જે વ્યક્તિ ને બે આંખની ખારાશ નથી સ્પર્શતી એના માટે
લાગણીનો દરીયો નકામો.
Dr chandni agravat"સ્પૃહા"
●○●○●○●○○●○●○●○●○●○●○●
બહું ચાલાક છે આ જિંદગી
ભાવતું કદી પીરસે નહીને
વણજોયતું ખવડાવ્યા કરે
શ્ર્વાસની દોરી એમ જ લંબાવ્યા કરે.
Dr chandni agravat "સ્પૃહા"
○●○●○●○●○●○●○●○●○●○●○●
માણસને ખરાબ સમય કરતા
ખરાબ સમયમાં પોતાનાં
લોકોએ તરછોડેલો હાથ
વધારે પીડા આપે.
Dr.chandniagravat "સ્પૃહા"
●○●○●○●○●○○●○●○●○●○●○●
સબંધો જ્યારે ડોળાય જાય ત્યારે, થોડા સમય ધીરજ
રાખવી.જેમ, ડહોળું પાણી થોડા સમય રહેવા દેવાથી
અશુદ્ધિ તળીયે બેસી જાય.
Dr.chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○●○●●○●○●○●
અહંમની આગમાં શેકાતો માણસ પોતે જ પોતાના હાથે
બધા સબંધોને મારે છે.
Dr chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●○●○●○
સાચા દોસ્ત સાથે દલીલ ખોલી ને વાત કરી શકાય,
કારણકે, દોસ્ત ક્યારેય ન્યાયાધીશ નથી બનતો.
Dr.chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●○●○●○
બાળકોની ખુશીનો એક જ સરળ સચોટ રસ્તો,
ખુશ મા
Dr chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○●●○●○●○●○●
જિંદગીમાં જે સમયે લીધેલો નિર્ણય તે સમય માટે જ સાચો
હોય છે, બદલાતા સમય સાથે ભૂતકાળમાં લીધેલા યોગ્ય
નિર્ણય પણ અયોગ્ય ઠરી શકે.
Dr chandni agravat." સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●●○○●○
જિંદગીમાં આગળ વધવામાં પોતાની ગતિ એટલી ન
વધારવી કે ,સંગાથી છૂટી જાય...
Dr.chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●○●○●○
જ્યારે અહંમનાં ચશ્મા પહેરેલાં હોય ,ત્યારે માણસ પારકા
પોતાનાં નો ફરક ભૂલી જાય છે.
Dr.chandni agravat " સ્પૃહા"
●○●○●●●○○○○○○○●○●○●○●○
જિંદગીમાં શું જોઈએ ,
એના કરતાં શું ન જોઈએ,
એ સમજાય જાય તો
જિંદગી ઘણી સરળ બની જાય છે.
Dr.chandni agravat "સ્પૃહા"
○●●○●○●○●○●○●●○○●○○○●●
પતંગ જેમ દોર કપાયા પછી,આમતેમ ગોથા મારે છે..
પણ તેમા નિજાનંદ હોય છે...મુક્તિ હોય છે..
મસ્તી હોય છે..
તેમ જિંદગીની ડોર પોતાના હાથમાં રાખવાથી
જિંદગી ખરા અર્થમાં માણવા લાયક લાગે છે.
Dr.chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○○●●○●○●○●○
તમારા સપના ને એટલાં નાજુક ન બનાવો કે કોઈ વ્યક્તિ કે
સંજોગો સાથે ટકરાવ તુટી જાય ....
Dr.chandniagravat vaidya"સ્પૃહા"
●○●○●○●○○●○●○●○●○○●●○●