Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ જાદુગરોની કહાની ભાગ-૮

આગળના ભાગમાં તમે જોયું કે બાબા આકાશ અને પૃથ્વીની ૨ બાળકીઓને કઈ કઈ શક્તિ ઓ મળી છે એ જાણવામાં મદદ કરે છે. અને એક બાળક બીજી જગ્યાએ જન્મ લઇ ચૂક્યું છે એ સાંભળી પૃથ્વીને ઝટકો લાગે છે. અને તે બીજા દિવસે અચાનક ક્યાંક બહાર જતી રહે છે ઘરથી દૂર હવે આગળ…

(આકાશ એ જયારે પાર્વતીબેનને કહ્યું કે પૃથ્વી બહાર અખંડ સાધના કરવા ગઈ છે ત્યારે પાર્વતીબેનને ખબર તો ના પડી પણ આકાશ બધું સમજી જાય છે.)

બીજી બાજુ પૃથ્વીને જાણે સંસાર ની કઈ ખબર જ ના હોય એમ જંગલમાં તપ કર્યા રાખે છે. રાત દિવસ વીતી ગયા, મહિનાઓ ગુજરી ગયા, તુફાન આયા કે જંગલી જાનવરો એને ખાવા માટે આવે પણ પૃથ્વીનું ધ્યાન તૂટ્યું નહિ. અને ત્યાં આકાશ ની બાળકીઓ શાળા એ જાય એવી થઇ ગયી હતી. બિચારો આકાશ એકલો જ બંને બાળકીઓને શક્તિ કાબુ કરતા શીખવાડતો, કેટલીક વાર તો શક્તિઓ શીખવાડતા શીખવાડતા સમુદ્ર ની તટ સુધી જતો રહેતો તો કેટલીક વાર તેના હાથ પગ અગ્નિ ના કારણે દાજી જતા. પણ એ બિચારો કેહતો પણ કોને? એ જાતે સહન કરી લેતો હતો.

આજે આકાશ બંને બાળકીઓને શાળા એ મુકવા જાય છે પહેલી વાર. બધા ખુશ હતા અને બાળકીઓને જાને ખબર જ નથી કે એમની કોઈ માતા પણ છે. જયારે પણ તે મમ્મી વિશે કઈ પૂછે આકાશ કોઈ પણ રીતે વાત ટાળી દેતો. અને બંને બાળકીઓને ચોકલૅટ આપે છે અને શાળાએ મૂકી ઘરે ફરે છે.

પાર્વતીબેન: આકાશ બહુ ને ગયે હવે ૭ વર્ષ થઇ ગયા છે. તને નથી લાગતું કે તારે હવે બીજા લગ્ન કરી લેવા જોઈએ. કારણ કે આટલા બધા સમય થી બહુ પર જાનવરો દ્વારા હમલો થયો હશે નઈ તો ખાવાનું નાઈ મળ્યું હોય. તને નઈ લાગતું કે હવે પૃથ્વી મરર...(આકાશ તરત જ તેની માતાના મોઢા પર હાથ મૂકી દે છે)

આકાશ: નઈ માતા, મારુ દિલ કહે છે કે તેને કઈ જ નહીં થયું. બસ મારી તો ભગવાને એવી જ ઈચ્છા છે કે એ જલ્દી પાછી આવે અને એ તેની બંને બાળકીઓને એની ગોદમાં લઈ લે.

પાર્વતી બોલે છે હા હું પણ એની રાહ જોઉં છું પણ એ આવશે ક્યારે એની રાહ જોઈ જોઈને મારી આંખો તરસી રહી છે.

પેલી બાજુ બંને બાળકીઓ સ્કૂલમાં છે અને એ એમના સ્કૂલ ટીચરને પ્રણામ કરીને એમની બેંચ પર બેસે છે ત્યાં જ સામેથી એક છોકરો તેજસ્વીને પરેશાન કરે છે એ જોઈને તેજસ્વીને થોડો ક્રોધ આવે છે પણ આકાશે એમને સમજાવેલી વાત એમને યાદ આવે છે કે કોઈ આપણને કંઈ પણ ઘરે આપણે ગુસ્સો કરવાનો નથી આપણે આપણું નિયંત્રણ ખોવાનું નથી. આપણે તેમને હસીને અને શાંતિથી જવાબ આપી શકીએ છીએ. તેજસ્વી તેના ગુસ્સા પર નિયંત્રણ કરે છે અને એ લોકો શાંતિથી ભણવા બેસી જાય છે. અમૃતને જોઈને લાગી રહ્યું છે એ ભણવામાં વધુ હોશિયાર છે.

