દુનિયાદારીની સામે લાગણીની હાર નિશ્ચિત જ હોય છે.
●●● ડો.ચાંદની અગ્રાવત●●●
■■■■■□□□□□■■■■□□□□■■■■□□□□■■
તેજ રફતાર ચાલતાં જીવનમાં,
પળ બે પળ થતો જીવંત
હોવાનો અહેસાસ એજ જિંદગી
●●ડો.ચાંદની અગ્રાવત●●●
■■■□□□□■■■■□□□□■■■■□□□□■■■■□
મિત્ર
જે એક' કોલ અવે' નહીં પણ જસ્ટ એક 'સાદ' દૂર હોય છે,
ઘણીવાર તો માત્ર એક યાદ દૂર હોય...
જેનું સ્થાન જીવનમાં ક્યારેય બદલાતું નથી,
જેની જગ્યા જીવનમાં ક્યારેય પુરાતી નથી તે મિત્ર.
●●●ડો.ચાંદની અગ્રાવત●●●
■■■■■●●●●●■■■■□□□□■■■■■●●●●●
જ્યારે પરિસ્થિતી સામાન્ય
થવાની ઉમ્મીદ નથી ,ત્યારે હિંમત ન હારવી અને એ સહ્ય
થાય તે પ્રાર્થના કરવી
●●●● ડો.ચાંદની અગ્રાવત ●●●●●
●●●●■■■■●●●●■■■■●●●●■■■■●●●●●●■■
પહેલાં વર્ષનાં અંતે જરૂરી સામાન અભેરાઈ પરથી ઉતારાતો
અને ઓછો ઉપયોગી ત્યાં ગોઠવાઈ જતો...પરંપરા એજ છે
હવે
સામાનનું સ્થાન સબંધોએ લીધું છે..
●●●●ડો.ચાંદની અગ્રાવત ●●●●●
●●●■■■■●●●●■■■■●●●●●■■■■■●●●●■■
જ્યારે જ્યારે લાગણીનાં, લોહીનાં કે દોસ્તીનાં સંબંધની
જિંદગીમાંથી બાદબાકી થાય છે, ત્યારે ત્યારે તમારી
સંવેદનશીલતામાં પણ બાદબાકી થતી રહે છે.
ડો.ચાંદની અગ્રાવત
●●●●□□□□●●●●□□□□●●●●□□□□●●●●□□□
સારા માણસો દરેક સંબંધમાં
પૈસા, સમય અને સ્વાસ્થ્ય
બધું ખર્ચી નાખે છે.
ડો.ચાંદની અગ્રાવત
●●●●●□□□□●●●●□□□□●●●●□□□□●●●●□□□
જીંદગીમાં જ્યારે જોરદાર આંચકો લાગે ત્યારે સમજવું કે એ તમને વેગ આપવા માટે છે
ડો.ચાંદની અગ્રાવત
●●●●●●□□□□□□□■●●●●●□□□□□□●●●●●□
ઘણીવાર તમે ન માંગી શકેલા જવાબો સમય તમારા વતી માંગે છે. હંમેશા સમય પર વિશ્વાસ કરવો.
-Dr.Chandni Agravat
●●●●□□□□●●●●□□□□●●●□□□●●●●□□□□●
કોઈપણ સંબંધમાં પાત્રતા જોઈને જ સારપ દેખાડવી
નહીંતર લોકો તમને સ્પેરવ્હીલ સમજી લે.
ડો.ચાંદની અગ્રાવત
******□□□□□********□□□□□□□*******□□□
ભૂતકાળ ત્યારે જ ભુલી શકાય છે જ્યારે તેનું પુનરાવર્તન
નથી થતું અને એનો પડછાયો વર્તમાન કે ભવિષ્ય સુધી
લંબાઈ એને ગ્રહણ લગાડતો નથી.
ડો.ચાંદની અગ્રાવત
***********□□□□□ʼʼ********□□□□□*******
ઉંમરનાં એક પડાવ પછી સમજાય છે કે જે સંબંધો તમારાં
પદ , પ્રતિષ્ઠા સાથે જોડાયેલાં હોય તેમાં ખર્ચેલી જાત કે
સમય વ્યર્થ જ સાબિત થાય છે.
ડો.ચાંદની અગ્રાવત
***********□□□□□□*******□□□□□□*******
ક્યારેક જિંદગીની દોડમાં આપણે મુઠ્ઠી વાળી બસ દોડતાં જ
રહીએ છીએ, ક્યારેક જ્યારે થાક ખાવા ઉભા રહીએ અને
મુઠ્ઠી ખોલીને જોઈએ તો ખાલીખમ..
ડો.ચાંદની અગ્રાવત
*******□□□□□□*******□□□□□*******□□□□
જે માણસ સંબંધને અવગણી ને પૈસા પાછા દોટ મુકે તેને
એક સમયે સંબંધનું અને જે માણસ પૈસાને અવગણીને
સંબંધ પાછળ દોડે તેને એક સમયે પૈસાનું મહત્ત્વ જિંદગી
શીખડાવી દે છે.
ડો.ચાંદની અગ્રાવત