Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પાંચ જાદુગરોની કહાની ભાગ-૫

પાંચ જાદુગરોની કહાની

આગળના ભાગમાં આપડે જોયું કે માતા પાર્વતી પ્રગટ થાય છે અને પૃથ્વીને વરદાન આપે છે. પછી પૃથ્વી અને આકાશના લગ્ન થઈ જાય છે. અને ઘરે પંડિત ખાવા આવે છે. ત્યાં જ પંડિતોને પૃથ્વી પર ક્રોધ આવે છે અને શ્રાપ આપી દે છે. હવે આગળ...

પાંચ જાદુગરોની કહાની ભાગ ૫

પંડિતોએ આપેલા શ્રાપ સાંભળીને પાર્વતીબેન બોલ્યા અરે આ શું થઈ ગયું. આ બધું પૃથ્વી તારા કારણે થયું જ છે. હવે તું જ આનો ઉપાય શોધ, તું હવે શ્રાપિત છે. તું અમારા જોડે બેસવાના લાયક પણ નથી... તું અભાગી આ ઘરમાં આવીને આ ઘરને શ્રાપિત કરી દીધું, નીકળી જા અહીંયા થી, આજથી તું બહારના રૂમ માં અને રસોઈઘરમાં નજર પણ ના આવવી જોઇએ...

આ બધું સાંભળીને પૃથ્વી રડવા લાગી એ બોલી કાલે જ હું પંડિતોને ખવડાવી શ્રાપને તોડી નાખીશ. કાલે તમે બધા પંડિતોને બોલાવી લો. હું એકલી બધા પંડિતોને જમાડીસ.

ત્યાં જ આકાશ બોલ્યો: તું એકલી નથી, જીવનના સુખદુઃખ હું તારો સાથ આપીશ.

પૃથ્વી બોલી: શ્રાપ મારા કારણે મળ્યો છે તો હું જ એને તોડીસ. પછી આકાશ તેને ના પાડે છે. હું પણ તારી મદદ કરીશ ત્યાં જ પૃથ્વી બોલે છે. કે શ્રાપ મારા કારણે લાગ્યો છે. અને હું એકલી જ રસોઈ બનાવવી પડશે તો જે શ્રાપ તૂટશે તો હું એકલી જ રસોઈ બનાવીસ કારણકે હવે હું તોડીને જ રહીશ.

બીજા દિવસની સવાર પડી જાય છે અને રસોઈ બનાવવાનું ટાઈમ થઈ જાય છે ત્યાં પૃથ્વી પછી રસોઈ બનાવવા પહોંચી જાય છે. કે રસોડામાં અને ત્યાં જ પાર્વતીબેન બોલે છે કે તું રસોડામાં શું કામ આવી છે મેં તને ના પાડી હતી આવવાની તો શું કામ તું રસોડામાં આવી અને તે વખતે પૃથ્વી બોલે છે કે તમે પંડિતોને બોલાવો હું આજે જ એમને ખવડાવીને આ ઘરને શ્રાપ મુક્ત કરીશ.

