હવે શું કરશું ? PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

હવે શું કરશું ?


" શ્રી વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ નિર્વિગ્નમ કુરો મે ર્દેવો સર્વ કાર્ય શું સર્વ દા " સંધ્યાકાળ નો સમય હતો જ્યોતિબેન ઘરના મંદિરની આગળ દિવાબત્તી કરી મંત્રોચ્ચાર કરી ભગવાનનું નામ લઈ રહ્યા હતા .


બાથરૂમમાંથી ઉલટી કરવાનો અવાજ આવી રહ્યો હતો . એમની દીકરી નિશાની તબિયત બે દિવસથી ખરાબ હતી નિશા બાથરૂમમાંથી બહાર આવી જ્યોતિ બેને ચિંતા કરતાં પૂછ્યું " બે દિવસ થયા દવાની અસર થઈ નથી .કેટલી વાર કહ્યું છે આ બહારનું ખાવાનું ઓછું કર પણ મારું સાંભળે કોણ છે ચલ તૈયાર થઈ જા આજે હું ડોક્ટર પાસે આવું છું રિપોર્ટ કરાવવા પડશે ફૂડ પોઈઝન હોત તો બે દિવસમાં સારું થઈ જાત તારા પપ્પા આવતા હશે એમને ચા નાસ્તો આપી પછી આપણે નીકળીએ જા તૈયાર થઈ જા "


ડોક્ટર પાસે જવાની વાતથી નિશા ગભરાઈ ગઈ . નિશા મમ્મી તરફ જોઈ રહી એ કંઈ કહેવા માંગતી હતી પણ હિંમત નહોતી થઈ રહી એક ઊંડો શ્વાસ લઈ એને મમ્મીને વાત કરી. " મમ્મી ડોક્ટર પાસે જવાની જરૂર નથી ,રિપોર્ટ કરાવવાની પણ જરૂર નથી મને ખબર છે મને શું થયું છે પણ તને કહેવાની મારામાં હિંમત નથી . "


જ્યોતિબેનની ચિંતા વધી ગઈ " શું બોલે છે ? તે રિપોર્ટ કરાવ્યા છે ? શું તકલીફ છે ? એવી શું બીમારી છે કે તું કહી નથી શકતી બોલ બેટા બોલ મને ચિંતા થાય છે "


" મમ્મી મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે.... હું... પ્રેગનેટ છું હું માં બનવાની છું " નિશા રડતા રડતા હિંમત કરી સાચું બોલી ગઈ .


આ સાંભળી જ્યોતિબેનના પગેથી જાણે જમીન ખસી ગઈ આંખે અંધારા આવ્યા બાજુમાં રાખેલી ખુરશીના ટેકે સ્વયમને સંભાળવાનો પ્રયત્ન કર્યો પણ ફસળાઈને જમીન પર બેસી ગયા મોઢું સિવાઇ ગયું ,ગળું દબાઈ ગયું , કોઈ શબ્દો નીકળી નહોતા રહ્યા આંખો પહોળી થઈ ગઈ ને વહેવા લાગી કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી ૨૧ વર્ષની કુંવારી દિકરી એવું બોલી જે સાંભળવા કોઈ માંના કાન તૈયાર નથી હોતા .


મમ્મીના આવા હાલ જોઈ ને નિશા ગભરાઈ ગઈ એણે મમ્મીને આશરો આપી ઊભી કરી ને ખુરશી પર બેસાડી દીધી .


થોડી ક્ષણે ભાન આવતા જ્યોતિબેન માથું કુટવા લાગ્યા " હે ભગવાન આ હું શું સાંભળી રહી છું ?કયા કર્મોની સજા આપી મને ? નિશા તું આ શું બોલી રહી છે કહી દે આ ખોટું છે તું . . .મજાક કરે છે તું મજાક કરે છે ને ? "


" મમ્મી તને શું લાગે છે હું આવી વાત ઉપર મજાક કરી શકું ? મારી તો હિંમત જ નહોતી થતી તને કંઈ કહેવાની પણ હવે આ વાત છુપાય એમ નથી આઈ એમ સોરી મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે "


" માફી ભૂલની હોય પાપની નહીં .કોણ છે એ છોકરો ? શું એને આ વાતની ખબર છે ? હવે હવે શું કરશું ? તારા પપ્પાને ખબર પડશે તો મારું ગળું દાબશે અને પોતે પંખે લટકી જશે તે આ શું કર્યું દીકરા? આ ભૂલ આપણા બધાની જિંદગી ખરાબ કરી નાખશે મેં કેવા સંસ્કાર આપ્યા તને આખું સમાજ અમારા પર થુંકશે " જ્યોતિબેનને કંઈ સમજાતું નહોતું અને ત્યાં જ ડોરબેલ વાગ્યો બંનેને ધ્રાસકો પડ્યો. પપ્પા ના આવવાનો સમય થઈ ગયો હતો જ્યોતિબેન હિંમત કરી આંસુ લુછયાં ને નિશાના પણ આંસુ લુછ્યાં ને ઉભા થયા . "તું તારા રૂમમાં જા પપ્પા ને હમણાં કોઈ જ વાત કરવાની જરુર નથી " બીજી વાર ડોરબેલ વાગ્યો જ્યોતિબેને ઉતાવળે જઈ દરવાજો ખોલ્યો . રમેશભાઈ ફોન ઉપર વાત કરી રહ્યા હતા દરવાજો ખોલતા વાર લાગી એ નારાજગી એમણે આંખોથી વ્યક્ત કરી .


"નિલેશભાઈ મારી વાત કાન ખોલીને સાંભળો આ મહિનો પૂરો થતા પહેલા મને મારા બધા પૈસા વ્યાજ સાથે પાછા જોઈએ હું કંઈ બોલતો નથી એટલે તમને ફાવતું ચડે છે જ્યારે જરૂર હતી ત્યારે તો હાથ જોડીને માલ લઈ ગયા હતા અને સમય પહેલા પૈસા પાછા આપવાની વાતો કરતા હતા તમારી પાસે માવા ખાવા , સિગરેટ પીવા ,દારૂ પીવા પૈસા છે પણ મારી પાસેથી લીધેલી ઉધારી ચૂકવવા પૈસા નથી 30 તારીખ પહેલા પૈસા નહીં મળે તો તમે માર્કેટમાં ઊભા રહેવા લાયક નહીં રહો યાદ રાખજો મારી વાત " રમેશભાઈ ખુબ ગુસ્સામાં હતા. ફોન કટ કર્યો ને સોફા પર ફેંક્યો .


" સાલો જમાનો જ ખરાબ આવી ગયો છે કોઈના ઉપર વિશ્વાસ કરાય એમ નથી . તને આટલી વાર શાની લાગી દરવાજો ખોલવામાં ? "


"દિવાબત્તી કરતી હતી "જ્યોતિબેન ગભરાતા બોલ્યા .


"તો નિશા ક્યાં છે એ દરવાજો નથી ખોલી શકતી "


'તમને ખબર તો છે એની તબિયત સારી નથી દવા લઈને આરામ કરે છે " જ્યોતિબેન ખચ્છકાતા ખોટું બોલ્યા .


"અરે હા હું તો ભૂલી જ ગયો કેમ છે હવે ઉલટી બંધ થઈ કંઈ ખાધું આજે " રમેશભાઈ દીકરી ની બીમારી યાદ આવતા શાંત થઈ ગયા અને ચિંતા કરવા લાગ્યા .


"ના ઉલટી હજી બંધ નથી થઈ બપોરે થોડા દહી ભાત ખાધા હતા પણ હજી સારું નથી લાગતું "


"અરે બાપ રે મને લાગે છે મોટા ડોક્ટર પાસે જવું પડશે .આમ ખાસે નહીં તો ખૂબ વિકનેસ આવી જશે .જોઈએ તો બે ત્રણ દિવસ એડમિટ કરી દઈએ ગ્લુકોઝના બોટલ ચડાવશે એટલે તાકાત આવી જશે અને સારું થઈ જશે " રમેશભાઈ ની લાડકી હતી એટલે એને થોડી પણ તકલીફ પડે એ જોઈ શકતા નહીં .


"ના . . .ના . . મારી ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે એમણે કહ્યું છે બે દિવસ લાગશે સારું થઈ જશે અને પછી જરૂર પડશે તો હોસ્પિટલ લઈ જશું " જ્યોતિબેન પણ હોસ્પિટલ નું નામ સાંભળી ગભરાઈ ગયા . " તમે ચિંતા ના કરો. હું તમારા માટે ચા બનાવીને લાવું છું નિશા થોડીવારમાં જાગશે ત્યારે તમે જ એની સાથે વાત કરી લેજો " જ્યોતિબેન ઉતાવળે મોઢું ફેરવી રસોડા તરફ ગયા આંખના આંસુ હવે વધારે રોકી શકાય એમ નહોતા .


