પ્રિશા એ અંશની રાઇટીંગ લઈને કરીના પાસે ગઈ અને કરીનાને બતાવી. કરીના એ ખુબ ધ્યાનપૂર્વક રાઇટીંગને જોઈ અને કહ્યું. " નો મેમ આ એ રાઇટીંગ નથી..."
પ્રિશાનો શક દૂર થઈ ગયો અને આ ઘટના તેમણે વિજયને જઈને કહી.
" તો તારો ડાઉટ કલીયર થઈ ગયો? " વિજયે કહ્યું.
" હા સર..." ઉદાસ મન સાથે પ્રિશા એ કહ્યું.
" લિસન એવરીવન...હું ચાહું છું કે તમે થોડાક દિવસ આ કેસથી દૂર રહીને કાલથી શરૂ થતી નવરાત્રિમાં એન્જોય કરો..દિમાગ ફ્રેશ થશે તો કેસ સોલ્વ કરવામાં સરળતા રહેશે."
" ઓકે સર..." બધા એ એકસાથે કહ્યું.
ગામડાંઓની નવરાત્રીનો લોકો એ ખુબ આનંદ માણ્યો. આર્યન આ નવરાત્રિનો પૂરો સમય પ્રિશા સાથે વિતાવી રહ્યો હતો. તેમણે પ્રિશાને ઇમ્પ્રેસ કરવાની દરેક કોશિશ શરૂ રાખી. જ્યાં બધા નવરાત્રિમાં મશગુલ હતા ત્યાં વિજય એકલે હાથે કેસને સોલ્વ કરવામાં લાગ્યો હતો. થોડાક દિવસો બાદ નવરાત્રી પૂર્ણ થઈ અને દશેરા પર્વનો પ્રારંભ થયો.
રાત્રિના સમયે ગામના સૌ લોકો ગામથી થોડે દૂર એક મેદાનમાં ભેગા થયા. જ્યાં રાવણનું પૂતળું બાળવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. વિજય અને એની ટીમ પણ ત્યાં જ હાજર હતી. જેના લીધે ગામ આખુ ખાલી થઈ ગયું હતું. આવા સમયનો ફાયદો ઉઠાવતા અંશે પોતાના પ્લાનને અંજામ આપ્યો.
" ચલ ચંદ્રશેખર...કેટલી વાર છે? રાવણ દહન થાય પછી જવું છે કે શું?" ચંદ્રશેખરનો મિત્ર મૌલિક બોલ્યો.
ચંદ્રશેખર કપડા પહેરીને તૈયાર થતો બોલ્યો.
" તું જા હું આવું જ છું..."
" હું નીકળું છું તું પણ જલ્દી પહોંચી જાજે હો ને..." મૌલિક ત્યાંથી નીકળી ગયો.
ચંદ્રશેખર એકલો રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો. તૈયાર થઈને જેમ એણે ઘરની બહાર નીકળવા દરવાજો ખોલવા ગયો તો દરવાજો ન ખુલ્યો.
" હવે આ દરવાજાને શું થયું?" દરવાજો બળથી ખોલવાની કોશિશ કરતો બોલ્યો.
ત્યાં જ થોડીવારમાં લાઈટ ઓફ થઈ અને દરવાજો પણ ખુલ્લી ગયો.
" હવે આ લાઈટને શું મોત આવ્યું? ચલ આવીને જોઈ લઈશ..." દરવાજો બહારથી તાળું મારવા લાગ્યો ત્યાં જ પાછળથી એક રૂમાલ વડે બેહોશીની દવા સૂંઘાડવા આવી અને બેહોશ થઈને ચંદ્રશેખર જમીન પર પડી ગયો.
બેહોશીની દવાની અસર થોડોક સમય જ રહી હોવાથી ચંદ્રશેખર જાગી ગયો. આંખ ખોલીને જોયું તો ઉપર આકાશ દેખાયું. પગ તરફ નજર કરી તો એ દોરીથી બંધાયેલા હતા. અને એ દોરી ટ્રેકટર સાથે બંધાયેલી હતી. ત્યાં જ ટ્રેકટર પર બેઠેલો કેશવ બોલ્યો. " કેમ છો અંકલ?"
