Agnisanskar - 45 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 45



સરિતા, કેશવ અને અંશે સાથે મળીને વિજયને પકડી પાડયો અને જંગલ તરફ તેઓ નીકળી પડ્યા.

થોડીવારમાં પ્રિશા આરોહી અને આર્યન મેન રોડ પર પહોંચી ગયા.

" પેલી તો વિજય સરની જીપ છે ને!" પ્રિશા એ કહ્યું.

" હા પણ આ શું? હેડ લાઈટ તૂટેલી કેમ છે?" આર્યને જીપ પાસે આવતા કહ્યું.

" જરૂર વિજય અને સંજીવ સર સાથે કઈક બન્યું છે.."

" તો તો જલ્દી આપણે એની પાસે પહોચવું પડશે.." આર્યને કહ્યું.

આરોહીની ટીમ વિજયને શોધવા જંગલમાં નીકળી ગઈ.

વિજયને દોરીથી બાંધીને એના મોંમાં રૂમાલ ઘુસેડી દેવામાં આવ્યો હતો. જંગલની વચ્ચો વચ્ચ પહોંચીને અંશે જોયું તો સંજીવ લીલાને પકડીને આસપાસ નજર કરી રહ્યો હતો. અંશે વિજયની પિસ્તોલ લઈને સીધી સંજીવના પગ પર ચલાવી દીધી.

પગમાં ગોળી વાગતાં સંજીવ ધડામ દઈને નીચે જમીન પર પડ્યો અને લીલા ત્યાંથી ભાગતી અંશ પાસે પહોંચી ગઈ.

ગોળીના અવાજથી આરોહીની ટીમને એક સચોટ દિશાની જાણ થઈ ગઈ અને એ તરફ કદમ વધુ જડપે વધારતા ગયા.

અંશની આખી ટીમ એકસાથે જંગલની વચ્ચે પહોંચી ચૂકી હતી.

" આપણે જલ્દી કામ ખતમ કરીને અહિયાંથી નીકળી જવું પડશે...વિજયની ટીમ ક્યારેય પણ અહીંયા પહોંચી શકે છે.." અંશે કહ્યું.

" તો ચાલો ખેલ ખતમ કરીએ..." કેશવે કહ્યું.

કેશવે પોકેટમાંથી સિગારેટ કાઢીને લાઇટરથી સળગાવી અને ધુમાડા કાઢતો બોલ્યો. " હવે કઈક જાનમાં જાન આવી..."

" અહીંયા પોલીસ આપણી પાછળ પડી છે ને તને સિગારેટ પીવાનું સૂઝે છે..." અંશે કહ્યું.

" રિલેક્સ ભાઈ..હમણાં ખેલ ખતમ કરીને નીકળી જશું.." કેશવના એટલું કહેતા જ આર્યન વચ્ચમાં કુદી પડ્યો અને બોલ્યો. " હાથ ઉપર અંશ અને અંશ!??"

આરોહી અને પ્રિશા એ વિજયને લીલા અને સરિતાના હાથોથી છોડાવી લીધો. વિજય દોડીને સંજીવ પાસે ગયો અને એમને ટેકો આપીને ઉભો કર્યો.

અંશ અને કેશવ બલરાજને બાંધેલા જીપ પાછળ થોડેક દૂર જ ઉભા હતા.

" મેં તને કહ્યું હતું ને જલ્દી અહીંયાથી નીકળી જઈએ, જોઈ લે ફસાઈ ગયા ને!" અંશે હાથ માથાની પાછળ કરતા કહ્યું.

" તારો ભાઈ જીવતો છે ત્યાં સુધી આપણી હાર શક્ય જ નથી..." કેશવે ધીમા અવાજે કહ્યું.

" તું કરવા શું માંગે છે?" અંશે પૂછ્યું.

" તું બસ જોતો જા..." કેશવે સળગતી સિગારેટ હાથમાં રાખીને જ હાથ માથા પાછળ રાખ્યા હતા.

" શું આ બડબડ ચાલુ રાખી છે?? અને કોઈ મને સમજાવશે મને બે બે અંશ કેમ દેખાઈ રહ્યા છે?" આર્યને પૂછ્યું.

" એક અંશ છે અને બીજો એનો જુડવા ભાઈ કેશવ છે.." વિજયે કહ્યું.

" જુડવા!!! એક સાથે એક ક્રિમીનલ ફ્રી? વાહ સર તમારું પ્રમોશન તો પાકું છે.." આર્યને મશ્કરી કરતા કહ્યું.

જ્યારે આર્યન અને વિજય વાતચીત કરી રહ્યા હતા ત્યારે કેશવે એક કમાલનો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો.

" અંશ હું જ્યારે સિગારેટ બલરાજની જીપ પર ફેંકુ એટલે અહીંયાથી ભાગવાની તૈયારી રાખજે...ઠીક છે?" કેશવે પોતાનો પ્લાન અંશને જણાવતા કહ્યું.

" ઓકે.." અંશે હામી ભરી.

" એક બે ત્રણ..." એટલું કહેતાં જ કેશવે સળગતી સિગારેટ
બલરાજના જીપ તરફ ફેંકી. આની સાથે જ જીપ ભડકી ઉઠી. અને બલરાજ પણ જીપ સાથે સળગવા લાગ્યો. આગ અને ધુમાડાના લીધે આર્યનનું ધ્યાન ભંગ થઈ ગયું અને આ મોકાનો ફાયદો ઉઠાવતા અંશ અને કેશવ ત્યાંથી ભાગવા લાગ્યા.

અંશ અને કેશવ આર્યનની નજદીક હોવાથી વિજયે બૂમ પાડીને કહ્યું. " આર્યન!!"

ત્યાં જ આર્યનની નજર અંશ અને કેશવ પર ગઈ. હાથમાં રહેલી પિસ્તોલને અંશ પર ચલાવી પરંતુ ગોળી વૃક્ષ પર ટકરાઈ ગઈ. આર્યને પિસ્તોલ છોડીને બાજુમાં પડેલા નાના લાકડાના ટુકડાઓમાંથી એક ટુકડો હાથમાં લીધો અને સીધો અંશના માથા પર ફેંક્યો.

અંશના માથા પર લાકડું એટલું જોરથી વાગ્યું કે એ અંશને ચક્કર આવવા લાગ્યા. કેશવ આગળ દોડતો હતો પરંતુ જ્યારે એમણે અંશને નીચે જમીન પર પડતાં જોયો તો એ એકદમ ઊભો રહી ગયો.

" ભાઈ, તું જા....." અંશ એટલું કહીને ત્યાં જ જમીન પર બેહોશ થઈને પડી ગયો. મજબૂરીમાં કેશવને ત્યાંથી ભાગવું પડ્યું.

આર્યન કેશવને પકડવા એની પાછળ પાછળ દોડ્યો. જ્યારે વિજય દોડતો અંશ પાસે આવ્યો અને એને જગાવવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ બેહોશ હાલતમાં પડેલો અંશ હોશમાં ન આવ્યો.

શું આર્યન કેશવને પકડવામાં સફળ થશે?

ક્રમશઃ



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED