ગરુડ પુરાણ - ભાગ 8 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગરુડ પુરાણ - ભાગ 8

આઠમો અધ્યાય

પક્ષીરાજ ગરુડે ભગવાન નારાયણથી પૂછ્યું કે મનુષ્યને મર્યા પછી કયા પ્રકારે સદ્ગતિ મળે છે અને મરતો પ્રાણી કયા પ્રકારથી કૃત્ય કરે છે તથા એને કેવા કાર્ય કરવા જોઈએ.

ગરુડના આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણે કહ્યું કે જ્યારે કર્મના વશીભૂત થઈને અંતિમ સમય આવી જાય તો એ સમયે મનુષ્યને જોઈએ કે તુલસીની પાસે ગોબરનું મંડલ બનાવે અને પછી તલોને ફેલાવીને કુશાનું હળવું એવું આસન બનાવે અને પછી શાલિગ્રામ શિલાની સ્થાપના કરે કેમ કે તુલસીના ઝાડની છાયા જ્યાં મળી જાય છે ત્યાં મરવાથી મુક્તિ થાય છે. તુલસીનું વૃક્ષ જે ઘરમાં હોય છે ત્યાં યમરાજ નથી પહોંચતા. જે મનુષ્ય તુલસીના દળ મુખમાં રાખીને પ્રાણ ત્યાગ કરે છે તે પુત્રહીન થવા પર પણ મૃત્યુ લોકને પ્રાપ્ત થાય છે. તલ ભગવાનના પરસેવાથી ઉત્પન્ન છે આથી પવિત્ર છે અને કુશ મારા રોમની વિભૂતિ છે. કુશાના મુલમાં બ્રહ્મા, વચ્ચે જનાર્દન અને આગલા ભાગમાં શંકર વિદ્યમાન છે. આથી કુશ, અગ્નિ, બ્રાહ્મણ અને ગાય આ વારંવાર કામ લાગવા પર પણ અપવિત્ર નથી થતા. આ બધા નિર્માલ્ય હોય છે.

મનુષ્યને જોઈએ કે છાણથી લિપેલા સ્થળ પર મનુષ્યને સુવડાવે. પલંગથી ઉતારીને એને નીચે સૂવડાવે. ખાટલાથી ઉતારીવો એથી જરૃરી છે કે પિશાચ, રાક્ષસ, ભૂત-પ્રેત, યમના દૂત ખાટલા વગર લિપેલા વગરના સ્થાનમાં પ્રવેશ કરી લે છે. પછી એના પછી લિપેલી ભૂમિ પર સુવડાવની મરવાવાળાના મુખમાં સ્વર્ણ અને રત્ન નાખે. પછી ચરણામૃત પિવડાવે કેમ કે જે વ્યક્તિ શાલિગ્રામના સ્પર્શ કરેલા જળને એક બૂંદના રૃપમાં પણ લે છે તે પાપોથી છૂટી જાય છે. એના પછી ગંગાજળ પિવડાવે કેમ કે ગંગાજળ બધા તીર્થોના પુણ્ય ફળ આપવાવાળું હોય છે. હે ગરુડ! જેમ અગ્નિને મેળવીને રૃ સળગી જાય છે એવી જ રીતે ગંગાના જળથી પાપ નષ્ટ થઈ જાય છે. જે રીતે નદીઓમાં સ્નાન કરવામાં મનુષ્ય પવિત્ર થાય છે એવી જ રીતે ગંગાના દર્શન અને નામ લેવા માત્રથી પવિત્ર થઈ જાય છે. મરતા સમયે જે વ્યક્તિ ગંગાનું જળ પીને ગંગાનું ઉચ્ચારણ પણ કરે છે તે વિષ્ણુ લોક જાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી ગંગાનું ધ્યાન કરવું ખૂબ જરૃરી છે. શ્રીમદ્ ભાગવત્ની કથા સાંભળવી પણ મોક્ષ અપાવે છે. વેદ અને ઉપનિષદોનો પાછ તથા શિવ અને વિષ્ણુ સ્ત્રોતથી મરવા પછી મુક્તિ મળી જાય છે. હે ગરુડ! મૃત્યુના સમયે મનુષ્યને અનશન વ્રત કરવું જોઈએ અને પોતાના મનમાં એ વિચાર કરીને કે મેં સંન્યાસ લઈ લીધો છે એવો વ્યક્તિ ફરી ઉત્પન્ન થાય છે. આ રીતે ધર્માત્માના પ્રાણ ઉપરના છિદ્ર દ્વારા નિકળે છે. જે લોકો સુકૃતી હોય છે તે પોતાના પ્રાણોનું વિસર્જન મુખ, આંખ, નાક અને કાન દ્વારોથી કરે છે. યોગી લોકો તાળવાના છિદ્રથી પ્રાણ છોડે છે.