બપોર પડી ગઈ હતી અને પંડીતો ને આવવાનો સમય પણ થઇ ગયો હતો અને પંડીતો આવી ગયા હતા બારણે પહોંચી ગયા હતા અને ત્યાં જ પાર્વતીબેન બોલ્યા આવો તમારું સ્વાગત છે ત્યાં પંડિતો બોલ્યા કે આજે તો મારું ફરીથી અપમાન થશે તો હું તમને બધાને પણ શ્રાપ લગાવી દઈશ અને ત્યાં જ પાર્વતીબેન બોલ્યા મારી વહુ એ બધું જ ખાવાનું બનાવી દીધું છે તમે લોકો આવો અને જમી લો. ત્યાં જ પૃથ્વી ખાવાનું લઈને આવે છે અને બધાને પીરસે છે અને પંડિતો ખાવાનું શરૂ કરે છે અને ત્યાં જ પંડિતોએ પહેલો કોળિયો મોંમાં મૂકતાં એ એક અજીબ સ્વાદની ઓળખાણ થઈ એમને એવું લાગ્યું હતું કે આજ સુધી મેં આ જ જિંદગીમાં ક્યારે પણ આટલો સ્વાદિષ્ટ ભોજન અને આટલું સરસ સાત્વિક ભોજન ક્યારેય પણ કર્યું ન હતું અને પંડીતો ખૂબ ખુશ થઈને આખું ભોજન કરી લીધું પછી ભોજન કર્યા પછી પંડિતો એક બાજુ શાંતિથી બેઠા હતા ત્યાં જ તે મુખ્ય પંડિત પૃથ્વી ને જોઈને બોલ્યા કે પુત્રી અહીં આવ. પૃથ્વી ત્યાં જાય છે અને કહે છે પુત્રી મને માફ કરી દેજે. શ્રાપ આપ્યા પછી મને મારી ભૂલ સમજાઈ હતી કે મેં બહુ ખોટું કર્યું તું સાચી હતી કે માતા-પિતા અને ભગવાનની સામે જ માથું નીચે હોવું જોઈએ બીજા આ દુનિયામાં કોઈ ની સામે માથું નીચું ન થવું જોઈએ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તો મને માફ કરી દેજે. પુત્રી હું તને એક વરદાન આપું છું. આ વરદાનનો ઉપયોગ જિંદગીમાં એક વાત કરી શકીશ. જિંદગીમાં ક્યારેય પણ તારી કોઈ એક ઈચ્છા હોય અને એ ઈચ્છા જો તારે પૂરી કરવી હશે તો તું કોઈપણ દેવી-દેવતાને પ્રસન્ન કરીને એ ઈચ્છા પૂરી કરી શકીશ.પણ આ ધ્યાન રાખજે આ વાત આપણા બંને વચ્ચે જ રહે. તમારી આ વાતો હું ધ્યાન રાખીશ એમ પૃથ્વી બોલે છે અને પ્રણામ કરીને ત્યાંથી જાય છે.

ૐૐૐ
ઘણા વર્ષો વીતી ગયા હતા હવે પૃથ્વી એક બહુ મોટી ખુશ ખબર લઇને આકાશ જોડે જાય છે. એ આકાશને કહે છે કે તમે પિતા બનવાના છો અને ત્યાં જ આકાશ આ વાત સાંભળીને બહુ ખુશ થઈ જાય છે એની ખુશીનો કોઈ પાર નથી રહેતો એની આંખોમાંથી આંસુ આવી જાય છે અને પૃથ્વીની આંખોમાં પણ આંસુ આવી જાય છે આ વાત ઘરના બધા લોકોને કહે છે. બધા ખૂબ ખુશ થઈ જાય છે.

સમય વીતતો જાય છે. ગર્ભ રહે નવ મહિના થઈ ગયા હતા. અને આમ સમય વીતતો જાય છે. તો પણ બાળક બહાર નથી આવ્યું.

આ બધું જોઈને આકાશને ચિંતા થાય છે. કે હજી સુધી બાળક આ દુનિયામાં કેમ નથી આવ્યું. તે એમના આસપાસના ગામડામાં જઈ ને ત્યાંના સૌથી મોટા વૈદ્યને એના ઘરે બોલાવે છે.

વેદ ઘરે તો આવે છે અને તે પૃથ્વીની નાભી ને પણ જોવે કરે છે. પછીએ પેટ પર હાથ ફેરવે છે. અને બાળકનો વિકાસ થયો છે કે નહિ એ જોવે છે.

અને ત્યાં જ વૈદ્ય હેરાન થઈ જાય છે. કે હજી સુધી બાળક બહાર કેમ નથી આવ્યું. એ કહે છે કે બાળકનો ગર્ભમાં વિકાસ થઇ ગયો છે. તો મને એ નથી સમજાતું કે હજી સુધી બાળક બહાર કેમ નથી આવ્યું.

આમ ને આમ સમય વીતતો ગયો. હવે પૃથ્વી નું સ્વાસ્થ્ય પણ ખરાબ થતું જાય છે. એ હવે સહન નથી કરી શકતી.

પૃથ્વીને જોઈને આકાશ પણ બહુ ચિંતામાં મુકાઈ જાય છે. એ કોઈને કશું કહેતો નથી પણ એ અંદર થી બહુ ચિંતામાં માં મુકાઈ જાય છે.

અને પૃથ્વી એક રાત્રે કામ કરતી હોય છે. ત્યાં જ અચાનક એના શરીર પર પાણી પડે છે. અને ત્યાં જ અચાનકથી આગ લાગી જાય છે. પૃથ્વી આ જોઈ ને ડરી જાય છે. કે આગ અને પાણી એક સાથે.

