કૈશમાં જ ધંધો  કરીએ? Mahendra Sharma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

કૈશમાં જ ધંધો  કરીએ?

કૈશમાં જ ધંધો કરીએ?
કોઈપણ સામાન્ય ધંધાની ગણતરી હોય છે કે નફો ઓછો જ બતાવવો એટલે ટેક્સ ઓછો ભરવો પડે. કૈશ મળતા હોય તો લઈ લેવા, એટલે ટર્નઓવર ઓછો બતાવાય અને ગવરમેન્ટની માથાકૂટથી દુર રહીએ.

ધંધામાં આ વિચારધારાથી ચાલનારી ઘણી પેઢીઓ આવી અને હજી એ રીતે જ ધંધો ચાલે છે. કેટલાય ધંધા ખૂબ મોટી રકમના વહેવાર કૈશમાં કરીને ખુબજ સારો નફો બનાવે પણ એમનાં ચોપડાઓમાં નફો કોઈ દિવસ લટાર મારવા પણ નહીં આવે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ખાતાવહી લખનારા પણ એ રીતે જ ધંધાનું ખાતું ગોઠવી આપે કે નફો ચોપડે ચડે જ નહીં.

ઘણાં લોકો પાછા નફો નહીં બતાવવા એકથી વધુ નામ હેઠળ ધંધો કરતા હોય છે, ઘરનાં દરેક સભ્યનાં નામે એક ફર્મ હોય છે એટલે એક પેમેન્ટ 4 કે 5 ભાગમાં લઈને અલગ અલગ ધંધાના નામે ચેક લઈને અલગ અલગ ખાતામાં જમા કરાવો, પછી કૈશ ઉપાડી ખર્ચા બતાવો એટલે ટેક્સ ભરવાનું નહીં આવે કારણ કે જુદા જુદા ધંધાની આવક ટેક્સ બ્રેકેટમાંથી મુક્તિ મેળવી લે.

આ ઉપરનું જુગાડ તો કોઈપણ એકાઉન્ટન્ટ તમને કીધા વગર સમજાવી દેશે પણ આજે હું જે વાત તમારી સમક્ષ લાવ્યો છું એ જુદી છે કે જે શોર્ટ ટર્મ નફાની નહીં લોન્ગ ટર્મ ખુબજ મોટા નફાની વાત છે. એવી વાત કે જે ધંધા કરનારાઓ જાણે છે પણ ભૂલી જાય છે , કારણકે લાંબુ વિચારો તો મગજ અને શરીર બેઉને જોર આવે એટલે શોર્ટ ટર્મ વિચારી કૈશનાં ભંડોળ ભેગા કરવામાં લોકોને વધુ રસ છે.

મોટી કંપનીઓના બેલેન્સશીટમાં નુકસાન દેખાય જ છે પણ એ નુકસાનની સામે ખુબજ મોટું ટર્નઓવર પણ સ્પષ્ટ નજરે ચડી આવતો હોય છે, તેઓ પણ કૈશ લઈને ટર્નઓવર નાનું કરી શકે, ઓછો ટેક્સ ભરે પણ એવું તેઓ નહીં કરે કારણ કે
મોટા ટર્નઓવર પર મોટી લોન એટલે કેપિટલ મળે, લોન મળે એટલે ધંધામાં તમે પ્રોડકટ અને માણસો વધારો, માણસો વધે એટલે સેલ્સ વધે, સેલ્સ વધે એટલે ટર્નઓવર વધે, ટર્નઓવર વધે એટલે બીજી લોન મળે. લોન એટલે કેપિટલ મળે એટલે સંસ્થા વધુ રોકાણ કરીને સાહસ કરે અને સફળતાની શક્યતાઓ ઉભી થાય.

હવે લોન એટલે લાયબીલીટી, કેમ લોન લેવી?
કેમ કે તમારા ધંધાના વિસ્તારથી અને ટર્નઓવરથી તમારી વેલ્યુએશન વધે છે. પ્રોડકટ માર્કેટમાં પ્રચલિત થાય એટલે હજી વેલ્યુએશન વધે. અને લોનની રકમથી જો તમે ગોડાઉન અને સ્થાયી મિલકતો કંપનીનાં નામે ખરીદી તો વેલ્યુએશન હજુ વધે.
આ વેલ્યુશન પરથી તમે જો તમારી કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરો તો તમારા શેયરની વેલ્યુ ખૂબ સારી મળે, કે જેથી વધુ કેપિટલ તમને મળવાપાત્ર થાય, હજુ સારી તકો ઉભી થાય. વધુ લોકોને રોજગાર મળે.

ધંધો એક ચોક્કસ બ્રાન્ડ બનાવીને કરવો કે જેથી માર્કેટમાં ઓળખ ઉભી થાય, આજે કેટલાય ધંધા પોતાની બ્રાન્ડ નથી બનાવી શક્યા એટલે સમયાંતરે તેઓ સ્પર્ધાનાં કારણે માર્કેટમાંથી બહાર થઈ ગયા. છેલ્લે મેંદો છૂટક ક્યારે ખરીદ્યો? ચણાનો લોટ, દાળ, ખાંડ કે ચવાણું 2 દસકા પહેલાં છૂટક વધુ મળતું પણ હવે લોકો પેકેટ ખરીદવામાં રસ ધરાવે છે, કારણકે પૈક વસ્તુ પર જીવાત કે વાતાવરણની અસર ઓછી થાય છે. કહેવાનો અર્થ છે કે જ્યારે પણ તમે કોઈ વસ્તુ ટ્રેડ કે ઉત્પાદન કરવા જઈ રહ્યા છો તો એક વખત એને પોતાની બ્રાન્ડ હેઠળ વેચવાનું જરૂર વિચારો, બ્રાન્ડ ખૂબ મોટી વેલ્યુએશન આપી શકે.

પણ અહીં મોટાભાગનાં ઉદ્યોગ સાહસિકો લાબું વિચારવાનું છોડી એક નિશ્ચિત દાયરામાં ધંધો કરવાનું પસંદ કરે છે, એવું ના હોત તો જામનગરની સૂકી કચોરી અમદાવાદમાં એકથી વધુ બ્રાન્ડ નીચે ચોક્કસ બધે મળે અને અમદાવાદમાં વેચાતું જય અંબે નમકીન મુંબઈમાં મળી આવ્યું હોત. મારી બાજુ વાળા આશાપુરા દૂધઘરનાં પેંડા રાજકોટમાં પણ પ્રખ્યાત હોત.


અહીં એક વાત સ્પષ્ટ કરું કે નાનું કામ કરવું હશે તો દરેક વસ્તુ પર કૈશ નફો નુકસાન ગણજો અને મોટું કામ કરવું હોય તો આવક વધારજો, બ્રાન્ડ બનાવજો અને બ્રાન્ડમાં રોકાણ કરજો. દરેક નફો રોકડમાં નથી દેખાતો પણ એસેટ અને વેલ્યુએશન પણ એક નફો છે જે લાંબાગાળે તૈયાર થાય અને ખૂબ બહોળા પ્રમાણમાં ફાયદો કરાવી આપે.

અસ્તુ...

મહેન્દ્ર શર્મા 13.09.2020