અને થોડા સમય રહીને સ્કૂલનો છૂટવાનો સમય થઈ જાય છે. અને આકાશ એ બંને બાળકીઓને લેવા આવે છે. અમૃત આકાશને જોઈને એમ બોલી કે આજે તો તેજસ્વીને ગુસ્સો આવતા આવતા રહી ગયો પણ એને સારું એવું નિયંત્રણ કર્યું. આ સાંભળીને આકાશ ખૂબ જ ખુશ થયો અને તેણે તેજસ્વીને અને અમૃતને આઇસ્ક્રીમ ખવડાવવા લઈ ગયો.

આ બાજુ પૃથ્વી ખૂબ જ મોટું તપ કરી રહી હતી તેનું શરીર ભૂખ્યા અને તરસે એકદમ પતલુ થઈ ગયું હતું પણ તેના મુખ પર હજી પણ તે જ આપ્યું.આજુબાજુના જંગલ વાસીઓ એને ખાવાનું તો આપી જ હતા પણ તે તો પણ જમતી ન હતી એ એની જીદ પર હતી. આમ તેમ બે ત્રણ વરસ નીકળી ગયા અને એક દિવસ ભારે વરસાદમાં એક સાપ પૃથ્વી તરફ આવી રહ્યો હતો આ જોઈને ગામના વાસીઓ પૃથ્વીને સાવચેત કરવા ગયા પણ તે સાપ એવડો મોટો હતો કે કોઈના નિયંત્રણમાં આવ્યો જ નહીં અને એ પૃથ્વી તરફ આગળ વધતો જ ગયો.

તે જોઈને જંગલ વાસીઓ બહુ ડરી ગયા હતા હવે પૃથ્વીને તો માં જગદંબા જ બચાવે. તે સાપ પૃથ્વીની એકદમ પાર નજીક આવી ગયો હતો. અને તે પૃથ્વીની પાછળ જઈને આગળ આવ્યો પાછો પાછળ ગયો એ જોઈને ગામના વાસીઓ થોડા અજંબામાં મુકાવ્યા કે આ સાપ શું કરી રહ્યો છે પછી એક ગામના વૃદ્ધ માણસ એ જોઈને વિચારી લીધું કે એ તેની પ્રદક્ષિણા કરી રહ્યો છે તે જોઈને ગામના માણસો ખૂબ જ ખુશ થઈ ગયા અને હાથ જોડીને પૃથ્વીને નમન કરવા લાગ્યા.

બે ત્રણ મહિના એમ જ રીતે ગયા અને એક દિવસ આપે ભયંકર વરસાદ તુફાન આવવાથી પૃથ્વીની હાલત વધારે ખરાબ થવા લાગી હતી. પણ તે હજી પણ. તેનું તપ છોડ્યું ન હતુ આ જોઈને એક વૃદ્ધ માણસ એની પાસે આવે છે અને પૃથ્વીને કહે છે કે પુત્રી પોતાની આંખો ખોલો અને મારી ઝૂંપડીમાં આવી જાવ બહાર બહુ વધારે વાતાવરણ ખરાબ છે તમારી તબિયત વધારે ખરાબ થઈ જશે પણ પૃથ્વી છતાં પૃથ્વી એ તેમને ઇન્કાર કરી દીધો અને કહી દીધું કે જ્યાં સુધી માં જગદંબા મને ખુદ જગાડવા નહીં આવે અને અહીંથી ઊભા નહીં કરે ત્યાં સુધી હું ક્યાંય પણ નથી જવાની. આ સાંભળીને વૃદ્ધ માણસ બોલ્યો એ બેટા વરસો વીતે ગયા છે જો માતાને પ્રસન્ન થવું હોત તો અત્યાર સુધી પ્રસન્ન થઈ ગયા હોત હવે તારી જીદ છોડી દે અને મારી ઝૂંપડીમાં આવી જા.


