીય કર્મ થતાં રહે છે. અનેક પ્રકારના ભોજ્ય પદાર્થ અને રસ મળે છે. અહીંયા પર ઠંડું અને ગરમ જળ પ્રવાહિત થતું રહે છે. સંપૂર્ણ કામનાને પૂરા કરવાવાળા વૃક્ષ પણ અહીંયા પર છે. હે ગરુડ! આ સભા ખૂબ જ સુંદર અને બાધાઓથી રહિત છે. વિશ્વકર્માએ અસીમ સમય સુધી ત્યાં તપસ્યા કરીને આ સભાનું નિર્માણ કર્યું છે. અહીંયા પર સત્ય બોલવાવાળા શાંત સ્વભાવના સંન્યાસી, સિદ્ધ પુરુષ અને તપ કરવાવાળા લોકો જ આવી શકે છે. જેનું શરીર તેજમય અને અલંકારથી યુક્ત છે, જેના વસ્ત્ર નિર્મળ છે અને જેની સ્વચ્છતા એના પુણ્ય કર્મોથી આભાસિત છે તે આ સભામાં સ્થિર રહે છે. અહીંયા પર ભગવાન અનુપમેય ધર્મ ૧૦ યોજન વિસ્તૃત સુંદર આસન પર બેઠા છે. તેઓ કર્ણ કુંડળથી સુશોભિત છે અને અન્ય અલંકારોને પણ એમણે ધારણ કર્યા છે. અપ્સરાઓ ચંવર લઈને એમના માથા પર ડોલાવ્યા કરે છે. ગંધર્વ અને અપ્સરાઓનો સમૂહ પોતાના ગીત-વાદનથી એમની સેવા કરે છે. આ ભગવાન પાશને ધારણ કરીને મૃત્યુથી અને કાળથી તથા ચિત્રગુપ્ત યમરાજથી સેવિત થાય છે. એટલે કે એમની સેવા આ બધા લોકો કરે છે. એમની ચારે તરફ આજ્ઞાનું પાલન કરવાવાળા વીર યોદ્ધા વિદ્યમાન રહે છે.

હે ગરુડ! ધર્મરાજની ઉપાસના કરવા માટો સમાપા, ઉષ્પમા, સ્વધાવંત, અમૂર્તિમાન, મૂર્તિમાન, બર્હિષદ, તર્યમા, પિતૃગણો અને મૂર્તિમાન મુનિઓની નિરંતરતા રહે છે એટલે કે આમની ઉપાસના કરે છે. અને જેટલા પણ ઋષિ છે-મુખ્ય રૃપથી અત્રિ, વસિષ્ઠ, અંગિરા, દક્ષ, પુલહ, આસ્ત્ય, નારદ, પરશુરામ વગેરે ધર્મરાજના સભાસદના રૃપમાં વિરાજમાન રહે છે તથા અન્ય અનેક પિતૃરાજના સભાસદના રૃપમાં ધર્મરાજને ત્યાં વિરાજમાન થાય છે. એમની સંખ્યા ખૂબ વધારે છે. આ બધા લોકો ધર્મરાજની સેવા કરે છે કેમ કે એમનું વિધાન પરમેશ્વરની આજ્ઞાથી નિશ્ચિત થયું છે અને ધર્મશાસ્ત્રની અંતર્ગત આવે છે.

ધર્મને જીતવાવાળા સૂર્ય અને ચન્દ્રમાના વંશી અનેક રાજા લોકો ધર્મરાજની સેવા કરે છે. આના સિવાય મુચુકુંદ, નિમિ, અંબરીષ, ભગીરથ, સગર, માંધાતા, મનુ, દિલીપ, પૃથુ, યયાતિ, નળ, શિવિ, પુરુ, મહુષ, પાંડુ, સહસ્ત્રાર્જુન વગેરે બધા લોકો અશ્વમેઘ યજ્ઞને કારણે ધર્મના સભાસદોમાં માનવામાં આવે છે. આ લોકોએ ધર્મરાજની સભામાં બેસવાને અધિકાર પ્રાપ્ત કર્યો છે. અહીંયા બધા કાર્ય ધર્મપૂર્વક થાય છે અને કોઈના પ્રત્યે કોઈ પક્ષપાત નથી થતો. અહીંયા ના તો દગો થાય છે અને ના અસત્ય બોલવામાં આવે છે. અહીંયા સભામાં બેસવાવાળા શાસ્ત્રને જાણવાવાળા લોકો હોય છે. તેઓ ધર્મમાં પરાયણ હોય છે. તેઓ હંમેશાં ધર્મરાજની ઉપાસના કરે છે.