" કોણ છે તું અને મારા પગ દોરીથી કેમ બાંધી રાખ્યા છે?" અંધારુ હોવાને લીધે ચંદ્રશેખર કેશવનો ચહેરો ન જોઈ શક્યો.
" તમને જમીન ખૂબ પસંદ છે ને ચાલો તમને જમીન સાથે સેર કરાવું..."
ગભરાતા ચંદ્રશેખર કહ્યું. " તું કરવા માંગે છે??"
" ઈશ્વરનું નામ લ્યો કદાચ તમને ધરતીમાતા બચાવી લે.." કેશવે એટલું કહીને ટ્રેકટર શરૂ કર્યું.
કેશવે ધીરે ધીરે ટ્રેક્ટર આગળ વધાર્યું અને પાછળ ચંદ્રશેખર જમીન સાથે ઢસડાતો ઢસડાતો એમની સાથે આગળ વધી રહ્યો હતો. આખા ખેતરમાં કેશવે ટ્રેકટર ચલાવ્યું. જેના લીધે ખેતરમાં રહેલા માટીના ઢેફા અને નાના મોટા પથ્થરો ચંદ્રશેખરના શરીર પર અથડાઈ રહ્યા હતા. શરીરના દરેક ભાગોમાં લોહી નિકળવાનું શરૂ થઈ ગયું. મોં માં પણ માટી અને ધૂળ જમાં થવા લાગી. આંખોમાં પણ ધૂળ જવાને લીધે બળતરા થઈ રહી હતી. ચંદ્રશેખર બચાવ માટે બુમો પાડતો રહ્યો પરંતુ ટ્રેકટરમાંથી આવતા અવાજે એમનો અવાજ દબાવી દીધો. કેશવે એક પછી એક ખેતરે ટ્રેકટર ચલાવ્યું અને એની સાથે ચંદ્રશેખર પણ ઢસડાતો ઢસડાતો આગળ વધી રહ્યો હતો. થોડાક સમય બાદ કેશવે ટ્રેકટર ઊભું રાખ્યું અને ચંદ્રશેખર પાસે જઈને કહ્યું. " કેવું લાગ્યું મારા પિતાના ભાગની જમીન છીનવી ને?"
" અંશ આ તું છે!!" ચંદ્રશેખરને અસહ્ય પીડાને લીધે બોલવામાં પણ તકલીફ પડી રહી હતી.
" હું અંશ નહિ પણ એનો જ જુડવા ભાઈ કેશવ છું, યાદ આવ્યું કંઇ?"
ચંદ્રશેખરને સતર વર્ષ પહેલા એ બાબા એ કહેલી ભવિષ્યવાણી યાદ આવી. " તું જીવતો કઈ રીતે હોઈ શકે? તને તો નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો ને?"
" જો હું મરી જાત તો બાબાની ભવિષ્યવાણી સાચી કઈ રીતે પડત?"
ચંદ્રશેખર એ બાબાની ભવિષ્યવાણી યાદ કરી.
'આ સમસ્યા જેટલી સહેલી દેખાય છે એટલી સહેલી નથી, તમારા આખા પરિવાર પર ખૂબ મોટી આફત આવવાની છે....જેનો જન્મ જ તમારા પરિવારના વિનાશ માટે થવાનો છે...'
" મને માફ કરી દે મારાથી ભૂલ થઈ ગઈ!!! તારા પિતાના ભાગની બધી જમીન હું તને સોંપી દઈશ..તું કહે તો મારા ભાગની જમીન અને મિલકત પણ તારા નામે કરી દઈશ, પ્લીઝ મને જવા દે..." હાથ જોડતો ચંદ્રશેખર પોતાની જિંદગી માટે ભીખ માંગી રહ્યો હતો.
" તારું મોત તો મારા હાથે તડપી તડપીને થશે..." કેશવે કહ્યું. ત્યાં જ થોડે દૂર ઊભી ચંદ્રશેખરની પત્ની સરિતા બેન આવીને બોલી. " અંશ આ તું છે???"
શું સરિતા પોતાના પતિને અંશના હાથોથી બચાવી શકશે?
ક્રમશઃ