મહોબ્બતનો વાર, પ્યારની હાર - 6 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 6


હવે તો પ્રિયા રોજ આવવા લાગી હતી. હું એનાથી બચવા અલગ અલગ પ્રયત્નો કરતો. ઘણીવાર તો છુપાઈ પણ જતો કે એ મને શોધી જ ના શકે, પણ એ પણ જાણે કે મારી પાછળ જ પડી હતી. મને શોધી લેતી અને જે લાવતી એ મને પરાણે ખવડાવતી જ, પણ હું પણ તો હાર માની લઉં એવો થોડી હતો, મેં પણ જ્યાં સુધી પાદુલ ના ખાઈ લે મોંમાં મૂકતો જ નહિ!

અને હું ચાહું તો પણ પારજકનું દિલ નહીં દુખાવી શકતો યાર.. જેની સ્માઈલ ને જોવા માટે આટલાં બધાં તપ કર્યા હતા. શું એને આમ ફરી હું ઉદાસ પણ કરી શકું?!

બીજી તરફ મેં મારા પણ પ્રયત્નો શુરૂ કરી દીધા. હું પણ હવે અમુકવાર પારુલને ગાલે હળવું ટચ કરી લેતો. એ પણ સ્માઈલ આપી દેતી. અમુકવાર હું એને માથે પંપોરી લેતો. અને દિલ તો રીતસર પુકારી ઉઠતું - "મારા જીવ, હું તો તમારો જ છું!"

પ્રિયા હજી પણ નહોતી સમજી શકતી. પણ મારે એને હવે કહીં જ દેવું હતું કે યાર બહુ થયું, પ્લીઝ સમજ તું પણ, આ વ્યક્તિની સ્માઈલ ને પાછી લાવવામાં બહુ જ તકલીફ થઈ છે અને હું ફરીથી એને એ હાલતમાં નહિ દેખી શકું.

નેહા પણ અમને બંનેને એક રાખવા પ્રયત્નો કરતી હતી. એ પણ અમને બંનેને મોલમાં મોકલી દેતી.

મોલમાં પણ તો હું તો બસ એને જ જોયા કરતો.

"માથું.." એને જેવું કહ્યું હું એકદમ જ ગભરાઈ ગયો.

"કેમ? શું? માથું દુખે છે?!" હું એની નજીક ગયો.

"હમમ" એ બોલી.

"ના રડ, કેમ રાત્રે રડી તો તું?!"

"જાણી જોઈને નહિ રડી, પણ આંસુ આવી ગયા, પાસ્ટ યાદ કરી કરીને!" એણે કહ્યું તો મને પણ રડવું આવી ગયું. મેં ત્યાં જ એણે હગ કર્યું અને ત્યાંથી સીધા જ પાર્ક ગયા.

પાર્કમાં કઈ જ વાત કરતા નહોતાં. બસ એ મારા ખભે માથું મૂકીને શાંતિથી બેસી રહી. હું પણ કંઈ જ નહોતો બોલી રહ્યો.

પ્યાર તો બંનેને છે તો પણ કેમ એ ચૂપ હતી?! શું એને પ્યાર છે જ નહિ?!

મારી પાસે તો કારણ હતું જ કે હું ના કહું કે હજી હમણાં જ તો એ આ બધામાંથી બહાર આવી છે ને એને હું વધારે દુઃખી નહોતો કરવા માગતો, તો પણ એ કેમ નહોતી કહી રહી. એ તો એના તરફથી ફ્રી જ હતી ને!

અરે એટ લિસ્ટ એ પ્રિયા ને તો કઇ કહી દેરી કે કેમ એ મારી પાછળ પડી છે. મારું મન પણ થોડું ઉદાસ થઈ ગયું. શું હું પોતે જ વધારે આશા રાખી રહ્યો હતો?! શું એને મારા માટે કઈ જ ફિલિંગ નહોતી?!

ઘરે આવ્યો તો માથું ભારે લાગ્યું.

"કાલનો શું પ્લાન છે?!" પારુલે પૂછ્યું.

"ઓફિસ જઈશ!" મેં જવાબ આપી દિધો. તો જાણે કે એની પર તો વીજળી જ પડી. એ પણ સમજી જ ગઈ કે હું નારાજ છું.

જેને આપના માટે બધું જ કર્યું હોય જો એ જ નારાજ હોય તો દિલના ટુકડે ટુકડાં થઈ જાય છે, પણ હું પણ આ બધાથી થાક્યો જ હતો. મેં એક નિર્ણય કર્યો અને આ બધાથી બચવા જ કામનો સહારો લઇ રહ્યો હતો. થોડો સમય તો થોડો પણ હું આ બધાથી થોડી રાહત લેવા જ કાલે ઓફિસે જઈ રહ્યો હતો.

પારૂલ નો ચહેરો રીતસર જ પડી ગયો. એમ પણ એને હું ઓફિસ જતો એ નહોતું ગમતું અને કાલે તો એ બિલકુલ નહોતી ચાહતી કે હું જાઉં, પણ મારે જવું જ હતું.