Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પાંચ જાદુગરોની કહાની ભાગ-૪

પાંચ જાદુગરોની કહાની

આગળના ભાગમાં આપડે જોયું કે જ્યોત્સના અને રાજુનું નામ બદલીને પૃથ્વી અને આકાશ રાખવામાં આવે છે. અને એ બન્ને ને પેલો અઘોરી એમની શક્તિ વિશે કહે છે. અને એ લોકો પોતાની શક્તિનો અભ્યાસ માટે જાદુ કરે છે. પણ જો કોઈ જાદુ કરતા જોઈ જાય તો એને મરવું પડશે અથવા અને પાગલ બનાવવું પડશે. પૃથ્વીને જાદુ કરતા એક બા જોઈ જાય છે. હવે પૃથ્વી એમને મારવા જાય છે. હવે આગળ...

પાંચ જાદુગરોની કહાની

ભાગ ૪

લગ્નની તૈયારી

પૃથ્વી જમીન ઉપર હાથ રાખીને એ બા ને પાતાળમાં લઇ જતી હોય છે. ત્યાં જ સમય ઉભો રહી જાય છે. અને આકાશવાણી થાય છે. કે " પુત્રી તું જે કઈ કરીશ એ તારા આખા જીવન પર અસર કરશે એટલે તું જે કઈ પણ કરે વિચારી ને કરજે અમે બધા તારી સાથે જ છીએ." આટલું કહી બધું શાંત થઇ ગયું.

આજુબાજુ બધી વસ્તુ શાંત થઇ ગઈ, જાણે દુનિયામાં કોઈ જીવતું જ નથી અને જાણે દુનિયામાંથી સુખ અને ખુશિયાં એ હમેશા માટે આવજો કહી દીધું હોય.

ત્યાં જ પૃથ્વી જમીન પરથી હાથ લઇ લે અને પોતાની બુદ્ધિ વાપરે છે. અને એ બા જોડે જાય છે. એ કહે છે. હું તમને મારી નહિ શકું પણ હવે મારે તમને પાગલ બનાવવું પડશે. અને એ પેલા તમે મને માફ કરી દેજો. આટલું કહી પૃથ્વી હાથ ફેલાવીને અને બા ની આંખોમાં જોવે છે અને કહે છે...

" હે નશ્વર મનુષ્ય હું તારી જોડે છેલ્લા એક દિવસની બધી યાદ પછી લઇ લઉં છું. તું બધું જ ભૂલી જઈશ છેલ્લા એક દિવસનું તું એ પણ ભૂલી જઈશ કે મારી જોડે જાદુઈ શક્તિઓ છે."

પછી પૃથ્વી સામાન્ય મનુષ્યની જેમ થઇ જાય છે. અને બોલે છે. શું થયું બા કઈ કામ છે, મારુ? બા બોલ્યા હું અહીંયા ક્યાંથી આવી, ના બેટા કઈ કામ નથી હું જાઉં છું. પૃથ્વી ફરી બોલી માફ કરી દેજો બા. બા બોલ્યા શું થયું તે કઈ ખરાબ કર્યું છે. ના કઈ ખરાબ નઈ કર્યું બસ તમે મને માફ કરી દેજો. બા બોલ્યા છોકરી તું પાગલ થઇ ગઈ છે, કે શું? સારું ચાલ માફ કરી.

એટલામાં જ બા ઉભા થઇ ગયા અને જમણા હાથની એક આંગળી હલાવી અને ત્યાં સમય ફરી ઉભો રહી ગયો. અને બા ના શરીરમાંથી ભવ્ય પ્રકાશ નીકળ્યો અને એ દેવી આધીશક્તિ ના રૂપ માં બાર આવ્યા. પૃથ્વી જોઈને એની આંખો માંથી અશ્રુ નીકળવા લાગ્યા. અને પાર્વતીમાતા બોલ્યા:

" પુત્રી હું અહીંયા તારી પરીક્ષા લેવા આવી હતી કે તું તારી શક્તિ અને તારી બુદ્ધિનો કેવો ઉપયોગ કરે છે. તું મારી પરીક્ષામાં ઉતિણઁ થઇ છે. તે તારી શક્તિથી એક માજીને મારવા અથવા એમને પાગલ બનાયા વગર તારી શક્તિ સારો ઉપયોગ કર્યો. તે તારી આંખોની શક્તિથી સામે વાળાની યાદ જ નષ્ટ કરી દીધી. માગ પુત્રી માગ શું વરદાન જોઈએ છે તારે? "

પૃથ્વી બોલી તમારી અને મહાદેવની કૃપાથી મારી જોડે બધું જ છે. પણ તમે વરદાન આપો છો તો હું મારી માટે કઈ નઈ માંગુ. મને વરદાનમાં એવું જોઈએ છે કે મારી આવવાવાળી સંતાન પણ જાદુગર બને.

માતા બોલ્યા: " તથાસ્તુઃ પુત્રી "

આટલું બોલતા જ માતા વિલુપ્ત થઇ ગયા અને સમય પાછો ચાલવા લાગ્યો.

ૐ ૐ ૐ

લગ્નની બસ એક દિવસ પેલા પૃથ્વી અને આકાશ બહુ ખુશ હતા. અને એ દિવસ જલ્દી જતો રહ્યો. હવે બીજે દિવસે બારાત આઈ ગઈ હતી પૃથ્વી દુઃખી પણ હતી અને ખુશ પણ હતી. અને લાલ કલરનું પાનેતર પહેર્યું હતું. અને એ બહુ સુંદર લાગતી હતી. આકાશ પણ સફેદ અને લાલ કલરના કપડાં પેહર્યા હતા એ પણ સુંદર દેખતો હતો. બન્ને ના લગ્ન થતા હતા. બધા ખુશ હતા અને ત્યાં અચાનક જ આગ લાગી જાય છે. આકાશ ધીરેથી પૃથ્વીના કાનમાં બોલ્યો આપડી જોડે પાંચ તત્વો ની શક્તિ માંથી આસમાન અને ધરતીની જ શક્તિ છે આપડી જોડે અગ્નિની શક્તિ કાબુ કરી શકે એ જાદુગર સામે નથી આવ્યો. હવે શું કરીશું? ત્યાં જ પૃથ્વી કે મારા દિમાગ માં કઈ નથી આવી રહ્યું તું જ કંઈક કર.

ત્યાં જ આકાશ બોલ્યો કે હું કંઈક કરું છું તું મને કોઈ જોઈ ના જાય એનું ધ્યાન રાખજે. પૃથ્વી કે છે. કે સારું પણ જલ્દી કરજે.

આકાશ હાથ ઉંચો કરીને બોલે છે હે વાદળો આવો અને વરસાદ કરો. ત્યાંજ અચાનક થી વાદળો આવે છે. અને ધોધમાર વરસાદ આવે છે. આગ બુઝાઈ ગયા પછી વાદળોને આકાશ પાંચ જવાનું કહે છે. અને બધા પાછા લગ્ન મન્ડપ તરફ આવી જાય છે.

હવે લગ્ન પુરા થઇ જાય છે. અને દુલહન મોકલવાનો સમય આવી જાય છે. અને બધા રોવે છે. અને પૃથ્વી પણ બહુ દૂખી થઇ ને રોવે છે. અને હવે જાન પ્રસ્થાન થાય છે.

ૐ ૐ ૐ

લગ્નની પહેલી રાત્રે દુલ્હન અને દુલ્હો બન્ને એક રૂમમાં હોય છે. ત્યાં જ અચાનક વાદળ ગરજે છે. અને પ્રકૃતિ જાણે ખુલ્લા મનથી નૃત્ય કરતી હોય એવું લાગતું હતું, મોર ને વરસાદ વધારે પસંદ ન હોય પણ આજે મોર પણ વરસાદમાં પલળતા પલળતા નૃત્ય કરે છે. પશુ-પંખીઓ પણ વધારે ખુશ છે.

બીજા દિવસની સવારે બહારથી બૂમ પડી કે ઉઠો હવે ક્યાં સુધી સુઈ રહેશો. અને બન્ને જણા બાર આવે છે. અને પાર્વતીબેન બોલે છે. રાજુ તારી ઘરવાળી બહુ ભાગ્યશાળી છે. રાજુ પૂછે છે. કેમ એવું તે શુ થયું છે. ત્યાં જ પાર્વતીબેન બોલ્યા: એના પગ પડતા જ આજે આપડી એક ભેંસ એ બચ્ચાને જન્મ આપ્યો છે. અને બીજી બધી ભેંસોએ રોજ કરતા વધારે દૂધ આપ્યું છે. મારી વહુ બહુ ભાગ્યશાળી છે. હું તો આ વાતથી બહુ જ ખુશ છું. પેલા બંને જણા એકબીજા ને જોઈને હોઠ ઉપર નાનકડી હસી આપી.

ત્યાં જ પૃથ્વી પહેલીવાર એના સાસરીમાં રસોઈ કરવાની હતી અને પાર્વતીબેન એ એના વહુના હાથનું ખાવા માટે પાંચ પંડિતોને બોલાવી રાખ્યા હતા. કે એના હાથનું ખાવાનું પણ ખાઈલે અને એ એમની વહુને આર્શીવાદ પણ આપતા જાય. અને ત્યાં જ પંડિતો દરવાજે આવી પહોંચે છે. ત્યાં જ પાર્વતીબેન બોલ્યા: આવી ગયા તમે, આવો એવો અંદર આવો.

ત્યાં જ પાર્વતીબેન એ પૃથ્વીને બોલાવી અને કહ્યું કે પંડિતોના આર્શીવાદ લઇ લે બેટા.

પૃથ્વીએ આર્શિર્વાદ લીધા પછી ઉભી થઇ ત્યાં જ પાર્વતીબેન બોલ્યા બેટા માથું સાડીથી ઢાંકી દે. અને નીચે માથું નમાવીને ઉભીરે...

ત્યાંજ પૃથ્વીએ આ કરવાની ના પડતા કહયું કે " માજી માથું એમની સામે નમાવવું જોઈએ જે પૂજનીય હોય, જે રીતે માતા-પિતા અને ભગવાન, અને એમના સિવાય માથું બીજા કોઈ સામે ઝુકવું ન જોઈએ"

આ સાંભળી પાર્વતીબેન બોલ્યા એ બધું ભલે ગમે તે હોય તું અત્યારે આમની સામે માથું ઝુકાવ.

ત્યાં જ પૃથ્વી નકાર ભાવે બોલે છે. કે ના તો આ લોકો પૂજનીય છે, અને ના તો મેં એવી કોઈ ભૂલ કરી છે તો મારે માથું જુકાવવું જોઈએ, તો હું નઈ ઝુકાવું.

આ સાંભળી પંડિતોને ગુસ્સો આવે છે. અને એ એવું કહે છે કે જે ઘરની લક્ષ્મી જ અમને ઈજ્જત ના આપતી હોય એ ઘરમાં અમે ભોજન ના કરી શકીએ.

આ સાંભળી ઘરના બધા સદસ્યો ડરી જાય છે. કે આમ પંડિતોનું ભોજન કર્યા વગર પાછા જવું અશુભ કેવાય.

અને ત્યાં જ પંડિતો પાછા જાય છે. પણ જતા જતા એમનો મુખ્ય પંડિત એમના ઘરના ઉંમર પર માટીથી એક સીધી રેખા દોરે છે. અને કહે છે. કે આ ઘરમાં હવે ક્યારે પણ શુખશાંતિ નહિ બની રહે, અનેજતા જતા બોલતો ગયો: આ બધું ઘરની લક્ષ્મીના કારણે થયું છે. તો જ્યાં સુધી એ એકલી એસોએક પંડિતોને એક કલાકમાં ભોજન બનાવીને નઈ ખવડાવે ત્યાં સુધી સુખ અને શાંતિ આ ઘરમાં નઈ આવે...

( ક્રમશ )