લવ ફાઈન, ઓનલાઇન - 17
"યાર, મને તો થાક લાગે છે..." એ બોલી રહી હતી!
હળવે હળવે પ્રાચી એ રાજેશના માથામાં એના હાથને નાંખવા શુરૂ કર્યા!
"બીજાના ખોળામાં જવું હતું!" સાવ ધીમે પણ રાજેશ સમજે એમ એ બોલી અને પછી જોરથી એને એ વાળને ખેંચ્યા! બિચ્ચારો રાજેશ તો દર્દથી ચીસ જ પાડી ગયો! ખુદ જેને એટલો બધો પ્યાર કરીએ, આપને એને બીજાનો થવા માટે એક પળ પણ આપવા તૈયાર નહિ હોતા! એક પળ માટે પણ જો વ્યક્તિ થોડો પણ દૂર જાય તો દિલ બેચેન થઇ જાય છે.
"અરે જો હું એવું ના કરત તો હું તારા ખોળામાં ના સુઈ શકત ને!" થોડું ઈશારા માં તો થોડું હોઠ હલાવી ને એને કહ્યું તો કેવળ પ્રાચી જ એની વાતો ને સમજી શકી! ગમતી વ્યક્તિ અને જે આપણી બહુ જ ખાસ વ્યક્તિ હોય એ તો બસ આમ આપની વાતને એક ઈશારામાં જ સમજી પણ જાય છે. ધીમેથી કહેલું કે ખાલી એના ચહેરાના હાવભાવથી પણ આપને ગમતી વ્યક્તિની મનોદશા જાણી શકીએ છીએ. કારણ સાફ છે કે આપને એના રગ રગથી વાકેફ હોઈએ છીએ. એના ખાલી હોઠ જ કેમ ન હલે અને ગમે એટલું ધીરે કેમ નાં બોલે, આપને તો વાત સમજી જ જતાં હોઈએ છીએ.
"યાર આજે ખબર નહિ પણ કેમ, મને તો બહુ જ મજા આવે છે... જાણે કે કોઈએ આ હવા ઓ માં નશા ની દવા ના ભેળવી દીધી હોય! સાવ સામાન્ય વાત માં પણ બહુ જ હસવું આવે છે!" સ્નેહા એ રાજીવના ખોળામાં રહી ને જ એના દિલની વાત કહી. સ્નેહા ચાહત તો પણ રાજીવ તો સ્નેહાના માથે ટચ પણ ના કરતો, કારણ કે એના માટે આ થોડું અટપટું હતું. એણે પ્યારમાં થોડી ઓછી સમજ પડતી હતી, પ્યારને જતાવતા એને નહોતું આવડતું, પણ હા, પ્યારને નિભાવતા એને બરાબર આવડતું હતું.
"હા યાર! આજની વાત જ કઈક અલગ છે! મને પણ બહુ જ મજા આવે છે! યાર શું મોસમ છે!" પ્રાચી એ પણ કહ્યું. પ્રાચી ને તો બસ રાજેશ હતો એટલે એને બધું જ બહુ જ મસ્ત લાગી રહ્યું હતું!
પણ ખરેખર તો પ્રકૃતિ કે વ્યક્તિ નો નહિ પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના એ પ્યારનો જ આ નશો હતો!
આખી દુનિયા સામે આપને પડદો રાખતાં હોઈએ છીએ કે આ નહિ બોલવાનું, આમ નહિ કરવાનું, બસ આપણને આપની એ ખાસ વ્યક્તિ સામે જ નાના છોકરાની જેમ બની જવાનું દિલ કરતું હોય છે. જે મનમાં આવે કે તુરંત જ કહી દેવાનું.
"યાર રાજીવ, આ બંને છોકરીનું માનસિક સંતુલન હલી ગયું લાગે છે!" રાજેશે કહ્યું તો બધા જ હસી પડ્યા અને રાજીવ ને તો ખૂબ જ મજા આવી! એ તાળી લેવા માટે છેલ રાજેશ સુધી આવ્યો પણ વચ્ચે જ રાજેશ ને પ્રાચી એ અને આ બાજુ રાજીવ ને સ્નેહા એ પકડી રાખ્યા!
હવામાં એક અલગ જ પ્યારની રોનક જોઈ શકાતી હતી. એ સાફ જાહેર હતું કે જ્યારે આપણને એ ખાસ વ્યક્તિ મળી જાય છે કે જેની આપણને તલાશ હોય છે તો લાઇફ અંગણીત ખુશીઓથી ભરાઈ જાય છે. બીજા વ્યક્તિઓ શું કરે છે, શું વિચારે છે, આપણને એની જરા પણ પરવા હોતી જ નહિ અને આપને બસ મશગુલ થઈ જઈએ એ બે આંખોની સામે જે બે આંખોમાં આપના માટે લાગણીઓનો સાગર હોય છે.
ઉકળતાં દૂધમાં જેમ આપને ચા નાંખીએ અને ચા દૂધમાં રંગ છોડે અને દૂધ ને પણ એનામાં સમાવી લે છે બસ એમ જ આપને પણ એ વ્યક્તિને ખુદનો કરવામાં અને ખુદ પણ એના થઈ જવામાં બહુ જ આનંદ અનુભવીએ છીએ. ગમતાં વ્યક્તિનો સાથ પણ બસ એ જ રીતે ધીરે ધીરે બહુ જ ગહેરો થઈ જાય છે અને પછી એ બંને જુદા હોવા છત્તાં પણ બસ એક જ થઈને રહે છે.
ખરેખર તો એ લોકો ધારે એના કરતાં વધારે જ એમને હજી મજા આવવાની હતી! અને આ તો બસ હજી શુરુઆત જ હતી. પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત!
વધુ આવતા અંકે...