મહોબ્બતનો વાર, પ્યારની હાર - 5 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 5


મેં થોડું થોડું નોટિસ કર્યું કે એને મારી સાથે બહુ જ ગમતું હતું. જ્યાં સુધી મને ના ખવડાવે એ કઈ જ નહોતી ખાતી. હું પણ એને થોડું ખવડાવું અને એનું એઠું જ ખાતો. એ પણ એવું કરતી હતી. અમે બંને એ જાણે કે એના દુઃખને વહેંચી લીધું હતું.

હવે એ પહેલાંની જેમ રડતી નહોતી પણ તો પણ હજી પણ એ એ બધું યાદ કરીને થોડી લો ફીલ કરતી હતી. હગ કરવાનું હજી પણ એને નહોતું છોડ્યું. રાત થાય કે એ મને હગ કરતી હતી. મને હગ કરતી તો એને બહુ જ ગમતું હતું. એ બહુ જ ખુશ થઈ જતી. પણ અમુકવાર ફરી એને જો કઈક યાદ આવી જાય તો વળી રડી પણ લેતી હતી. પણ હવે એ ધીરે ધીરે આ બધાંમાંથી બહાર આવી રહી હતી. અને મને એ વાતની બહુ જ ખુશી હતી.

એ હું નાનો છોકરો હોવ એમ મારું ધ્યાન રાખતી. ઑફિસેથી આવું કે મારી કોફી તૈયાર જ હોય. ખાવા પણ જ્યારે એ દુઃખી હતી તો હું કે નેહા જ એને ખવડાવતાં. સાંજે તો હું જ કારણ કે સવારે નેહા એને ખવડાવે તો સાંજે હું આવતો તો હું જ એણે ખવડાવતો, પણ હવે તો એ મને ખવડાવતી હતી. મને પણ બહુ જ ગમતું એનું આમ કરવુ. એને ખુશ જોતો તો બહુ જ ખુશી અનુભવતો હતો. થતું કે મેં જે પ્રયત્નો કર્યા છે. બધા જ વ્યર્થ નહિ ગયા. નેહા પણ એને ખુશ રાખવા શક્ય એ બધું જ કરતી. બંને સાથે ને સાથે કામ કરે અને જ્યારે મારે રજા હોય અમે કઈક પ્લાન કરી દઈએ.

અમુકવાર અમે ફિલ્મ જોવા જતા, તો અમુકવાર ત્રણેય અમે લાયબ્રેરીમાં જતા. મંદિરે દર્શન કરવા પણ અમુકવાર જતા.

જે દિવસ હું કહી દઉં કે આજે નહિ જવું ઓફિસ તો મારા કરતાં વધારે તો ખુદ પારૂલ જ ખુશ થઈ જાય. એણે મારી સાથે ખૂબ જ ગમતું હતું. એ દરેક વસ્તુ મારી સાથે શેર કરતી અને આવું તો માથે તેલ પણ લગાવી દેતી. મસ્ત માથામાં પંપોરતી તો મારો બધો જ થાક ઉતરી જતો.

હજી પણ એ મને હગ કરીને રડી તો લેતી હતી, પણ રડવાનું ઓછું કર્યું હતું અને અમુકવાર રડતી પણ નહોતું. ચાલો, એટ લીસ્ટ આટલો તો સુધારો આવ્યો. અમે બંનેએ એના આ સુધારા માટે જ તો કેટલું બધું કર્યું હતું.

બધું જ મસ્ત ચાલતું હતું. પારૂલ ફરીથી જીવવાનું શુરૂ જ કરી રહી હતી કે એક દિવસ ધમાકો થયો.

પ્રિયા આવી અને એના ઘરથી એને પોતે બનાવેલ ગાજરનો હલવો મને ખવાવડા જતી હતી, પણ મેં એને એમ કરતાં રોકી અને એ સ્પૂનથી મેં પારુલને ખવડાવ્યું અને પછી ખાધું.

"મસ્ત છે!" મારે કહેવું પડ્યું. મેં ત્યારે ફરીથી પારુલને ઉદાસ જોઈ. એ મારી સામે જોઇને હસવા લાગી.

નેહાએ એને કહ્યું કે એ પણ નેહાની જ ફ્રેન્ડ છે. હું પારુલને જ જોઈ રહ્યો હતો.

આજે એ વધારે રડી રહી હતી. જાણે કે મેં જાતે જ એના ગમમાં વધારો ના કરી દીધો હોય. હું બહુ જ ગિલ્ટી ફીલ કરી રહ્યો હતો.

વધુ આવતા અંકે...

એપિસોડ 6માં જોશો: પ્રિયા હજી પણ નહોતી સમજી શકતી. પણ મારે એને હવે કહીં જ દેવું હતું કે યાર બહુ થયું, પ્લીઝ સમજ તું પણ, આ વ્યક્તિની સ્માઈલ ને પાછી લાવવામાં બહુ જ તકલીફ થઈ છે અને હું ફરીથી એને એ હાલતમાં નહિ દેખી શકું.

નેહા પણ અમને બંનેને એક રાખવા પ્રયત્નો કરતી હતી. એ પણ અમને બંનેને મોલમાં મોકલી દેતી.