યે ડાયલોગ બોલને કે લીએ આઈબ્રો ઘુમાના ઝરૂરી હૈ કયા?
એવોજ પ્રશ્ન થાય જ્યારે બેન જહાનવી ફિલ્મમાં કૈંક બોલતા હોય, જ્યારે પ્રેક્ષક પર અતિશય અહેસાન થતો હોય એવી એમની ડાયલોગ ડિલિવરી છે. ડાન્સ ઠીક કરે છે પણ સ્ટાર પુત્રીથી જનતાએ કદાચ વધુ અપેક્ષાઓ રાખેલી. ઘણા સીન્સમાં ફેઇસ અને એકટનો કોઈજ તાલમેલ નથી. જાણે આપણે ફક્ત સ્ત્રીઓની સુંદરતા જોવાજ સિનેમા જતા હોઈએ અને બીજું બધું બિલકુલ નજરઅંદાજ કરતા હોઈએ એવી ફિલિંગ કરાવી છે.
વાર્તામાં કશુંજ ઉપજે એવું નથી, એકદમ સામાન્ય પ્રેમકથાને કેમેરાના રોલથી ખુબસુરત બનાવવાનો પ્રયત્ન ખોટો નથી પણ ફક્ત કેમેરાથી તમે પ્રેક્ષકના દિલ જીતો એવું ધારી લેવું મૂર્ખાઈ છે.
ઈશાન એકટર છે કે દોડવીર? એ તો કહેવું અઘરું છે, એના દોડવાના સીન્સ અતિશય લાગ્યા. પણ છોકરામાં એકટર બનવાની કાબેલિયત છે એ નક્કી, ખુબજ સારા એકસપ્રેશન અને ડાયલોગ ડિલિવરી કરે છે. સચોટ બોડી લેન્ગવેજ અને સુંદર કેમેરા ફેસિંગ એને આગળ લઇ જશે.
આશુતોષ રાણા ઘણા સમય પછી સ્ક્રીન પર દેખાયા પણ એમનું અભિનય જોવાની ભૂખ અધૂરી રહી, ગણીને ચાર પાંચ સીન આપ્યા હશે. બાકી એમના સ્તરના એક્ટરનો ઉપયોગ વધુ સારી રીતે થઈ શક્યો હોત એવું લાગ્યું.
ગીતો અને લોકેશન એ બેઉ ખુબજ સુંદર લાગ્યાં, ફિલ્મફેર નોમીનેશનમાં આ બે બાબતોએ નોમીનેશન પાકું. અને જો પ્રામાણિક રીતે સિલેક્શન થાય તો ન્યુ કમર માટે ઈશાન ઘટે નહિ.
બાકી ક્લાઈમેક્સ જોઈને થયું કે યાર ફિલ્મમાં દુઃખી કર્યા પછી ફરી અંતમાં શોક કર્યા, કેમ? કરણ જોહરને પૂછવું છે, બાપા કેમ આ ફિલ્મ બનાવી? અને બનાવી તોય ઠીક, કેમ ગાયનો બતાવી આશાઓ ઉપજાવી? એ બી ઠીક, પાછી સ્ટાર પુત્રીને લોન્ચ કરી કેમ સરખું કામ ના લીધું?
કરણને બોનીની મિત્રતાની શરમમાં ફિલ્મ બનાવી લાગે છે.