લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ (ઉત્તરાર્ધ)
હું ખાસો સમય બસ આમ જ થોડો સમય ચૂપ રહ્યો. સાચું કહું ને તો દિલને એમ થઈ આવ્યું કે મરી જ જાઉં! હું હજી સુધી પ્રાચીને એ નહિ સાબિત કરી શક્યો કે હું એના પ્યારને લાયક છું, હું પણ એને બહુ જ પ્યાર કરું છું અને એ પણ જો મને પ્યાર કરે તો એમાં કોઈ જ વાંધો નહિ. બસ એક ઈશારો તો કરે કે એ પણ મને પ્યાર કરે જ છે!
"મારે મરી જવું છે યાર!" પ્રાચી એ આંસુઓ લૂછ્યા.
"શટ આપ! હું છું ને!" મેં કહ્યું અને એને બાહોમાં લઇ લીધી. રડી રડીને એનો હાલ બહુ જ ખરાબ હતો. ત્યાં સુધી મારા આંસું પણ સુકાઇ ગયાં હતાં મેં પણ નોર્મલ બિહેવ કરતાં કહ્યું -
"ઓય પાગલ, હું છું ને! તું ચિંતા નાં કર, હું બધું જ ઠીક કરી દઈશ!" મેં એને કહ્યું.
"મારા રડવાથી તને કઈ જ ફરક નહીં પડતો ને!" પ્રાચી એ તાણો માર્યો.
"તારા માટે જે દિવસ મરી જઈશ, ત્યારે જ તને યકીન થશે!" મેં પણ ઉદાસીનતાથી કહ્યું.
"ઓ?!" એણે મને ટાઇટ હગ કરી લીધું. હું જ્યારે પણ નારાજ થતો તો એ એવું જ કરતી હતી. એણે પણ ખબર હતી કે એ મને હગ કરે તો મને બહુ જ ગમતું હતું.
"હું નારાજ છું અને સાહેબ મને જ એને મનાવવા મજબૂર કરે છે!" પ્રાચી બોલી તો એનાથી હસાય જવાયું.
"તો તું વાત જ એવી કરે છે તો? તને ખબર તો છે જ ને કે હું તારા એક એક આંસુથી કેટલો બધો દુઃખી થઈ જાઉં છું તો!" મેં એની આંખોમાં જોયું.
"સોરી, મારો મૂડ ઑફ હતો તો.. સોરી યાર!" એણે ફરી મને ટાઇટ હગ કરી લીધો. એણે એના કર્યા પર પછતાવો હતો અને એ મને ખબર પડી.
"તારા લગ્નની વાત કેટલે પહોંચી?!" મેં સીધું જ પૂછ્યું. એ મારી તરફ થોડી વાર તો બસ અપલક જોઈ રહી, એની મોટી મોટી આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. મેં એને બાહોમાં લઇ લીધી.
"પ્યાર પણ આસાનીથી નહિ થતો!" એ બોલી.
"હા, ખબર છે!" મેં કબૂલ્યું. એની દરેક વાત જાણી જનાર હું આજે એની ઉદાસી પાછળનું કારણ નહોતો જાણી શકતો તો મને એક પળ માટે થઈ આવ્યું કે શું હું ખરેખર એને પ્યાર કરું તો છું ને?! કેમ મને નહિ ખબર એના દિલની વાત! મને દુઃખ અને અફસોસ થઈ રહ્યાં હતાં.
મેં એને ખુદથી થોડી દૂર કરી અને એના માથે એક હળવી કિસ કરી લીધી. હું જ્યારે પણ એને માથે એક હળવી કિસ કરતો તો એને બહુ જ હૂંફ મળતી, એને આંખો વધારે વાર બંધ કરી અને આંસુઓ બહાર કાઢી નાખ્યાં. મારી આંખોમાં જોયું, "પાગલ" એવું બોલી અને મને ફરી ટાઇટ હગ કરી લીધું. હું ખુદનાં પર એને મહેસુસ કરી રહ્યો. મસ્ત ફિલિંગ આવે જ્યારે કોઈ આપણને આમ હગ કરી લે. શરીરને એક કંપારી મહેસૂસ કરી. એવી જ કંપારી શાયદ પ્રાચીએ પણ મહેસૂસ કરી તો શું, એને એકદમ જ હોશ આવ્યો અને એને ખુદને મારાથી દૂર કરી દીધી. મેં વાતાવરણ હળવું કરવા એના માથાને મારા ખોળામાં મૂકી દીધું, એ પણ સમજી જ ગઈ અને હસવા લાગી.
એ પછી તો અમે બંને લાંબો સમય એકબીજા સાથે વાતો કરતાં રહ્યાં, ખૂબ હસ્યાં. મને એની સાથે વાતો કરવામાં વહુ જ મજા આવતી હતી. દૂરથી જો કોઈ અમને આમ જોતું તો એમને એમ થઈ આવતું કે બંને પ્રેમી છીએ. પ્રેમ તો હતો જ મને બહુ જ હતો એના માટે, દિલમાં બહુ જ લાગણી હતી. પણ જે રીતે એ કહી નહોતી શકતી, મને પણ દોસ્તી જવાનો ડર હતો. પણ શું એ પણ મને પ્યાર કરે જ છે?!