ભાગ - ૧૯
નમસ્તે મિત્રો , આપડે આગળના ભાગમાં જોયું તેમ રાજે આન્ટીને હમદર્દી બતાવતા આશ્વાસન આપ્યું .
મોટો હાશકારો લેતાં અંકલ : " મારો એક નાનો ભાઈ છે , મારા મોમ ડેડની ડેથ થયાં પછી તે ઓલવેઇસ પ્રોપટી માટે મારી સાથે જગડતો રહેતો . નાનો ભાઈ છે નાદાન છે એવું સમજીને અમે વાત જવા દેતાં હતાં . પણ એક દિવસની વાત છે ,,
તે દિવસે જયારે અમે અહીં ફાર્મ હાઉસ પર આવવાનાં હતાં સમર વેકેશન ગાળવા , ત્યારે દિપકના મનને શાંતિ ન પડી . તેને થયું ફાર્મ હાઉસ બંને ભાઈનું છે તો હું આ ફાર્મ હાઉસ વેચવા ભાઈને કહી જ શકું અને તેણે આવીને સીધી વાત કરી .
મેં કહ્યું આપડી આ એક છેલ્લી મુડી છે અને મોમ ડેડની આખરી નિશાની જ્યાં શાંતિ લઈ શકીએ અને મોમ ડેડ સાથે આપડે વિતાવેલા એ પળો યાદ કરી શકીએ ..
તારા કહેવા પર આપડે દરેક મિલકત વેચી નાખી હતી ખબર છે ને તને .. બટ આ ફાર્મ હાઉસ ,, જે ડેડની છેલ્લી યાદ છે તેને હું નહીં વેચવા દઉં ..
ત્યારે દિપકે મને કહ્યું કે , " મારે રૂપિયાની જરૂર છે એટલે હું આ ફાર્મ હાઉસ વેચીને જ રહીશ . "
નેમિશ : " તો તમારે રૂપિયા આપી દેવાયને . !! "
આન્ટી : " હા , અમે એની સામે એ પ્રસ્તાવ પણ રાખ્યો જ હતો કે રૂપિયા જોતાં હોય એટલાં માગી લે ,, પણ એને આપી એટલાં ઓછાં હતાં એ કમાતો કંઈ જ નહતો મિલકત વેચી જીવતો હતો હજી .. "
અંકલ : " હા ,, પણ તેને અમારો રૂપિયો પણ જોઈતો ન હતો . પછી મેં લાઈફ મા ફર્સ્ટ ટાઇમ એનાં પર ગુસ્સો કર્યો હતો . અને એની વાતને નકારીને અમે ફાર્મ હાઉસ આવતાં રહ્યાં . જે એનાથી સહેવાયું નહીં .. "
બીજે દિવસે એ ફાર્મ હાઉસ પર એનાં કેટલાંક મિત્રોને લઈને આવ્યો .. જઘડો કરવાં લાગ્યો .. થોડી બોલા - ચાલી થઈ પછી એણે ગુસ્સામા આવી ફાર્મ હાઉસનો દરવાજો બહારથી બંધ કરી નાખ્યો .. "
રીની : " ઓહ ગોડ ... !!! "
થોડી વાર બધું શાંત રહ્યું .. પછી આન્ટી રડતાં રડતાં બોલ્યાં , " અને ફાર્મ હાઉસ સળગતું કરી નાખ્યું .. "
અંકલ : " અમે બચવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ આગ ફેલતી જ ગઈ .. મારા માસુમ બાળકોનો શું ગુનો હતો એમાં .. અમે રડતાં રહ્યાં .. કરગરતા રહ્યાં પણ કોઈએ બચાવાની કોશિશ ન કરી .... મને નહોતી ખબર કે જે ભાઈને અમે એટલો પ્રેમ એટલો લાડ કર્યો છે એ એક થોડા એવા રૂપિયા માટે આ હદે આવી જશે ... "
મોન્ટુ : " ખરેખર આ તો એક મૂવી જેવી જ સ્ટોરી બની ગઈ .. આવું મને હતું ફક્ત મૂવીમાં જ હશે પણ અહીં તો .. "
અંકલ : " આવી દર્દનાક મોત એ પણ એક પ્રોપર્ટી માટે ... !! ક્યારેય સપને પણ એવું અમે વિચાર્યું ન હતું ... "
મયુરએ આશ્વાસન આપતાં : " તમે ચિંતા ન કરો અંકલ ... એને એનાં ગુનાની સજા અમે અપાવશું .. અમે તમારી જરૂર મદદ કરીશું ... અને તમે જે કહેશો એ અમે કરવાં તૈયાર છીએ ... "
રાજ : " હા ,, તમે ખાલી એટલું કહો કે આ લોકોને શું સજા આપશો તમે ???? અને ક્યાં મળશે એ બધાં ???? "
અંકલે થોડી વાર રુકીને : " નહીં ... !! મારે તેને કંઈ નથી કરવું , કઈં સજા નથી આપવી , એણે જે કર્યું એ હું કરી તો જેમ અમે હેરાન થયાં એમ તેઓ પણ થશે ... જેવો છે તેવો એ મારો ભાઈ છે .... "
ટીકુ : " તો ... ??? તો શું કરવું છે અંકલ ??? આપડે તેને પોલીસ પાસે જ લઈ જઈએ .. એજ એક બેસ્ટ ઓપ્શન છે ... બટ આ પનિશમેન્ટ તો હજુ એનાં માટે નાની જ છે ... "
********
શું સજા મળશે એ દિપકને .... ???
.....
શું ફક્ત એક પ્રોપર્ટીના ન મળવાથી ગુસ્સે હતો દિપક કે હતું કારણ કોઈ બીજુ ... ???
........
આગળની સ્ટોરી જાણવા માટે આગળનો ભાગ વાચતા રહો ..
To be continued....