પૃથ્વી તો પણ ના જ માની. અને તે વૃદ્ધ માણસ તેની લાકડી લઈને પાછો ચાલતો હોય તેમ જવા લાગ્યો પણ વરસાદમાં વાવાઝોડું પણ હતું અને તેનામાં એટલે ક્ષમતા ન હતી તે કે જાતે પાછો તેની ઝૂંપડી સુધી જઈ શકે આ બધું દ્રશ્ય પૃથ્વી જોઈ રહી હતી અને તે વૃદ્ધ માણસના હાથમાંથી તેની લાકડી નીચે પડી ગઈ આસપાસ કોઈ હોતું નહીં કે વૃદ્ધ માણસનું કોઈ મદદ કરી શકે અને પૃથ્વી સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી માં જગદંબા ખુદ અહીંયા નહીં આવે ત્યાં સુધી તે આ જગ્યા છોડશે નહીં હવે જો આ વૃદ્ધ માણસની મદદ નહીં થાય તો તે ત્યાં જ વરસાદમાં પલડીને તે મૃત્યુ પામી જશે.

અને આ બધું જોઈને પૃથ્વીને તેની જીદ છોડવી પડી અને તે વૃદ્ધ માણસની મદદ કરવા ઊભું થવું જ પડ્યું. પૃથ્વીને આ જોઈને ખૂબ જ દુઃખ થયું એ તે તેના વર્ષોની મહેનત પર તેને પાણી નાખી દીધું પણ કોઈ માણસને આવી રીતે મરતા પણ છોડી દે શક્તિ ન હતી. તે માણસની મદદ કરીને નીચે મોઢું રાખીને રોવા લાગી કે હવે એ ના તો હું ઘરે જઈ શકું છું ના તો હું પાછી તપ કરવા બેસી શકું છું હવે કરું તો કરું છું હું ત્યાં જ પેલો વૃદ્ધ માણસ તેના હાથ ઉપર માથું ફેવરી ને કહે છે કે બેટા તું ચિંતા ના કર તારે શું જોઈએ છે એ તો મને જણાવિશ.

આ સાંભળીને પૃથ્વી બોલે છે કે મેં માં જગદંબા જોડેથી વરદાન લીધું હતું કે મારી કોકમાંથી મારા સંતાનોને શક્તિઓ મળે પણ માં જગદંબા એ આપ્યો તો ખરા, પણ તેમણે એક બીજા પરાઈ માતાના ખોળામાં પણ એક બાળકને જન્મ આપ્યો કે જેની જોડે પણ શક્તિઓ છે હું ઇચ્છિત હતી કે ખાલી આખી પૃથ્વી પર થી મારે જ સંતાનો જોડે શક્તિઓ હોય બીજી કોઈ જોડે નહીં. અને જેથી હું જગદંબા ની આરાધના કરીને તે બાળક જોડેથી શક્તિઓ પાછી લઈને મારી એક બીજી સંતાનને હું જન્મ આપીશ જેની જોડે તે શક્તિઓ હોય. આ સાંભળીને તે વૃદ્ધ માણસ અચંભીત રહી ગયો. અને તેણે કહ્યું કે આ તો તારી ખોટી જીદ છે. એટલે હજી સુધી માં જગદંબા તારી જોડે આવ્યા નથી. પણ પૃથ્વી એ જે કંઈ પણ હોય હું નથી જાણતી બસ મારે તો મારી આ જીદ માં જગદંબા પૂરી કરે એ જ હું જાણું.

આ સાંભળીને વૃદ્ધ માણસ બોલ્યો કે બેટા આનો મતલબ તને ખબર પણ છે તે તું શું કરે છે શક્તિઓ આપેલી કોઈ બાળક જોડેથી લઈ લેવી પાછી જેથી એની મૃત્યુ પણ થઈ શકે છે અને આ મૃત્યુની જીમ્મેદાર તું ખુદ હોય. હા હું જાણું છું આ વાતને પૃથ્વી કહે છે. તો પછી હવે જીદ કેમ? બોલે છે.


પૃથ્વી ફરીથી બોલે છે કે આ એક જીત નથી મા જગદંબા ચાહે તો કંઈ પણ કરી શકે છે બસ હું એટલું જ ઈચ્છું છું કે મારી હતી એક બીજી સંતાન આવે અને જેની જોડે પાંચમી અને છેલ્લી શક્તિ મળે. આ સાંભળીને વૃદ્ધ માણસ ગુસ્સે થઈ જાય છે અને ક્રોધમાં એ એવું કરે છે કે પૃથ્વી જોતી જાય છે.