આ મહારાજ ધર્મરાજની સભા એવી છે કે જેનાથી દક્ષિણ માર્ગથી થઈને વધારે લોકો જાય છે પરંતુ સભાને નથી જોઈ શકતા. ધર્મરાજના નગરમાં જવાના ચાર માર્ગ છે. દક્ષિણ માર્ગના સિવાય એક માર્ગ પૂર્વમાં છે અને એ માર્ગમાં બધા પ્રકારના તે ભાગ ઉપલબ્ધ છે. ત્યાં પારિજાત વૃક્ષનો પડછાયો છે અને આ માર્ગ અનેક વિમાનોથી ભરેલું છે. આમાં હંસોની પંક્તિઓ અને મૂંગાોના બાગ વિદ્યમાન છે. અને અહીંયાના તળાવ અમૃતરૃપી જળથી ભરેલા છે. આ માર્ગના દ્વારથી થઈને મોટા-મોટા સર્પ, વિદ્યાધર, ગંધર્વ, અપ્સરાઓ અને રાજર્ષિ તથા દેવતા લોકો આવે છે. જે લોકો દેવતાઓની પૂજા કરે છે. શિવ ભક્ત છે, ગરમીમાં જળનું દાન કરે છે અને માઘના મહીનામાં લાકડી આપે છે. દીન-દુઃખીઓની મદદ કરે છે, સત્ય ધર્મનું પાલન કરે છે, ક્રોધ અને લોભથી રહિત છે, ગુરુના સેવક એ માતા-પિતાના ભક્ત છે, જે લોકો ગાય અને ભૂમિનું દાન કરે છે, પુરાણોને સાંભળે છે તથા અન્ય પ્રકારના પુણ્ય કર્મ કરે છે તેઓ આ માર્ગથી ધર્મપુરી જાય છે અને એને કોઈ કષ્ટ નથી થતું. તે બધા પુણ્યાત્મા હોય છે અને ભગવાનની ઉપાસના કરે છે. શુદ્ધ બુદ્ધિ સ્વરૃપ થઈને તેઓ ધર્મ સભામાં પ્રવેશ કરે છે.

બીજો માર્ગ ઉત્તરનો માર્ગ છે. આમાં અનેક રથ, પાલખી, જે ચંદનથી વિભૂષિત હોય છે-વિદ્યમાન રહે છે. તે રસ્તો હંસ અને સારસોથી ભરેલો છે. એમાં ચકલા-ચકલી રહે છે અને આ માર્ગનું સરોવર અમૃતની સમાન જળથી ભરેલું છે. એની સાથે જ આ માર્ગમાં દ્વાર પર જ અતિથિની પૂજા કરવાવાળા, વેદ વાંચવાવાળા સૂર્ય અને દુર્ગાના ભક્ત તથા શિવ ભક્ત તથા તીર્થોમાં સ્નાન કરવાવાળા આવે છે. ધર્મ યુગમાં માર્યા ગયેલા લોકો, તીર્થ જળથી પ્રાણ આપવાવાળા લોકો, યોગના અભ્યાસથી મરવાવાળા લોકો અને બ્રાહ્મણ તથા પોતાના સ્વામીનું કાર્ય કરીને મરવાવાળા બધા આ ઉત્તર દ્વારથી પ્રવેશ કરીને ધર્મસભામાં આવે છે. એની સાથે મહાદાન કરવાવાળા પણ આ માર્ગથી પ્રવેશ કરે છે.