આ રીતે હે પક્ષીરાજ! કાળથી ઠેસ ખાધેલું આ શરીર ઈશ્વર રૃપી વાયુથી નિીકળી જવાથી આદારહીન ઝાડની જેમ થઈ જાય છે. પ્રાણોના ન હોવા પર આ શરીર અસ્પર્શ્ય અને દુર્ગંધ યુક્ત થઈ જાય છે. આથી ક્ષણમાત્રમાં નષ્ટ થવાવાળા આ શરીરનું ગર્વ ના કરવું જોઈએ.

મનુષ્યમાં જે પાંચ તત્વ હોય છે તેઓ અલગ-અલગ પૃથ્વીમાં પૃથ્વી, જળમાં જળ, પવનમાં પવન, હવામાં હવા અને તેજમાં તેજ વિલીન થઈ જાય છે. આકાશામાં આકાશ લીન થઈ જાય છે. આ આકાશ જ સર્વવ્યાપી છે. આ નિત્ય મુક્ત છે. અજન્મા, અમર આત્મા છે અને આ સાક્ષી રૃપ છે. પુણ્ય કર્મોથી યુક્ત થઈને આ આત્મા નવા શરીરમાં પ્રવેશ કરે છે અને જે પુણ્યાત્મા હોય છે, ધર્મના જ્ઞાતા હોય છે તેઓ પૂજિત થઈને દેવલોક જાય છે.

આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ! અગ્નિ-સંસ્કારના વિધાન પણ બતાવો અને સાધ્વી પત્નીનું મહત્ત્વ બતાવવાની પણ કૃપા કરો.

આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણ બોલ્યા કે પુત્ર અને પૌત્ર મર્યા પછી પિંડદાન કરીને પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે. પુત્રને જોઈએ કે તે માતા-પિતાની અંત્યેષ્ટિ કરે. શોકને છોડીને પોતાના પાપોને દૂર કરવા માટે બંધુ-બાંધવો સહિત મુંડન કરાવે. જો પુત્ર માતા કે પિતાના મર્યા પછી મુંડન નથી કરાવતા તે જાણે વાસ્તવિક પુત્ર નથી હોતો. પુત્રને જોઈએ કે મુંડન કરાવીને પછી સ્નાન કરીને ધવલ વસ્ત્ર ધારણ કરીને તાજા જળથી મૃતકના શરીરને સ્નાન કરાવે. એના પછી ચંદન, માળા, વગેરેથી એને સુશોભિત કરે અને નવા વસ્ત્રોથી ઢાંપ કરીને દક્ષિણા સમેત પિંડદાન કરે. દ્વાર દેશમાં મૃતકના નામની સાથે પાંચ શબ્દ જોડીને પિંડનું દાન કરે. એના પછી પ્રદક્ષિણા કરીને પુત્રવધુ વગેરે દ્વારા પૂજન કરે. પહેલા પુત્રને ખભો લગાવવો જોઈએ અને પછી બંધુઓએ. જો પુત્ર પોતાના ખભા પર રાખીને પિતાને સ્મશાન સુધી લઈ જાય છે એને અશ્વમેઘ યજ્ઞનું ફલ મળે છે અને તે પોતાના પિતાના ઋણથી છૂટી જાય છે. એના પછી પુત્રને જોઈએ કે તે અડધા માર્ગમાં ભૂમિને સાફ કરીને શબને આરામ આપે અને પછી પિંડ દાન કરાવે. આ પિંડ દાનથી બીજી દિશામાં રહેવાવાળા પ્રેત યક્ષ અગ્નિને સમર્પણ કરવા યોગ્ય થઈને શબને અયોગ્ય નથી કરી શકતા.

