Ruzanben Khambata books and stories free download online pdf in Gujarati

રૂઝાનબેન ખંબાટા

આજે મારે એક એવી વ્યક્તિને મળવાનું થયું કે તેઓ અત્યંત પ્રભાવશાળી પ્રતિભા ધરાવનાર, યુનિવર્સલ પીસ એમ્બેસેડર, યંગ બિઝનેસ આંત્રપ્રિન્યોર છે. તેમને સ્ત્રીસશક્તિકરણ, મહિલાબળમિત્ર જ્ઞાન સમાજ એવોર્ડ તેમજ એવા ઘણા બધા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. હું વાત કરીરહી છું, રૂઝાનબેન ખંભાતાની. જેઓએ નાનીવયમાં પોતાનું બિઝનેસ શરૂકર્યું અને આજે તેઓમહિલા સશક્તિકરણ અને તેમને પગભર થવા અને રક્ષણ માટે હંમેશ પ્રયત્નશીલ રહે છે તેમની સાથે કરેલ મુલાકાત અને વાતચીતના અમુક અંશો નીચે મુજબ છે:

તમે વેલસેટલ્ડ ફેમિલીમાંથી આવો છો, છતાં પોતાનું બિઝનેસ કરવાનું જ કેમ વિચાર્યું?

(સ્મિત આપીને) આપણાં બધાની અંદર એક કીડો હોય ખૂદ કે પેર પે ખડે રેહને કા એટલે મારામાં એ કીડો વધારે જાગી ગયો અને એ કીડો એવો જાગ્યો કે પપ્પાની ફેક્ટરીએ હું જતી, ટ્રેનિંગ દરમિયાન ત્યાં કેવી રીતે કામ થાય છે એ બધું મેં જોયું અને શીખ્યું. હું ફક્ત એસી કેબિનમાં બેસી રહેવામાં અને મેડમ બનીને ફરવામાં ન હતી માનતી. મારા પેરેન્ટસે સિમ્પલ લિવિંગ હાઈ થીંકીંગ” શીખવાડ્યું છે. નાનપણથી જ પપ્પાને મહેનત કરતા જોયા છે એટલે જ એ લાક્ષણિકતા મારામાં પણ આવી.

શું તમારા ફેમિલી દ્વારા તમારા બિઝનેસને સપોર્ટ કરવામાં આવ્યો? અને કેવી રીતે ?

હું એવા ફેમિલીમાંથી આવું છું કે જ્યાં બધાને ઇકવલ-સમાન સમજવામાં આવે છે. અમને એવી રીતે ઉછેરવામાં આવ્યા છે કે સ્ત્રીપુરુષમાં કોઈ અંતર હોતો નથી એટલે કે અમારા ઘરમાં દીકરા દિકરીઓમાં કોઈ ફર્ક રખાયો ન હતો. પપ્પાની ફેક્ટરી એ જતી ત્યારે ઘણું શીખવા મળ્યું. તે સમયે મેં આઈ ટી ફિલ્ડ સિલેક્ટ કર્યું, જે છોકરીઓ માટે એક ચેલેન્જ હતું. તમારી જાતને મજબૂત રાખીને આગળ વધશો, આંખમાંઆંખ મિલાવીને કોન્ફિડન્સથી વાત કરશો, બોડી લેન્ગવેજ હેન્ડશેક વગેરે અગત્યના હોયછે, એ બધું જ હું નાનીવયમાં જ શીખી ગઈ હતી પપ્પા મમ્મી સલાહ પણ આપતા અને માર્ગદર્શન પણ કરતા.

એક વુમન તરીકે તમને પોતાનો બિઝનેસ સેટ કરવામાં કેવા પ્રકારના અપ્સ એન્ડ ડાઉન્સનો સામનો કરવો પડ્યો?

મેં આઈટી ફિલ્ડપસંદ કર્યું, જે ટેક્નિકલ ફિલ્ડ હતું જ્યાં સુધી તમે પાણીમાં નહીં કુદો ત્યાં સુધી તમે તરતા નહિ શીખો. એ જ સિદ્ધાંત સાથે હું બિઝનેસમાં આગળ વધી. તે સમયમાં લોકોને આઈ ટી વિશે સમજાવવું અઘરું હતું, પણ કહેવાય છે ને કે ચેલેન્જિસ મેક્સયુ મોર સ્ટ્રોંગ.

બિઝનેસથી સ્ત્રીઓ તરફ સમાજ સેવા તરફ વળવાનું કારણ શું હતું?

