Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 102

સમીરે પરીને, માધુરી મોમને મળવા જવા માટે કહ્યું પરંતુ પરી હમણાં પોતાની એક્ઝામમાં બીઝી છે એટલે તેણે ના પાડી.
પરી સમીરનો ફોન મૂકીને પોતાના સબમિશનમાં બીઝી થઈ ગઈ અને સમીરે જેવો ફોન મૂક્યો કે તરતજ તેના ફોનમાં રીંગ વાગી.
જોયું તો કવિશાનો ફોન હતો. સમીરે ફોન ઉપાડ્યો,
"બોલ, કવિશા શું કહેતી હતી?"
"શું કરો છો તમે?"
"બસ કંઈ નહીં, અહીં પોલીસ સ્ટેશનમાં જ છું બેઠો છું. બોલ તું ફરમાય શું કામ હતું તારે?"
"કેમ કામ હોય તો જ ફોન કરાય, એમનેમ હું તમને ફોન ન કરી શકું?" કવિશા જરા લહેકાથી બોલી.
"ના ના એવું કંઈ નથી મેં ક્યાં એવું કંઈ કહ્યું!"
"તો તમે ક્યારના મને એ જ તો પૂછી રહ્યા છો?"
"ના ના એવું કંઈ નથી. બોલ તું શું કરતી હતી."
"બસ, કોલેજમાં જ છું પણ ફ્રી હતી તો થયું લાવો જરા તમારી સાથે વાત કરું અને તમને મળવા માટે આવું.."
"પણ, હું ફ્રી નથી મારે ખૂબ કામ છે બકા ખોટું ન લગાડીશ બટ આઈ એમ વેરી બીઝી નાઉ..."
"ઑહ, આ તો મને એમ થયું કે તમારે માધુરી મોમને મળવું છે તો આપણે જઈ આવીએ તેમને મળવા માટે.."
"ના પણ અત્યારે તો મને બિલકુલ ફાવે તેમ નથી અને પરીને સાથે લીધા વગર તેની મોમને મળવા માટે કઈ રીતે જવાય?"
"એ મારી પણ તો મોમ છે પરીની એકલીની થોડી મોમ છે!!"
"આઈ અન્ડરસ્ટેન્ડ, પણ જ્યારે પણ આપણે જઈશું ત્યારે પરીને સાથે લઈને જ જઈશું."
"ઓકે" બોલીને કવિશાએ ફોન મૂકી દીધો તેનું મોં પડી ગયું હતું અને તે સમીર ઉપર ખૂબજ નારાજ પણ થઈ ગઈ હતી અને એટલે જ તેણે સમીરને બાય પણ ન કહ્યું અને ગુસ્સામાં ફોન કટ કરી દીધો.
પરંતુ કવિશાની આ હરકતથી સમીરને કોઈ જ ફરક પડતો નહોતો.
સમીર તો એઝયુઝ્વલ પોતાના કામમાં બીઝી થઈ ગયો.
કવિશા મોં ફુલાવીને પાર્કિંગમાં બેઠી હતી અને એટલામાં ત્યાં દેવાંશ પોતાના બે ત્રણ ફ્રેન્ડ્સ સાથે આવ્યો.
હમણાંનો દેવાંશ કવિશાથી થોડો વધારે પડતો જ દૂર થઈ ગયો હતો..કવિશાએ તેને સમીરને કોન્ગ્રેચ્યુલેટ કરવા માટે મારે જવું છે તો તું ચાલ મારી સાથે તેમ પણ ખૂબ કહ્યું હતું પરંતુ તે વખતે પણ દેવાંશે તે વાતને ટાળી દીધી હતી અને પછીથી કવિશા એકલી જ સમીરને કોન્ગ્રેચ્યુલેટ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી.
પણ આજે આમ કવિશાને નારાજ જોઈ એટલે દેવાંશથી રહેવાયું નહીં અને તે કવિશાની થોડી નજીક ગયો અને પોતાની અદામાં તેને પૂછવા લાગ્યો કે, "બોલો મેડમ, શું થયું એની પ્રોબ્લેમ? કંઈ આમ નારાજ નારાજ લાગો છો?"
દેવાંશ કવિશાની નજીક ગયો એટલે તેણે એ માર્ક કર્યું કે દેવાંશના મોંમાંથી તેણે સ્મોકિંગ કર્યું હોય તેવી સ્મેલ આવી રહી હતી‌‌.
કવિશા દેવાંશ ઉપર પણ ખૂબ નારાજ હતી એટલે તેણે કરડાકીભરી નજરે દેવાંશની સામે જોયું અને તે બોલી કે, "અમારી સામે જોવાનો તમને ટાઈમ મળ્યો ખરો એમ ને?"
