પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર થઈને આવે એ પહેલા જ વિજયે ગામની માહિતી લેવાની શરૂ કરી દીધી.
રાતના સમયે વિજય અને એનો સાથીદાર પાટીલ જીપ મારફતે ગામમાં નજર કરવા નીકળી પડ્યા.
" સર આપણે રાતના સમયે ગામમાં શું જોવા નીકળ્યા છીએ?"
" ખૂની ખૂન કર્યા બાદની કેટલીક રાતો ચેનથી સૂઈ શકતો નથી..અને જ્યારે કોઈ વ્યક્તિને નીંદર ન આવે તો એ શું કરે?"
" ઘર બહાર આંટાફેરા મારવા નીકળે છે..."
" વાહ પાટીલ...તું તો હોશિયાર થઈ ગયો..."
" થેંક્યું સર..."
" બસ હવે તારી નજર મારા પર નહિ પરંતુ આસપાસ ફરવી જોઈએ.. થોડુંક પણ અજુગતું લાગે એટલે મને તુરંત જાણ કર..."
" ઓકે સર..."
બે કલાક ગામમાં ફર્યા બાદ પણ વિજયના હાથમાં કઈ ન લાગ્યું. પરંતુ એક કોલ આવતા જ એની ખુશી બે ઘણી વધી ગઈ હતી.
સવારમાં જ એમની ટીમ નંદેશ્વર ગામ પહોંચી ગઈ હતી. હા, ઇન્સ્પેક્ટર વિજયની ટીમ. જેણે કેટલાય મુશ્કેલ ભર્યા કેસ સોલ્વ કર્યા હતા અને ક્રિમીનલને પકડીને જેલમાં બંધ કર્યા હતા.
પોલીસ સ્ટેશને વિજય સૌ પ્રથમ સંજીવ ત્રિપાઠીને મળ્યો. જેની ખાસિયત એ હતી કે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પહેલા જ બોડીને બહારથી જોઈને જ એના અંદરના હાલચાલ વિશે જાણકારી મેળવી લેતો હતો.
ત્યાર બાદ આર્યન. જેની નજર ભલે કમજોર હતી, મતલબ કે એ ગોળ આકારના ચશ્મા પહેરી રાખતો હતો પરંતુ એ એવા સબૂતો ભેગા કરી લેતો હતો કે જ્યાં કોઈ સામાન્ય વ્યક્તિની નજર પણ પહોંચતી ન હતી. એ સિવાય એનું દિમાગ ગેજેટ્સમાં પણ આગળ હતું.
ત્યાર બાદ આવે છે પ્રિશા. પતલી કમર, ભૂરા રંગની આંખો અને આખુ શરીર જાણે દૂધથી અભિષેક કરાવ્યું હોય એવી સુંદર ત્વચા. ફિલ્મની કોઈ હિરોઈનને પણ પાછળ પાડી દે એવી સુંદર હોવા છતાં પણ તેમણે પોતાનું કેરિયર પોલીસ ઓફિસર બનવા તરફ કેમ આગળ વધાર્યું એ માત્ર એ ખુદ જ જાણતી હતી. તેમની વિશેષતા એ હતી એ ક્રિમિનલનો દિમાગ વાંચી શકતી હતી. મતલબ કે ખૂની ખૂન કર્યા પછી આગળ શું પગલું ભરશે એના વિશે એ જાણકારી એક્ઠી કરી લેતી હતી.
અંતમાં આવે છે આરોહી શેખાવત. મીડિયમ લુક સાથે વિજયની એ ખાસ મિત્ર હતી. વિજયને સૌથી વધારે ભરોસો આ આરોહી ઉપર હતો. બન્ને નાનપણથી જ સાથે ભણીગણીને મોટા થયા હતા અને આજે પણ બંને સાથે મળીને જ કેસ સોલ્વ કરતા હતા. આરોહીની ખાસિયત એ હતી કે ખૂનીની કમજોર કડી તુરંત પકડી પાડતી હતી. ખૂનીના જીવનચરિત્રની થોડીઘણી જાણકારી મળી ગઈ એટલે આરોહી ખૂનીના આખા કિરદારને સહેલાઈથી જાણી લેતી હતી.
આ રીતે તૈયાર થઈ વિજયની ટીમ. સંજીવ, આર્યન, પ્રિશા અને આરોહી. આ પાંચેયની વિશેષતા સામે અંશ પોતાનો બદલો પૂરો કરી શકશે? તો જોઈએ.
" તો શરૂ કરીએ?" વિજયે કહ્યું.
પાંચેય જણા એ કેસને સોલ્વ કરવાનું કામ શરૂ કરી દીધું હતું.
બધા પોતપોતાની વિશેષતાનો ઉપયોગ કરીને કેસને સોલ્વ કરવામાં લાગી ગયા હતા.
ત્યાં જ આરોહી વિજય પાસે આવી અને કહ્યું.
" સર આપણે ગામના લોકો સાથે વાતચીત કરવી જોઈએ..."
" કેમ? એ બિચારા પહેલેથી જ એટલા ડરેલા છે અને તું કહે છે કે આપણે એની સાથે વાતચીત કરવી જોઈએ!"
" સર, મને લાગે છે કે લોકોની આંખોમાં ડર ખૂનીનો નથી પરંતુ કોઈ બીજા વ્યક્તિનો જ છે..."
વિજય ટેબલ પરથી ઊભો થઈ ગયો અને બોલ્યો.
" તું કહેવા શું માંગે છે?"
" આપણે ગામ તરફ જતા વાત કરીએ..સમય પણ બચશે..."
બન્ને જીપમાં બેસી ગામ તરફ નીકળી પડ્યા. રસ્તામાં વિજય બોલ્યો. " બોલ હવે તું શું કહેતી હતી?"
" સર, મને એવું લાગે છે કે ગામના લોકો નાનુ કાકાના મોત થવાથી ખુશ થઈ રહ્યા છે..."
" વોટ! એ ઘરડો વ્યક્તિ મરી ગયો એમાં ગામના લોકો ખુશ કઈ રીતે થઈ શકે?"
" સર એ તો મને નથી ખબર પણ મેં ગામના લોકોની આંખોમાં એક રાહત જોઈ છે, એવું લાગ્યું જાણે એની ઈચ્છા જ એવી હતી કે આ નાનુ કાકા જલ્દી મરી જાય..."
" યુ આર રાઈટ...આરોહી, મેં પણ બલરાજના ફેમિલી સિવાય બીજા કોઈ વ્યક્તિના આંખોમાં નાનુ અંકલના જવાનું દુઃખ નથી જોયું.....મને લાગે છે આ ગામનો ઈતિહાસ જ આપણને ખુની તરફ પહોંચાડવામાં મદદ કરશે..."
ક્રમશઃ