ચોરોનો ખજાનો - 54 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 54

આર્મી જવાનોનો ભેટો

So mr. DANNY Now I hope you are ready to set off.. We leave tomorrow morning. પેલો અંગ્રેજ રૂમની અંદર આવતાની સાથે જ બોલ્યો.

Yes absolutely, I am ready. You will always remember this trip. Just be prepared, because you will have some experiences on this trip that will be impossible for you to forget. ડેની પણ તેને પોતાનો અવાજ એકદમ શાંત રાખતા અને ચેહરા ઉપર સ્માઈલ આપતા બોલ્યો. જો કે ડેનીની વાત સાંભળી અને પેલો અંગ્રેજ મજાકમાં લઈને સ્માઈલ આપવા લાગ્યો. તે સાચે જ નહોતો જાણતો કે તે આ સફરમાં આવીને પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ કરી રહ્યો હતો.

નીકળવાની તૈયારી કરવાનું કહીને પેલો અંગ્રેજ અને નારાયણ બંને ત્યાંથી ચાલતા થયાં. તેઓ તો તે દિવસે જ નીકળવા માંગતા હતા, પણ અચાનક જ નારાયણને વળી શું સૂઝ્યું કે તેણે બીજા દિવસે નીકળવાની સલાહ આપેલી. તેની સલાહનું માન રાખીને પેલો અંગ્રેજ પણ બીજા દિવસે નીકળવા માટે રાજી થઈ ગયેલો. નારાયણ જાણતો હતો કે આ કોઈ સામાન્ય બનાવ નથી, જહાજની વાત આખા દેશમાં આગની જેમ ફેલાઈ જશે. તેઓ જો આ આગથી બચીને સહી સલામત આગળ વધી જાય તો પછી તેઓ નીકળશે એવું તેમણે નક્કી કરી રાખ્યું હતું. જો કે તેને મનમાં આ સમુદાય માટે એક વિશ્વાસ પણ હતો કે તેઓ જરૂર આ સફરમાં આગળ વધશે..

આ તરફ સિરત પોતાની સાથે રહેલા બાકીના સાથીઓને લઈને નીકળી ગઈ હતી. તેણે પોતાની પાછળ કંઈ રહી ન્હોતું ગયું ને એની ખાત્રી લગભગ ત્રણેક વાર કરી અને ત્યાર પછી તેઓ હવેલીની બહાર નીકળ્યા હતા. બહાર નીકળ્યા પછી પણ સિરત હજી વિચારી રહી હતી કે તે કંઈ ભૂલી તો નથી ને..! જો કે દરેક વખતે તેના દિમાગમાં ડેનીનો વિચાર જરૂર આવી જતો.

ડેની આવશે.. જરૂર આવશે.. તે પોતાના મનને મનાવતી રહેતી. સિમા અને મીરા તેને ચિંતિત જોઇને સાંત્વના આપતી રહેતી. જો કે ડર તો મીરા અને સીમાને એ વાતનો હતો કે ડેનીના આવ્યા પછી શું થશે..!

ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર પોતાની ફરજ બજાવી રહેલા એક કેપ્ટન નામે આર.વી.રાઠોડ એક ચોકીમાં બેઠા હતા. તેઓ બેઠા બેઠા પોતાના મોબાઈલમાં કંઇક મથી રહ્યા હતા. અચાનક જ તેમણે પેલો વાઇરલ થયેલો જહાજનો વિડિયો જોયો. તેમાં એક રિપોર્ટર જે કહી રહ્યો હતો તેઓ તે ધ્યાનથી સાંભળવા લાગ્યા.

रिपोर्टर: ये कुछ समय पहले यहां से गुजरे जहाज के निशान हैं. आइए बात करते हैं उन लोगों से जो तब यहां मौजूद थे जब जहाज यहां से गुजरा था।..तो बताइए जनाब आपने क्या देखा?

टीचर: देखिए मैं यहां की स्कूल में टीचर हूं. कल सुबह जब मैं स्कूल में बच्चों को पढ़ा रहा था तो अचानक सब कुछ हिलने लगा जैसे भूकंप आ गया हो. इसलिए हम सभी बच्चों को बाहर खेल के मैदान में ले आए। अचानक हमें एक जहाज़ पानी की बजाय ज़मीन पर चलता हुआ दिखाई दिया। वो यहां से गुजरा और भारत-पाक सीमा के साथ आगे बढ़ा। हमे नही पता की आखिर एक जहाज जमीन के ऊपर कैसे चल सकता है?

