મહોબ્બતનો વાર, પ્યારની હાર ("મહોબ્બતની રીત, પ્યારની જીત"નું પ્રિકવલ) - 2
"શુરૂમાં તો કેવું રાખતો હતો, કહેતો હતો કે ક્યારેય છોડીને નહિ જાય, હંમેશાં મારી સાથે રહેશે, પણ હવે તો દેખો, ભગવાન એને ક્યારેય પણ સુખી નહિ રાખે! જેમ એને મારી આખી જિંદગીને ખેલ કરી દીધી છે, ભગવાન એને પણ એની સજા આપશે, મારો શ્રાપ છે!" એ બોલી રહી હતી.
"જો મારી સામે!" મેં એના ચહેરાને મારી બાજુ કર્યો.
"જે થયું એ ભૂલી જા, હવે એને યાદ કરવાનો કે એને કોશાવાનો કોઈ જ મતલબ નહિ!" હું એને કહી રહ્યો હતો, અને એ તો મને હગ કરી ને બસ રડી જ રહી હતી.
"કોઈ પણ જગ્યાએ મારું તો નસીબ જ નહિ!"
"ના, એવું કઈ ના હોય, ઓકે! ભગવાન એક રસ્તો બંધ કરે તો બીજા બે રસ્તાં ખોલી દે છે! તું હિંમત ના હાર, હું છું ને! નેહા પણ છે, આપને ત્રણ છીએ તો તું શું લેવા આટલું બધું ટેન્શન લે છે!" હું એને સમજાવવા મથી રહ્યો હતો, પણ જેને લાઇફમાં આટલો મોટો ધોકો મળ્યો હોય, એ તો આ બધું કેવી રીતે સમજી શકે?! અને ભૂલ એની પણ તો નહોતી ને, એની જગ્યાએ કોઈ પણ હોય એ આવું ના જ સહન કરી શકે ને!
"મેં એને ખૂબ સમજાવેલો, પણ ના સમજ્યો. બીજે લગ્ન કરી લીધું તો જ માન્યો! બીજે પ્યાર હતો તો મને કેમ આટલું બધું સ્પેશલ ફીલ કરાવ્યું. કેમ મને આટલું બધું પ્યાર જતાવ્યો અને જીંદભરની એકલતા આપી દીધી. હું એને પસંદ જ નહોતી તો કેમ આમ નાટક કર્યું?!" એ જોરજોરથી બોલી રહી હતી અને સાથે સાથે બહુ જ રડી પણ રહી હતી. હું ખરેખર એને નહોતો જોઈ શકતો.
હું કે નેહા એને જ્યારે પણ સમજાવતા, એ થોડો સમય ભૂલતી અને ફરી બધું યાદ કરીને રડવા લાગતી. વાતમાં દમ તો હતો કે આટલો મોટો ઝાટકો સહન કરવો પણ તો મોટી વાત છે ને, અમે બંને રોજ કઈક કોશિશ કરતા કે એ થોડી ખુશ થઈ જાય, પણ અમે એને થોડો સમય જ ખુશ જોઈ શકતા, આટલા બધાં દિવસ થઈ ગયાં તો પણ એ હજી પણ એકવાર તો વધુ યાદ કરીને રડી જ લેતી.
એણે એક નિયમ જ બનાવી લીધો હતો. આખો દિવસ કામ કરતી કે નેહા સાથે મોલમાં જાય કે લાયબ્રેરીમાં જાય તો થોડું સારું ફીલ કરતી પણ જેવો જ હું ઑફિસેથી આવું કે મને એક જોરથી એ હગ કરી લેતી, અને સાથે જ રડી પણ લેતી. એણે રડતાં જોઈ મારો પણ મૂડ ઑફ થઈ જતો. યાર એની ખુશી માટે કેટલું બધું કરું છું પણ એને કોઈ ફરક જ નહિ પડતો! મને હવે ખરેખર બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો. એણે એનું પાસ્ટ જ યાદ કર્યા કરવું છે તો અમે જે એની ખુશી માટે આટલું બધું કરીએ છીએ એનું શું?!
અમે ત્રણેયે ડીસાઈડ કર્યું હતું કે પાસેનાં શિવ મંદિરમાં દર્શન કરવા જઈશું. અમે અવારનવાર ત્યાં દર્શન કરવા જતા. પણ જ્યારે હું ઑફિસેથી આવ્યો અને એને મને હગ કરીને રડ્યું તો મને ગુસ્સો જ આવી ગયો. હું એની પર વરસી પડયો.
વધુ આવતા અંકે...
એપિસોડ 3માં જોશો: "આવી જિંદગી કરતાં તો મોત જ સારી ને?!" પારુલ ફરી શુરૂ કરે એ પહેલાં જ મેં એને રોકી.
"ઓ! બસ પણ કર!" અમે ત્રણેયે શિવલિંગ પર દૂધ ચઢાવ્યું અને સરસ દર્શન કર્યા.
થોડીવાર બહાર મંદિરે બેઠા પણ.