સ્મશામાં શબને લઈ જઈને ઉત્તરની તરફ મ્હોં રાખીને અને પછી ભૂમિને સાફ કરે. છાણથી લીપીને એના ઉપર જળ છાંટે અને પછી અગ્નિની સ્થાપના કરે અને પછી વેદમંત્રોથી વિધિપૂર્વક હવન કરે અને પ્રાર્થના કરે કે હે ભગવાન! તમે ભૂતોને ધારણ કરવાવાળો છો અને જગતના ઉત્પત્તિકારક છો. ભૂતોને પાળવાવાળા છો આથી આ મૃત વ્યક્તિને સ્વર્ગ લઈ જાઓ. આ રીતે અગ્નિની પ્રાર્થના કરીને તુલસીની લાકડી, પલાશ કે પીપળની લાકડીઓની ચિતા બનાવે અને પછી મૃત શરીરને ચિતામાં રાખીને ચિતામાં શબના હાથ પર એના નામ સાથે પ્રેત લગાવીને પિંડ દાન કરે. મનુષ્યને જોઈએ કે તે પાંચ પિંડ દાન પછી શબને સળગાવવાનો ઉપક્રમ કરે. જો તે પાંચ પિંડ દાન નથી કરતો તો ભૂત વગેરે વિઘ્ન પેદા કરી શકે છે. એના પછી પુત્રને જોઈએ કે તે અગ્નિહોત્રીની સાથે લઈને શબમાં અગ્નિ લગાવે.

જે લોકો પંચકમાં મરે છે એમને સદ્ગતિ નથી મળતી. પંચકમાં દાહ ના કરવો જોઈએ. પાંચ નક્ષત્ર દાહના યોગ્ય નથી હોતા. પરંતુ આ પાંચ નક્ષત્રોના વિઘ્નોને દૂર કરવાના ઉપાય પણ છે અને વિધિપૂર્વક દાહ તથા એ દોષોની શાંતિ થઈ શકે છે.

હે ગરુડ! મરવાવાળાની પાસે ચાર પુતળા રાખવા જોઈએ. કુશાના બનેલા આ પુતળા મંત્ર દ્વારા મંત્રિત હોય. પછી સોનું તપાવીને એમાં ચાર નક્ષત્રોના નામ અંકિત કરવા જોઈએ અને પછી 'પ્રેતા જયત' મંત્રથી હવન કરવો જોઈએ. એના પછી શબ દાહ કરવો જોઈએ. તલનું પાત્ર, સોનુ, ચાંદી અને કાંસ્ય પાત્ર ઘનિષ્ઠાદિ નક્ષત્રોના ક્રમથી દોષની શાંતિ માટે દાન કરવું જોઈએ. શાંતિ વિધાનથી જે દાહ થાય છે એમાં કોઈ વિઘ્ન નથી હોતું અને મૃતાત્માને સદ્ગતિ મળે છે. આ પ્રકારે પંચકમાં દાહ કર્મ કરવામાં આવે છે.