અને અચાનક પૃથ્વીના ગર્ભમાં બળતરા થવા લાગે છે. તો ક્યારેક શીતળતા. આ જોઈને આકાશ પણ ભયભીત થઈ જાય છે.

પૃથ્વીની આંખો માંથી અશ્રુ આવી જાય છે. હ્રદય કાપી ઉઠે એવું વાતાવરણ સર્જાય છે. વીજળી થવા લાગે છે. પવન એનો રસ્તો બદલે છે. વરસાદ એટલો જોરથી પડે છે કે લોકો ના ઘર માં પાણી ભરાઈ જાય છે. તો એક બાજુ ચાલુ વરસાદે આગ પણ લાગવા માંડે છે.

દુનિયા માં કોઈએ પણ આટલો ભયાનક દૃશ્ય ક્યારે પણ નહિ જોયું હોય.

લોકો બહુ ભયભીત થઈ ગયા હતા. પૃથ્વી દર્દથી ચીસો પાડતી હતી. અને એની બૂમો દૂર દૂર સુધી સંભળાતી હતી.

દુનિયામાં હવે કંઈ બચ્યું જ ન હતું. પ્રાણીઓ આમતેમ દોડતા લાગ્યા. પંખીઓ ઉડી ન હતા શકતા. મનુષ્યો ને કઈ સમજ ન હતું આવતું.

આકાશ પોતાની શકતીથી વરસાદ રોકવાની પૂરી કોશિશ કરતો હતો. પણ કોઈ ફરક પડતો જ ન હતો.

પૃથ્વીની શકતી પોતાની રીતે કામ કરતી હતી. એની બૂમોથી ભૂકંપ આવતો હતો. અને ત્યાં જ અચાનક એક જોરથી બૂમ પાડી અને બે બાળકીઓનો રોવા નો અવાજ સંભળાયો.

પેલી બાળકી જન્મ લેતા જ વરસાદ બંધ થઈ જાય છે. અને દુનિયામાં જ્યાં જ્યાં પાણી ભરાયુ હતું એ પોતાની અંદર લઇ લે છે.

અને બીજી બાળકી જન્મ લેતા જ આગ બંધ થઈ જાય છે.

પણ ત્યાં જ બન્ને બાળકીઓ એ દુનિયાને ભયભીત કરી દે એવું કરી દીધું. પૃથ્વી અને આકાશ પણ ડરી ગયા હતા.

એ બંને પણ પોતાની શક્તિ નો પ્રયોગ કરી ન શકતા હતા.

બાળકીઓ એ ચારેબાજુ તોફાન મચાવી દીધું હતું.

હવે પૃથ્વી બોલી જો આમ જ ચાલ્યું તો દુનિયા નસ્ત થઈ જશે. હું આમને પાતાળમાં લઈ જાઉં છું. આકાશ બોલ્યો તું આમને પાતાળમાં લઈ જઈશ તો એ પૃથ્વીના ગર્ભ ને નસ્ટ કરી દેશે.

તો પછી હું અને તમે બંને જણાં પોતાની શક્તિ વાપરીને આપડી બાળકીઓને મારવી પડશે.

આકાશે કહ્યું પણ આપડે આપડી શકતી વાપરી નથી સકતા આમની શકતી આગળ. હું સામાન્ય શકતીની વાત નથી કરતી હું "અભેદ" શકતી ની વાત કરું છું.

પણ એ બહુ ખતરનાક શકતી છે. એકવાર એને છોડી તો વાર કરી ને જ રહે છે. અને એને કોઈ રોકી નથી શકતું એટલે એણે અભેદ શકતી કહે છે.

હા, પણ આપડે વાપરવી જ પડશે. બીજો કોઇ વિકલ્પ નથી.

તો પછી ઠીક છે. ચાલ પણ એક વાર ફરીથી વિચારી લેજે.

મે વિચારી લીધું છે. તમે મને મદદ કરો.

બંને જણાં પોતાની શક્તિ વાપરે છે. આકાશે પોતાની વીજળી બાળકીઓ ઉપર નાખી. અને બીજી બાજુ પૃથ્વીએ પોતાની પાતળી શકતી વાપરીને બાળકીઓને શરીર માંથી મુક્ત કરવાની કોશિશ કરી.

અને ત્યાં જ અચાનક આસમાનમાં વિશાળ, આંખો ફાડી નાખે એવો પ્રકાશ પડે છે. અને....

( ક્રમશ )