અગ્નિસંસ્કાર - 25 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 25



" કરીના, નાસ્તો તૈયાર કર્યો કે મારે ઓફીસે જવા માટે લેટ થાય છે?" અમરજીતે કહ્યું.

" હા બસ તૈયાર થઈ જ ગયો.." કરીના ઊઠીને સીધી રસોડામાં જ જતી રહી અને નાસ્તો તૈયાર કરવા લાગી.

અમરજીત બાથરૂમમાંથી બહાર આવ્યો અને શર્ટના બટન બંધ કરતો ડાઇનિંગ ટેબલ પર બેસ્યો. નાસ્તો કર્યા બાદ અમરજીતે દરવાજે ઊભીને કહ્યું... " કરીના...હું જાવ છું...."

" હા હા બાય..." કરીનાનું ધ્યાન અમરજીતની જગ્યાએ બીજુ કઈક શોધવામાં હતું.

અમરજીત આગળ કંઈ બોલ્યો નહિ અને ઓફિસે જવા નિકળી ગયો.

" ક્યાં ગઈ મારી કિટ્ટી??" આખુ ઘર શોધી કાઢ્યું પરંતુ કિટ્ટી ક્યાંય ન મળી. કરીના વધુ પરેશાન થવા લાગી. તેણે ઘરની બહાર પણ શોધખોળ કરી પરંતુ કિટ્ટી ત્યાં પણ ન મળી.

" ક્યાં વઈ ગઈ હશે?? કિટ્ટી કિટ્ટી!!!" બુમો પાડવાનું શરૂ કર્યુ પણ કિટ્ટીનો કોઈ અતોપતો ન મળ્યો.

કરીના એ કિટ્ટી માટે એક નાનું ઘર તૈયાર કર્યું હતું. તેણે ફરી નજર એ ઘર તરફ કરી અને ધ્યાનથી જોયું તો એ ઘરની ઉપર એક ચિઠ્ઠી દોરીથી બાંધેલી હતી.

" આ ચિઠ્ઠી કિટ્ટીના ઘર ઉપર કોણે મૂકી?" કરીના એ ચિઠ્ઠી હાથમાં લીધી અને ખોલીને વાચવા લાગી.

" કરીના અમરજીત ચૌહાણ...તમને મારી ચિઠ્ઠી મળી એ બદલ તમને કોન્ગ્રેચ્યુલેશન...તમારા હાથમાં મારી ચિઠ્ઠી છે અને મારા હાથમાં તમારી કિટ્ટી.... આઈ નો કે તમને કિટ્ટી જાનથી પણ વધારે વહાલી છે...પણ અફસોસ કિટ્ટીની જાન અત્યારે મારા હાથમાં છે...ડરવાની કોઈ જરૂરત નથી...તમારે બસ મારું એક કામ કરવાનું છે જો તમે એ કામ સફળતાપૂર્વક પુરું કરશો તો આ કિટ્ટી સહી સલામત તમારી પાસે પહોંચી જશે...તો તમારો અમૂલ્ય સમય ન બગાડતા હું તમને એ કાર્ય સોંપી દઉં છું..તમારે બસ તમારા પતિનું ખૂન કરવાનું છે... એ પણ માત્ર ચોવીસ કલાકના સમયગાળામાં....અહીંયા તમારા પતિનું ખૂન થયું અને ત્યાં તમારી કિટ્ટી તમારી સામે રમતી જોવા મળશે અને જો તમે પતિનું ખૂન ન કર્યું તો કિટ્ટીના એક એક ટુકડા તમારા આખા ઘરમાં ફેલાયેલા જોવા મળશે...હવે મરજી તમારી છે પતિને બચાવો કે કિટ્ટીને...તમારો ટાઈમ શરૂ થાય છે હવે...9:00..."

કરીના એ ચિઠ્ઠી વાંચીને વિચાર કર્યો કે " આ જરૂર કોઈએ મઝાક કરી હશે..." પરંતુ કિટ્ટીને યાદ કરતા એના હાથની રુવાંટીઓ ડરના મારે ઊભી થઈ ગઈ.

" આ કોણ છે? અને એની મારી સાથે શું દુશ્મની છે?...શું કરું શું કરું? પોલીસને જાણ કરી દવ...પણ મઝાક નહિને હકીકત હશે તો?...ના હું મારી કિટ્ટીને મારાથી અલગ નહિ થવા દવ..." આખા ઘરમાં આંટાફેરા કરતી કરીના વિચારવા લાગી.

કિટ્ટી કરીના સાથે છેલ્લા નવ વર્ષથી હતી. એક પણ પલ કિટ્ટીને પોતાનાથી અલગ ન થવા દેતી. એમના માટે કિટ્ટી સર્વસ્વ હતી. હવે નિર્ણય કરીનાને લેવાનો હતો કિટ્ટીને બચાવે કે પતિને.

આખો દિવસ વિચાર કર્યા બાદ રાતના સમયે કરીના એ નિણર્ય લઈ જ લીધો.

***********

સવાર પડતાં જ અમરજીતના ઘર પાસે લોકોનું ટોળું ફરી વળ્યુ હતું. એમ્બ્યુલન્સ અને પોલીસની જીપ પણ પહોંચી ચૂકી હતી.

વિજય અને એની ટીમ અમરજીતના બેડ પાસે ગયા અને આખા રૂમને સીલ કરી દેવામાં આવ્યો. ઝેર પીવાને બદલે અમરજીતનું મોત થઈ ગયું હતું. એની લાશને પોસ્ટમોર્ટમ માટે લેબમાં મોકલી દેવામાં આવી. કરીનાની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી. બલરાજ સિંહ અને ચંદ્રશેખર ચૌહાણ પણ ત્યાં પહોંચી ગયા હતા.

બલરાજ પોતાના અન્ય ભાઈઓ કરતા નાના ભાઈને સૌથી વધારે પ્રેમ કરતો હતો અને જ્યારે એની સામેથી અમરજીતની લાશને જતા જોઈ તો એ બેકાબૂ થઈને બોલવા લાગ્યો.

" આ કરીના એ જ મારા ભાઈનું ખૂન કર્યું છે.. ઇન્સ્પેક્ટર સાહેબ..પકડી લો આને...!!"

કરીના એ નજર ઊંચી કરીને બલરાજ સામે જોયું અને મનમાં ક્રોધ કરવા લાગી.

વિજય અને એની ટીમ આસપાસ સબૂત શોધી રહી હતી. ત્યાં જ આરોહીને કરીનાના રૂમમાંથી ઝેરની બોટલનું ઢાંકણું મળ્યું.

" સર..આ કરીનાના રૂમમાંથી મળ્યું છે..." આરોહી એ કહ્યું.

" જોયું સાહેબ... મેં નહોતું કહ્યું આ કરીના એ જ મારા ભાઈનું ખૂન કર્યું છે..."

" આરોહી..." વિજયે આરોહીને ગિરફ્તાર કરવા માટે ઇશારો કર્યો.

" મેં ખૂન નથી કર્યું! મારી વાત તો સાંભળો!...." કરીના બચાવમાં બોલવા લાગી પરંતુ આરોહી એ હથકડી કરીનાના હાથમાં પહેરાવી દીધી.

આરોહી કરીનાને પકડીને જીપમાં બેસાડી રહી હતી ત્યારે આરોહીની નજર સામેથી આવતી કિટ્ટી પર ગઈ.

" કિટ્ટી!!!"

ક્રમશઃ