ફિલ્મ રીવ્યુ - જંગલી Mahendra Sharma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફિલ્મ રીવ્યુ - જંગલી

જંગલી જોવા કરતાં જંગલબુક બીજી વખત જોઈ લેજો.

છેલ્લા ઘણા સમયથી મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે ફરિયાદ રહી છે કે વાર્તાને તેઓ જરીકે મહત્વ આપતા નથી. સિમ્બા જુઓ કે પછી જંગલી, બસ એક્શનનાં સીન રાખી ફિલ્મને હિટ બનાવવાના નિષફળ પ્રયતો થઈ રહ્યા છે.
જંગલીમાં તો એક્શન પણ સામાન્ય કક્ષા કરતાં ઉતરતી કક્ષાનું છે.

વાત કોક એલીફન્ટ સેન્ચુરી અને એને સાચવવા મથતાં કુટુંબની છે જેમનું પારિવારિક જીવન જંગલની સાચવણીમાં ખોરવાઈ જાય છે. વાર્તામાં કશું સસ્પેન્સ નથી કે નથી કોઈ સેન્ટિમેન્ટલ ટચ. થોડાક સીનને બાદ કરતા ક્યાંય તમને વાર્તામાં સાંકડી રાખે એવા પરિબળોની ખોટ દેખાય છે. એક સીન જોતા હોવ ત્યારે હવે શું આવશે ખબર પડી જ જાય. વિદેશી વિલન આપણે ત્યાં ખૂબ કુખ્યાત અને પાવરફુલ બતાવાય છે કે જેની પાસે ખૂબ પૈસો, તાકાત અને કનેક્શન હોય છે પણ આ ફિલ્મમાં વિદેશી વિલનની ભૂમિકા નહીંવત છે.


વિદ્યુત જામવાલ દેખાવે સારો છે, પણ એક્ટિંગ બાબતે ખૂબ નબળો છે, મુખ્ય કિરદાર જો એક્ટિંગમાં નબળો પડે એટલે ફિલ્મ જોવાની મજા મરી જાય.

આશા સાવંત એટલે લેડી મહાવત સારો પાત્ર ભજવે છે અને એકંદરે સારું એકટ દેખાડે છે, સ્ક્રીન પ્રેસેન્સ પણ સરસ છે. છોકરી ફરી બીજી હિન્દી ફિલ્મોમાં દેખાય તો નવાઈ નથી. 

ફિલ્મમાં મુખ્ય પાત્રો હથિઓએ ભજવ્યા છે, હિન્દૂ પ્રજા તો હાથીને ભગવાન સ્વરૂપ માને છે એટલે ફિલ્મમાં એમના કામને જોઈને નમન કરવાની ઈચ્છા થઈ જાય. એમને જ્યારે અતુલ કુલકર્ણી એટલે શિકારી મારવા આવે છે ત્યારે એક ક્ષણે ખૂબ તકલીફની લાગણી અનુભવાય છે અને સાથેજ આ અબોલા જાનવર પર ખૂબ દયા આવે છે.ઘણા વર્ષો પહેલાં હાથી મેરે સાથી જેવું એક પારિવારિક અને સામાજિક મુવી આવ્યું ત્યારે પણ હાથીઓ એ ફિલ્મમાં કમાલ કરી હતી. મુદ્દો ત્યારે પણ એજ હતો કે માનવી સ્વાર્થ માટે આ અબોલ પ્રાણીની હત્યા કરે છે.

લોકેશન અને ઓઉટડોર શૂટ ખૂબ સુંદર કુદરતી દૃશ્યોથી ભરપૂર છે, થાઇલેન્ડને કેરળ જેવા દેખાડ્યા છે કે કેરળ જ છે ખબર નથી પણ ખૂબ સુંદર જગ્યાઓ બતાવી છે, જોઈને ત્યાં જવાની ઈચ્છા પ્રબળ થઈ જાય છે. જે લોકો કેરળ નથી ગયા એ લોકોએ એક વખત જીવનમાં ત્યાં જવા જેવું છે, ખરેખર ગોડ્સ ઓન કન્ટ્રી છે.

ડાયલોગ્સ વગેરે પણ કોઈ તાલમેલ વગરનાં છે, એટલે સ્ક્રીનપ્લે લખવામાં પણ લક્ષ્ય ચુકી જવાયું છે. ક્યાંક એવું લાગે કે બાગી 2 જેવું કરવા ગયા અને 50% થી વધુ કશુંજ કરી શક્યા નથી. કલારીપટુ જેવી જગવિખ્યાત માર્શલઆર્ટ બતાવવાના પ્રયત્નો સારા છે પણ કશુંજ ઇન્ટેન્સ ઉભું થયું નથી એટલે એ મેહનત નબળા દિગ્દર્શનમાં એળે ગઈ લાગે છે. 

બેકગ્રાન્ડ મ્યુઝિક પણ બહુ ઇમ્પ્રેસ કરતું નથી, એડવેન્ચર કે ફાઇટ ફિલ્મો મોટાભાગે બેકગ્રાન્ડ સ્કોરમાં ખૂબ સારું પ્રદર્શન કરતી હોય છે, બાગી 1 માં બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ સારો હતો એટલે ફાઇટ સીનમાં ઇન્ટેન્સ ફીલ થતું અને ટાઇગર મને વિદ્યુત કરતાં વધુ મેચ્યુર લાગે છે , અહીં સરખામણી એટલે કરું છું કેમકે આ થ્રિલર એડવેન્ચર ઝોનરમાં કદાચ આ બે હીરો એકબીજાની સ્પર્ધામાં ઉતરે.

હાથીઓ વિશે પરિસ્થતી ગંભીર છે અને એ ભારતનાં દરેક પ્રાણી જેવાકે ગીરના સિંહ કે બેંગોલ ટાઇગરને પણ લાગુ પડે છે. વન અને વન્ય પ્રાણીઓને બચાવવા જનઆંદોલન થવો જોઈએ અને સરકારને એ બાબતે સભાન થવું જોઈએ. ફિલ્મોના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડવી કાબિલે દાદ પગલું કહેવાય. પણ લોકો ફિલ્મોમાં એન્ટરટેન થવા આવે છે, એટલે જ અક્ષ્યની ફિલ્મો હિટ જાય છે કેમકે એ ફિલ્મો માહિતી સાથે એન્ટરટેઇન્મેન્ટ પણ પીરસે છે.

આશા છે આવી ફિલ્મો બને અને ખાસ તો ગીરના સિંહોને બચાવવા ખૂબ મજબૂત પગલાં સરકાર તરફથી લેવાય. 

બાકી જંગલી ફિલ્મ જોવાનું ટાળી શકો. જાનવરો ગમતાં હોય તો દ જંગલ બુક ફરી જોઈ લેજો.