Tamane mali ne anand thayo books and stories free download online pdf in Gujarati

તમને મળી ને આનંદ થયો

તમને મળી ને આનંદ થયો

સાંજ ના લગ્ભગ છ વાગ્યા હતા સુરજ વિદાય લઈ રહ્યો હતો ને બધુજ સોનેરિ દેખાતુ હતું. દરિયા ના મોજા પત્થરો સાથે જોરથી અથડાતા હતા ને સુંદર સંગીત રેલાવતા હતા.

ત્યાંજ મોજા થી થોડી દૂર એક પત્થર પર રાહુલ એક્લો બેઠો પોતના બિર્થડે પાર્ટી ની તૈયારી કરી રહ્યો હતો. દુર દુર સુધિ કોઇ દેખાતુ નહોતું. રાહુલ એક્લો પાર્ટી ની તૈયારી મા લાગેલો હતો ચાર કેન બિયર ના , ઘણો બધો નાસ્તો , બિર્યાનિ ને એક નાની પાઇનેપલ કેક. દરિયા કિનારે હવા ખુબ જોરથી આવી રહી હતી એટલે એક ઉંચા પત્થર ની પાછડ એ તૈયારી કરી રહ્યો હતો. મોબાઇલથી સ્પિકર ક્નેકટ કરી એના મન ગમતા ગીતો સાંભળી રહ્યો હતો.

રાહુલે કેક બહાર કાઢી એક પેપર ડિશ ઉપર મુકી. પલાસ્ટિકનું ચાકુ હાથમા લઈ કેક કપવાની તૈયારી કરી " હેપી બર્થ ડે ટુ મી " બોલ્તા કેક કાપવા નોજ હતો કે એક જોર નો ધડાકો થયો જાણે અકસ્માત થયો હોય. એ ચમકી ગયો ને તરત ઉભો થઈ ને જોવા ગયો કે શું થયું. પત્થરથી થોડે દુર જ્યા એણે બાઇક પાર્ક કરી હતી એ બાઇક ને એક આલિશાન ગાડી એ ઠોકર મારી ને પાડી દીધી હતી.

એ ગુસ્સા માં દોડ્યો કે અહીં આવી રીતે કોણ ગાડી ચલાવી રહ્યું છે.એ ગાડી પાસે પોહચ્યો ત્યાતો એક સુંદર દેખાવડી છોકરી ગાડી ની ડ્રાઇવિંગ સિટ પરથી બહાર આવી એના હાથમા એક દારુની બોટલ હતી દારુ પીતા લથડિયા ખાતા એ આગળ ચાલી. લગભગ પચિસ વર્ષની નવી નવેલી દુલ્હન લાલ રંગની સુંદર ચળીયા ચોળી હાથમા મેંહદી ને દાગીના ઓથી સજેલિ જાણે લગ્ન મંડપથી ભાગી ને આવી હોય .

રાહુલ બે મિનિટ સુધી એને જોતોજ રહ્યો ત્યાં એની નજર એની નિચે પડેલી બાઇક ઉપર પડી ને એને ગુસ્સો આવ્યો " એ.... કોણ છે તું આ આટલી મોટી બાઇક તને દેખાતી નથી આંખો છે કે બટન " છોકરી એ એની તરફ જરા પણ ધ્યાન આપ્યું નહીં ને દારુ પીતી પીતી એ દરિયા તરફ ચાલી રહી હતી. રાહુલને સમજાતુ નહોતું શું કરું એણે પોતાની બાઇક ઉભી કરી તપાસવા લાગ્યો પાછળની લાઇટ તૂટી ગઈ હતી " અરે બાપ રે કેટલુ નુકસાન થયું છે આ કોણ ભરશે " રાહુલ બબળ્તો હતો . પાછળ ફરી ને જોયું તો પેલી છોકરી કાંઈ પણ સાંભળયા વગર દરિયા તરફ જઈ રહી હતી.

