Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ જાદુગરોની કહાની - ભાગ-૧

પ્રકરણ-૧
એક ગામથી બીજે ગામ

સવારના છ વાગ્યા હતા, શિયાળાની મીઠી સવાર પડી હતી. બદામના વૃક્ષ પર કોયલનો મધુર અવાજ સંભળાતો હતો. અને આખા ગામ માં બધા ઉઠી ગયા હતા.
પાર્વતીબેન અને અંબાલાલભાઈ તો નાહી ને તૈયાર પણ થઈ ગયા હતા. રાજુ નહાવા બેઠો હતો. ત્યાં જ બહારથી કોઈનો અવાજ સંભળાયો. કેટલી વાર કરીસ મોડું થાય છે. ત્યાં જ રાજુ ફટાફટ નાહી ને બહાર નીકળી ગયો અને સારા કપડાં પહેરી તૈયાર થઈ ગયો.

સાત વાગવામાં પંદર મિનિટ બાકી હતી. બસ સાત વાગે બસ સ્ટેન્ડ પરથી ઉપડી જતી હતી. રાજુ એની મમ્મી-પપ્પા અને એના કાકા-કાકી સાથે બસ સ્ટેન્ડ પર પોહચી ગયા. હવે બસ આવવામાં બે મિનિટની વાર હતી. અને એની સાથે જ બસ આવી પોહચી. બધા જલ્દી બસમાં ચડી ગયા. અને બસ ઉપડી ગઈ.

બધા પોતાનું ગામ બ્રાહ્મણવાડાથી નીકળી ગયા હતા. બસ જેમ જેમ એક સ્ટેન્ડ પરથી બીજા સ્ટેન્ડ પર જતી એમ એમ રાજુને વધારે વિચારો આવવા લાગ્યા. હવે ગાંભુ ગામ આવવામાં બસ થોડી વાર હતી.

હવે ગાંભૂ ગામ આવી ગયું હતું. બધાં બસમાંથી ઉતરી ગયા હતા. ત્યાં તો રાજુ અંદરોઅંદર ખુશ હતો કારણ કે આજે એ છોકરી જોવા આવ્યો હતો. તે લોકો હવે બસ સ્ટેન્ડથી છોકરીવાળા ઘરે જવા નીકળ્યા.

ઘર આવી ગયું હતું અને એ લોકો ઘરની અંદર પોહચી ગયા. છોકરીના પપ્પાનું નામ મગનભાઈ હતું અને એમને રાજુ અને એમના પરિવારનું સારી રીતે સ્વાગત સત્કાર કર્યો હતો.

બધા હસી મજાક કરતા હતા. ત્યાં જ પાર્વતીબેન બોલ્યા અમારી થનારી વહુને તો બોલાવો. ત્યાં જ શાંતિબેન બોલ્યા જ્યોત્સના બેટા જરા બહાર તો આવ. જ્યોત્સના ચા લઈને બહાર આવી. પહેલા એણે અંબાલાલને અને પછી એણે બધા મહેમાનને ચા આપી. જ્યોત્સનાએ સૌથી છેલ્લે રાજુને ચા આપી. ત્યાં જ ચા આપતા આપતા બંનેનો હાથ એકબીજા ને અડી ગયો. અને અચાનક બંનેના હાથમાં કરન્ટ લાગ્યો હોય એવો અહેસાસ થયો. પણ એમને આ વસ્તુ ને નકારી કાઢી. જ્યોત્સના ચૂપચાપ રસોડામાં જતી રહી.

પછી રાત પડી ગઈ. અને રાજુના પરિવાર વાળા ત્યાં જ રોકાઈ ગયા. પણ રાજુ વારંવાર જ્યોત્સનાનો સુંદર ચહેરો યાદ કરતો અને અંદરોઅંદર ખુશ થતો. બધા હવે સૂઈ ગયા હતા. અચાનક રાત્રે એક વાગે કોઈકએ દરવાજો ખખડાવ્યો. મગનભાઈ ચિંતામાં પડી ગયા કે આટલી મોડા રાત્રે જાણે કોણ આવ્યું હશે? તેમણે બારણું ખોલ્યું અને જોયું તો એક વ્યક્તિ કાળા કપડાં પેહરેલો ઊભો હતો. તેના લાંબા ખુલા વાળ, મોઢા અને હાથ પર સ્મસાન ni રાખ લાગેલી હતી. આંખો લાલ રંગની હતી. હાથ માં એના કોઈ મરેલા માણસની ખોપડી હતી. અને એનો આખું શરીર કાળું હતું. તે દેખાવે ભયંકર હતું. તેના ગળામાં પણ મરેલા માણસ ના હાડકાનો હાર પહેરેલો હતો. અને તે વારંવાર 'અલકનિરંજન' બોલતો હતો.

બધા ઘરના લોકો બિવાઈ ગયા હતાં. મગનભાઈ એ હિમ્મત કરીને પૂછ્યું કોણ છો ભાઈ તમે કેમ અમારા ઘરે પધાર્યા. એ માણસે કીધું અરે મૂર્ખ હું અગોરી છું. અને હું જાતે અહીંયા નથી આવ્યો મને ઈશ્વરએ મોકલ્યો છે.

ત્યાં મગનભાઈ બોલ્યા: અંદર આવો બાબા કેમ બહાર ઉભા છો.

અરે ભાઈ હું અહીંયા બેસવા નથી આવ્યો હૂતો અહીંયા ઈશ્વરના શબ્દો લઈ ને આવ્યો છું.


બધા ઘર ના ઘબરાઈ ગયા કે ભગવાન ના શબ્દો લઈને કોઈ અઘોરી આપણા આંગણે પધાર્યા છે.

હે બાબા કહો શું આદેશ છે અમારી માટે ભગવાનનો ?

હે મનુષ્ય સંભાળ ધ્યાનથી આ શબ્દો...
( ક્રમશ )