એક હતા વકીલ - ભાગ 3 Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતા વકીલ - ભાગ 3

એક હતા વકીલ"(ભાગ -૩)


વકીલ ચંદ્રકાંતની એક કહાની..

પતિ ચંદ્રકાંતની વાત સાંભળી ને રમા બહેન વિચારમાં પડ્યા.
પણ રમા બહેન ચતુર હતા.એ સમજી ગયા કે ચોક્કસ કોઈ કેસ માટે સવારે ગયો છે એના ફોનની જ રાહ જોતા હશે.

મારો વિનોદ ચોક્કસ કોઈ કારણસર જ ગયો છે.

રમા બહેન:-' ચાલો ચા બની ગઈ છે. ચા સાથે નાસ્તો તો કરવાનો જ હશે.'

વકીલ ચંદ્રકાંત:-' ઓહ..યસ..ચા સાથે નાસ્તો કરવો જ પડશે જ.પણ પણ ..'

રમા બહેન વાત સાંભળી ને હસી પડ્યા.
બોલ્યો:-' બોલો તમને વિનોદ વગર ફાવતું પણ નથી. એની સાથે ચા નાસ્તો કરવાની ટેવ છે.બોલો હું સાચું કહું છું ને!'

ચંદ્રકાંત:-' ઓહ..યસ..પણ ક્યારે ક્યારે એના વગર ચા નાસ્તો કરીએ તો પણ ખોટું નથી.એણે અત્યાર સુધીમાં ગરમ ગરમ ગોટા ખાધા જ હશે.'

રમા બહેન:-' પણ તમને કેવી રીતે ખબર પડી? વિનોદનો ફોન તો આવ્યો નથી.'

વકીલ ચંદ્રકાંત હસી પડ્યા.
બોલ્યા:-' મને ખબર છે વિનોદ ચા પીધા વગર કામ કરે જ નહીં અત્યાર સુધીમાં બે વખત પીધી હશે અને એસ.ટી.સ્ટેન્ડ પાસે ગરમ ગોટા ખાધા જ હશે. એને તો રાયપુરના ભજિયા વધુ ભાવે છે પણ વહેલી સવારે કદાચ દુકાન ચાલુ કરી નહીં હોય. બોલ નાસ્તામાં શું લાવીશ? શું બનાવ્યું છે? ખાખરા લાવતી નહીં.'

રમા બહેન:-' એટલે તમે વિનોદને બહારગામ મોકલ્યો છે? એ એસ.ટી.સ્ટેન્ડ કેમ ગયો છે? તમે જવાબ આપવાના નથી એ મને ખબર છે. છતાં તમને પુછી લીધું. વાંધો નહીં.. મને ખબર પડવાની જ છે. વિનોદ આવશે એટલે આખી સ્ટોરી મને કહેશે. એને તમારા કરતા મારી સાથે સારું બને છે. હું તમારા હાવભાવથી જાણી શકું છું કે તમે ચોક્કસ કોઈ કારણસર મોકલ્યો છે પણ કહેવા માંગતા નથી. હું કંઈ બીજી મહિલાઓ જેવી નથી કે ઓટલે બેસીને ગપસપ કરું. મારા પેટમાં વાત ટકે છે. આ વિનોદ માટે છોકરીની શોધમાં જ છું. તમે તો બોલવાના નથી. સારું હવે ચા સાથે કંઈ લેવાના છો?"


ચંદ્રકાંત:-' સારું સારું..તો પછી ચા સાથે પાર્લે જી બિસ્કીટ જ લાવજે. ઘરમાં છે તો ખરા? પાર્લે એટલે પાર્લે.. તને યાદ છે વિનોદ નાનો હતો ત્યારે પાર્લે ની એડ માં જે છોકરો આવે છે એના જેવો જ દેખાતો હતો. હા..યાદ આવ્યું.તને ખબર જ ના હોય. હું ભૂલી ગયો.'

રમા બહેન:-' મને ખબર છે. તમે એના ફોટા બતાવ્યા હતા.ને હું આ ઘરમાં આવી ત્યારે પણ એવો જ દેખાતો હતો. તમે કાયમ ભૂલી જાવ છો અથવા જાણી જોઈને ભૂલો છો. વાત બીજા પાટે ચડી જાય છે. સારું તો નાસ્તામાં ગાંઠીયા છે,ચકરી બનાવી છે,કાલે શિવલાલનું ચવાણું લાવી છું. સક્કરપાલા છે.બોલો શું લાવું?'

ચંદ્રકાંત:-' એમ કર એ નાસ્તો વિનોદ સાથે જ કરીશ. તું ચા સાથે પાર્લે જી બિસ્કીટ જ લાવજે. ને તારે જે નાસ્તો કરવો હોય એ લાવજે. ના..ના..ના પાડતી નહીં. મારી સાથે નાસ્તો કરવા બેસી.'

રમા બહેન હસી પડ્યા.
બોલ્યા:-' મને ખબર જ હતી કે વિનોદ વગર તમે નાસ્તો કરો જ નહીં. સારું ચા અને બિસ્કીટ લાવું છું. હું ચા સાથે ખાખરા જ લેવાની છું. પણ વિનોદને આવતા કેટલી વાર લાગશે? એ આવે એટલે એના માટે ગરમાગરમ ફૂલકા વાળી રોટલી બનાવું. શાક દુધી અને બટાકાનું બનશે. બીજું સારું શાક નથી જે એને ભાવે.'

ચંદ્રકાંત:-" સારું સારું.. તને ગમે એ પ્રમાણે બનાવજે.પણ હવે ઉતાવળ કર. ચા ઠંડી પડી જશે. હમણાં એક ફોન આવવાનો છે.'

રમા બહેન:-' એટલે વિનોદનો? સારું ચા સાથે નાસ્તો લાવું છું.એ આ ગઈ અને આ આવી.'
( વધુ નવા ભાગમાં)
- કૌશિક દવે