ગરુડ પુરાણ - ભાગ 10 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરુડ પુરાણ - ભાગ 10

દસમો અધ્યાય

ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું-હે પ્રભુ! તમે મને એકાદશાહ વૃર્ષોત્સર્ગનું વિધાન બતાવો.

ભગવાન નારાયણે કહ્યું કે મનુષ્યને જોઈએ કે તે અગિયારમાં દિવસે સવારે કાળા તળાળને કિનારે જાય અને પિંડ ક્રિયા કરે. એ બ્રાહ્મણોને નિમંત્રણ આપે જે વેદ-શાસ્ત્રમાં આસ્થા રાખવાવાળા હોય અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરે. એના પહેલાં ૧૦ દિવસ સુધી મંત્રોના અભાવમાં જ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિડંદાન કરે અને અગિયારમાં દિવસે મંત્રો સહિત પંડદાન કરે. વિષ્ણુની મૂર્તિ સોનાની, બ્રહ્માની ચાંદીની, અને રુદ્રની તાંબાની, અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવીને, ગંગાજળ લાવે અને પછી વિષ્ણુનો કળશ રાખે. એ કળશ ઉપર એ મૂર્તિની સ્થાપના કરે. પૂર્વ દિશામાં બ્રહ્માનો કળશ રાખીને સફેદ કપડું ચઢાવીને મૂર્તિની સ્થાપના કરે. ઉત્તર દિશામાં મધ અને ઘીથી ભરેલા રુદ્રનો કળશ રાખે અને લાલ વસ્ત્ર ઉઠાવીને રુદ્રની સ્થાપના કરે. દક્ષિણ દિશામાં યમરાજનો ઘટ રાખે અને કાળું વસ્ત્ર લપેટીને યમરાજની મૂર્તિ સ્થાપિત કરે. એના પછી વચ્ચે બ્રાહ્મણને પ્રતિષ્ઠિત કરીને દક્ષિણની તરફ મ્હોં કરીને પ્રેત પ્રત્યે તર્પણ કરે. એના પછી ગાયનું દાન આપે અને પછી મૃતકના ઉપયોગની બધી વસ્તુઓ દાન કરે.

પુત્રને જોઈએ કે તે પથારી ઉપર સુવર્ણ પુરુષની સ્થાપના કરીને એ પથારીનું દાન કરે અને કહે - હે બ્રાહ્મણ! પ્રતિમાયુક્ત બધી સામગ્રી મેં તમને આપી દીધી છે.એના પછી તે નમસ્કાર કરીને દાન કરે. આ વૃષોત્સર્ગથી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. વૃષોત્સર્ગમાં રોગી અને હીન અંગવાળા બાળકોને છોડીને લક્ષણથી યુક્ત વૃષભનો ત્યાગ કરે. બ્રાહ્મણને આપવા માટે જે વૃષભ હોય એની આંખો લાલ, પીળો વર્ણ અને યોગ્ય સીંગ વગેરે હોવા જોઈએ. પેટ સફેદ અને પીઠ કાળી હોવી જોઈએ. ક્ષત્રિય માટે લાલ રંગના ચિકણા વૃષભ હોવા જોીએ. વૈશ્ય માટે પીળા રંગના, શૂદ્ર માટે કાળા રંગના વૃષભ હોવા જોઈએ. પિંગ વૃષભ પીળા રંગના હોય છે અને પિતૃઓમાં પ્રેમ વધારવાવાળા હોય છે. નીલ વૃષભનું મુખ અને પૂંછડી સફેદ હોય છે અને શરીર લાહીના રંગનું લાલ હોય છે. રક્ત નીલ વૃષભ શરીર લાલ રંગનું હોય છે. મુખ અને પૂંછડી હળવા પીળા રંગની. નીલ પિંગ એ વૃષભને કહે છે જેના ખુર અને પૂંછડી પીળા રંગના હોય છે અને બાકી અંગ કોઈ એક રંગના. બભ્રૂ નીલ વૃષભ કબૂતરના રંગના હોય છે અને એના માથા પર તિલક હોય છે. આ વૃષભ પૂર્વજોનો ઉદ્ધાર કરવાવાળા હોય છે. જેનું આખું શરીર આસમાની હોય છે એને મહાનીલ કહે છે. નીલ વૃષભ પાંચ પ્રકારના હોય છે. જો કોઈ એક પુત્ર અનેક પુત્રોની કામના કરે છે અને ગયાનું શ્રદ્ધા કરે છે, ગોરી કન્યાથી લગ્ન કરીને અને પછી નીલ વૃષભને ત્યાગે છે તો તે પુત્ર માન્ય, યોગ્ય થાય છે. સ્વર્ગમાં ગયેલા પિતૃ પણ આ વાતની કામના કરે છે કે એમનો કોઈ પુત્ર વૃષોત્સર્ગ કરી દે તો તેઓ પરમ ગતિને પ્રાપ્ત થશે. કેમ કે વૃષ યજ્ઞ મુક્તિ આપવાવાળા હોય છે.