रिपोर्टर: तो आपने देखा, की ये एक टीचर है और उन्होंने इस जहाज को देखा है जो की भारत पाकिस्तान की सीमा के रास्ते आगे बढ़ा है। ये जहाज पाकिस्तान की कोई साजिश है या फिर कोई एलियन हमला है ये जानने केलिए बने रहे हमारे साथ।

એના પહેલા કે કેપ્ટન રાઠોડ આ આખા સમાચાર સાંભળે તેમને પણ તેમની આસપાસની જમીન ધ્રૂજતી હોય એવું મેહસૂસ થયું. તેઓ દોડતા ચોકીની બહાર આવ્યા. તેમણે દૂર જોયું તો તેમને પોતાની તરફ આવતું એક નાનકડું જહાજ દેખાયું. તેમણે તરત જ પોતાના બીજા જવાન સામે જોયું, જે આ ધ્રુજારીથી સફાળો બેઠો થયો હતો.

कुलदीप: जनाब, क्या वो एक जहाज है?

कैप्टन: हां, कुलदीप। वो एक जहाज ही है। गाड़ी निकालो, इससे पहले की वो यहां तक पहुंचे हम ही उन तक पहुंचते है। वो आखिर क्या बला है ये हमे पता लगाना ही होगा।

कुलदीप: जी जनाब।

તેઓ વાતો કરી જ રહ્યા હતા ત્યાં જ ત્યાં તૈનાત બાકીના જવાનો પણ હાજર થઈ ગયા. તેઓ બધા પણ પેલા જહાજ તરફ જવા માટે ગાડીમાં બેસવા તૈયાર થઈ ગયા. બધાએ પોતપોતાના હોદ્દા પ્રમાણે યુનિફોર્મ પહેરેલો હતો. પોતાના ખભે રાઇફલો ટીંગાડી રાખેલી હતી.

સિરતે જે જગ્યાએ મળવાનું કહ્યું હતું તેનાથી રાજ ઠાકોર અને તેની સાથે બાકીના સાથીઓ જહાજ લઈને પહોંચવાની નજીક હતા. રાજ ઠાકોર પોતાની ધૂનમાં જહાજને ચલાવ્યે જતો હતો. જો કે તે જાણતો હતો કે આ જહાજ એમ કંઈ આખા દેશની નજરોથી છૂપુ રહેવાનું ન્હોતું. જ્યારે તે કોઈની નજરોમાં આવશે ત્યારે અનેક પ્રશ્નો ઉઠવાના હતા. જેના જવાબ આપવા તેના માટે અઘરા થવાના હતા. જો જવાબ આપવાની નોબત આવી તો, રાજ ઠાકોર પોતાનું અસલી સ્વરૂપ બતાવવામાં પાછી પાની નહિ કરે. એટલા માટે તેણે ગમે તે રીતે સિરતને બને એટલી વહેલી તકે જહાજ ઉપર લાવવી જરૂરી હતી.

રાજ ઠાકોર આ બધા વિચાર કરી જ રહ્યો હતો કે તેની સામેથી એક રણમાં ચાલી શકે એવી સ્પોર્ટ્સ કાર આવતી દેખાઈ. તેમાં સવાર માણસોએ ભારતીય આર્મીનો યુનિફોર્મ પહેરેલો હતો. રાજ ઠાકોર થોડીવાર તો કંઇક અસમંજસ માં પડી ગયો, પણ તેને સમજાઈ ગયું હતું કે આ સફરમાં આવી તો અનેક મુશ્કેલીઓ આવશે, અને જો દર વખતે તે આવી રીતે વિચારે ચડી જશે તો કેમ ચાલશે..! તેણે હિંમત સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું.

જ્યારે પેલી કાર જહાજની એકદમ નજીક આવી ગઈ એટલે રાજ ઠાકોર જહાજને થોડીવાર ઊભું રાખ્યું. સુમંત અને દિવાન જાણતા હતા કે જો રાજ ઠાકોર આ આર્મીના જવાનો સાથે વાતચીત કરવા જશે તો નક્કી તેમની ઉપર ફાયર કરશે એટલે વાતચીત માટે તેઓ બંને જવા માટે આગળ વધ્યા.

ગાડીમાંથી ઉતરેલા પેલા જવાનોએ પોતાની રાઇફલો કાઢીને જહાજ તરફ નિશાન તાકી રાખ્યું હતું. દૂરથી જે જહાજ એકદમ નાનકડું દેખાઈ રહ્યું હતું તે નજીકથી એકદમ વિશાળ અને સુંદર પણ ખતરનાક લાગતું હતું. એકવાર માટે તો જમીન ઉપર ચાલતા જહાજને જોઇને દરેકના શરીરમાંથી એક કંપારી છૂટી ગઈ હતી.. તેઓ જહાજને ઘેરવા માટે છ થી સાત જણ જ હતા જેઓ આ કામ માટે બહુ ઓછા માણસો હતા. પણ હકીકતથી એકદમ અજાણ તેઓએ તેમ છતાં આ કાર્ય કરવાનું સાહસ કર્યું.