ત્રીજો માર્ગ પશ્ચિમ માર્ગ છે. આ માર્ગ પણ મણીઓ અને રત્નોથી સુશોભિત છે. અમૃત-જળથી ભરેલી અનેક બાવડીઓ આ માર્ગમાં વિદ્યમાન છે. આ માર્ગ એરાવતના કુળમાં ઉત્પન્ન હાથીઓથી ઘેરાયેલો છે અને ઉચ્ચૈશ્રવા ઘોડાથી ઉત્પન્ન સુંદર-સુંદર ઘોડાઓથી યુક્ત છે. જે લોકો શાસ્ત્રની દૃષ્ટિથી ઉત્તમ વિચારવાળા છે. ગાયત્રીનો જાપ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા જે આત્મજ્ઞાનથી યુક્ત છે તેઓ આ માર્ગથી ધર્મરાજની સભામાં પહોંચે છે. આના સિવાય જે લોકો પોતાની જ પત્નીથી સંતુષ્ટ રહે છે, યજ્ઞ અને હિંસા નથી કરતા, કોઈનું મન નથી દુઃખવતા, કોઈનું ધન નથી લેતા, વેદને વાંચે-વંચાવે છે તેઓ પણ આ માર્ગથી ધર્મરાજની સભામાં જાય છે. હે ગરુડ! જે લોકો જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન છે અને પ્રાણી માત્રના હિતચિંતક છે અને જે પોતાના કર્મને બ્રહ્મના પ્રત્યે સમર્પિત કરીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે અને જે બધા ઋણોથી મુક્ત થઈ જાય છે, ખાસ કરીને દેવ ઋષિ અને પિતૃ ઋણોથી મુક્ત થઈ જાય છે તથા નિરંતર પંચ યજ્ઞમાં લાગી રહે છે અને જે મનુષ્ય યોગ્ય સમયમાં યોગ્ય રીતિથી પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તથા સત્યનું અનુષ્ટાન કરે છે અને સંધ્યા-ઉપાસના કરે છે, નિમ્ન વ્યક્તિઓની સંગતિમાં નથી રહેતા, જે હંમેશાં સજ્જનોની સંગતિ કરે છે તેઓ પણ આ પશ્ચિમ માર્ગથી અમૃત પાન કરીને ધર્મ મંદિરમાં પ્રવેશ કરે છે.

આવા લોકો જ્યારે ઘર્મ મંદિરમાં આવે છે, યમરાજ એમનું સ્વાગત કરે છે અને એમની સામે આવીને એમને યથાસ્થાન પ્રતિષ્ઠિત કરે છે. આવા સમયમાં યમરાજ શંખ, ચક્ર, ગદા અને ખડગને ધારણ કરીને ચાર ભુજાવાળા થઈને એ જીવોનો ખૂબ જ સ્નેહ કરે છે અને મિત્રતાની સામે આચરણ કરે છે. તેઓ એમને સ્નેહ આપે છે. સ્નેહના ફળસ્વરૃપ ચંદન વગેરેથી પૂજા કરીને નમસ્કાર કરીને એમને સિંહાસન આપે છે અને પછી પોતાના અન્ય સાથીઓથી કહે છે કે આ બધાની સેવા કરીને સન્માન કરો, એમનો આદર કરો, આ યમરાજના મંદિરને ભેદ કરીને બ્રહ્મલોક ચાલી જશે. આ લોકોએ પુણ્યને એકત્રિત કરીને દેવત્વને પ્રાપ્ત કરી લીધું છે.

જે મનુષ્ય દુર્બળ શરીરવાળા હોય છે અને સતત સાધના નથી કરતતા તેઓ નરકમાં જાય છે. એમના સમાન મૂરખ કોઈ નથી હોતું. બુદ્ધિમાન મનુષ્ય એ જ છે જે અસ્થિર શરીર દ્વારા ચલાયમાન ધનને છોડીને સ્થિર ધર્મને સંચિત કરી લે છે. આથી યત્નપૂર્વક મનુષ્યને જોઈએ કે ધર્મનો સંગ્રહ કરે, કેમ કે ધર્મના સંગ્રહથી જ તે સ્વર્ગ જાય છે.

યમરાજને જોઈએ કે તેઓ આ પ્રકારના વચનોથી બધા લોકોને સંબોધિત કરે. પછી કેટલાક લોકો વિમાનો પર ચઢીને પરમપદને પ્રાપ્ત કરી લે છે અને કેટલાક ત્યાં ધર્મસભામાં કલ્પાંત સુધી નિવાસ કરે છે.

***