Wisdom of the evening - 1 books and stories free download online pdf in Gujarati

સાંજનું શાણપણ - 1

ાંજનું શાણપણ

  • □●  તમારીઆસપાસવેલની જેમ વીંટળાયેલ 

        બાળકનાં હાથ,  પ્રભુએ તમને પ્રભુએ 

         પાઠવેલી શુભેચ્છા છે.

  • □● સબંધોનીઆંટીઘુંટીઉકેલતા ઉકેલતા           

        આપણે  સમય જતાં એટલાં ચાલાક થઈ 

      જઈએ કે,પોતાની જરૂરિયાત મુજબ દોર 

       ખેંચતા અને ઢીલ દેતા શીખી જઈએ છીએ.

  • □● ઊંચાઈપરપહોંચવાના આનંદમાં હંમેશા 

        પગથિયા ભુલાઈ જાય છે.જેમણે તમારો 

        ભાર વહ્યો છે.

  • □●ઘણીવારસબંધમાંપડેલ ઘસરકા ઉંડા 

          ઘાનું કામ કરે છે. રુઝાય તો જાય ,પણ 

      નિશાન રહી જાય.

  • □●જિંદગીમાંમૈત્રીનાંઘણાં અવસર આવશે 

       પણ,અવસર  માટે થતી મિત્રતાથી બચવું.

  • □●વિશ્ર્વાસઘાતસબંધની ધોરી નસને 

        કાપતી કરવત છે.

  • □●સબંધજ્યારેસમજણનું સ્થાન સમજૂતી,

        સંવાદનું સ્થાન ખુલાસા લઈલે ત્યારે પાછું

       વળી જવું.

  • □●  જેમઅજવાળાનીગેરહાજરીથી ટેવાઈ 

       ગયા પછી દેખાવા લાગે, તેમ દરેક 

        વિપરીત પરિસ્થિતિને મનથી સ્વીકાર 

     કરી લેવાથી તેમાંથી નીકળવાનો રસ્તો

    સાફ દેખાવા લાગે.

  • □● લાગણીનોવ્યવહારકરતાં પહેલાં પાત્રની

       ઉંડાઈ માપી લેવી.છીછરુ  છલકાઈ જાય 

        ને ઉંડું ક્યારેય   ભરાય.

  • □●કાશ...

      જો માણસાઈની માર્કશીટ હોત,

      નંબર વધારવાની હોડ તો લાગત.

  • □●ધીરજ મા-બાપ નાં શબ્દકોશ નો 

      સૌથી મહત્ત્વપૂર્ણ શબ્દ.

  • □●ગમેતેવાંજ્ઞાની માણસ પર જ્યાં સુધી 

      સફળતાનો થપ્પો લાગતો નથી,કોઈ તેની

     નોંધ લેતું નથી.

  • □● સબંધમાંજતુંકરવાની ભાવના સારી પણ 

       જ્યારે તે એકપક્ષીય હોય,સબંધ અકાળે 

       મૃત્યુ પામે.

  • □●એકસ્ત્રીમાટે સ્વાભિમાન જાળવવું  

        રોજીંદી કવાયત છે.

  • □●કોઈપણનિર્ણય, નાનોકે મોટો,મુશ્કેલ કે 

    આસાન લઈ લીધા પછી અમલ  કરતા 

    પહેલા,થોડો વખત થોભી જવું.

  • □● જિંદગીનીરેસમાંઆંધળી દોટ મુકતા 

      આપણે ,ઘણીવાર જીવતા હોવાનો અહેસાસ 

     ભુલી જઈએ છીએ.

  • □●લેતીદેતીનો...તોલમાપનો..વ્યવહાર 

      ખતમ થઈ જાય છે,ત્યારે ખરી દોસ્તીની 

     શરૂઆત થાય છે.

  • □●બાળકનીનિર્દોષઆંખમાં ચાલાકી અંજાઇ 

     જાય,  વિશ્ર્વની સૌથી મોટી નિષ્ફળતા છે.

  • □● સબંધમાંજ્યારેઅવિશ્ર્વાસની ગાંઠ પડી

         જાય, તે સ્થાનેથી લાગણીનો પ્રવાહ  ફંટાઈ 

          જાય છે.

  • □●દુનિયામાંઘણાંલોકો એવા છે,જેમનાં માટે 

    જિંદગી  એક દર્દ છે,તેના માટે નાનાં મોટાં 

    દુઃખની કોઈ વિસાત નથી.

  • □● આપણેબાળકનેપ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કઈ 

      શીખવવાની કોશીશ નથી કરતાં ત્યારે,

    બાળક સૌથી વધું શીખે છે.

  • □●સામેવાળાનોતમારીસાથેનો વ્યવહારનો

     ઘણો બધો આધાર તમારા અભિગમ પર 

    રહેલો છે.

  • □●તમેકોઈનાંશબ્દ તો ચોરી શકો પણ 

    કોઈનાં વિચાર નહી, દરેક વ્યક્તિ માટે 

   બારાક્ષરીનાં અલગ અલગ અક્ષર અલગ 

    અર્થ લઈને આવે છે.

  • સબંધોગરીબ ડોસીનાં ગોદળા જેવા હોય

     ,ટેભા લેવા પડે,સાધવા પડે,સાચવવા પડે,

     થીંગડાં મારવાં પડે,જર્જરીત થાય તો પડ 

     પણ  ચડાવવું પડે ,છતાં વખત આવ્યે ઢાલ 

       બને.

  • □●ઘણીવારજિંદગીનેસમજી લેવાની            
  • ઉતાવળમાં  અને સમજાય ગઈ છે  એવાં 

 વહેમમાં જિંદગી એક વણઉકેલ કોયડો બની

  જાય છે.

  • □● મનસાથેકરેલાં વધુ પડતાં સમાધાન, ક્

     ક્યારેક વિદ્રોહ બનીને ફુટે છે,ક્યારેક બિમારી

   રૂપે તો ક્યારેક તુટેલાં સબંધ રૂપે.

  • □●લાગણીઅનેપ્રેમનાં મોતીને વિશ્ર્વાસનાં

      દોરાથી ગુંથીએ ત્યારે ઘર  બને.

  • □● દોસ્તીમાંગુણાકારભાગાકાર નથી હોતાં

      એમાં એક અને એક અગિયાર પણ થાય.

  • □●એકબીજાનાંદરેકવિચાર  સાથે સહમત  

       થવું  દોસ્તી નથી, બે વિરૂધ્ધ દિશામાં

      ઊભા રહીને પણ સાથે રહેવું   દોસ્તી છે.

  • □●એકબીજાનેઅનુકૂળથઈ ને રહેવું અને 

    એનાં માટે કોઈ એકનો પ્રવાહ અવરોધાઈ 

   સમાજવ્યવસ્થા છે,પરંતું પ્રેમમાં તો અવિરત  વહેતાં રહેવાની સગવડ હોય છે.

  ધબકતા રહેવા માટે  જરૂરી છે.

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED