Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

શ્રેણી
શેયર કરો

હાસ્ય મંજન - 14 - ફટકડી ફટાકડાની વાઈફ હોતી નથી

ફટકડી ફટાકડાની વાઈફ નથી..!

                                 બેડરૂમમાં હિપોપોટેમસ ભરાય ગયો હોય એમ, ટાઈટલ વાંચીને ભડકતા નહિ. સામી દિવાળીએ હોઓઓહાઆઆ પણ કરતા નહિ.! મન  સ્વૈર વિહારી છે, એને જેવાં ચકરડાં ફેરવવા હોય એવાં ફેરવે. ટેન્શન નહિ લેવાનું..! છેડા ફટાકડા સાથે બંધાય કે, ફટકડી સાથે, આપણા છેડા ટાઈટ પકડી રાખવાના..! છૂટવા નહિ જોઈએ..! ફટકડી ને ફટાકડાનું બાકી જોડકું તો ઝામે હોંઓઓઓ..?  બંનેના કુળ સરખાં જ લાગે. પણ આ શબ્દોનો પ્રાસ છે, બાકી, ફટકડી (ALUM) ફટાકડાની વાઈફ નથી..! નેતાના ભાષણ ની છાંટ જેવું ટાઈટલ રાખીએ તો જ તમને ગલગલીયાં પણ આવે ને..? દિવાળીમાં ચળકાટ ઓછો હોય તો ચાલે મલકાટમાં ઓટ  આવવી જોઈએ નહિ.  શું કહો છો ચમનીયા..? 
                                  હું પણ ય હસાવવા આવ્યો છું યાર..! મને પણ ખબર કે, ફટકડી અને ફટાકડાની કુંડળી જ નહિ મળે..! છતાં, ૭૩% ના રૂંવાડા ઊભાં થશે કે, ‘આ રમેશિયો, કેવાં વાહિયાત પડીકાં છોડે છે ? ફટાકડી ને ફટાકડાની વાત હોય તો સમજ્યા, કે પોત પોતાના કુળમાં જેને જેમ કુટાવું હોય એમ કૂટાય..!  મેળમાં ભેળસેળ થવાની નથી. પણ ફટાકડીની  જગ્યાએ ફટકડી..?  અમુક તો મને સુરતીમાં પણ ચોપડાવશે  કે, ‘અમને બી’ ખબર કે, ફટકડી ફટાકડાની વાઈફ ની’ થાય..! હુરણ ને હક્કરટેટીનો મેળ ની’ ઝામે..! લગન કરવા હોય તો બે આત્માના મિલન  જોઈએ, ફટકડી તે વરી ફટાકડાની વાઈફ થતી ઓહેએએએ? નોનસેન્સ..! '
                          ભઈલા..! તમારી વાત નજર અંદાજ કરવા જેવી નથી. પણ આજકાલ અમુક-અમુક જોડકાં, આવાં જોડાય જ છે ને..? ફટાકડાની માફક અંગારા કાઢતાં ટણકા સાથે,  ફટકડી જેવી રૂપાળી ટણકી ચાલી જ જાય છે ને..? રાજાને ગમે તે રાણી..! LOVE MARRAIGE ના વેપલામાં આવું જ આવે..! પૈણણાવવા જઈએ  ત્યારે તો મારે તો ઉંચો પગારદાર જોઈએ, હું કહું તે સાંભળે એવો જોઈએ, હું જે લખું તેના ઉપર વાંચ્યા વગર સહી કરી આપે તેવો જોઈએ..! સાલું આપણે નક્રકી નહિ કરી શકીએ, કે આને પતિ જોઈએ છે કે, રાષ્ટ્રપતિ..? ભાગીને લગન કરે ત્યારે એમાંનું કંઈ ના હોય..! વિધર્મી પણ OK..! રૂપાળું જોયું નથી ને ભોપાળું કાઢ્યું નથી..! છાપામાં “કુર્યાત સદા મંગલમ..!” ની સજોડે તસ્છાવીર સાથે ફોટો આવે એટલે સમજી લેવાનું કે, આર્પાશીવાદની પોટલી હવે છોડવાની જ છે..! બહુ ફોરાં નહિ કાઢવાના..! રતનજી ખીજાય..! 