"બોલ ને તું ફરમાય ને તું કે એમ કરવા તૈયાર છું.." દેવાંશની જીભ પણ જરા લથડાતી હોય તેમ કવિશાને લાગ્યું અને કદાચ તેથી જ તે આજે ઘણાં બધા દિવસ પછી કવિશાની સાથે વાત કરવા માટે ઉભો રહ્યો હતો.
કવિશાને થોડું આશ્ચર્ય થયું કે દેવાંશ અને વ્યસન?? અત્યારસુધી તો દેવાંશ મને કદી આવી હાલતમાં જોવા મળ્યો નથી. તો પછી??
તેનાથી દેવાંશને પૂછાઈ ગયું, "આર યુ ડ્રંકાર્ડ? એન્ડ ઓલ્સો હેવ આ સ્મોક..??"
એટલું પૂછતાં પૂછતાં તેણે દેવાંશની સાથે આવેલા પેલા ત્રણેય નબીરાની સામે જોયું જેમને તેણે આ કોલેજ કેમ્પસમાં પહેલી જ વાર જોયા હતા જે ત્રણેય પણ પીધેલા જ લાગતા હતા.
"સમટાઈમ્સ બેબી, બટ તને કેવી રીતે ખબર પડી કે...
અને હજુ તે આગળ પોતાની લથડાતી જીભે બીજું કંઈ વધારે બોલે તે પહેલાં પેલા ત્રણમાંથી એકે તેને બૂમ પાડી કે, "એય દેવ ચાલ નીકળીશું??"
દેવાંશે તેની સામે જોયું અને પોતાના બાઈકને કીક મારવા લાગ્યો..
તેને આમ કીક મારતાં જોઇને કવિશાએ તેને પૂછ્યું કે, "કેમ ક્યાં જાય છે લેક્ચર એટેન્ડ નથી કરવાનો?"
કવિશાના પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ દેવાંશે જોર જોરથી પોતાનું બુલેટને રેસ કરવા માંડ્યું તેની પાછળની સીટ ઉપર તેનો એક ફ્રેન્ડ ગોઠવાયો બીજા બે નબીરા બીજા બાઇક ઉપર ગોઠવાયા અને દેવાંશ જાણે પોતાનું બુલેટ હવામાં ઉડાડતો હોય તેમ તેણે જોરથી તેને ભગાવી દીધું.
કેમ્પસમાં ઉભેલા બધાજ તેની તરફ જોવા લાગ્યા અને કદાચ વિચારવા લાગ્યા કે, કોણ છે આ, જે આવી હલકટ હરકત કરી રહ્યું છે.
કવિશા દેવાંશના આ વિચિત્ર વર્તન અને વિચિત્ર પ્રકારના રૂપને જોઈને વિચારમાં જ પડી ગઈ!!
તેને થયું કે દેવાંશ હાથમાંથી જતો રહ્યો લાગે છે અને કદાચ તેથી જ તે મારાથી આમ દૂર દૂર રહેવા લાગ્યો છે તેની જિંદગી જીવવાની રીત અને જિંદગી વિશેનો અભિપ્રાય બંને બદલાઈ ગયા છે..અને કોણ છે આ તેના ગુંડા જેવા મિત્રો?? આટલા બધા સારા ઘરનો હોનહાર છોકરો કઈરીતે આમ અવળે રવાળે ચઢી ગયો હશે..?? અને તેણે એક ઉંડો નિસાસો નાંખ્યો એટલામાં તેની ફ્રેન્ડ પ્રાપ્તિએ તેને બૂમ પાડી કે, "કવિશા ચાલ લેક્ચરમાં નથી આવવું?"
કવિશાનું મગજ જાણે શૂન થઈ ગયું હતું હજુપણ તેના દિલોદિમાગમાંથી દેવાંશની એ તસવીર જે તેણે હમણાં જ જોઈ અને અનુભવી તે ખસતી નહોતી...
અને તે ક્લાસમાં પોતાની જગ્યા ઉપર આવીને ગોઠવાઈ ગઈ શરીર અહીંયા હતું પણ મન જાણે દેવાંશની એ વાતોમાં હતું કે,‌ દેવાંશ અચાનક આમ બદલાઈ કઈ રીતે ગયો?
ક્યાં મને પહેલી જ વખત મળ્યો હતો એ દેવાંશ અને આકાશના કેસમાં સતત મારી સાથે રહી રાત દિવસ મને મદદ કરી એ દેવાંશ અને આ દેવાંશ..?? બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે..!!
દેવાંશની વર્તમાન પરિસ્થિતિએ કવિશાના દિલોદિમાગને હચમચાવીને મૂકી દીધું છે.
શું હવે પછી કવિશા દેવાંશ સાથે કોઈ વધુ માથાકૂટમાં પડશે કે પછી બદલાયેલા દેવાંશની વાત તે તેના કઝીન બ્રધર અને પોતાનો ચહ્યતા ફ્રેન્ડ સમીરને કરશે??
આપનું અમુલ્ય મંતવ્ય જણાવવા વિનંતી 🙏.
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

17/3/24