( આગળના ભાગમાં આપણે જોયું કે બધા ગેમ રમતા હતા ત્યાંથી આર્યા રૂમમાં આવી જાય છે . અયાન રૂમમાં આવ્યો ત્યારે આર્યા સુઈ ગઈ હોય છે અયાન આજે પહેલી વાર આર્યાને ધ્યાનથી જુએ છે. તે તેની સુંદરતા અને માસુમિયતમાં ખોવાઈ જાય છે. આર્યા ના વાળની લટ ઉડીને મોં પર આવતી હતી. અયાન તે સરખી કરવા જાય છે ત્યાં આર્યા ઊંઘમાં અયાન નો હાથ પકડીને સુઈ જાય છે હવે આગળ )
આર્યા ઊંઘમાં અયાનનો હાથ પકડીને સૂઈ જાય છે અયાન ને એમ થયું કે જો હું મારો હાથ છોડાવીશ તો આર્યા જાગી જશે તેની ઊંઘ બગડશે એટલે તે ત્યાં આર્યા સુતી હતી ત્યાં બેડ પાસે આર્યાને જોતો અને પોતાના મનને ટપારતો, જાત સાથે મનો મંથન કરતો આર્યાના તકિયા પાસે જ બેસી જાય છે અને તેને ત્યાં જ ઊંઘ આવી જાય છે.
સવારે આર્યાની આંખ ખુલી તો તેણે જોયું કે અયાન તેની બાજુમાં બેઠો બેઠો સૂઈ ગયો છે અને તેનો હાથ પોતાના હાથમાં છે. થોડીવાર તો આર્યાને લાગ્યું કે તે કોઈ સપનું જુએ છે. તેને પોતાના ગાલ પર ધીમેથી ચુંટી ખણી, ના આ કોઈ સપનું નથી આ તો હકીકત છે. અયાન ખરેખર પોતાની બાજુમાં બેઠો છે તેને ખૂબ જ નવાઈ લાગી. તે થોડીવાર સુધી એમ જ અયાનને જોઈ રહી. કેવો નિર્દોષને ભોળો ચહેરો લાગે છે! તે મારી સાથે એવું વર્તન કરવા જાય છે જે તેના વ્યક્તિત્વથી તદ્દન વિરોધાભાસી છે. તેને થયેલી એક ગેરસમજ અને મનમાં ઘર કરી ગયેલી જીદના કારણે અમે બંને હેરાન થઈએ છીએ. કાશ અયાન હંમેશા આવી જ રીતે મારી પાસે રહે.
તેણે ધીમે રહી અયાનને જગાડ્યો. અયાને આંખો ખોલી ને જોયું કે પોતે આર્યા પાસે બેડ ઉપર બેઠો હતો. પોતાની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એમ સફાળો બેઠો થઈ ગયો.
કેમ રાત્રે આમ બેઠા બેઠા જ સુઈ ગયો ? આખી રાત આમ જ સુઈ રહ્યો ? આર્યા એ નવાઈ પામતા પૂછ્યું.
હા એ તો તું સુઈ ગઈ હતી. તારું તકીયું બરાબર નહોતું એટલે થયું કે સરખું કરી દઉં ( અયાને વાળની લટ સરખી કરી હતી તે વાત આર્યા થી છુપાવી ) હું તકિયું સરખું કરવા ગયો તો ઊંઘમાં તે મારો હાથ પકડી લીધો, હાથ છોડાવીશ તો તું જાગી જઈશ અને તારી ઊંઘ બગડશે એવું વિચારી ત્યાં બેઠો , પણ પછી બેઠા બેઠા ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના રહી.
મારી ઊંઘ ના બગડે એના માટે કરી તું આખી રાત બેઠો રહ્યો ? અને એ પણ મારા માટે કરીને ? ઇટ્સ અનબિલિવેબલ, આર્યા એ અયાન ના કપાળ પર હાથ મૂક્યો તારી તબિયત તો બરાબર છે ને ??
આઈ એમ ઓલ રાઈટ. તમારે છોકરીઓને નખરા બહુ પાછા. ભાવ ન આપીએ તો મોઢું ચડાવીને ફરો અને સહેજ જો ધ્યાન આપીએ તો પાછા નાટક . પાછી તો વળી ટોન માં બોલે છે.
તારી સાથે ના બોલું કે ઓછું બોલું તો બોલી બોલીને મારું મગજ ખાઈ જાય છે અને કાલે વળી સહેજ તારી તરફ ધ્યાન આપ્યું તો આજે મારા પર કટાક્ષ કરે છે
ના ના એવું નથી, આતો તને આવી રીતે પહેલી વાર જોયો ને એટલે હજમ ન થયું પણ હવે મને પૂરું યકીન છે કે તું મારા પ્રેમમાં પડી ગયો છે તું માને યા ન માને
નફરત આપકી પિઘલ રહી હૈ હમદમ
મોહબ્બત આપકો હો રહી હૈ હમદમ
આર્યા ખુશ થતા હસતા હસતા બોલી તારા દિલની વાત તારા કરતા વધારે હું સમજુ છું, તું પણ સચ્ચાઈ સ્વીકારી લે. આર્યા તૈયાર થઈને નીચે ચાલી ગઈ.
અયાન વિચારતો રહ્યો આર્યા સાચું જ કહે છે. શાયદ હું એના પ્રેમમાં પડી જ ગયો છું. હા મને એની સાથે પ્રેમ થઈ ગયો છે...
અયાનના દિલ પર પ્રેમનો નશો ચડી રહ્યો હતો, પણ અચાનક આયાનનું દિમાગ તર્ક પર લાગી ગયું. નો વે અયાન, આમ લાગણીમાં ખેંચાયે નહીં ચાલે . જો તું આર્યા ની લાગણી સામે નરમ પડી એના પ્રેમ સામે શરણાગતિ સ્વીકારી લઈશ તો તારા પપ્પા સામે એ તારી હાર હશે.
શું થશે? અયાન દિલ અને દિમાગ બેમાંથી કોની વાત માનશે ?
જાણવા માટે વાંચતા રહો નેક્સ્ટ પાર્ટ