                         આ તો સામી દિવાળીએ હસાવીને તમારા ગાલ ગલગોટાની જેમ લાલ કરવાના આયામ છે..! કહો કે, મઝા લુંટવાની વાત છે, ભઈઈઈ..!  બાકી ક્યાં ફટકડી ને ક્યાં ફટાકડો? અહીં માણહના ઠેકાણા પડતાં નથી, તો ફટાકડાની વાઈફ ફટકડી ક્યાંથી થવાની..? હાથી ઘોડા રહી જાય, ને ઘેંટી કહે, મને પૈણાવો એનાં જેવી વાત છે મામૂ..!  બોલવામાં ફક્કડ લાગે એવું આ તો પાટિયું બેસાડેલું છે..! બાકી આખું વરસ એકટાણા કરે તો પણ ફટકડી (ALUM) જેવી રૂપાળી વાઈફ ભાગ્યમાં હોય તો જ મળે. જેને મળેલી છે, એને રોજની દિવાળી. તંઈઈઈઈ..?   
                        દિવાળી પણ આજકાલ પર્વને બદલે આધી-વ્યાધિ અને ઉપાધિનું મૌસમ બનતી ચાલી, એટલે હસવા હસાવવાની આ વાત છે. દિવાળીમાં સગા-વહાલાં ભેગાં મળે, ને કારેલાં જેવી કડવાશ હોય તો સાલમુબારક દ્વારા દુર કરે, એકબીજામાં હળે ભળે ને દિલથી મળે. આદિકાળથી આ જ શિરસ્તો..! આજે તો સગા હોય એ વહાલાં નહિ,  ને વહાલાં હોય એ સગા નહિ હોય..! ગ્રહણ તો બે-ચાર કલાકમાં છૂટી જાય, પણ આ લોકોનું ગ્રહણ  બેચાર પેઢી સુધી પણ ચાલે..! મૂઠ મારી હોય એમ, અમુકના ચહેરા તો દિવાળીમાં પણ બફાણા અથાણા જેવાં હોય.  આનંદ લુંટવાને બદલે માનસિક મરશીયા ગાતાં હોય..!  ધનતેરસ ઉપર કાળીચૌદશનું સ્ટીમ રોલર ફરી જાય. બાકી શું દિવાળીની જાહોજલાલી હતી? બેસતાં વર્ષની  વહેલી સવારે લેંઘી અડધી સીવાયને આવતી. લેંઘીમાં ખિસ્સા મુકવાના તો બાકી જ હોય..! પણ ખિસ્તેસા દેખાય નહિ એટલે ચાલી જાય.  અફસોસ નહિ થતો. એ ખિસ્સા  દેવદિવાળીમાં દરજી મૂકી આપતો..! પણ ખચકાટ વગર ખિસ્સા વગરની લેંઘીથી દિવાળી ઉજવી નાંખતા..! ફોડવા માટે બાપા ટોટી ને લવિંગયા લઇ આપતાં એ પણ બોંબ જેવાં લાગતાં. આટલું અપાવતાં એમાં તો, બાપાએ દીકરાને કુતુબ મીનાર ખરીદી આપ્યો હોય એટલો આનંદ બાપાને  થતો. ને બાપાએ મુમતાઝ સાથે આખો તાજમહેલ અમારા હાથમાં મૂકી દીધો હોય, એટલો આનંદ અમને થતો. એનાં કપાળમાં કાંદા ફોડે, આજે તો ભણતર-ગણતર-ને ઘડતરની ફોર્મ્યુલા જ એવી આવી કે, કળતર ને નડતર જ સહન કરવાની..!  માણસની તો ઠીક, તહેવારોની પણ પથારી ફરી ગઈ. સેન્સેક્ષ જ નહિ, લોકો પણ ‘ઊંચા-નીચા’ થવા માંડ્યા. બાળક હતા, ત્યારે દિવાળી મોટી લાગતી. ને મોટા થયા ત્યારે દિવાળી ઠીંગણી થઇ ગઈ. દિવાળીમાં પણ જીવનની માફક ચઢાવ-ઉતાર આવે, એ દિવાળીમાં શીખવા મળે મામૂ..?
                               હોળી હોય કે દિવાળી જેવાં અવસરો ક્યારેય તેજી પ્રમાણે આવતાં નથી. દિવાળી જાય, એટલે, નવું વર્ષ આવે. સવારથી સાલમુબારક બોલવાનું ને, હાથના પંજા મિલાવીને  હાથ હથોડા જેવો કરવાનો, એનું નામ સાલમુબારક..! પેલો આખું વર્ષ ભલે  ‘ટાંટિયા’ ખેંચતો હોય, પણ બેસતાં વરસે એની સાથે હાથ નહિ હલાવીએ તો, ગૌ હત્યાનું પાપ કર્યું હોય,એવો જાણે અપરાધ ભાવ જાગે..! આડે દહાડે સામો મળ્યો તો હલ્લો શુદ્ધાં નહિ કરે, પણ સાલમુબારકના દિવસે પંજો તો એવો દબાવે કે, ઠાકુરના ખીલાવાળા બુટ તળે ગબ્બરસિંહનો પંજો છુંદાતો હોય..! અમુક તો, લાભ પાંચમ સુધી પંજા ઉપર બળાત્કાર કરવા આવે.! સહનશીલતાની પણ હદ હોય ને મામૂ..? પછી તો  કઈડે યાર..? અમુક તો પાછલી બાકી ચુકવવા આવતા હોય એમ, દેવ-દિવાળી સુધી જંપે નહિ. 