નિર્ભયાની ઘટના એ મને વાંચતી કરી દીધી કે બહેનોના લૉ-કાયદાઓશું છે? વિટનેસ લૉ શું છે? હેલ્થ પોઇન્ટ ઓફ વ્યૂ શું છે? એફએસએલમાં રિપોર્ટ જાય તો શું થાય? ટેક્નિકલ ફિલ્ડની હોવાથી મને વિચાર આવ્યો કે હું એવી કોઈ ટેક્નોલોજી કેમ ન વિકસાવું કે જે સ્ત્રીઓને મદદરૂપ થાય. તેમાં મેં 1091 પોલીસ હાર્ટની ટેકનોલોજી વિકસાવી જેમાં અમે એવી સહુલિયત આપીએ છીએ કે તમે તમારા કોઈપણ ફોનથી..તે ભલે પછી સ્માર્ટ ફોન હોય કે જનરલ...સામાન્ય ફોન હોય તેનાથી તમે મિસકોલ પણ કરશો તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા લોકેશનની જાણકારી લેવાશે અને તરત જ ત્યાં પોલીસની એક ટીમ મદદે પહોંચી જશે આ ટેકનોલોજીના ઇમ્પ્લિમેન્ટમાં ગુજરાત ગવર્નમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને ખૂબજ સારો સપોર્ટ કરવા આવ્યો. 1091 પોલીસહાર્ટ ઉપરાંત "હલ્લાબોલ" "વ્રજ ઓ ફોર્સ ડીફેન્સ ટૂ ડાન્સ" વગેરે જેવા ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી.

તમને નથી લાગતું કે આજના જમાનામાં પણ ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓ પર માનસિક, શારીરિક, આર્થિક અને સામાજિક રીતે શોષણ કરવામાં આવતું હોય છે? તેની સામે અવાજ ઉઠાવવાની શક્તિ કે હિંમત સ્ત્રીઓમાં આવી છે ખરા?

હા આવી છે, કોઈ ડાઉટ જ નથી. દરેક કલાકે ચાર બહેનોના રેપ થાય છે. દરેક દિવસે બહેનોનો રેપ થાય છે. આજે આ બનાવ સામે લડત આપવાની હિંમત સ્ત્રીઓ કરી રહી છે. અમે હજી બી આની પાછળ કામ કરી રહ્યા છીએ. જેટલી બહેનો જાગૃત થશે તેટલી જ તેમનામાં હિંમત આવશે અને મુશ્કેલીઓનો સામનો હિંમતભેર રીતે કરી શકશે. અમે સ્ત્રીઓનું સ્ત્રીઓ માટે કામ કરીએ છીએ તેમને સપોર્ટ આપીએ છીએ અને સમજાવીએ છીએ કે ડરીને બેસી ન રહેવાય, સામે લડત આપવી જરૂરી છે. તેમને હિંમત આપીએ છીએ અને સાચી સલાહ તેમજ માર્ગદર્શન પણ પૂરું પાડીએ છીએ.

ભારતમાં દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓનું પોતાનું એક આગવું સ્થાન રહેલું છે. બૉલીવુડ હોય કે હોલિવુડ, એજ્યુકેશનફિલ્ડ હોય કે બિઝનેસ..પરંતુ પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓને એટલો સહકાર કે મહત્વ હવે આપવામાં આવી રહ્યો છે ખરા? તમને શું લાગે છે કે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો નીચો છે? હા વાત સાચી! પરંતુ પહેલાની જેમ ઘૂંઘટ નથી, બહેનો ઘરની બહાર નીકળતી થઈ છે, પગભર બનીછે, ઘણો બધો ફરક આવ્યો છે, પણ પુરુષ પ્રધાન સમાજનો માઈન્ડસેટ આપણે ચેન્જ કરવો પડશે તો જ માનસિક રીતે સ્ત્રી પુરુષની સમાનતા ઉદ્દભવશે.

સ્ત્રીઓ પ્રત્યે આટલો ઝુકાવ કેમ? આજના જમાનામાં તો પત્ની પીડિત પુરુષો પણ હોય છે, તો તેઓને કોઈ સહાય કે મદદ કરવાનું કેમ ન વિચાર્યું?