મનુષ્યને જોઈએ કે તે વિધાનપૂર્વક વૃષનો યજ્ઞ કરે. ગ્રહોની સ્થાપના કરીને એમને વૈદિક મંત્રોથી પૂજીને યજ્ઞ કરે. વૃષ અને ગાયનું પૂજન કરીને વાછરડા કે વાછરડીને લાવીને એનામાં કંગન બાંધે અને જે રીતે લગ્નમાં થાંભળા ગાડવામાં આવે છે એવી રીતે ગાડે. વૃષભ અને વાછરડીને જો શક્ય હોય તો રુદ્ર કંભના જળથી સ્નાન કરાવે. પછી ગંધ અને માળાથી પૂજા કરીને કંભની પરિક્રમા કરે. એના ઉપરાંત ત્રિશૂળની જમણી તરફ રાખે અને ડાબી તરફ ચક્રનું નિશાન બનાવે અને પછી બળદને છોડીને કહે -હે વૃષભ! તમે ધર્મ છો અને બ્રહ્મ દ્વારા મંત્રના રૃપમાં પ્રાચીન કાળમાં રચવામાં આવ્યા છો. હું તમારો ઉત્સર્ગ કરું છું, તમે મારા પિતૃઓને આ ભવસાગરથી પાર ઉતારો. આ કરીને ભગવાને કહ્યું કે હું એવા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરું છું.

જો કોઈ પુરુષને જીવન કાળમાં પુત્ર ન હોવાનો વિશ્વાસ થઈ જાય તો એને ખુદ વિધાનપૂર્વક વૃષ ઉત્સર્ગ કરવો જોઈએ. એનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કાર્તિકનો મહીનો હોય, સૂર્ય ઉત્તરાયણમાં હોય, પક્ષ ભલે કોઈ પણ હોય, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ બંને અવસરો પર કોઈ પણ અવસર પર મનુષ્યને જોઈએ કે તે વૃષોત્સર્ગ કરે. શુભ લક્ષણથી યુક્ત બ્રાહ્મણને બોલાવીને વૈષ્ણવ શ્રાદ્ધ કરે પછી પોતાનુ શ્રાદ્ધ કરે. આ રીતે જે પણ, કોઈ પણ વ્યક્તિ ચાહે પુત્રવત હોય અને ચાહે પુત્રહીન હોય આ કાર્ય કરીને કામ્ય ફળ પ્રાપ્ત કરે છે. વૃષનો ઉત્સર્ગ અનેક યજ્ઞો અને અનેક દાનોના પુણ્યની સમાન હોય છે. મનુષ્યની કોઈ પણ અવસ્થા હોય (બાળપણ, જવાની, વૃદ્ધાવસ્થા) બધીમાં, આ કર્મથી પાપ દૂર થઈ જાય છે. એના સિવાય શરાબી, દુષ્ટ, મિત્રદ્રોહી, બ્રહ્મહત્યાનો પાપી અને સોનુ ચોરવાવાળો, કોઈ પણ વ્યક્તિ આ ઉત્સર્ગ કરીને પાપમુક્ત થઈ જાય છે.