                                     અગાઉ એક ખુજલીખોર મને રાતે સાલમુબારક કરી ગયેલો, તેની ખુજલી હજી સંઘરીને બેઠો છું. દિવાળીમાં લોકો  ‘ખાજલી’ નો ટેસ્ટ કરતાં હોય, ને  હું ખૂજલી ખંજવાળતો હોંઉ..! અમુક તો સાલમુબારક કરવા આવે કે મારા ખભે પોત નાંખવા, એ જ  હું સમજી શક્યો નથી. ફાટેલા તડબુચ જેવું મોઢું લઈને એવાં આવે કે, આપણું ટામેટા જેવું મોઢું પણ કંકોણા જેવું થઇ જાય..! એમને જોઇને જ  પાચનક્રિયા ઉપર  રોક લાગી જાય..! અમુક તો એવી નોટ  કે, સાલમુબારકને બદલે ઘરનું ઇન્સ્પેકશન કરવા આવ્યો હોય એમ, ઘરમાં જ ડોકાવતો હોય. જ્યાં સુધી મુકેલા નાસ્તાની ડીશ અને મુખવાસનું તળિયું નહિ કાઢે, ત્યાં સુધી ટાઢક નહિ વળે. નાસ્તો આપણો ઉલાળી જાય, ને બીજાના ઘરે ઓડકાર એવો કાઢે કે, રમેશિયાને ત્યાં વાનગી તો લટ્ટ મુકેલી, પણ ખવાય નહિ. ઘૂઘરા એટલાં કડક કે ખાવા માટે સાથે હથોડી રાખવી પડે. હનુમાનજીના મંદિરમાંથી તેલ લાવ્યા હોય એમ, બધું જ ફરસાણ લાલ-લાલ..!..! તીખા ગાંઠીયા તો એવાં કડક કે, ખાવા જઈએ તો ખબર જ નહિ પડે કે, દાંત તુટ્યો કે ગાંઠિયો તુટ્યો..! સાલ્લો.. સાલમુબારક કરવા આવેલો કે, નાસ્તો ઉલેળવા..?
                                એમાં મોબાઈલ દ્વારા તીરંદાજી કરવાવાળાથી ત્રાસી જવાય યાર..!  પાડોશમાં રહેતો હોય તો પણ મોબાઈલથી શુભેચ્છા આપે. પાંચ પેઢી સુધી ઘરમાં કળિયુગ નહિ આવે,  એવી મઝાની શુભેચ્છાઓથી મોબાઈલ ઉભરાવા લાગે. દુખ સાથે કહેવું પડે છે કે,  એકની  પણ શુભેચ્છા હજી સુધી ફળી નથી. જેમ જેમ દિવાળી નો વેધ ઓછો થવા માંડે, એટલે ઘરમાં વધેલા ફરસાણની હાલત રણસંગ્રામમાં ઘાયલ થયેલા યોદ્ધાઓ જેવી થઇ જાય. ઘૂઘરાનું અડધું અંગ ગાયબ થયું હોય. ખરખરિયાનો કચ્ચરઘાણ થયો હોય, ગાંઠીયા-ચોરાફળી-ચકરીના અંગો ફેકચરના દર્દીની માફક છાબડીમાં કણસતા હોય. ભાંગેલી-તૂટેલી  મીઠાઈઓ ઉપર કીડીઓ ફૂટબોલ રમતી હોય. જેના ભોગ લાગ્યા હોય એમણે જ વાસી સાલમુબારક કરવા કોઈને ત્યાં જવું..! સો વાતની એક વાત કે, તોરણો બાંધવાથી કે ફટાકડાના ધુમાડા કાઢવાથી, દિવાળી આવતી નથી. દિલમાં ઉજાસ કરીએ તો જ દિવાળી આવે.

 

 

                                   લાસ્ટ ધ બોલ

કાલે મેં રોકેટ સળગાવ્યું તો સીધું સુરજને અડી ગયું.

વાહ..પછી?
પછી શું, સુરજના બાપાએ મને મારી મારીને ધોઈ નાંખ્યો..!

તારા કપાળમાં કાંદા ફોડું..!

------------------------------------------------------------------------------------------------------