મહોબતની રીત, પ્યારની જીત - 5 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

મહોબતની રીત, પ્યારની જીત - 5


"કારણ હોય ના તો પણ આપને કારણ બનાવવું પડે છે!" મેં કહ્યું.

"મને સાચે લાગે છે કે હવે મારું દુનિયામાં કોઈ જ નહિ. બસ જે બાકી છું, એ પણ હવે થોડુ થોડુ મરી રહી છું.." એને બહુ જ રડતાં કહેલું તો મેં એને ગળે લગાવી લીધી હતી. એ પછી જ્યારે પણ એની લાગણીનો ઉભરો આવતો કે એને વધારે લો ફીલ થતું તો એ મારી પાસે હગ માગતી અને હું આપતો.

મને હગ કરીને જ જાણે કે એ સૂઈ પણ ગઈ. થોડો પણ જો આરામ મળે તો એને માટે સારો જ હતો. મેં એને ઊંચકીને બેડ પર સુવાડી દીધી. બ્લેન્કેટ ઓઢાવ્યું અને એનાં માથે પ્યારથી હાથ ફેરવ્યો. એની મસ્ત મોટી આંખો ઊંઘમાં હોય એમ લાગતું હતું અને ચહેરો જોઈને મારું દિલ વધારે જ એના માટે દયા ફીલ કરતું.

સાચું કહું તો દિલ તો એમ જ કરતું હતું કે એને કહી દઉં કે હું એને કેટલો બધો પ્યાર કરું છું. એણે ગમમાંથી બહાર લાવતાં લાવતાં હું ક્યારે એનો થઈ ગયો મને પોતે પણ ભાન નહોતું. મને અહેસાસ થઈ રહ્યો હતો કે હું પોતે પણ ત્યારે જ હસતો જ્યારે એ હસતી. મારું દિલ પણ ત્યારે જ ઉદાસ પણ થઈ જતું જ્યારે એને રડવું આવી જતું. હું પોતે, હું ખુદ ના હોઇ, પણ એને જ હું, હું સમજી રહ્યો હતો.

એવું તો શું કરી દઉં કે એના દરેક ગમ મારા થઈ જાય અને એને મારા હિસ્સાની દરેક ખૂશિયા એને આપી દેવાય?!

હા, હવે તો હું એને એટલી હદે ચાહવા લાગ્યો છું કે એને એક સેકંડ પણ ઉદાસ નહિ દેખવા માગતો.

પ્રિયાએ મને બોલાવ્યો પણ હું સુદબુધ ખોવાયેલ જાણે કે ત્યાં જ રહી જવા માગતો હતો, હું પારુલની ઠીક બાજુમાં રોકિંગ ચેર પર જઈ બેઠો.

મેં નેહાને એક ઈશારો કર્યો તો એ પ્રિયાને મૂકવા માટે ચાલી ગઈ.

હું પારુલને જ અપલક જોઈ રહ્યો હતો. જાણે કે એની સાથે જ વાતો ના કરી રહ્યો હોય!

મને યાદ આવ્યું કે પારુલને પરાઠા મસ્ત આવડે છે, એને મારા માટે બનાવ્યાં હતા, એને ગમતું તો પછી રોજ એ મારા માટે એવું બનાવવા લાગી. મને ખવડાવવું એને ખૂબ જ ગમતું. ઓફિસથી આવું તો એ મારા માટે કોફી બનાવતી. રોજ મારા આવવાની રાહ જોતી. અમુકવાર જો મારાથી ના રહેવાય તો એનો અવાજ સાંભળવા હું એને કોલ કરી દેતો.

"ના ડુંગળી તો છે, બટાકા લાવજો.." એ પણ કહેતી જાણે કે એને પણ ખબર જ હતી કે મેં કેમ કોલ કર્યો હતો.

અમુકવાર તો એ જીદ પણ કરતી કે આજે ઓફિસ ના જશો! પરાણે મારે તો રોકાવું જ પડતું. હું ખરેખર તો એની ખુશી માટે કઈ પણ કરવા તૈયાર રહેતો. રહું પણ કેમ નહિ, એને આમ હસતા જોવા તો કેટલા બધાં તપ કર્યાં હતાં. નેહા પણ એને ક્યારેય કોઈ રોક ટોક કરતી જ નહિ, એને જે ગમે એ બનાવતી અને અમને બંનેને ખવડાવતી.

નેહાએ પણ જાણી જ લીધું હતું કે એ મારા પ્રત્યે અલગ જ ફિલિંગ ધરાવે છે, પણ એને સામેથી પૂછવાનું કોઈ કારણ જ નહોતું.

વધુ આવતા અંકે...

એપિસોડ 6માં જોશો: "ઓહ!" પારૂલ પણ ખુશ થઈ ગઈ. મારો અવાજ પણ જો એ સાંભળી લે તો એનો દિવસ બની જતો હતો. અને મારે પણ એવું જ હતું.

હું જેવો એને હગ કરી રહ્યો એ આગળ ફરી અને મને જોરથી હગ કરી લીધું. એ સાવ ભૂલી જ ગઈ કે ગેસ પર ચા ઉકળી રહી હતી અને હવે બધું બહાર આવી ગયું હતું. મેં એને ડિસ્ટર્બ કર્યા વગર જ ગેસ બંધ કરી દીધો.