વૃદ્ધ માણસ તેના શરીર ઉપર નાખેલી એક કપડાની સાલ નીચે નાખી દે છે અને જેવી તે સાલને નીચે નાખે છે એક અજીબ રોશની આખા રૂમમાં ફેલાઈ જાય છે અને આ જોઈને પૃથ્વી તેની આંખો બંધ કરી લે છે કારણ કે તે આટલી બધી રોશની એક સાથે સહન ન હતી કરી શકે. અને તે વૃદ્ધ માણસ તેના અસલી રૂપમાં આવે છે અને એ કોઈ બીજું નહીં પણ માં જગદંબા હોય છે આ જોઈને પૃથ્વી રોવા લાગે છે અને તે માના ચરણોમાં પડી જાય છે પણ માં તે ચરણોમાં આવા દેતી નથી તે પાછી જતી રહે છે.

આ જોઈને પૃથ્વી સમજી જાય છે જે માં કેમ નારાજ છે. અને તે માફી માગવા લાગે છે માં શાંતિથી પૃથ્વી સામે જુએ છે અને બોલે છે કે તને નથી લાગતું કે તું કંઈક વધારે જ માગી રહી છે મેં તને પહેલા જ આટલું સરસ વરદાન આપ્યું છે તને તેની કદર નથી અને તું આ આવું મેદાન માંગે છે કે તારી જ સંતાન જોડે શક્તિઓ હોય બીજા કોઈ જોડે નહીં. પુત્રી આતો તારી ખોટી જીદ છે પણ હવે મારે તારી આ જીદને પુરી કરવી પડે છે કારણ કે હું તારા આ તપથી બંધાયેલી છું.

"તો સાંભળ હું અનંત શક્તિઓની સ્વામીની તને એક વરદાન આપું છું પણ તેની સાથે તારે એક શ્રાપ પણ લેવો પડશે વરદાન એ છે કે હું તને એક બીજી સંતાનની અપેક્ષા ને પૂરી કરું છું મતલબ હવે તારું અને આકાશનું એક બીજું સંતાન હશે જેની જોડે પાંચમી અને છેલ્લી શક્તિ હશે પણ મારો શ્રાપ પણ સાંભળતી જજે પુત્રી તારી આ જીદ ના કારણે મેં તને વરદાન તો આપ્યું પણ યાદ રાખજે તારી આ સંતાન ક્યારે પૂરી નહીં થાય મતલબ એ ક્યારે પણ તેના જીવનસાથી ને નહીં મળે તે દુનિયાની સૌથી બુદ્ધિ સાડી વ્યક્તિ હશે પણ આ જ બુદ્ધિ એને અંદર જ મારતી જશે, મતલબ તે અનંત વર્ષો સુધી જીવશે તે તમારી પેઢીનો અંત પણ જોશે તે પૃથ્વીનો પણ અંત જોશે તે બ્રહ્માંડનો પણ અંત જોશે એની સાથે વાતો કરવા વાળું કોઈ જ પણ નહીં હોય એ આખા શૂન્યવકાશમાં એકલી જ પડશે. તેની પાસે તેની બુદ્ધિની શક્તિ હું પ્રદાન કરું છું જે અનંત કાળ સુધી એની સાથે જ રહેશે. "તથાસ્તુ".

અને એક ખૂબ જ અદભુત રોશની સાથે માતા ત્યાંથી લુપ્ત થઈ જાય છે. અને આ બધું સાંભળીને પૃથ્વી હજી પણ એક ભયાનક દ્રશ્યમાં ખોવાઈ ગયેલી છે.

હવે તે પાછી તેના ઘર તરફ ચાલતી જાય છે અને આકાશને મળે છે આકાશ તેને જોઈને એટલો ખુશ થાય છે અને એને ભેટી પડે છે પણ પૃથ્વીના આંખોમાં હર્ષના આંસુઓ નહીં પણ દુઃખના આંસુઓ હતા . આકાશને આ જોઈએ ખબર તો પડી જાય છે કે કંઈક થયું છે અને તે શાંતિથી થોડા સમય પછી પૃથ્વીને પૂછે છે તે શું થયું છે પ્રિયતમ. પણ પૃથ્વીના મોઢામાંથી એક શબ્દ નથી બહાર નીકળતો. બસ તે રડતી જ રહે છે. આમ બે ત્રણ દિવસ વીતી ગયા અને પૃથ્વી તેની સામાન્ય જીવનમાં પાછી ફરતી હોય તેમ લાગી રહ્યું હતું.
એક દિવસ પૃથ્વી જોડે આકાશ આવીને પૂછે છે કે આ તે શું કર્યું?
(ક્રમશ)