Agnisanskar - 28 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 28



આરોહી અને પ્રીશા રાતના સમયે ગામની સીમમાં આંટાફેરા મારી રહ્યા હતા.

" આ સમયે કોણ જાગતું હશે કે સરે આપણને સીમમાં મોકલી દીધા..." બગાસું ખાતી પ્રિશા એ કહ્યું.

" તું બસ આસપાસ નજર રાખ...જોજે કોઈ સબૂત નજરમાંથી છુટી ન જાય..." આરોહી એ ચારેકોર નજર ફેરવતા કહ્યું.

બન્ને ધીમે ધીમે ગામની અંદર અને બહાર ચોકીદારી કરી રહ્યા હતા.

" તને નથી લાગતું વિજય સરે લગ્ન કરી લેવા જોઈએ?" પ્રિશા બોલી ઉઠી.

આરોહીના પગ રુકી ગયા અને એક નજર સીધી પ્રિશા પર નાખી.

" તને લગ્નમાં નાચવાનો ખૂબ શોખ લાગે છે..."

" ના મતલબ.. સરની લગ્ન કરવાની ઉંમર પણ વિતી રહી છે ને એ હજી સિંગલ છે એટલે મેં કહ્યું...અરે હા તું પણ સિંગલ જ છે ને!!"

" તો તું કહેવા શું માંગે છે??" આરોહી એ બનાવટી ગુસ્સો દેખાડતા કહ્યું.

" અરે મેં તો અમથા જ કહ્યું..કે તું પણ સિંગલ અને સર પણ સિંગલ અને એમાં પણ તમે બન્ને ખાસ ફ્રેન્ડ છે તો..."

આરોહી કોઈ જવાબ આપે એ પહેલા જ એમની નજર અંધારા ચમકતી એક ઘડિયાળ પર ગઈ.

" પ્રિશા, પેલી ચમકતી ચીજ શું છે?" થોડે દૂર ઊભી આરોહી એ કહ્યું.

" હાથમાં ઘડિયાળ પહેરીને આટલી રાતે ત્યાં કોણ ઉભુ હશે?"

" ચલ નજદીક જઈને જોઈએ.." આરોહી એ કહ્યું.

" પેલા હું સરને ફોન કરીને જાણ કરી દવ છું..." ફોન હાથમાં લેતા પ્રિશા એ કહ્યું.

" એ પછી કરશું ચલ મારી સાથે..." હાથ પકડતી આરોહી એમને આગળ લઈ ગઈ.

બન્ને ધીમે ધીમે એ ચમકતી ઘડિયાળ તરફ જવા લાગ્યા.

***********

" હે ભગવાન આટલી મોડી રાતે ક્યાં ગયો હશે મારો દીકરો?" લક્ષ્મી અંશને આમતેમ શોધી રહી હતી.

" અંશ દીકરા! ક્યાં છે તું??" પરેશાન થતી લક્ષ્મી ગામમાં શોધવા નીકળી પડી. ત્યાં જ એમનો ભેટો આર્યન સાથે થયો.

" શું થયું આંટી?" આર્યને પૂછ્યું.

" મારો દીકરો ગાયબ થઈ ગયો છે!! ખબર નહિ ક્યાં ચાલ્યો ગયો?" ચિંતામાં હાલ ખરાબ થયેલી લક્ષ્મી એ કહ્યું.

" તમારો દીકરો પેલો અંશ જ ને??" આર્યને કહ્યું.

" હા હા એ જ..."

" ચાલો હું પણ અંશને શોધવામાં તમારી મદદ કરું છું.."

અંશને શોધવા માટે આર્યન અને લક્ષ્મી ગામમાં નીકળી પડ્યા.

આ બાજુ આરોહી અને પ્રિશા એ ચમકતી ઘડિયાળ નજીક ધીમે ધીમે જઈ રહ્યાં હતાં.

" એક કામ કર તું આગળ જઈને સિતાઈ જાજે...હું અહીંયાથી એની પાસે જાવ છું જો એ ભાગવાની કોશિશ કરે તું પકડી લેજે ઓકે?" આરોહી એ પોતાનો પ્લાન જણાવ્યો.

" ઓકે.."

પ્રિશા આગળ જઈને એક બાજુ સિતાઇ ગઈ. જ્યારે પાછળથી આરોહી આવી અને કહ્યું. " કોણ છે તું? અને અહીંયા શું કરે છે??"

અંશે પોતાના બંને હાથ પાછળ કર્યા અને ધીમે ધીમે આરોહી તરફ મોં કરીને ઉભો રહી ગયો.

અંધારુ હોવાને લીધે આરોહી એનો ચહેરો ઓળખી શકી નહિ. તેણે ટોર્ચથી લાઈટ કરી અને સીધો પ્રકાશ અંશના ચહેરા પર માર્યો.

" તું અંશ છે ને??" ચહેરો ઓળખતા આરોહી એ કહ્યું.

થોડે દૂરથી લક્ષ્મી અંશને જોઈ ગઈ અને કહ્યું. " અંશ દીકરા!!! તું અહીંયા છે!!"

એની સાથે આવેલો આર્યન આરોહી પાસે જઈને ઊભો રહી ગયો.

" મને એમ કે એ ક્રિમીનલ હશે...પણ આ તો અંશ નીકળ્યો.." આરોહી એ કહ્યું.

" દીકરા તું રાતના સમયે અહીંયા કેમ આવ્યો?" લક્ષ્મીએ સવાલ કર્યો.

" મમ્મી...હું તો આ ગલૂડિયાંને બિસ્કીટ ખવડાવવા આવ્યો હતો, તમે ઘરની બહાર જવા પર પાબંદી લગાવી દીધી એટલે આ ગલૂડિયાં બિચારા ભૂખ્યા રહી ગયા એટલે મારો જીવ ન ચાલ્યો અને હું એને બિસ્કીટ ખવડાવવા અહીંયા આવી ગયો.."

" ભગવાન કરે તું સહી સલામત છે...હું તો ડરી ગઈ હતી કે પેલો ખૂની તને પકડીને લઈ ગયો હશે તો??" માથા પર હાથ ફેરવતી લક્ષ્મી એ કહ્યું.

" શું મમ્મી તું પણ ખામા ખા ચિંતા કર્યા કરે છે...!"

" ચાલો હું તમને તમારા ઘર સુધી મૂકી જાવ..." આર્યને કહ્યું.

" સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર..." લક્ષ્મી એ આભાર વ્યક્ત કરતા કહ્યું.

અંશને જતા જોઈ પ્રિશા વિચારોમાં ખોવાઈ ગઈ.

" હેલો હવે તું ક્યાં ખોવાઈ ગઈ?" આરોહી એ ચપટી વગાડતા કહ્યું.

" અરે કંઈ નહિ.."

" તને આ અંશ પર તો શક નથી જતો ને?"

" શું?" પ્રિશા ચોંકી ઉઠી.

" અરે હું મઝાક કરું છું...ચલ અહીંયાથી જઈએ.." આરોહી અને પ્રિશા ત્યાંથી જતા રહ્યા.

ક્રમશઃ





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED