🔵🔵🔵🔵🔵
"જો તો હું કેવી લાગુ છું!" પ્રિયાએ મારા ચહેરાને રીતસર એની તરફ કરતાં જ કહેલું.
હું પારુલને જ જોઈ રહ્યો હતો. એની આંખો જાણે કે મને ધમકી આપી રહી હતી. બસ ને યાર હવે તું મારો નહિ, એવું જાણે કે એ આંખોથી જ કહી રહી હતી.
"પારૂલ ને પૂછ!" મેં વાત વાળી અને બાલ્કનીમાં ચાલ્યો આવ્યો. હું પણ આ બધાથી થોડીવાર બ્રેક ચાહતો હતો.
પારૂલ પણ મારી પાછળ બાલ્કનીમાં આવી ગઈ. કંઈ કહ્યું ના, પણ એની ચૂપ્પી બધું જ કહી રહી હતી. મારા કાન એની ડાટ સાંભળવા અધીરા બન્યા. પણ એ કઈ જ ના બોલી. અમુકવાર કહી દીધેલું એટલું નહિ લાગતું, જેટલું ચૂપ રહી જવું લાગી જાય છે. બીજી તરફ એ બસ અપલક જોઈ જ રહી હતી.
"ગોળી ગળી હતી ને તેં?!" મેં પૂછ્યું.
"હા.." કહીને એ જાણે કે એના ભાવ છુપાવી રહી હતી. મારી સામે જોઈને એ હસી. અંગુઠાને જમણાં હાથની પહેલી આંગળી સાથે ભેગો કરી મને ઈશારામાં જ કહ્યું - "એક હગ!"
હા, હવે તો એક આદત બની ગઈ હતી. એણે જો એનું પાસ્ટ યાદ આવે કે જો એને થોડું પણ લો ફીલ થાય તો એ મારી પાસે હગ લેવાં આવતી.
થોડીવાર મને ભેટીને જાણે કે એને અલગ જ સૂકુન મળતું.
ખબર નહિ પણ કેમ આ વખતે એને મને વધારે સમય જકડી રાખ્યો. કોઈ કિંમતી વસ્તુ જાણે કે કોઈ લઈ લેવાનું ના હોય, એમ એ આજે મને છોડતી જ નહોતી. નેહા, પ્રિયા બધાં ત્યાં આવી ગયા, પણ મેડમ મને છોડવા જ નહોતાં માગતા.
પ્યાર મળે ના અને એકદમ મળે તો એને છોડવા માટે દિલ નહિ કરતું. એવું જ મેડમ આજે ફીલ કરી રહી હતી.
પ્રિયા કઈ કહે કે કઈક કમેન્ટ કરે એ પહેલાં જ નેહાએ એને ચૂપ રહેવાનો ઈશારો પણ કરી દીધો. હા, તો હું કે નેહા અમે બિલકુલ નહિ ચાહતાં કે એ ફરી એ જ હાલતમાં જાય, જ્યાંથી પાછા લાવતાં અમને બંને ને બહુ જ મહેનત લાગી છે!
કોઈ સાથે સંબંધ પૂરો કરી દેવામાં સમય નહિ લાગતો. પોતે તમે તો બીજા સાથે નવી લાઇફ શુરૂ કરી દો છો, પણ સામેવાળાનું શું?! કે જે ખાલી તમારા સહારે જ હતાં?!
આવું કઈક થાય તો કઈ જ ગમતું નહિ. દિલમાં બસ એ જ વાતો આવ્યાં કરે અને જિંદગી જ જાણે કે નીરસ બની જાય છે. કોઈ પણ વસ્તુમાં રસ રહેતો નહિ અને આપને અંદરથી વધારેને વધારે ખાલી મહેસૂસ ફીલ કર્યા કરીએ છીએ.
મેં પણ એને જોરથી હગ કરી લીધું. હું પણ એનું દુઃખ મહેસૂસ કરી રહ્યો હતો.
મને બધું જ યાદ આવી ગયું યાર. કેટલી મહેનત લાગી હતી, એને આ બધામાંથી બહાર લાવવામાં?!
નેહા એ અને મેં બધાં જ કામોને બાજુમાં મૂકીને એણે હસાવવામાં જ જી-જાન લાગવી દીધી હતી.
દરરોજ અમે એને હસાવવા માટે કંઇક ને કંઇક કરતા. અમુકવાર સફળ થતાં તો અમુકવાર નિષ્ફળ પણ થતાં.
"જો પારૂલ, જ્યાં સુધી તું જાતે આ બધાંમાંથી બહાર નહીં આવે, તારી લાઇફમાં ખુશી નહિ આવી શકે!" મેં એકવાર એને કહેલું.
"ખુશ રહેવાનું કોઈ કારણ પણ તો હોવું જોઈએ ને યાર!" એણે કહેલું.
વધુ આવતા અંકે...
એપિસોડ 5માં જોશો: સાચું કહું તો દિલ તો એમ જ કરતું હતું કે એને કહી દઉં કે હું એને કેટલો બધો પ્યાર કરું છું. એણે ગમમાંથી બહાર લાવતાં લાવતાં હું ક્યારે એનો થઈ ગયો મને પોતે પણ ભાન નહોતું. મને અહેસાસ થઈ રહ્યો હતો કે હું પોતે પણ ત્યારે જ હસતો જ્યારે એ હસતી. મારું દિલ પણ ત્યારે જ ઉદાસ પણ થઈ જતું જ્યારે એને રડવું આવી જતું. હું પોતે, હું ખુદ ના હોઇ, પણ એને જ હું, હું સમજી રહ્યો હતો.