कैप्टन: मैं नहीं जानता की तुम लोग कोन हो, लेकिन जो भी हो आगे बढ़ने से पहले सो बार सोच लेना। अगर जरा सा भी आगे बढ़े तो भून दिए जाओगे। और इसे पहली और आखरी वार्निंग समझना। સામે ઊભેલા સુમંત અને દિવાન સામે બંદુકનું નિશાન તાકીને કેપ્ટન બોલ્યો.

सुमंत: देखिए जनाब, हम सब हिंदुस्तानी है, और यही राजस्थान से है। इस वक्त हम बहुत ही जरूरी काम से जा रहे है। कृपया हमे आगे जाने दीजिए। हमारे पास आपसे बहस करने का वक्त बिलकुल नहीं है। હિન્દુસ્તાની જવાનના શરીર ઉપર રહેલા યુનિફોર્મનું માન જાળવીને સુમંતે જવાબ આપ્યો.

कैप्टन: नही, बिलकुल नहीं। पहले मुझे तुम्हारी यहां से जाने की वजह और कागजात दोनों के बारे में जानना है, और ये भी की आखिर ये सब चल क्या रहा है? સુમંતની વાત સાંભળ્યા પછી પણ કેપ્ટન એકનો બે ન થયો. તેણે સુમંત પાસે ટ્રાફિક નિયમ ભંગ કરનાર પાસે ગાડીના કાગળો માગે તેમ જહાજના કાગળો માગ્યા. જો કે કેપ્ટન માત્ર અને માત્ર આ જહાજ વિશે અને આ લોકો વિશે જાણવા માગતો હતો.

सुमंत: हां बिलकुल। लेकिन इस वक्त मेरे पास तुम्हारे किसी भी सवाल का जवाब देने की मंजूरी नही है। कृपया हमे जाने दीजिए। સુમંત પાસે અત્યારે ન તો કોઈ સરકારી કાગળ હતા કે ન તો કેપ્ટનના સવાલોના જવાબ આપવાની મંજૂરી, એટલે તેણે જવાબ આપવાની ના કહી.

कैप्टन: नही। हम आपको आगे नही बढ़ने देंगे। તેમ છતાં કેપ્ટન પોતાની જીદ ઉપર અડગ રહ્યો.

दिवान: देखिए, आप हमे मजबूर मत कीजिए। अगर गोली चलाने की नौबत आई तो आपके ये खिलोने हमे झेल नही पाएंगे। હવે દિવાન કેપ્ટનને થોડાક ડરાવતા બોલ્યો.

कैप्टन: तुमने आखिर हमे समझ क्या रखा है? तुम हो कोन, मुझे रास्ते से हटाने वाले? પણ જો એ આવી ખુલ્લી ધમકીઓથી ડરી જાય તો કેપ્ટન શાનો..!

राज ठाकोर: बहुत हो गया, हटो जरा। આ બધી વાતચીતથી કંટાળેલો રાજ ઠાકોર તેમની વાતોમાં વચ્ચે પડ્યો. તેણે પોતાના હાથમાં રહેલી લેટેસ્ટ મશીનગનથી કેપ્ટન અને તેમના સાથીઓ ઉપર ફાયર કર્યું. આ ફાયર થયેલી ગોળીઓ કેપ્ટન અને તેના સાથીઓના હાથમાં રહેલા હથિયારો નીચે પાડવામાં સફળ રહી. એના પહેલા કે કેપ્ટન બીજું કંઈ વિચારે તે એકદમ નિહત્થો થઈ ગયો હતો. તેણે જ્યારે પોતાની નજર જ્યાંથી ફાયર થયું ત્યાં કરી તો તેની સામે અલગ અલગ પ્રકારની અઢળક બંધુકો સાથે ઘણાબધા માણસો જહાજની દરેક દિશાએ ઊભા હતા. રાજ ઠાકોરના આદેશની રાહ જોઈ રહેલા દરેક જણ પોતપોતાની બંદુકોનું નિશાન તેમની સામે ઊભેલા આર્મી જવાનો ઉપર તાકીને ઊભા હતા.

હવે કેપ્ટન થોડોક ગભરાયો. જો કે તેણે આવો રિસ્પોન્સ મળશે એવી આશા નહોતી રાખી. પણ હવે જે થઈ રહ્યું છે તે જોઇને તેને આ બનાવ ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

શું થશે આર્મી જવાનો સાથેની મુઠભેડ માં?
શું તેઓ જહાજને આગળ જવા દેશે?
ડેની જહાજ સુધી પહોંચી શકશે?

આવાં અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'