મહોબ્બતનો વાર, પ્યારની હાર - 4 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 4


એ રાત મને બિલકુલ નહોતું ગમતું હું એની માટે કઈ જ નહિ કરી શકતો. એ વાત મને સતાવી રહી હતી અને હું પોતે એ વાતથી બહુ જ રડી રહ્યો હતો. યાર, કોઈ ખુદના જ પ્યારને આટલો કમજોર કેવી રીતે દેખી શકે છે?! અને જ્યારે મને એ હગ કરીને રડતી તો થઈ આવતું કે તું હગ તો કરે છે પણ શું હું તારી હેલ્પ પણ કરી રહ્યો છે, કેમ મને હગ કરે છે તો!

🔵🔵🔵🔵🔵

સવારે એને મને ઓફિસે જવા જ ના દીધો. અને મારે પણ બહાનો જ જોઇતો હતો. નેહા મને કોલ કરીને કહે કે એને તને હગ કરવું છે અને હું ત્યાં ના હોવ તો મને બહુ જ દુઃખ થતું એના કરતાં તો ભલે એ હાલ રડે તો પણ એટ લિસ્ટ હું હોઈશ તો સાથે. એ વાતથી હું થોડો ખુશ હતો.

ત્રણેયે લંચ કર્યું તો ખાઈને નેહા ને શું મસ્તી સૂઝી કે એને એના ફ્રેન્ડ ની બ્લ્યુ વેલ્વેટ સાડી ને પારુલને પહેરાવી. એણે બહુ જ મસ્ત તૈયાર કરી. બીજા રૂમમાં બંને તૈયાર થઈ રહ્યાં હતાં અને આ બાજુ મારું દિલ એને જોઈ લેવા બેતાબ બની રહ્યું હતું.

થોડીવારમાં એ આવી તો હું એને જોઈ જ રહ્યો. મને એ બહુ જ મસ્ત લાગી રહી હતી. હું એની નજીક ગયો.

"આય હાય! કેટલી ફાઈન લાગે છે!" મેં એના ચહેરાને મારા બંને હાથમાં લઈ લીધો. જાણે કે એક રીતે એની ખૂબસૂરતીને પ્યાર કરી રહ્યો હતો. એ પણ ખુશ નજર આવી રહી હતી. આમ તો એ આખો દિવસ હસવા લાગી હતી પણ રાત્રે હજી એને બધું યાદ આવી જતું તો એ રડવા લાગતી મને હગ કરી ને. અને જ્યારે પણ મને હગ કરે તો હું બહુ જ બેસહારા મહેસુસ કરતો કે હું કેમ એની હેલ્પ નહિ કરી શકતો!

"ચાલો સેલ્ફી લઈએ!" મેં કહ્યું અને ત્રણેયનો ફોટો લીધો. એના ચહેરા પર ખુશી જોઈને મને બહુ જ આનંદ થયો. લાગ્યું કે ચાલો આટલું તો હું કરી શક્યો.

"સાચે, બ્લ્યુ રંગમાં મસ્ત લાગે છે!" મેં કહ્યું તો એ પણ હસી પડી.

🔵🔵🔵🔵🔵

બીજા દિવસે હું જ્યારે ઑફિસેથી ઘરે આવ્યો તો એને જોઈને ખુશ થઈ ગયો. બજારથી એ મસ્ત બ્લ્યુ ડ્રેસ લઈ આવી હતી. એમાં એ બહુ જ ક્યૂટ લાગી રહી હતી. મને એને હગ કરવાનું દિલ થઈ રહ્યું હતું, હું એને અપલક જોઈ જ રહ્યો. મારી લાગણી જાણે કે એ સમજી ગઈ હોય એમ એને સામેથી આવીને મને હગ કરી લીધું. નેહાએ પણ એને હગ કરી લીધું. અમે ત્રણ ખાલી દોસ્તનાં હોઈ, એક ફેમિલી હતાં. સાચે પણ મેં અને નેહાએ એને ખુશ કરવા માટે બધાં જ પ્રયત્નો કર્યા હતા. એણે જે ગમે એ જ ખાવા બનાવવાનું હોય કે એને કઈ લેવું હોય તો મોલ લઈ જવાનું.

હું એની દરેક નાની મોટી જરૂરિયાત નું ખાસ ધ્યાન રાખતો. કોઈ વાર એ બંને માટે બહારનું ખાવા પણ ઑફિસેથી આવું તો લઈ આવતો. અને હા, પારૂલ જ મને અને નેહાએ ખવડાવતી અને પોતે પણ ખાતી. જાણે કે અમે બંનેએ એની માટે જે કર્યું એ એનું સાતું વાળતી હતી.

વધુ આવતા અંકે...

એપિસોડ 5માં જોશો: અમુકવાર અમે ફિલ્મ જોવા જતા, તો અમુકવાર ત્રણેય અમે લાયબ્રેરીમાં જતા. મંદિરે દર્શન કરવા પણ અમુકવાર જતા.

જે દિવસ હું કહી દઉં કે આજે નહિ જવું ઓફિસ તો મારા કરતાં વધારે તો ખુદ પારૂલ જ ખુશ થઈ જાય. એણે મારી સાથે ખૂબ જ ગમતું હતું. એ દરેક વસ્તુ મારી સાથે શેર કરતી અને આવું તો માથે તેલ પણ લગાવી દેતી. મસ્ત માથામાં પંપોરતી તો મારો બધો જ થાક ઉતરી જતો.