વરદાન કે અભિશાપ - ભાગ 31 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 31

વરદાન કે અભિશાપ (ભાગ-૩૧)

            (મણિબેન અને ગીતાબેન વચ્ચે જોરદાર વાક્યુધ્ધ ચાલતું હોય છે વચમાં બધા તેમને સમજાવતા પણ હોય છે. ગીતાબેનના આવા વર્તનથી નરેશ અને સુશીલા તો ડઘાઇ ગયા હતા. આ વાતથી ધનરાજભાઇ અને મણિબેન અજાણ ન હતા. હવે ગીતાબેનને વાળવાના હતા જે કોઇ રીતે કોઇના કહ્યામાં ન હતા. આખરે ધનરાજભાઇ ગીતાને રવાના થઇ જવાનું કહી દે છે. મણિબેન તો આઘાતમાં આવી જાય છે. આ બધુ જ ગીતા અને ગોરધન સાંભળતા હતા. તેઓને બહુ જ ખરાબ લાગે છે. આથી તેઓ તાત્કાલિક જ ત્યાંથી રવાના થઇ જાય છે. એ પછી બધા સાથે મળીને લાપસી અને જમવા બેસી જાય છે જાણે કાંઇ બન્યું જ ન હોય. એ પછી કામકાજ પરવારી બધા ઘરે જવા રવાના થાય છે.  હવે આગળ................)

            નરેશ અને સુશીલાના નવા ઘરમાં માટલી મૂકાઇ જાય છે. તેઓ જેમ તેમ દિવસો કાઢતાં ત્યાં રહેવા લાગે છે. તેમના નાના બાળકોને અહી ઓછું ગમતું હોય છે પણ રહેવું પડે છે. કેમ કે, હવે અહી જ રહેવાનું હોય છે. એટલા સમયગાળામાં તેઓના ઘરમાં નાના-મોટા બનાવો બનતા રહે છે જેથી તેઓના ખર્ચાઓમાં વધારો થતો જાય છે. અહી રહેવા આવ્યા ત્યારે તેમની આવકમાં તો બહુ જ મોટો વધારો થયો હતો પણ તેમની જાવક થતાં તે સરભર થઇ જતી હતી.

            એ પછી એકવાર નરેશનો નડીયાદથી એક મિત્ર મહેશ આવે છે. જેની સાથે તેને ઘર જેવો સંબંધ હોય છે. તેની સાથે તેનો પણ એક મિત્ર આવે છે જે જયોતિષ શાસ્ત્રમાં સારો એવો જાણકાર હતો. સુશીલા અને નરેશ બંને મામા-ફોઇના છોકરાઓ કે છોકરીઓ ઘરે આવતાં તો તેની આગતા-સ્વાગતામાં કોઇ કસર બાકી રાખતા નહીં. સગાં-સંબંધીઓમાં તેમનું બહુ માન હતું. નરેશનો મિત્ર અને તેની સાથે આવેલ તેનો મિત્ર ત્રણેય જમ્યા પછી સોડા પીવા જાય છે ત્યાં વાતમાંથી વાત નીકળે છે ત્યારે નરેશ પોતાની વ્યથા મિત્ર આગળ પ્રકટ કરે છે.

નરેશ : શું કહું યાર!!!!!! ધંધામાં કમાણી તો બહુ જ થાય છે પણ કંઇ બચતું જ નથી. એવા ખર્ચા આવીને ઉભા રહી જાય છે કે બધી કમાણી વપરાઇ જાય છે અને છેવટે મીંડું વાળીને બેસી જાય છે.

મહેશ : હા યાર થાય એ તો. ઘર લઇને બેઠા હોય એટલે ખર્ચાઓ તો રહે. કંઇ ચિંતા નઇ કરવાની. ત્યારે જયારે પણ જરૂરી પડે અમે બેઠા છીએ.

નરેશ : અરે દોસ્ત, તું મારી વાત સમજતો નથી. ખર્ચા હોય પણ એવા ના હોય કે આપણી ગણતરી જ ઉંભી વળી જાય.

મહેશ : કંઇ સમજ ના પડી. સમજણ પડે એ રીતે બોલ.

નરેશ : એમ કે એક મહિને ધંધામાંથી કયાંય લેણું-દેવું પતાવતાં માંડ રૂપિયા બચ્યા હોય ત્યાં તેનો વહીવટ થઇ જાય. એટલે કે જરૂર પડે એટલા જ પૈસા આવે બચન ના કરી શકાય.

મહેશ : હમમમમ.................. હવે સમજ્યો. (તેની બાજુમાં બેઠેલ મિત્રની સામે જોઇને) અરે હા, આ મારો મિત્ર જાણકાર છે એ તને જરૂરથી મદદ કરશે.

નરેશ : (મહેશના મિત્રની સામે જોઇને) અરે વાહ.....!!! આપ જયોતિષ છો ?  

મહેશનો મિત્ર : હું કાંઇ એટલો પાવરધો જયોતિષ નથી પણ એક નજીવો ઉપાય બતાઉં છું આપને. તમને યોગ્ય લાગે તો અમલમાં મૂકજો.

નરેશ : કેમ નઇ. બોલો મારે શું કરવાનું છે ?

મહેશનો મિત્ર : (ખીસામાં હાથ નાખીને એક ગ્રહ બહાર કાઢે છે) આ ગ્રહ હાથમાં પહેરવાનો છે તમને કાંઇ ફાયદો થાય ત્યારે મને આ ગ્રહના ૫૦૦/- રૂા. આપજો. ત્યાં સુધી હું તમારી પાસે પૈસા નહિ માંગું. આમ તો આ હું મારા માટે લાવ્યો હતો પણ લાગે છે કે તમને તેની વધારે જરૂરત છે.

મહેશ : વાહ યાર, તારી ઉદારતાનું કહેવું પડે. નરેશ, તું આ ગ્રહની વીંટી બનાવી દે. કદાચ એનાથી તને કંઇક ફેર પડે!!!!!!!!!

નરેશ : હમમમ..... તમારી વાત યોગ્ય છે. સારું તો આ ગ્રહની હું સોનામાં વીંટી બનાવીને મંગળવારે પહેરી લઇશ.

મહેશનો મિત્ર : તમને હું પંદર દિવસ આપું છું. એટલા દિવસમાં જ તમને કંઇક ફેરફાર જરૂરથી લાગશે એ મારી ગેરંટી છે.

મહેશ : જો નરેશ આ મારો મિત્ર એમનેમ તો ગેરંટી ના જ આપે. તું જલદીથી વીંટી બનાવીને પહેરી લેજે હો.

નરેશ : હા હા હું મારા મિત્ર પ્રકાશને કહીને વીંટી બનાવવાનો ઓર્ડર આપી દઉં છું.

મહેશ : સારું તો આ વાત પર થઇ જાય ફરીથી એક-એક સોડા???

નરેશ : હા ચલો થઇ જાય.....

            નરેશ, મહેશ અને તેનો મિત્ર ધીંગામસ્તી કરતાં ઘર તરફ રવાના થાય છે.

(શું નરેશને મહેશના મિત્રએ આપેલ વીંટી ફળશે કે નહિ? કે પછી તેના દુઃખમાં વધારો થશે? સમય હવે નજીક હતો નરેશના જીવનમાં અજુગતું બનવાની જે તેને ગાદીપતિ સુધી લઇ જશે, પરંતુ એ માટે કેટલાક દુઃખદ બનાવોનો તેને સામનો કરવાનો છે તે તો સમય જ બતાવશે.)

  

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩૨ માં)

 

-   પાયલ ચાવડા પાલોદરા