રાહુલ દોડી ને એની સામે ઉભો રહ્યો "ઓ મેડમ તમને કાંઈ સમ્ભળાય છે હું તમારી સાથે વાત કરુંછું આ મારા બાઇકનું નુકસાન તમારે ભરવું પડશે આમ દારુ પીને દરિયા કિનારે ગમેતેમ ગાડી ચલાવો એ ના ચાલે"
છોકરીએ રાહુલ સામે જોયુ ને પછી એને ધક્કો મારી પાછી આગળ ચાલવા લાગી. રાહુલ અકડાઇ ને જોર થી બોલ્યો "ઓ મેડમ તમે ભાન મા નથી તમને ચડી ગઈ છે આગળ ઉંડો દરિયો છે .સાંજનો ભર્તિ નો ટાઇમ છે. આગળ જશોતો ડુબી જશો જાન થી હાથ ગુમાવશો"
છોકરી ઉભી રહી " જાન આપવા તો આવી છું" એટલું બોલી બોટલ મોઢે લગાળી પણ એ ખાલી થઈ ગઈ હતી એને ગુસ્સો આવ્યો ને બોટલ જોરથી ફેંકી દીધી. "જાન આપવા આવ્યાછો એટલે તમે અહીં સુસાઇડ કરવા આવ્યા છો ?"રાહુલ ગભરાતા બોલ્યો. છોકરી એ નશામા જવાબ આપ્યો "પોતાની મરજીથી જાન આપવી એને સુસાઇડ એટલે કે આત્મહત્યા કેહવાય"

"મેડમ તમને સુસાઇડ કરવા આજ જગા મળી ? આટલો મોટો દરિયો છે તમે બીજી કોઇ જગા પર જઈ ને સુસાઇડ કરો. તમે તો મરતા મરશો પણ પછી તમારે લીધે હું હેરાન થઇશ. કેટલી મેહનતથી આ શાંત જગા મારી બર્થ ડે પાર્ટી માટે ગોતી હતી તમારે અહીં તમારિ સુસાઇડ પાર્ટી કરવી છે? રાહુલ દુખી અવાજે બોલ્યો.
"વાઉ... આજે તારો હેપ્પી જન્મદિવસ ને મારો હેપ્પી મરણદિવસ. પણ સોરી હું તો હવે અહીંયાજ સુસાઇડ કરિશ તુ બીજી જગા ગોતી લે" છોકરી હસ્તા હસ્તા બોલી ને પાછી આગળ ચાલવા લાગી.
રાહુલને કાંઈજ સમજાતુ નહોતુ શું બોલુ કે શું કરું. રાહુલ દોડી ને એની આગળ જઈ ઉભો રહ્યો ને બે હાથે આજીજી કરવા લાગ્યો "ઓ કે મેડમ તમારે મરવુ હોય તો જરુર મરો પણ મારી બર્થ ડે પાર્ટી પુરી થાય પછી મરો પ્લિસ રિકવેસ્ટ "

છોકરી શાન્તિ થી ઉભી રહીને રાહુલને ઉપર થી નીચે સુધી ધ્યાનથી જોયો પચિસએક વર્ષનો હેન્ડસમ ગોરો નવા બ્રાંન્ડેડ કપડા પેહરેલો રાહુલ આકર્ષક લાગતો હતો "તારી બર્થ ડે પાર્ટી છે ? ક્યાં છે તારા ફ્રેન્ડસ એન્ડ ફેમેલિ ?" છોકરીએ સવાલ કર્યો.
"મેડમ હું એકલોજ મારી બર્થ ડે પાર્ટી મનાવી રહ્યો છું. ત્યાં પથ્થર પાછળ જુવો બધી તૈયારી કરેલી છે. કેક પણ છે " રાહુલે વિશ્વાસ અપાવતા કહ્યું.
છોકરી પથ્થર પાછળ જોવા ગઈ એ ખુબ નશામા હતી ને પથ્થર ઉપર નિચે હતા એને બેલેંસ રાખવા મા મુશ્કેલી થતી હતી. એણે જોયુ કેક હતી નાસ્તો હતો ને બિયરની કેન પણ હતી" ઓહો... એકલા એકલા બર્થ ડે પાર્ટી આવી પાર્ટી તો મેં જીવનમા પેહલીવાર જોઇ.તુ ઇછછે કે હું તારી પાર્ટી પતે પછી સુસાઇડ કરું તો તારે મને તારી પાર્ટી મા બોલાવી પડશે ને મને બિયર આપવી પડશે બોલ મંજૂર છે ?"
"હા...હા... મંજૂર છે આમ પણ હું બે બિયર વધારેજ લાવ્યો છું. તમે અહીં આરામથી બેસીને પિવો જોઇયેતો મારી બિયર પણ પી જાઓ" રાહુલ રાહત અનુભતા બોલ્યો.
છોકરીને ઉભા રેહવામા તકલિફ થતી હતી એ નીચે બેસી ગઈ ને એણે રાહુલ ને ચેતવણી આપતા કહ્યું " જો મને જુડો કરાટે બધુ આવડે છે . મને દારુ પિવડાવી મારો ફાયદો ઉઠાવાની કોશિશ કરીશતો જોઇ લે જા હા..."