જો પતિ અને પુત્રવાળી સ્ત્રી જો પતિ અને પુત્રથી પહેલા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય તો એના વૃષને ઉત્સર્ગ ના કરવું જોઈએ. એના માટે દૂધ આપવાવાળી ગાયનું દાન થવું જોઈએ. હે ગરુડ! વૃષના ઉત્સર્ગવાળા બળદથી ખેતીનું કામ ના લેવું જોઈએ. એવા પૂજિત બેલને મારવાવાળા યમની યાતના સહન કરે છે.

આ વિષયમાં બીજી એક વાત હું તને કહું છું કે સોળ શ્રાદ્ધ કરવાથી પહેલાં મનુષ્યને જોઈએ કે તે મૃતકના સ્થાન, અર્ધ માર્ગ, ચિતા અને મૃતકના હાથ પર હાડકાઓના સંચયનમાં સોલ પિંડ આપે. પહેલું પિંડ વિષ્ણુ માટે, બીજું શિવ માટે, ત્રીજું સપરિવાર યમ માટે, ચોથું સોમરાજ માટે, પાંચમું હવ્ય અને છઠ્ઠું કવ્યવાહ માટે અને સાતમું કાખ માટે આપે.

આઠમું રુદ્ર, નવમું પુરુષ, દસમું પ્રેત, અગિયારમું વિષ્ણુ માટે આપીને, બારમું બ્રહ્મા માટે આપે, પછી તેરમું વિષ્ણુ માટે અને ચૌદમું શિવ માટે આપીને પરીથી યમરાજ માટે પંદરમું પિંડદાન કરે અને આ બધું કર્યા પછી સોળમું પિંડ એ પુરુષ માટે દાન કરે. આ રીતે બાર મહીનામાં પાક્ષિક, ત્રિમાસિક અને છમાસિક, પિંડદાન કરી શકાય છે. આ રીતે ષોડશ પૂર્વ ષોડષી મલિન ષોડશી અને મધ્ય ષોડશી કુળ મળીને અડતાળીસ શ્રાદ્ધ થાય છે. એનાથી પ્રેતોનો ઉદ્ધાર થાય છે અને એમના પાપ સમાપ્ત થઈ જાય છે.

જે વ્યક્તિ આ શ્રાદ્ધોને નથી કરી શકતા એમના મૃતક પ્રેત યોનિમાં સ્થિર થઈ જાય છે. આથી પુત્રને જોઈએ કે તે ષોડશ શ્રાદ્ધ કરે અને જે પત્ની આ સોળ શ્રાદ્ધ કરે છે અને સંપૂર્ણ રૃપથી ૪૮ શ્રાદ્ધ કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે. એનું જીવન સફળ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ આગથી સળગીને મરી જાય છે તો એનું પણ શ્રાદ્ધ આ જ પ્રકારે વિધિપૂર્વક કરવામાં આવે. પરંતુ સાંપના કરડવાથી મરવાવાળા પુરુષ માટે બંને પક્ષોની પાંચમી તિિથિમાં, નાગનું પૂજન કરવું જોઈએ.

મનુષ્યને જોઈએ કે તે સર્પના શરીરની આકૃતિ લોટથી બનાવે અને પૃથ્વી પર આ આકૃતિ બનાવીને ફૂલો તથા ચંદનથી પૂજા કરે, પછી ધૂપ દીપ આપીને કાચું પીસેલું નૈવૈદ્ય અને દૂધ આપે અને પોતાના સામર્થ્ય અનુસાર ગાય અને સોનાનો નાગ બનાવીને બ્રાહ્મણને દાન આપે. પછી કહે કે હે નાગરાજ! તમે પ્રસન્ન થાઓ. પછી નારાયણ બલિની ક્રિયા કરે. જે વ્યક્તિ આવું કરે છે તે પાપમુક્ત થઈ જાય છે. એના પછી અગિયારમાં દિવસે પિંડદાન કરીને સંપીડન કરીને અને સૂલકના વીતિ જવા પર પથારી વગેરેનું દાન કરે.

***