જો પત્ની પતિની સાથે ચિતામાં જવા માગતી હોય તો તે સ્નાન કરે. યોગ્ય રીતથી તૈયાર થાય અને પછી ગુરુને નમસ્કાર કરે તથા ભક્તિ કરે અને પછી શરમ છોડીને સ્મશાન ભૂમિ તરફ જાય. ત્યાં સૂર્યને નમસ્કાર કરીને ચિતાની પરિક્રમા કરે અને પછી એને ફૂલની પથારી સમજીને એના પર ચઢે અને પતિને પોતાના ખોળામાં સુવડાવે અને પછી ગંગા સ્નાન સમાન પોતાના શરીરને સળગાવે. ગર્ભિણી સ્ત્રીને પતિની સાથે ના સતી થવું જોઈએ. જે નારી પતિના શરીરની સાથે સતી થાય છે એનું શરીર તો સળગે છે પરંતુ આત્માને કષ્ટ નથી થતું. તે નારી પોતાના પાપોના સળગાવી દે છે. જે રીતે ધાતુથી તપાલેલા લોખંડના પિંડથી ધાતુ નથી સળગતી એવી જ રીતે સ્ત્રી સળગતી નથી બલ્કે શુદ્ધ થઈ જાય છે. એની આત્મા પતિની આત્માની સાથે એકમેવ થઈ જાય છે. પતિની સાથે મરવા પર તે પતિમાં જ મળી જાય છે પરંતુ જ્યાં સુધી તે પોતાના શરીરને નથી સળગાવતી ત્યાં સુધી શરીરથી ક્યારેય મુક્ત નથી થતી. પતિના મરવા પર જે નારી પોતાને સતી કરે છે તે સ્વર્ગલોકમાં જાય છે અને જ્યાં સુધી ચૌદ ઇન્દ્ર રહે છે ત્યાં સુધી તે પતિની સાથે વિહાર કરે છે.

પતિની સાથે સતી થવાવાળી સ્ત્રી પોતાના કુળોને પવિત્ર કરે છે. મનુષ્યના દેહમાં જેટલા રોમ છે તે પોતાના જ કાળ સુધી આનંદ કરે છે. પછી તે વધારે આયુ લઈને નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે અને એ જ પતિને પ્રાપ્ત કરે છે. જે વિધવા સ્ત્રી થોડા એવા સમયના શરીર જલનના દુઃખને નથી સહી શકતી તે વિરહની આગમાં સળગતી રહે છે. આથી સ્ત્રીને જોઈએ કે તે પતિને શિવ સમજીને પોતાનું શરીર સળગાવે.

હે ગરુડ! મનુષ્યને જોઈએ કે તે સળગતા શબના મસ્તક લાકડીથી અને યતિઓના મસ્તક શ્રીફળથી ફોડે. મૃતકના પુત્રને જોઈએ કે તે બ્રહ્મ લોકની પ્રાપ્તિ માટે ઘીની આહુતિથી યજ્ઞ કરે અને કહે કે હે પાવક, તમે બ્રહ્મથી ઉત્પન્ન થાઓ અને તમે દિવ્ય શરીરવાળા થાઓ, તમે હાવિ હોવ, આથી તમે પ્રજ્જવલિત થાઓ જેનાથી આ સ્થૂળ શરીર તમારામાં બળી જાય. પછી મંત્રો સહિત આહુતિ આપીને રૃએ. પછી દાહ પછી પુત્ર અને સ્ત્રીએ સ્નાન કરવું જોઈએ અને મરેલા વ્યક્તિનુંન નામ તથા ગોત્ર ઉચ્ચારિત કરીને એને છોડી દેવા જોઈએ પછી મૃતકના ગુણોનું વર્ણન કરવું જોઈએ.

મૃતકના દાહના પછીના દિવસે પોતાના ઘરનું ભોજન ન કરે. દક્ષિણ દિશામાં મુખ કરીને સ્થાનને લીપે અને જ્યાં એને રાખવામાં આવ્યા હતો ત્યાં ૧૨ રાત્રિ-દિવસ દીવો સળગાવે.

સ્મશામાં કે કોઈ ચાર રસ્તા પર માટીના વાસણમાં ત્રણ દિવસ સુધી દૂધ અને જળ છોડે અને એ કહે કે હે મરવાવાળા તમે બંધુ-બાંધવો દ્વારા ત્યાગ કરવામાં આવ્યા છો. આ જળ અને દૂધ છે. જળથી સ્નાન કરો અને દૂધ પીવો. હે ગરુડ! ચોથા દિવસે ચિતાના સ્થઆનને દૂધથી છાંટીને હાડકાઓને એકત્રિત કરવા જોઈએ અને પછી એમને દૂધ અને જળથી ધોઈને માટીના પાત્રમાં રાખીને શ્રાદ્ધ કરવું જોઈએ. ચિતાની ભસ્મને એક્ઠા કરીને ઘડામાં સ્થાપિત કરીને પ્રવાહિત કરી દેવા જોઈએ.

મનુષ્યને જોઈએકે જો પ્રવાહિત ન કરે તો પંદર પગ ઉત્તર દિશામાં ચાલીને ખાડો ખોદીને હાડકાંના પાત્રને દબાવી દે. એના પછી દાહને પીડાને નાશ કરવાવાળા પિંડનું દાન કરે અને પછી ગંગાના કિનારે જઈને પવિત્ર થઈને અસ્થિઓને પોતાના હાથમાં પલે અને મસ્તક પર સ્પર્શ કરીને ગંગામાં પ્રવાહિત કરી દે. જેટલા વર્ષ સુધી મનુષ્યના હાડકા ગંગામાં વહેતા રહે છે એટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગ લોકમાં આનંદ કરે છે. ગંગાનો સમપર્શ કરવા માત્રથી મનુષ્ય સ્વર્ગલોકમાં પહોંચી જાય છે.

જો કોઈ વ્યક્તિની મૃત્યુની સૂચના વિદેશથી પ્રાપ્ત થઈ હોય તો કોઈ બીજા રૃપમાં માર્યો ગયો હોય અને એનો દેહ ના મળ્યો હોય તો જે દિવસે એના મૃત્યુના સમાચાર મળે એ જ દિવસે કુશાનું પુતળું બનાવીને ક્હેલી વિધિ અનુસાર એનો દાહ સંસ્કાર કરે અને પછી એની ભસ્મને ગંગામાં પ્રવાહિત કરી દે.

જો ગર્ભના પૂરા થવા પર સ્ત્રીની મૃત્યુ થઈ જાય તો પેટને ચીરીને બાળકને કાઢીને એને જમીનમાં દાટી દે અને સ્ત્રીનો દાહ સંસ્કાર કરે. ૨૭ મહીના સુધીના બાળકને ભૂમિમાં દાટે અને એના પછી એને સળગાવીને એની અસ્થિઓ ગંગામાં પ્રવાહિત કરે.

બાળકના મરવા પર દૂધ આપવું જોઈએ અને કુમાર બાળકના મરવા પર કુમારને જ ખવડાવવું જોઈએ. આ રીતે મેં તને મૃત્યુ ઉપરાંત કર્તવ્ય કર્મોના વિષમયાં બતાવ્યું. કુમાર બાળક અગિયારમાં અને બારમાં સામાન્ય રીતિથી કરવા જોઈએ. જો યજ્ઞોપવીત થઈ ગયો હોય તો યજ્ઞોપવીતની સાથે એનું પિંડ દાન કરે અને ખીર અને દૂથથી પાંચ પિંડ આપે.

જે લોકો જ્ઞાની હોય છે તેઓ આત્મસ્વરૃપ થાય છે અને પુત્ર દ્વારા પિંડ દાન પ્રાપ્ત કરવાની અભિલાષા નથી રાખતા. તેથી એમનું પિંડદાન અને જળદાન ના કરવા જોઈએ પરંતુ પિતાની ભક્તિ-ભાવનાથી તીર્થ શ્રાદ્ધ કરી શકાય છે.

***