Love Fine, Online - 23 books and stories free download online pdf in Gujarati

લવ ફાઈન, ઓનલાઇન - 23

લવ ફાઈન, ઓનલાઇન - 23

"કહીશ ક્યારેક! એનો સમય આવશે ત્યારે!" રાજીવે વાત વાળી દીધી! પણ રાજેશને તો એવું જ લાગી રહ્યું હતું જાણે કે એને બધું જ ખબર છે!

"ઑક્કે બ્રો! મેસેજ કરતો રહેજે! અને એક ખાસ વાત આ વાત કોઈને પણ ના કહેતો!" રાજીવે એને એના ઘરે ઉતરતા જતા જતા કહેલું.

"ઓકેકેકે બ્રો, જસ્ટ ડોન્ટ વરી!" રાજેશે એને ભરોસો અપાવ્યો અને બંને છૂટા પડ્યા.

રાજેશે પ્રાચી ને કોલ કરી દીધો.

"મેરે બાબુ ને થાણા થાયા?!" ખૂબ જ લાડમાં પ્રાચી એ કહ્યું જે સ્પીકર પર મૂકેલા એના ફોનમાંથી અવાજ આવી રહ્યો હતો.

"ના... હજી હમણાં જ રાજીવને ડ્રોપ કરી ને ઘરે જાઉં છું!" રાજેશે કહ્યું.

"ઓહ, હમણાં જ જો આજુ બાજુ કોઈ હોટલ હોય તો સાંજ થી રાત થઈ જશે! જમી લે તું!" પ્રાચી એ કહ્યું.

"ના... ઊંઘ આવે છે!" રાજેશે બગાસું ખાતા કહ્યું.

"ઓ પાગલ! ખાય છે કે નહિ તું?!" પ્રાચી એ સીધી ધમકી જ આપી.

"ઓકે! બાબા!" એને કહ્યું અને એક હોટલ આગળ ગાડી પાર્ક કરી દીધી.

એને ખાવાનું ગાડીમાં જ મંગાવી ને સ્પીકર પર પ્રાચી સાંભળે એમ એની સામે જ ખાવા પણ લાગ્યો.

"બાય ધ વે! તું જમી કે નહિ?!" રાજેશે મોં માં ખાવાનું હોવા છત્તા પૂછ્યું!

"હા.. બસ તું ખાઈ રહે એટલે ખાઈ લઉં હું પણ!" પ્રાચી બોલી તો રાજેશ તો વિચારવા જ લાગી ગયો કે શું છોકરી છે યાર!

"ઓ મેડમ! પહેલા ખાઈ લે તું! પછી કર મને કોલ, જો હું પણ ખાઉં જ છું!" રાજેશે એને તાકીદ કરી.

આજે તો ચારેય એ ખૂબ જ એન્જોય કર્યું હતું, પણ આવનાર તુફાન નો એમને કોઈ જ અંદાજો નહોતો! એક તુફાન એમની તરફ બસ આવી જ રહ્યું હતું!

રાજેશ ત્યાંથી જમીને ઘરે ચાલ્યો ગયો હતો. ચાદર ઓઢીને એને પથારીમાં પડતું જ મૂક્યું હતું! ખરેખર તો આજે "ચેટ" કરવાની કે "ટાઇપ" કરી મેસેજ કરવાની તાકાત ના તો રાજેશ માં હતી, ના પ્રાચી પાસે! આથી જ એમને એકમેકને નોર્મલ વોઇસ કોલ કર્યો હતો!

"તને ખબર છે... સ્નેહા એ તો લાસ્ટ માં એના ઘરે ઉતરતા મને પણ કહેલું કે મારા ઘરે જ જમી લો બંને એમ! ત્યારે રાજીવે તો એને કહ્યું કે કેન્ડલ લાઈટ ડિનર જ કરી આવો ને એમ!" રાજેશે કોલ પર કહ્યું.

"ઓહ! પછી?!" પ્રાચી એ જિજ્ઞાસાથી પૂછ્યું.

"પછી! સ્નેહા એ કહ્યું કે મારો કહેવાનો અર્થ એવો નહિ એમ! તો રાજીવે એમ કહ્યું કે હું તો મજાક કરતો હતો!" રાજેશે કહ્યું.

"એક વાત કહું... સ્નેહા ને બ્લોક કરી દે ને! હું પણ રાજીવને બ્લોક કરી દઈશ!" પ્રાચી એ સાવ રડમસ રીતે જ કહ્યું.

"ઓ પાગલ! હું તને જ લવ કરું છું!" રાજેશે કહ્યું તો પ્રાચી થી હસી જવાયું!

"તારે તો એના ખોળામાં ઊંઘવું હતું ને?! જા કર એને કોલ કર!" પ્રાચી એ રોષમાં કહ્યું.

"અરે બાબા! એવું થોડી હતું! જો હું એમ ના કરત તો..." એની વાતને અધવચ્ચે જ કાપતા પ્રાચી એ કહ્યું, "આઇ નો! યુ જસ્ટ લવ મી!"

"હા.. તો પાગલ! આઇ જસ્ટ લવ યુ!!!" રાજેશે પણ કંફેસ કર્યું.

"ખૂબ થાકી ગયા આજે તો... ચાલ બાય!" પ્રાચી એ બગાસું ખાતા કહ્યું.

"હા... ઓકે બાય! લવ યુ!" રાજેશે એને કહ્યું તો એને પણ "બાય! લવ યુ!" કહ્યું અને કોલ કટ કરીને બંને ઊંઘી ગયા.

બંને અણજાણ હતા કે આવતી કાલે જે ધમાલ થવાની હતી! જે તુફાન કાલે આવશે એમનો તો કોઈ એ અંદાજો જ નહોતો! તૂફાન ના બીજ આ બાજુ સ્નેહાના મગજમાં રોપાઈ રહ્યા હતા!

🔵🔵🔵🔵🔵

"આઈ લવ યુ!" સવારમાં જ રાજેશને કોઈએ મેસેજ કર્યો હતો, એને ચેટ ઓપન કરી તો એ હેબતાઈ જ ગયો, મેસેજ સ્નેહાનો હતો! રાજેશ માટે તો બહુ જ મોટો શોક હતો, એ ફરી ફરી ને એ મેસેજને જોઈ રહ્યો હતો, એને ખુદ પર યકીન જ નહોતું થઈ રહ્યું કે ખરેખર આ મેસેજ એને સ્નેહાએ જ કર્યો હતો! કહાનીમાં આટલો મોટો ટવીસ્ટ આવશે એ તો એને વિચાર્યું જ નહોતું!

વધુ આવતા અંકે..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED