વરદાન કે અભિશાપ - ભાગ 32 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 32

વરદાન કે અભિશાપ (ભાગ-૩૨)

            (નરેશ અને સુશીલાના નવા ઘરમાં માટલી મૂકાઇ જાય છે. તેઓ જેમ તેમ દિવસો કાઢતાં ત્યાં રહેવા લાગે છે. અહી રહેવા આવ્યા ત્યારે તેમની આવકમાં તો બહુ જ મોટો વધારો થયો હતો પણ તેમની જાવક થતાં તે સરભર થઇ જતી હતી. એ પછી એકવાર નરેશનો નડીયાદથી એક મિત્ર મહેશ આવે છે. જેની સાથે તેને ઘર જેવો સંબંધ હોય છે.  નરેશ મિત્ર આગળ પોતાની વ્યથા જણાવે છે. જેના નિવારણ રૂપે તેનો મહેશનો મિત્ર તેને ગ્રહની વીંટી બનાવવાની સલાહ આપે છે અને જો તે કામ ન કરે તો તેના પૈસા પણ ન લેવાની ઓફર આપે છે. નરેશ તેનો સ્વીકાર કરે છે. હવે આગળ.................)

            નરેશ ગ્રહની સોનામાં વીંટી બનાવવાનું નકકી કરી દે છે. એ માટે તે જેની પાસેથી તેણે મકાન લીધું હતું તે તેના મિત્ર પ્રકાશ પાસે જાય છે. જે વ્યવસાયે સોની હતો. નરેશ તાત્કાલિકમાં સવારે કામ પરવારી ત્યાં તેના ઘરે જાણ છે.

પ્રકાશ : અરે ભાઇ, આવ. ઘણા દિવસે ભૂલો પડયો.

નરેશ : ના યાર એવું નથી. પણ નવા ઘરમાં આવ્યા છે તો ઘરના કામકાજમાં જ દિવસ નીકળી જાય છે.  

પ્રકાશ : હા ભાઇ હા. કંઇ નઇ હું સમજું છું. બોલ કંઇ ચા-નાસ્તો !!!!!!

નરેશ : ના-ના હું ઘરેથી જ ચા-નાસ્તો કરીને જ આવ્યો છું.  મારે તારું ખૂબ અગત્યનું કામ છે.

પ્રકાશ : બોલ, શું સેવા કરી શકું હું તારી ?

નરેશ : તારે મને આ ગ્રહની વીંટી છે તે સોનામાં બનાવી આપવાની છે. (તે ગ્રહની વીંટી પ્રકાશના હાથમાં આપતાં કહે છે.)

પ્રકાશ : અરે આ તો ચાંદીમાં જ બને. સોનામાં ના બને અને તું આ ગ્રહ કયાંથી લાવ્યો???

નરેશ : અરે મારો મિત્ર મહેશ છે ને જે નડીયાદ રહે છે તેને તો તું સારી રીતે ઓળખે છે. તેના એક મિત્રને મે મારી વ્યથા જણાવી હતી તે માટે જ તેણે મને આ ગ્રહની વીંટી આપી છે. બધી જ જાણકારી લીધા બાદ જ હું સોનામાં વીંટી બનાવવા તારી પાસે આવ્યો છો.

પ્રકાશ : ઓહહહહ..........તો બરાબર. વાંધો નઇ તે તપાસ કરાવી છે એટલે શંકાને કોઇ સ્થાન નથી. ચલ બનાવી આપું. અઠવાડીયા પછી આવ અને લઇ લેજે.

નરેશ : અરે યાર તે તો મારું કામ કરી દીધું. બોલ પૈસા કેટલા આપવાના ?

પ્રકાશ : હાલ પૈસા આપવાના નથી. તું તારે જયારે આપવા હોય ત્યારે આપજે. ઓ.કે. ?

નરેશ : સારું વાંધો નઇ. હું પછી આપીશ તને. હપતે- હપતે થી.

પ્રકાશ : હા હવે હપતે-હપતેથી પણ પૈસા ચાલશે. તું તેની ચિંતા ના કરતો.

            એ પછી નરેશ ઘરે જવા રવાના થાય છે. ઘરે જતાં જ સુશીલા તેને બધી વાત પૂછે છે નરેશ તેને પ્રકાશના ઘરે થયેલ વાતચીત વિગતવાર જણાવે છે. એ પછી અઠવાડીયા પછી નરેશ અને સુશીલા તેઓ બંને પ્રકાશના ઘરે વીંટી લેવા જાય છે. તેની વીંટી તૈયાર જ હોય છે.

પ્રકાશ : ભાઇ લે તારી વીંટી. તું આ આજથી પણ પહેરી શકે છે.

નરેશ : હા ભાઇ, શુભ કાર્યમાં વિઘ્ન જ શું કામ ? આજે જ વીંટી પહેરવામાં આવશે. (એ પછી નરેશ વીંટી પહેરી લે છે.)     

            થોડી ઔપચારિક વાતો અને ચા પીને તેઓ બંને ઘરે જવાબ રવાના થાય છે. બીજા દિવસથી સુશીલા અને નરેશ મનમાં પ્રાર્થના કરતાં હોય છે કે હવે તેમને કોઇ તકલીફ ના પડે. જે તેમની ભાવના સાચી હોવાથી નરેશને હવે ધંધામાં બરકત આવી હતી. પૈસાની પણ સારી એવી બચન થતી હતી. વીંટીની અસર ફકત અઠવાડીયામાં જ થવા લાગી હતી. આથી નરેશે તરત જ તેના મિત્ર મહેશને ફોન કરીને બધી જ વાત જણાવી અને તેના મિત્રને પૈસા આપવાની વાત કરી. એ પછી વીંટીના પૈસા નરેશ ચૂકવી દે છે. નરેશની જાહોજલાલી હવે ચાલતી થઇ જાય છે અને સમય પણ તેનું કામ કરતું થઇ જાય છે.  

 

(નરેશના જીવનમાં આર્થિક શાંતિ તો થઇ ગઇ હતી પણ તેની બીજી શાંતિ ભંગ થવાની હતી. કેમ કે, કોઇની ખરાબ નજર તેમના ઘર પર હતી જે કોઇનો ભોગ લેવાની હતી. પણ તે કોનો ભોગ લેશે ??????

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩૩ માં)

 

-  પાયલ ચાવડા પાલોદરા