"ખાઈ લે ને!" મેં એક સ્પુનમાં ખાવા લઇ એને ધર્યું.
"યાર કઈ જ નહિ ગમતું! દિલ કરે છે કે મરી જવું છે!" પારૂલ એકધારી મને જોઈ રહી હતી. જાણે કે હમણાં જ ખાઈ જશે.
"હા, હા, ખબર છે!" મેં જબરદસ્તીથી એનાં મોંમાં ખાવા ઠુસ્યું. એણે પણ ખાવુ જ પડ્યું.
"સોરી, પારુ! પણ એને ઓફિસ જવું જરૂરી હતું, કાલે એ નહિ જાય!" નેહાએ મારા વતી વાત વાળી લીધી. એ પણ એની ફ્રેન્ડને આ હાલતમાં નહોતી જોવા માગતી. હું પણ તો નહોતો જોવા માગતો ને. જોવું ના પડે એટલે જ તો હું ઘરે નહિ રહેવા માગતો. હા, અમુક વસ્તુ પર આપનું બસ નહિ હોતું. અને જ્યારે વસ્તુઓ આપના કંટ્રોલમાં ના હોય, માણસ એનાથી દૂર જવાનું ચાહે છે. બચવા માગે છે. છૂટવા માગે છે. હું પણ ઓફિસનાં કામમાં ખુદને વ્યસ્ત કરીને જાણે કે પારૂલનાં દુઃખથી જે મને દુઃખ થઈ રહ્યું હતું, એનાથી બચવા જ માગતો હતો, પણ મેં અણજાણતા જ એને વધારે દુઃખી કરી હતી.
"કાલે જ નહિ, આ આખું વીક હું ઘરે જ રહીશ, દેખ મેં લીવ મૂકી દીધી છે!" હું પારુલને વધારે દુઃખ નહોતો આપવા માગતો અને એટલે જ મેં એક વિકની રજા લઈ લીધી. નોકરી તો કરવાની જ છે, પણ આ પાગલને ફરી જીવતા શીખવવું પડશે ને!
મારાં અને નેહાનાં આશ્ચર્ય વચ્ચે જ પારૂલે મારો કોળિયો ખાધો અને નેહા એને ખવડાવતી ગઈ એમ ખાતી રહી. મારા અને નેહા બંનેનાં દિલને હાશકારો થયો. જો એ ના ખાત તો અમારા બંને માટે પણ ખાવુ મુશ્કેલ થઈ જાત.
પારૂલ થોડી થોડી વારે મને જ જોઈ રહી રહી. જાણે કે કઈક વિચારી રહી હોય. થોડીવાર માં અમે ત્રણેય કોઈ સરસ પાર્કમાં હતા. બધાં રાત્રે ત્યાં જ આવતાં હોય છે.
"જો પારૂલ, હવે તું થોડું પણ નહિ રડે!" નેહા નીચે બેસીને પારુલને સમજાવી રહી હતી. હું પણ થોડીવારમાં જ આઈસ્ક્રીમ લઈ ને ત્યાં આવી ગયો.
"એ બધું જ મને વારંવાર યાદ આવી જાય છે.." પારૂલ રડતા રડતા જ બોલી.
"ઓહ, કમ ઓન!" મેં ખુદને પારુલની ઠીક બાજુમાં જઈને ગોઠવ્યો.
"લે આ આઈસ્ક્રીમ ખા, જિંદગી એટલી પણ ખરાબ નહિ!" મેં કહ્યું અને એને આઈસ્ક્રીમ પરાણે ખવડાવી. નેહા એના માથાને પંપોરી રહી હતી.
"જો હવે રડી છે ને તો હું ફરી કાલે ઓફિસ જ જતો રહીશ!" મેં કહ્યું તો એ થોડું વધારે રડી.
"પ્લીઝ ના જતો, મને નહિ ગમે, બહુ જ એકલું ફીલ થાય છે!" એ બોલતી હતી તો મારા થી ના જ રહેવાયું.
"હા, બાબા, સોરી! સોરી! યાર! હું તો જસ્ટ મસ્તી કરતો હતો, નહિ જવાનો ક્યાંય, ઓકે!" મેં કહ્યું અને એને ભેટી પડ્યો. એ મને જોરથી હગ કરી રહી.
મેં એક ઈશારો કરીને નેહાએ મારા હાથમાંથી આઈસ્ક્રીમ લઈ લેવા કહ્યું. પારૂલ તો જાણે કે બેખબર જ હતી કે મારા બંને હાથમાં આઈસ્ક્રીમ હતી.
થોડી મિનિટ એ આમ જ મને હગ કરી રહી અને એને સારું પણ ફીલ થયું.
વધુ આવતા અંકે...
એપિસોડ 4માં જોશો: પ્યાર મળે ના અને એકદમ મળે તો એને છોડવા માટે દિલ નહિ કરતું. એવું જ મેડમ આજે ફીલ કરી રહી હતી.
પ્રિયા કઈ કહે કે કઈક કમેન્ટ કરે એ પહેલાં જ નેહાએ એને ચૂપ રહેવાનો ઈશારો પણ કરી દીધો. હા, તો હું કે નેહા અમે બિલકુલ નહિ ચાહતાં કે એ ફરી એ જ હાલતમાં જાય, જ્યાંથી પાછા લાવતાં અમને બંને ને બહુ જ મહેનત લાગી છે!