ધૂપ-છાઁવ - 131 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 131

ઈશાન સાથે વિતાવેલા એ યાદગાર દિવસો તરી આવ્યા..
કેટલી ખુશ હતી તે ઈશાન સાથે..
અને તેના જીવનમાં એક જ વાવાઝોડું આવ્યું અને બધું જ છીનવાઈ ગયું..
તે વિચારી રહી હતી કે, એ મારું પાસ્ટ છે.. તેને ભૂલી જવામાં જ મજા છે..
તો પછી ઈશાન..હે ભગવાન..
ઈશાન ફરીથી મારા જીવનમાં શું કામ આવ્યો..?
અને ફરીથી મેં પત્ની તરીકેનો સંબંધ તેની સાથે શું કામ બાંધ્યો..?
પણ શું કરું તે મારો પતિ તો છે જ ને?
તેનો પૂરેપૂરો હક છે મારી ઉપર..
અને તો પછી આ બાળક...
તે પોતાના પેટ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી..
કદાચ આ બાળક ઈશાનનું તો નથી ને?
મારે ખાતરી કરવી પડશે..
અને તે એક ઉંડો નિસાસો નાંખી બેઠી..
એટલામાં લક્ષ્મીના રૂમમાંથી અવાજ આવ્યો..
મા ઉઠી લાગે છે કદાચ વોશરૂમમાં ગઈ લાગે છે..
માને ખબર ન પડી જાય કે હું હજી સુધી જાગું છું, સૂતી નથી..
અને તે સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગી..
હવે આગળ....
અપેક્ષા ખૂબજ નાજુક સમયમાંથી પસાર થઈ રહી હતી..
એક બાજુ તેનો પાસ્ટ હતો ઈશાન...
જે હવે પાછો આવ્યો છે અને તેને તે ઠુકરાવી શકે તેમ નથી...
અને બીજી બાજુ છે તેનો વર્તમાન ધીમંત શેઠ... જેને તે છોડી શકે તેમ નથી...
જિંદગીના એક એવા દૌરાહા ઉપર આવીને તે ઉભી રહી હતી કે બેમાંથી કઈ બાજુ જવું તેનો નિર્ણય લેવા માટે તે અસમર્થ હતી.
ઈશાને તેને ભરપૂર પ્રેમ આપ્યો હતો અને તેની ખરાબ પરિસ્થિતિમાં વિના સંકોચે તેનો સ્વીકાર કર્યો હતો તો આ બાજુ ધીમંત શેઠે પણ તેની ટ્રીટમેન્ટ કરાવીને તેને સાજી કરી હતી અને તેને જીવનદાન આપ્યું હતું.
તે અસમંજસમાં ડૂબી ગઈ હતી કે શું કરું?
ઈશાનની વાત ધીમંતને જણાવી દઉં?
ધીમંત પોતાના ઈશાનને શેમ જેવા ગુંડાથી અને તેના બે પૈસાના કડકા જેવા માણસોથી બચાવી શકશે?
ધીમંત છે તો ખૂબજ દયાળુ અને ઉદાર દિલનો માણસ.. પરંતુ પોતાની પત્નીની વહેંચણી કે તેનો પ્રેમ કોણ બીજા સાથે વહેંચી શકે??
આ વિચાર માત્રથી જ અપેક્ષાના શરીરમાં ધ્રુજારી ફેલાઈ ગઈ..
તેને શરીરમાં પરસેવો છૂટી ગયો...
એ સી નું રીમોટ કંટ્રોલ હાથમાં લઈ તેને એ સી નું કુલિંગ વધાર્યું.
તે એ વિચારે ધ્રુજી ઉઠી હતી કે, હું જે વિચારું છું તેનાથી બધું જ ઉંધુ થાય તો?
ધીમંત ગમે તેટલો દિલદાર માણસ હોય પણ પોતાની પત્ની અને પોતાના પરિવારનું બલિદાન કોણ આપે?
કોઈ ન આપી શકે?
કદાચ ધીમંત પણ નહીં...
અને તેની આંખમાંથી નીકળેલા અશ્રુએ તેના ઓશિકાની કોરને પલાળી દીધી હતી.
તે વિચારી રહી હતી કે, મારે ધીમંતના વિશ્વાસને અને ઈશાનના પ્રેમને બંનેને બેલેન્સ કરીને જિંદગી જીવવી પડશે.
સમાજની દ્રષ્ટિએ એકની પત્ની અને મનની દ્રષ્ટિએ બીજાની પ્રેમિકા બનીને ડબલરોલ ભજવતાં ભજવતાં આ જિંદગી જીવવી પડશે.
પણ તો પછી હું મારા ઈશાનને આઝાદી નહીં અપાવી શકું ને?
તેને આ ઉમ્રભરની કેદમાંથી મુક્તિ નહીં અપાવી શકું ને?
અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી..
પોતાની કોયડાભરી જિંદગીને તે પોતે જ સમજી શકતી નહોતી કે તેનો ઉકેલ પણ મેળવી શકતી નહોતી..
તેને થયું કે, આ ભગવાન પણ કેવો છે?
મેં શું પાપ કર્યા છે?
વારંવાર મારી જ પરિક્ષા લેવા આવી જાય છે...
પરંતુ આ વખતે હું તેની પરિક્ષામાં પાસ થઈને બતાવીશ..
આ વખતે હું સ્વસ્થ રહીને બધું જ એનું નાટક જોયા કરીશ અને ખૂબજ હોંશિયારી પૂર્વક તેણે સોંપેલો રોલ નિભાવીને તેને બતાવીશ...
અપેક્ષાએ ફરીથી પોતાના પેટ ઉપર હાથ ફેરવ્યો અને પોતાના બાળકને વ્હાલ કરતી હોય તેમ બોલી કે, "સૂઈ જા બેટા, આપણે સવારે વહેલા ઉઠવાનું છે.."
અને પોતાની કૂખમાં રહેલા બાળકને પોતાની પ્રેમભરી આગોશમાં લઈને તે મીઠી નિંદર રાણીને માણવા લાગી....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
17 /3/24