નિશા દરવાજા પાછળ ઉભી બધું સાંભળી રહી હતી એણે હિંમત કરીને નક્કી કર્યું કે પપ્પાને પણ સચ્ચાઈ જણાવી દઉં ને પપ્પા સામે આવી ઊભી રહી.


"અરે આવ બેટા બેસ કેમ છે તને હવે .મમ્મીએ કહ્યું ઉલટી હજી બંધ નથી થઈ અને તું બરાબર ખાતી પણ નથી તને સારું ન લાગતું હોય તો આપણે હોસ્પિટલ જઈએ " નિશા નો હાથ પકડી રમેશભાઈએ એને એમની બાજુમાં બેસાડી અને માથા પર હાથ ફેરવવા લાગ્યા . નિશાનો સ્વયંપર કાબૂ ન રહ્યો અને પપ્પા ના ખોળામાં માથું મૂકી રડવા લાગી રમેશભાઈ આ જોઈ ચોંકી ગયા .


"શું થયું બેટા રડે કેમ છે ? જો સારું થઈ જશે તું ચિંતા ના કર . ચલ આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ એક બાટલો ચડશે ને એટલે મસ્ત થઈ જશે તુ રડ નહીં દીકરા " રમેશભાઈ નિશાના માથા પર હાથ ફેરવતા બોલ્યા ને એને ઊભી કરી સોફા પર બેસાડી .


"જો બેટા આવી નાની મોટી બીમારી તો થયા કરે એમાં રડવાનું થોડી હોય . હિંમત રાખવાની અરે તું મારી દીકરી થઈને આટલી નાની બીમારીમાં ડરી ગઈ . જો આપણે રડીએ ને તો બીમારી વધે એટલે રડવાનું બંધ કર અને તૈયાર થઈ જા આપણે બીજા મોટા ડોક્ટર પાસે જશું તું ચિંતા ના કર બધુ ઓલરાઈટ થઈ જશે " દીકરીની આવી હાલત એમનાથી જોવાતી ન હતી .


જ્યોતિબેન રસોડામાંથી આ સાંભળી રહ્યા હતા .એમની ચિંતા હતી નિશા સાચું કહેશે પછી શું થશે? ચા ઉકળીને બહાર જઈ રહી હતી પણ એમનું ધ્યાન વાતો તરફ હતું .


"પપ્પા પ્લીઝ મને માફ કરી દો મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે આઈ એમ રીયલી સોરી પપ્પા " નિશાએ પપ્પાનો હાથ હાથમાં લઈ કહેવાનો પ્રયત્ન કર્યો .


" અરે ગાંડી એમાં સોરી શાનું ? કેમ હું બીમાર નથી પડતો તારી મમ્મી બીમાર નથી પડતી થાય ક્યારેક આવું એમાં જો રડવાનું નહીં નેક્સ્ટ ટાઈમ બહારનું નહીં ખાવાનું જો એમાં તારી કોઈ ભૂલ નથી તારે માફી માંગવાની પણ જરૂર નથી અરે બીમારી તો થાય દવા કરવાની અને આગળ વધવાનું " રમેશભાઈ સચ્ચાઈથી અજાણ હતા .


જ્યોતિબેન ચા લઈને આવ્યા અને ટીપોઈ ઉપર મૂકી બાજુના નાના સોફા પર બેઠા અને ઊંડો શ્વાસ લઈ ને બોલ્યા " એ એવી ભૂલની માફી માંગે છે જે તમે ક્યારેય આપી નહીં શકો "


"શું મતલબ ? કઈ ભૂલ ? ચોખવટ સાથે વાત કર " રમેશભાઈ અકળાયા . નિશા માથું ઊંચું કરી મમ્મી તરફ જોઈ રહી એનામાં બોલવાની હિંમત નહોતી .
જ્યોતિબેન હિંમત ભેગી કરી કહ્યું " આપણી દીકરીએ પાપ કર્યું છે એ માં બનવાની છે "


આ વાત સાંભળી રમેશભાઈ ની આંખો પહોળી થઈ ગઈ ને નિશા સામે જોઈ રહ્યા થોડીવાર માટે સત્બદ થઈ ગયા કંઈ બોલી શક્યા નહીં પોતાના હાથ પર કાબુ રાખતા બોલ્યા " નિશા મમ્મી વાત કરે છે એ સાચી છે ? "


"હા પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ છે " નિશા એ જવાબ આપ્યો .


