મહોબ્બતનો વાર, પ્યારની હાર - 3 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

મહોબ્બતનો વાર, પ્યારની હાર - 3


"જો હું કે નેહા તારા માટે ગમે એટલું કરી લઈએ, તું તારા પાસ્ટને ભૂલવા જ નહીં માગતી. થાકી ગયો છું હવે હું પણ તને સમજાવી સમજવાની ને! તો પણ રોઝ તું મને ગળે લાગીને રડું જ છું!" મેં કહ્યું અને બાલ્કનીમાં ચાલ્યો ગયો.

"પ્લીઝ તમે તો આવું ના કહો, એક તમારા જ તો સહારે છું!" એ બોલી અને મને ભેટી પડી. યાર, મને એની પર દયા પણ બહુ જ આવી ગઈ. પણ હું કરું પણ શું યાર?! મેં એને માટે દરેક વસ્તુ કરી લીધી હતી.

અમે વચ્ચે વચ્ચે કોઈ ફિલ્મ જોવા જતાં, ઘણીવાર અમે ત્રણેય લાઇબ્રેરી વિઝિટ કરતા. હું એને સમજાવતો, મનાવતો, કહેતો પણ રહેતો, પણ આખો દિવસ થોડું એને ગમે અને જે લાસ્ટ માં એ રડતી મને બહુ જ ખરાબ લાગતું.

મને ખબર જ હતી કે હું એને વધારે કઈ કહી શકું એમ નહિ. કારણ કે કહેતો પણ કેવી રીતે કહું કે એના દુઃખથી મને પણ બહુ જ દુઃખ થાય છે. નહિ દેખાતું એનું દુઃખ મારાથી! રોઝ એને રડતા તો જોઈ લઉં છું પણ પછી એના સૂઈ જવા પછી હું પોતે પણ ખૂબ જ રડું છું. એટલી હદે એને પ્યાર કરું છું કે એ દુઃખ ખાલી એનું જ દુઃખ હવે નહિ રહ્યું. મને ભલે એ દુઃખનો અહેસાસ નહિ, પણ તો પણ મને એને રડતાં જોઈને પોતે જ મરી જવા દિલ કરે છે! અફસોસ પણ ખૂબ થતો કે હું એને ખુશ નહિ કરી શકતો.

🔵🔵🔵🔵🔵

"આવી જિંદગી કરતાં તો મોત જ સારી ને?!" પારુલ ફરી શુરૂ કરે એ પહેલાં જ મેં એને રોકી.

"ઓ! બસ પણ કર!" અમે ત્રણેયે શિવલિંગ પર દૂધ ચઢાવ્યું અને સરસ દર્શન કર્યા.

થોડીવાર બહાર મંદિરે બેઠા પણ.

"અમુકવાર ખુશીનું કારણ જાતે જ બનાવવું પડે છે!" મેં એને કહ્યું.

"સાચે કહ્યું તો દિલ એવું ફીલ કરે છે કે આ બધું જ છોડીને ક્યાંય દૂર જતી રહું.. બધાથી દૂર.. સૌથી દૂર.."

"યાદો ત્યાં પણ પીછો નહિ છોડે!" નેહા બોલી.

"જો તારે આ દર્દ ઓછું કરવું હોય ને તો પોતે જ એનો સામનો કરવો પડશે! પોતે જ માની લેવું પડશે કે જે થયું એ થઈ ગયું. પણ હવે હું પોતે જ ખુશ રહીશ!" મેં એને કહ્યું.

"હા, મને ખબર છે યાર, તમે ઑફિસેથી રજા લઈ લઈને મારી આગળ પાછળ રહો છો, મારી દરેક જીદ પૂરી કરો છો. મને જેમ ગમે એમ જ થઈ જાવ છો. મને બહુ જ કદર છે તમારાં બંનેની! મને બહુ જ ગમે છે તમારો આ પ્રયત્ન! પણ મારી પણ તો કોઈ જ ભૂલ નહિ ને! હું ચાહું છું કે એ બધું જ ભૂલી જાઉં, પણ નહિ ભૂલાતું. મારી આંખ સામે એ જ બધાં સિન આવી જાય છે." પારૂલ રડી રહી હતી અને મને હગ કરી લીધું. અને જ્યારે પણ એ મને હગ કરતી તો મને પણ એવું ફીલ થઈ આવતું કે યાર કેમ બિચારી સાથે આવું થયું હશે. પોતે આખી દુનિયાની ખુશી કેમ આને હું નહીં આપી દેતો?! કેમ હજી પણ એને હસાવી નહિ શક્યો હું?!

વધુ આવતા અંકે...

એપિસોડ 4માં જોશો: ત્રણેયે લંચ કર્યું તો ખાઈને નેહા ને શું મસ્તી સૂઝી કે એને એના ફ્રેન્ડ ની બ્લ્યુ વેલ્વેટ સાડી ને પારુલને પહેરાવી. એણે બહુ જ મસ્ત તૈયાર કરી. બીજા રૂમમાં બંને તૈયાર થઈ રહ્યાં હતાં અને આ બાજુ મારું દિલ એને જોઈ લેવા બેતાબ બની રહ્યું હતું.

થોડીવારમાં એ આવી તો હું એને જોઈ જ રહ્યો. મને એ બહુ જ મસ્ત લાગી રહી હતી. હું એની નજીક ગયો.