આપણે પણ ઈનફ્લુએન્સર છીએ ? Mahendra Sharma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપણે પણ ઈનફ્લુએન્સર છીએ ?

ઈનફ્લુએન્સ આ અંગ્રેજી શબ્દનો અર્થ એટલે પ્રભાવિત કરવું, આપણા અનેક કાર્યોથી અનેક લોકો પ્રભાવિત થતા હોય છે. પછી એ પ્રભાવ મજબૂત થાય અને તેઓ આપણા પર વિશ્વાસ રાખતા હોય તો તેઓ પણ આપણે કરેલ અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે.


મને અનેક મારા સગા સબંધીઓ મળે છે જેઓ કહેતા હોય છે કે મારા બાળકને તમારા જેવો બનાવીશ. મને અમુક વખત આનંદ થાય છે અને અમુક વખત અચંબો. આનંદ એટલે થાય છે કે ચલો આપણા કરેલ અમુક કાર્યોથી કોક પ્રભાવિત થયો અને અચંબો એટલે થાય છે કે કદાચ મારા જેવા થવાથી મારી ખામીઓ તો એમનામાં આવી નહીં જાય ને?


એટલે ઘણી વખત કોકના પ્રભાવનો અર્થ જુદી દિશામાં વ્યક્તિને લઇ જતો હોય છે. મારી જ વાત કહું તો મારી ખામીઓ એટલે કે જ્યાં હું જીવનમાં ભૂલો કરી ઘણું ગુમાવી ચુક્યો છું હું નથી ઈચ્છતો કે લોકો એ ગુમાવે. મારા ઘરે મને ભણવા માટે પ્રેરિત કરવામાં આવતું. હું ભણતો, માર્કસ પાછળ દોડતો અને એક જગ્યાએ આવીને લાગ્યું કે થોડા ઓછા માર્કસ આવ્યા હોત તો કછું બદલાઈ જવાનું ન્હોતું. જે મળ્યું છે એમાં માર્કસની ભૂમિકા ઓછી છે. પણ મારાથી પ્રભાવિત થનાર માબાપ છોકરાઓને માર્કસ પાછળ દોડાવી રહ્યા છે.


માં બાપ જે કામ કરે ત્યારે છોકરા પ્રભાવિત થાય એ સ્વાભાવિક છે પણ છું આ પ્રભાવ એમના માટે એમના સમય માટે યોગ્ય હતું એ અઘરો પ્રશ્ન છે.


એક વ્યક્તિ રોજ એક કલાક પૂજા અર્ચના કરે, વિવિધ પાઠ કરે છે અને વિવિધ વિધિઓ કરે છે અને અજાણે એમના છોકરાને લાગે છે કે આ કરવાથી જ પિતા સફળ થયા છે એટલે એ પોતાના મૂળ કાર્યને ગૌણ બનાવી કલાકની જગ્યાએ બે કલાક પૂજા અર્ચના વિધિઓ કરવા લાગે છે અને છેવટે ખરેખર જે બનવું હતું એ નથી બનતો અને પ્રભાવના લીધે કંઇક જુદી રાહે પહોંચી જાય છે. જ્યારે બાપ પોતે જે પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે છોકરા ને અજાણે શીખવાડી રહ્યા હતા પણ નાનપણમાં એમને લાગ્યું કે છોકરો સારું કરી રહ્યો છે પણ છેવટે છોકરાના મોટા થયા પછી માં બાપને લાગ્યું આ બદલી શકાયું હોત.


એક પ્રકારનું પહેરવેશ જે મોટા પહેરે છે જે ધાર્મિક કે સંપ્રદાય પ્રમાણે છે, એક પ્રકારની પ્રક્રિયા જે માં બાપ કરે છે, એ પહેરવેશ પ્રક્રિયા છોકરાઓ મોટા પાયે કરે છે અને મોટા થઈને સમાજ ઉપયોગી થવાની જગ્યાએ ધર્મ સંપ્રદાય પ્રચારક બની જતા હોય છે. આ છે આપણો પ્રભાવ.


એક વ્યક્તિએ પોતાના બચાવ માટે હથિયાર રાખ્યા, છોકરાને લાગ્યું આ હથ્યાર રાખવા સામાન્ય અને અનિવાર્ય છે એટલે એણે વધુ રાખ્યા અને પછી ચલાવવાનું શીખ્યો અને પછી થયું લોકોને આ માધ્યમથી ડરાવી શકાય તો એની રાહ જૂર્મની થઈ ગઈ.


એક વ્યક્તિએ એના પિતાને એની માંનું અપમાન કરતા જોયું, પોતે આડા સબંધો બાંધતા જોયા અને એ સતત ચાલ્યું એટલે એને થયું સ્ત્રી અપમાન માટે જ હોય છે , આડા સબંધો સામાન્ય છે એટલે એણે એજ મોટા થઈને કર્યું .


એટલે આપણા વર્તનથી આપણા જ કુટુંબમાં પ્રભાવ વધુ પડે છે અને એ વધુ વિકરાર સ્વરૂપ ધારણ કરે છે. નાની ઉમરે યોગી થઈ જવું , નાની ઉમરે અપરાધ કરવા કે નાની ઉમરે રાજનીતિની વાતો કરવી એ પ્રભાવ છે.


આપણે આપણા કુટુંબમાં આપણા કેટલા પ્રભાવ પડે છે એ તપાસવું. સારા પ્રભાવ પણ બહુ સારા નથી હોતા, બાળકોને સેવા પૂજાનું મહત્વ સમજાવવું જેથી એમને ઋષિ મુનિ બનવા કરતા આધ્યાત્મિક બને. ધાર્મિક પહેરવેશ પ્રસંગો પર શોભે પણ કાયમી તો સામાન્ય , ઋતુ અનુસાર અને આરામદાયક વસ્ત્રો પહેરાય એ સમજ આપવી. બાળક વધુ પડતું ધાર્મિક બોલે તો હરખમાં આવીને આ મહાન સંત છે એવું કહેવું એ પોતાને અને બાળકને ભ્રમ આપવા જેવું છે.


- મહેન્દ્ર શર્મા