રાહુલ પણ શાંતીથી બેઠો ને બિયરની કેન ખોલીને છોકરીને આપતા બોલ્યો "ના.. ના... મેડેમ ડોન્ટ વરી મારો એવો કોઇજ ઇરાદો નથી મારે તો બસ મારી પાર્ટી એનજોય કરવી છે આ લો બિયર માઇલડ છે"
છોકરીએ કેન હાથમા લઇ સીધી મોઢે લગાડી પિવા લાગી. રાહુલ સામે બેસી અચમભા સાથે આ જોઇ રહ્યો હતો. છોકરી એક સાથે પાંચ છ ગુટડા પી ગઇ ને પછી કેન નીચે મુકી રાહુલ સામે જોયુ .

"મેડમ તમે કેક ખાશો ?" રાહુલે વિનમ્રતા થી પુંછ્યુ . છોકરીએ કેક સામે જોયુ " અરે.. કેંડલ કયાં છે ?"
રાહુલ જવાબ આપ્તા બોલ્યો "મેડમ અહિંયા હવા ખુબ છે એટલે કેંડલ નથી સળગાવી" છોકરી બોલી " અરે બિર્થડે મા તો કેંડલ સળગાવી પડે ને પછી આંખ બંધ કરી ફુંક મારવાની ને વિશ માંગવાની જોકે વિશ પુરી થતી નથી પણ રિવાજ છે એટલે તુ કેંડલ સળગાવ હું હાથ થી હવાને રોકુ છુ" છોકરીએ બે હાથ આગળ કરી કેક ઉપર રાખ્યા. રાહુલે તરત નાની કેંડલ કેક પર મુકી . છોકરીના હાથ નશા ના કારણે ધ્રુજતા હતા રાહુલે સમય બગાળયા વગર કેંડલ સળગાવીને તરત ફુંક મારી.

"હેપી બર્થ ડે ટુ યુ.. હેપી બર્થ ડે ટુ ...એ તારુ નામ શું છે ?" "રાહુલ" " હેપી બર્થ ડે ટુ રાહુલ મે ગોડ બ્લેસ યુ... હેપી બર્થ ડે ટુ યુ...." બોલતા બોલતા છોકરીની આંખો ભીની થઈ ગઈને એ કોઇ વિચારો મા ખોવાઇ ગઈ. રાહુલે નાની કેક ને કટ કરી એના બે પિસ કર્યા એક પિસ પેપર ડીશમા મુકી છોકરીને આપ્યો "મેડમ " છોકરી ચમકીને વિચારો માંથી બહાર આવી એણે ડીશ હાથમા લીધી પણ એના ધ્રુજતા હાથોમાંથી ડીશ પડી ગઈ ને કેક ખરાબ થઈ ગઇ ."ઓ.. આઇમ સો સોરી..." છોકરી એટલુ બોલી અટકી ગઈ . રાહુલ પડેલી કેક સાઇડમા મુકતા બોલ્યો "કાંઇ વાંધો નહિં હજી એક પિસ બચ્યો છે એ માંથી તમને હાફ મળ્શે" રાહુલ એ પિસ કાપવા જતોજ હતો ત્યાં છોકરી એ રાહુલનો હાથ રોક્યો ને કેક ઉપાડી રાહુલને ખવળાવ્યો ને થોડો રાહુલના મોઠા ઉપર લગાળી દિધો. બન્નેના મોઠા ઉપર હલકુ સ્મિત હતુ ને છોકરીએ પાછી કેન ઉપાડી ને પીવા લાગી.

