મહોબતની રીત, પ્યારની જીત - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહોબતની રીત, પ્યારની જીત - 1


"ઉફ યાર, મેં તને કેટલી વાર કીધું છે કે તું બસ આમ પાગલ ની જેમ ના રહીશ! કેમ તું ખુદનું ધ્યાન નહિ રાખતી?!" મેં એને લડી જ લીધું. મેડમે કામ જ કઈક કેવું કર્યું હતું તો. હા, મેડમ બાજુવાળા સાથે લાકડા કાપવા ગયા હતા. ના પાડી હતી તો પણ. હું એના હાથે વાગેલ લોહી નીકળેલ ભાગ પર ટ્યુબ લગાવી રહ્યો હતો. હું જેવો જ ઑફિસેથી આવ્યો કે મેં એને જોઈ. ખાસ્સુ લોહી નીકળી ગયું હતું અને મને તો જાણે કે એના કરતા પણ વધારે દુઃખ થઈ રહ્યું હતું. ખાસ વ્યક્તિને જો થોડું પણ દર્દ થાય તો ખરેખર સહેવાતું નહિ, અને આ પાગલુ તો મારી જાન હતી.

"બસ પણ કર અલા, એ મરી થોડી જવાની છે!" મારી બહેને મને તાણો માર્યો. અમારી બંનેની ખાસ બોન્ડિંગ હતી. હું ગમે એવો થાકેલો કેમ ના હોવ એને જોતો તો દિલ બહુ જ ખુશ થઈ જતું. એણે પણ મારી સાથે ખૂબ ગમતું હતું. પણ જે દિલમાં દબાયેલું હતું એ તો હજી પણ નહોતું કહેવાય શકાયું. અથવા તો કહેવું જ જોઈએ કે કહેવાની જરૂર જ નહોતી પડી!

મેડમ પાસે ટ્યુબ મેં એનાં બેગમાં જ રાખી આપી છે કે જો આવું કઈ થાય તો એ એને લગાવી દે, પણ નાં, જ્યાં સુધી હું પોતે ના લગાવી આપું, મેડમ તો કોઈના જોડે નહીં લગાવે! હા, એ તો એવું જ કરતી. ભલે કપડાં મારા હોય પણ પસંદ હમેશાં એની જ રહેતી.

"સાગર, તમારા પર તો લાઈટ બ્લ્યુ બહુ જ સુટ કરે છે!"

"હા, તો લો આ પૈસા, મારા માટે તારે જ કપડાં લાવવાના!" મેં એનાં હાથમાં પૈસા આપી દીધા.

"નહીં લેવા!" હળવેકથી એ બોલેલી અને નેહા સામે તો મને પાછા અપવાય નાં ને?! કેમ કે એને સવાલ થાય, તો પાછળથી જવાના સમયે મારા ઉપરનાં ખીસામાં મૂકી દીધા હતા અને એના પોતાના પૈસાથી મારા માટે આ લાઈટ બ્લ્યુ શર્ટ લાવી હતી, મારું ધ્યાન એકદમ જ પહેરેલા શર્ટ પર ગયું. આજે પણ મેં એ જ શર્ટ પહેર્યો હતો.

"યાર, એમ તો કેવી રીતે વાગી ગયું!" હું થોડો શાંત થયો. પણ શું કરતો હું પણ, આજે થોડો વધારે જ વર્ક લોડ હતો અને આ મેડમે જીદ કરેલી કે જ્યાં સુધી હું ના લગાવી આપુ એ ટ્યુબ જ નહિ લગાવે, હા, ચિંતા કરવા જેટલો તો ઘા નહિ જ, પણ મને હંમેશાં એની ચિંતા રહેતી. શું કરતી હશે? ક્યાં હશે?! ઠીક તો હશે ને? એમને એમ તો મેં એને એક દિવસ ઓફિસથી જ કોલ કરી દીધો હતો -

"પારૂલ! ક્યાં છે?!"

"અહા.. હા.. હા.." એને ઊંઘમાં જ જવાબ આપ્યો -

"ઘરે જ હોઈશ ને?! કેમ શું થયું?!"

"કઈ નહિ," હું થોડો અસમંજસ માં હતો, હવે બોલું તો બોલું શું?!

"ઘર માટે કઈ લાવવાનું તો નહિ ને?!" મેં વાત બનાવવી શુરૂ કરી.

"હા, પણ હજી તો તમારે આવવાની વાર છે ને?!" એ બોલી.

"ના, આજે ઓવર ટાઈમ કરીશ!" કહીને મેં ગુસ્સામાં કોલ કાપી દીધો. એ પછી એ મને કેટલીય વાર કોલ કરતી જ રહી. ખબર નહિ કેમ એ ટેન્શનમાં આવી ગઈ કે હું ઘરે લેટ જઈશ.

પણ મને રેગ્યુલર ટાઈમ પર જોઈ ને એ તો બહુ જ ખુશ થઈ ગઈ.

વધુ આવતા અંકે...

એપિસોડ 2માં જોશો: "બસ પણ કર ને! જે થયું એ થયું, અમે છીએ તો! કેમ તું આટલું બધું ટેન્શન લે છે?!" મેં એને ગળેથી લગાવી લીધી. મને એની પર બહુ જ દયા આવી રહી હતી. હું એવો જ છું, કોઈનું પણ દુઃખ મારાથી નહોતું સહન થતું. હું પોતે ગમે એવી તકલીફનો સામનો કરી લઈશ, પણ સામેવાળાને જરા પણ દુઃખ ના થવું જોઈએ!

"ચાલ તો આપને હોટેલમાં ખાવા જઈએ!" મેં સૌને તૈયાર કર્યા.