રમેશભાઈ એ મોટો નિષાસો નાખ્યો ને સોફા નો ટેકો લઈ આંખો બંધ કરી માથા પર હાથ મૂકી ખુદ પર કાબુ રાખી વિચાર કરવા લાગ્યા થોડીવાર સુધી બિલકુલ હલ્યા નહીં કે નાં કંઈ બોલ્યા થોડીવાર પછી સ્વસ્થ થયા અને ચા નો કપ ઉપાડ્યો અને ચા પીવા લાગ્યા નિશા અને જ્યોતિબેન ને આ તોફાન આવવા પહેલાની શાંતિ જણાતી હતી .

"એક વાતનો જવાબ આપ બેટા આ તારી મરજીથી થયું છે કે કોઈએ જોર જબરદસ્તી કે પછી ધોકા થી થયું હોય એવું કંઈ ? " રમેશભાઈએ મગજ શાંત રાખી પ્રશ્ન કર્યો .


નિશાને જવાબ આપતા શરમ આવતી હતી "ના પપ્પા એવું કંઈ નથી અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ "


"છોકરો કોણ છે ? "


" વિનય . .મારી કોલેજમાં જ ભણે છે મારા જ ક્લાસમાં છે "


" એને આ વાતની ખબર છે ? "


" હા ડોક્ટર પાસે એ મારી સાથે જ આવ્યો હતો "


"શું વિચાર્યું છે ? તમે બંને આગળ શું કરવાના છો ? "


"અમે લગ્ન કરવા માંગીએ છીએ અને બાળકને જન્મ આપવા માંગીએ છીએ "


"એના ઘરવાળાઓને ખબર છે ? "


"બાળક વિશે અમને ખબર નથી પણ વિનયે કહ્યું છે એ વાત કરી લેશે અને જો એ લોકો ના પાડશે તો પણ એ મારી સાથે લગ્ન કરશે " નિશાના જવાબમાં વિશ્વાસ હતો .


"બધું નક્કી જ છે તો પછી રાહ કોની જુઓ છો ?જાઓ પેહલા લગ્ન કરી લો મંદિરમાં કે કોર્ટમાં ને પછી બધાને જણાવી દેજો . ધુમધામથી તારા લગ્ન કરવાની ઈચ્છા હતી પણ વાંધો નહીં લગ્ન કરી લો પછી એક આલીશાન રિસેપ્શન કરશું. " રમેશભાઈના ચહેરા પર સ્માઈલ હતી .

જ્યોતિબેન આખો ફાડી જોઈ રહ્યા "બેટા લાગે છે તારા પપ્પા ના મગજ પર અસર થઈ ગઈ છે "


"તમને લાગે છે હું ગાંડો થઈ ગયો છું . અરે જે દીકરી ને 21 વર્ષ સુધી લાડ થી મોટી કરી એની બધી જ ઈચ્છાઓ પૂરી કરી એની ખુશીઓ માટે આપણે આપણી કેટલી ખુશીઓનું બલિદાન આપ્યું છે અરે લગ્નના સાત વર્ષે આવી હતી. આવી મારી લાડકી દીકરીને તને શું લાગે છે હું મારીશ ? કે રૂમમાં પૂરી દઈશ .એણે જે કરી એ મોટી ભૂલ છે .આપણા સંસ્કાર લજવ્યા છે . પણ એની ભૂલ સામે હું પણ જો બીજી કોઈ મોટી ભૂલ કરું અને આખી જિંદગી રોવાનો વારો આવે એના કરતાં એની ખુશીઓમાં જ આપણી ખુશી છે બેટા તું રડીશ નહી . તને તારી ભૂલ સમજાય છે . જે થઈ ગયું એ બદલી શકાશે નહીં પણ ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ તમે બંને એકબીજાને પ્રેમ કરો છો લગ્ન કરવા માંગો છો મારા માટે આ આનંદની વાત છે એક દુખ રહેશે . મને લાગતું હતું હજી બે ત્રણ વર્ષ તું મારી પાસે રહીશ પણ જેવી હરિની ઈચ્છા એ છોકરાને બોલાવ મારે એને મળવું છે "

રમેશભાઈના આવા વિચારોથી બંને હેરાન હતા .
જ્યોતિબેન ની આંખો હવે ખુશીથી છલકાઈ ગઈ . પપ્પાની વાત સાંભળી નિશા પપ્પા ને ગળે વળગી રોઈ રહી હતી .

ધન્યવાદ

પંકજ ભરત ભટ્ટ.