રાહુલે પણ એક કેન ખોલી ને ચેસ બોલી એક ઘુંટ લીધો . થોડી વાર સુધી બન્ને શાંતીથી બેઠા પોતાના વિચારોમા ખોવાયેલા હતા. ચુપકી તોડતા રાહુલે હિંમત કરીને પુંછ્યુ "તમે તમારા લગ્ન માંથી ભાગી ને આવ્યા છો...?" છોકરી થોડુ હસી "કેમ તને એવુ કેમ લાગે છે ?"
" ના એટલે...કે તમારા આ કપડા ....મેંહદી..આટલા બધા દાગીના ..." રાહુલ ખચકાતા બોલ્યો. " ઓ ..તો તારી નજર મારા દાગીના ઉપર છે . પણ આઇ એમ રિયલી સોરી આ બધાજ દાગીના ખોટા છે અને આ દુલ્હ્હ્ન પણ ખોટી છે." છોકરીએ હલ્કા સ્મિત સાથે કહ્યુ ." હું કાઇ સમ્જ્યો નહિં " રાહુલે આશ્ચર્ય સાથે પુછ્યું .
"એટલે એમ કે હું એક એક્ટ્રેસ છુ કલાકાર.. હું ટી વી સિરીયલમા કામ કરું છું આ કપડા આ મેકઅપ આ દાગીના બધુ સુટિંગનુ છે . આજે સિરીયલમા મારા લગ્નનો સિન હતો એટલે મને દુલહ્હ્ન જેવી તૈયાર કરવામા આવી છે. હું મરતા પેહલા આ બધા દાગીના તને આપી દઈશ પણ તુ એને વેચવા જઈશ તો કોઇ તને પાંચ્સો રુપિયા પણ નહીં આપે આ દાગીના ના" એટલુ બોલી છોકરી ખોટુ ખોટૂ જોરથી હસવા લાગી એની હસીમા એનું દુખ દેખાતુ હતુ.

રાહુલ આ સાંભળી થોડા વિચારમા પડી ગયો ને એકદમ બોલ્યો "અરે.. હા...હા.. હવે મને યાદ આવ્યું હું તમને જોઇ ને કયારનો વિચાર કરતો હતો કે મેં તમને કયાંક જોયા છે તમે ઓલી સિરીયલ શું.. નામ હા... સાસર્યુ..સોનાની ખાણ ઓ માય ગોડ તમે તો એમા મેન હિરોઇન છો મારી એક કસ્ટમર તમારી ખુબ મોટી ફેન છે એ તમારી સિરીયલ રેગ્યુલર જોવે છે . આઇ કાન્ટ બિલીવ હું મારો બર્થ ડે તમારી સાથે સેલિબ્રેટ કરી રહયો છું. મારી કસ્ટમર ને કહીશ તો એને વિશ્વાસ નહીં થાય તમે પ્લિસ મારી સાથે એક સેલ્ફી પડાવશો મને તમારુ નામ પણ ખબર છે દિપીકા હા એજ તમારુ નાન છે" રાહુલ એકી શ્વાસે બધુ બોલિ ગયો.
છોકરી આશ્ચર્ય સાથે રાહુલ ને જોતી રહીને પછી શાંતી થી બોલી "દિપીકા.. એ મારુ સિરીયલનુ નામ છે મારુ સાચુ નામ મોનીકા છે"
" ઓ આઇ એમ સોરી મેં સિરીયલ મા તમારુ નામ સાંભળ્યુ હતુ તો.." રાહુલ જરા ખચકાતા બોલ્યો . " ઇટસ ઓ કે આમ પણ સિરીયલના ટાઇટલ જોવામા કોઇ ને રસ નથી હોતો "એટલુ બોલી મોનીકા બિયરનો કેન ઉપાડી પીવા લાગી.

"સોરી મેડમ પણ તમે અહિં સાચે સુસાઇડ કરવા આવ્યાછો કે પછી મારી સાથે મજાક કરો છો ?" રાહુલે ધીમા અવાજે પુંછ્યુ . "તને શું લાગે છે ? હું સુસાઇડ ના કરી શકુ ?" મોનીકાએ પ્રશ્ન કર્યો.

" તમારે તો સુસાઇડ કરવાનો સવાલજ નથી આવ્તો તમે આટલા પોપ્યુલર છો કેટલા લોકો તમને ચાહે છે તમારા ફેન છે તમને પોતાનો આદર્શ માને છે . દેખાવે તમે કોઇ હિંન્દી પિક્ચરના હિરોઇન જેવા લાગો છો. આટલી મોંગી ગાડી મા ફરો છો પૈસાની કમીતો હોયજ નહીં. તમારા જેવી જીંદગી તો લાખો લોકોનુ સપનું હોયછે." રાહુલે જવાબ આપ્યો.

મોનીકાની આખોં મા પાણી હતુ " રાહુલ જીંદગી જીવવા માત્ર નામ.. પૈસા.. ને સંદરતા ની જરૂર નથી હોતી જરૂર હોય છે સાચા પ્રેમની . બધા મોનીકાને નહીં દિપીકાને પ્રેમ કરેછે એને પોતાનો આદર્શ માને છે . મારી પોતાની સગી માને મારા કરતા મારા આવતા ચેક મા વધારે રસ છે . મારા બોયફ્રેંડ્ને મારી સાથે મારા બેડરુમ મા આવ્વુછે પણ મારી સાથે લગ્ન નથી કરવા. મારા લગ્ન થાય તો મારૂ કેરિયર ખતમ થઈ જાય ને મારૂ કેરિયર ખતમ થાય તો કોઇ ને મારી જરૂર નથી .હું આખો દિવસ શુંટિગ મા બીઝી ને મારો બોયફ્રેંડ મારા પૈસે બીજી છોકરીઓ સાથે ફરે છે . આખી દુનીયા મતલબી છે લોકેને મારી નહીં આ શરીરની જરુરત છે . કંટાળી ગઈ છું આ નકલી દુનિયાથી નથી રેહવુ મારે દુનિયા મા" રડતા રડતા મોનીકા બોલી. રાહુલ આ સાંભળી સ્તબ્દ હતો . થોડી વાર માટે સન્નાટો છવાઇ ગયો માત્ર દરિયાના મોજાનો અવાજ હતો.

આંશુ લુછ્તા મોનીકા બોલી " છોડ એ બધી વાત તારે મારી સાથે સેલ્ફી લેવી હતી ને તો લઈ લે બીજી કોઇ ઇછ્છા હોય તો એ પણ પુરી કરી લે મરતા પેહલા આ શરીર તારા કામ મા આવતુ હોય તો મને વાંધો નથી " મોનીકા એ રાહુલની આંખો મા આંખો નાખી આ વાત કહી . રાહુલની આંખો જુકી ગઈ " ના...ના... મારી બીજી કોઇજ ઇછ્છા કે ઇરાદો નથી . આતો મારી ક્સ્ટ્મર ખુશ થાય કે હું તમને મળ્યો હતો .એને કહીશ તો મારી વાતનો વિશ્વાસ નહીં કરે એટલે સેલ્ફી..."
"કયારનો મારી કસ્ટમર.. મારી કસ્ટમર કરે છે કોણ છે આ કસ્ટર અને તારો બિઝનેસ શું છે ? "મોનીકા એ સવાલ કર્યો .રાહુલ થોડુ ખચ્કાયો " આમ તો કોઇ મારા બિઝનેસ વીશે કોઇ પુછે તો હું કોઇ પણ ખોટો જવાબ આપુછુ પણ તમે તો હવે મરવાના છો તમને સાચુ કહીશ આઇ...એમ એ મેલ પ્રોસ્ટીટયુટ પુરુષ વેશ્યા . સ્ત્રીઓ ને શારીરીક સુખ આપી પૈસા કમાવવા એ મારો બિઝનેસ એટ્લે ધંધો છે,"

મોનીકાને ઝટકો લાગ્યો એનો નશો ઉતરી ગયો આશ્ચર્ય સાથે એનું મો ખુલુ રહી ગયુ ને એમાથી ફક્ત એક્જ શબ્દ નીકળ્યો " શું ?"
" આમા ચોકવા જેવુ કાંઇ નથી . જેમ કોઇક સ્ત્રીઓ પોતાનું શરીર વેચી પૈસા કમાય છે એમ કોઇક પુરુષો પણ આ કામ કરતા હોય છે." રાહુલ સમજાવાની કોશીશ કરતા બોલ્યો.
" સ્ત્રીઓ આ કામ મજબુરી મા કરતી હોય છે . તને શું મજબુરી હોઇ શકે ? જવાન છે હાથ પગ સલામત છે બોલી શકે છે સાંભળી શકે છે " મોનીકા ગુસ્સો આવતો હતો.

"મેડમ મને એક કચરા વિણવા વાળી વ્રુધ્ધા એ કચરા પેટી માંથી ઊઠાવ્યો હતો . દુનિયામા ગણા બાળકો કાચની પેટી મા પણ જીવી નથી શકતા અને મને કચરા પણ મોત આવી નહીં. લોકોની ગાળો અને લાતો ખાઇને મોટો થઈ ગયો બે વખત ખાવાના પણ વાંધા હતા એક હોટલમા ઝાડુ પોતુ કરતો લોકોનું એઠુ જે બચ્યૂ એ ખાતો ત્યાંજ બાહર પડી રેહતો રસ્તે રજળતા કુતરા જેવી જીંદગી હતી . એક દિવસ એક સ્ત્રીની મારા પર નજર પડી એ મને એની સાથે લઈ ગઈ એણે મારી કાયા પલટ કરી ને મને હાઇ સોસાઇટી માટે ટ્રેન કર્યો ને મારી જીંદગી બદલાઇ ગઈ . હવે આજ કામ કરી હું પૈસા કમાવુ છું ને આજ મારો બિઝનેસ."
મોનીકા બધુ શાંતી થી સાંભળી રહી "મને વિશ્વાસ નથી થતો શું આવી સ્ત્રીઓ હોય છે જે પૈસા આપી આવુ કામ કરતી હશે તને આ તારી આવી કસ્ટમર મળે ક્યાં છે ? "
"મેડમ મારે કોઇને ગોતવા જવુ પડતુ નથી એજ મને ગોતે છે આમ પણ મારી લાઇન મા કોમ્પીટીશન ઓછી છે. જેમ પુરુષો ને શારીરીક ભુખ હોય છે તેમ સ્ત્રીઓ ને પણ હોય છે . કોઇ સ્ત્રીના ડાઇવોર્સ થયા હોય છે કોઇ વિધ્વા અને ગણી સ્ત્રીઓ ના પતિઓ ને પત્ની કરતા પૈસા વધારે વ્હાલા લાગે છે .આવી સ્ત્રીઓ ને સંતોષી હું મારુ ગુજરાન ચલાવું છું"

હવે મોનીકાનો બધો નશો ઉતરી ગયો હતો એને ગુસ્સો આવ્તો હતો " આવી જીંદગી કરતા તો મરવુ સારુ તને આત્મહત્યાનો વિચાર નથી આવ્તો ?"
"ના મેડમ મને આવા વાહિયાત વિચારો બિલકુલ નથી આવ્તા . મારા નસિબમા મરવાનું લખ્યુ હોત તો કચરા પેટીમાજ મરી જાત . જન્મ અને મ્રુત્યુ આ બન્ને ઇશ્વરના હાથ મા છે .હશે મારા ગયા જન્મો ના કોઇ પાપ એટલે આવુ જીવન મળ્યુ. આને મારા હાથે ટુંકાવીશ તો આવ્તા જન્મે પાછુ બચેલુ ભોગવવુ પડ્શે એના કરતા ઇશ્વરને પ્રાથના કરુછુ જેટલા દુખ આપ્વા હોય આજ જન્મ મા આપ ને મારા બધા પાપો નો નાશ કર જેથી આવ્તો જન્મ સુધરે. દુખ ઉપર ધ્યાન આપો તો દુખ વધારે દેખાય ને સુખ ઉપર ધ્યાન આપો તો સુખ વધારે દેખાય. " રાહુલે જવાબ આપ્યો .

મોનીકા એ કાંઇક વિચાર કરતા પુછયુ " તો તુ જે આ કામ કરેછે શું એ પાપ નથી ? "
રાહુલે જ્વાબ આપ્તા કહ્યુ " મને નથી ખબર એ પાપ છે કે નહીં પણ હા હું કોઇ ની સાથે જબરજ્સ્તી નથી કરતો, નથી ખોટુ બોલ્તો, નથી કોઇને છેતરતો, નથી કોઇ ને ડરાવતો કે નથી કોઇ ને લુટતો . એક પ્રકારની શારીરીક ભુખ પુરી કરુ છુ ને એના માટે મને પૈસા મળેછે જે જીવન સારી રીતે જીવવા જરુરી છે . મારા માટે આ એક કામ છે જે કરવાનો મને કોઇ અફસોસ નથી. મારા નસિબે જે આવ્યુ મે સ્વિકાર્યુ "
મોનીકા કા ના મગજ મા એક સાથે ગણા વિચારો ચાલી રહયા હતા " તુ આવી બધી જ્ઞાનની વાતો કયાં શિખ્યો ? " રાહુલ થોડુ હસ્યો " મેડમ ...મારા કસ્ટમર્સ મને ફક્ત પૈસા નથી આપ્તા જ્ઞાન પણ આપે છે ,મને સાથે શોપિંગ કરવા પણ લઈ જાય છે, મોટી મોટી પાર્ટિઓ મા પણ લઈ જાય છે, સતસંગ મા પણ લઈ જાય છે અરે આ બ્રાંન્ડેડ કપડા ,શુઝ મને ગિફ્ટ મા મળે છે અને તમે જે બાઇક ઠોકી એ પણ ગિફ્ટ આવેલી છે."
મોનીકાના વિચારો થોડા શાંત થયા એના મોઠા પર હલ્કુ સ્મિત આવ્યુ ને એ ઉભી થઈ . રાહુલને ટેંન્સન થયુ એ પણ ઉભો થઈ ગયો " મેડમ પાર્ટી હજી પુરી નથી થઈ જમવાનું બાકી છે ને આ બે બિયર પણ બાકી છે"
મોનીકા હસી " ડર નહીં હું મરવા નથી જતી પાછી શુટિંગ પર જાઉ છુ." રાહુલ ને રાહત થઈ " એટ્લે સુસાઈડ નો આઇડ્યા કેન્સલ ? "

"મને લાગતુ હતુ હું દુનિયામા સૌથી વધારે દુખી છું . પણ તારા દુખો સામે તો હું ગણી સુખી છું. દુનિયા મે કિતના ગમ હે મેરા ગમ કિતના કમ હે લોગો કા ગમ દેખા તો મેં અપના ગમ ભુલ ગઈ . હવે મરવાનો તો સવાલજ નથી બોસ . મરે મને દુખી કરવાળા .આજ થી નવી જીંદગી. બીજાઓ માટે નહીં પોતાના માટે . થેંક યુ મને હોશમા લાવવા માટે" મોનીકા મા હવે નવો આત્મવિશ્વાસ જણાતો હતો .
" યુ આર મોસ્ટ વેલ્કમ મેડમ તમને મળી ને આનંદ થયો " રાહુલે હાથ લંબાવ્યો.
" મેડમ નહીં મોનીકા મને પણ તમને મળી ને આનંદ થયો " બન્ને એ હાથ મળાવ્યા.

" તમે હવે પાછા કેવી રીતે જશો ? " રાહુલે સવાલ પુછયો . " ચિંતા ના કર ગાડી મા મોબાઇલ છે એક ફોન કરી લોકેશન મોકલાવીશ એટ્લે ચાર ગાડી લેવા આવશે " સુરજ આથમી ગયો હતો અંધારુ થવા હતુ રાહુલે મોબાઇલ ની ટોર્ચ ચાલુ કરી ને મોનીકા ને ગાડી સુધી મુકવા ગયો .
" બાય મેડમ " રાહુલ વિદાય લેતા બોલ્યો ." મેડમ નહીં મોનીકા અને તારો મોબાઇલ નંબર તો આપ શું ખબર કયારેક મને જરુર પડી જાય " મોનીકા એ રાહુલની છેડ્તી કરી .રાહુલ ગાલમા હસ્યો ને પર્શ માંથી એક વિઝીટિંગ કાર્ડ કાઠી મોનીકાને આપ્યુ. મોનીકા એ કાર્ડ વાંચ્યુ ને જોરથી હસવા લાગી "સેટિસફેક્સન ગેરેંન્ટેડ. "

------------------------------------------------------------------------- લેખક -પંકજ ભરત ભટ.




બીજા રસપ્રદ વિકલ્પો