ના, ઘણા બધા લોકોને ગલત ફેહમી છે એ હું અહી ક્લિયર કરી દેવા માંગુ છું કે ભાઈઓ માટે પણ હું એટલું જ કામ કરું છું જેટલું કે સ્ત્રીઓ માટે. મારા માટે સૌથી મહત્વની વાત કોઈને અન્યાય થયો હોય, કોઈ સાથે ખોટું થયું હોય ત્યારે તેમને સપોર્ટ કરીને માર્ગદર્શન આપીને તેમની સાથે ઉભી રહું છું. જો કોઈ બેન ગેરમાર્ગે દોરે કે સામે રહેલ ભાઈને અન્યાય થઈ રહ્યો હોય તો તેવામાં અમે ન્યાયપૂર્ણ કાર્ય કરીને સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આવું માત્ર 10 ટકા કેસોમાં જ બનતું હોય છે. ૯૦ ટકા બહેનો ખરેખર શોષિત થતી હોય છે. આ સ્ત્રી પુરુષની લડાઈ નથી પણ આ અચ્છે બુરે ની લડાઈ છે. એટલે હું પુરૂષજોડે પણ ઊભી રહું છું. મારા મતે, નાત-જાત ધર્મ લિંગ તે મહત્વનું નથી પણ કોઈને અન્યાય ન થવો જોઈએ. એ ખૂબ જ અગત્યનું છે.

તમે સેલ્ફ મોટિવેશન માટે શું કરો છો?

બાળપણ થી જ અમને એવું શીખવાડવામાં આવ્યું હતું કે કોઈના મોટિવેશનનો આધાર આપણે રાખવો નહિ. નહીં તો જિંદગીમાં ક્યારેય ખુશ નહિં રહી શકીએ. આપણે આપણા મનનું કામ કરવું. સેલ્ફઇન્સ્પેકશન અગત્યનું છે નાકે અન્યનું..! તમે ગમે તે કામ કરતા હોવ તેમાં ક્યારેક તમને બે ગાળો પણ પડે અને ક્યારેક તમારી વાહવાહી પણ થાય, પરંતુ તેનાથી વધુ પડતા ખુશ કે દુઃખી થવું ન જોઈએ. તમારી બુરાઈ થાય ત્યારે તેને પણ વખાણની જેમ સહજતાથી સ્વીકારીને તેમાં સુધારા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિરાશા ક્યારેય ન રાખવી જોઈએ. તમે રાત્રે સૂતા હોવ ત્યારે તમે પોતાની જાતને પોતાનો ચહેરો બતાવી શકો તેવી સ્થિતિમાં હોવ તેવા જ કાર્યનું અનુસરણ કરવું જોઈએ. ક્યારેક એક્સરસાઇઝ કરો, ધ્યાન કેન્દ્રિત કરો, યોગા પણ કરી શકો..પણ પોતાના મનને શાંત રાખો..! તથા કોઈ ખોટામાર્ગે દોરાઈ ન જાઓ તેનું ખાસ ધ્યાન રાખો.

તમારી ફિટનેસનો શું રાજ છે?

(મલકાતાં...) મને લાઈફમાં બે જ વસ્તુ ખૂબ ગમે…જમવાનું અને સુવાનું..!! પણ જો તમે જમો અને સામે એક્સરસાઇઝ ન કરો તે અયોગ્ય છે. એક્સરસાઇઝ તમારી બોડી ને જ નહીં પણ તમારા મનને પણ હેલ્ધી રાખે છે, આ સાયન્સ છે. એક્સરસાઇઝ કરવાથી શરીર અને મગજ એક્ટિવ રહે એટલે કે મગજ અને શરીર બન્ને તંદુરસ્ત થાય એટલે જ મને એક્સરસાઇઝ કરવી ગમે છે કારણ કે, હેલ્થઇસ વેલ્થ.. જ્યાંસુધી પૈસા નહી હોય તો ચાલશે..પણ જો તમારા શરીરમાં તમને કોઈ તકલીફ હશે તો તમે શાંતિથી જીવી નહીં શકો. તમારું માઈન્ડcસતત ડિસ્ટર્બ રહશે. ફિટ હશો તો ખુશ રહેશો સાથે સાથે લોકોને પણ ખુશ રાખી શકશો. બીજાને પ્રેરણા આપી શકશો. જેમજેમ ઉંમર વધે તેમતેમ ફિટનેસ પણ વધારવી જોઈએ.

(તેમની સાથે રૂબરૂ મુલાકાત દરમિયાન એક અલગ જ ઊર્જા અને સકારાત્મકતાનો ગૂઢ અનુભવ થયો. તેમને મળવા અને જાણવા બદલ હું તેમની તથા તેમની સમગ્ર ટીમની ખૂબ જ આભારી છું.)આપને આ માહિતી કેવી લાગી? આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.

આભાર..


બીજા રસપ્રદ વિકલ્પો