નિયતિ હેતુની બેસ્ટ ફ્રેન્ડ જ્યાં પણ જવું હોય ત્યાં બંને સાથે જ હતા અને દિલની દરેક વાત નિયતિ પાસે હેતુ કરતી હતી નિયતિ પણ પોતાની દરેક વાત હેતુને કહેતી બંને બહેનપણીઓનો પ્રેમ જ કંઈક અલગ હતો પણ હેતુ છે ને થોડી બીકણ હતી જ્યારે નિયતિ એકદમ ખુલ્લા દિલની કોઈને પણ જવાબ આપવા માટે ક્યારેય નિયતિ એ વિચાર્યું જ નથી મન પડે એવો જવાબ નિયતિ આપી દેતી કોઈને મારવા હોય તો પણ નિયતિ જરાય ખચકાતી નહીં પણ નિયતિને સપોર્ટ હતો તેના પપ્પા અને તેના ભાઈ હર્ષિલ બંને એટલા મજબૂત અને બંનેનો કોન્ટેક સૌથી વધારે એટલે નિયતિ ઉપર ઉની આંચ પણ ન આવતી. નિયતિ હેતુને પણ એ જ સમજાવતી હેતુ આપણે આ જિંદગીમાં આવ્યા છે ડરી ડરીને જીવવા માટે તો આવ્યા જ નથી તો પછી છો ને મજા કરતી. જ્યાં સુધી બીજાને તું જવાબ નહીં આપ ત્યાં સુધી સામે વાળો માણસ તારો ઉપયોગ કરી શકે પણ હેતુ તો પહેલેથી પોતાના દાયરામાં જ રહેલી છે તેનો દાયરો ક્યારેય એને ઓળંગ્યો નથી અને તેને એ ઓળંગવાની જરૂર પણ નથી. હેતુ એવું માને સામેવાળાને આપણે જવાબ ન આપીએ તો આપોઆપ જ શાંત થઈ જાય જેટલો જવાબ આપો એટલો સામે વાળો વધુ ઉશ્કેરાય આ હેતુ નાં જીવનનો મંત્ર હતો એટલે ક્યારેય કોઈપણ બાબતમાં તે સામો પ્રતિકાર કરતી જ નહીં અને જ્યાં લાગે ત્યાંથી તે હટી જતી એ બનાવમાં ક્યારેય ઊભી જ ન રહેતી પણ નિયતિનું તો એનાથી ઊલટું સામેથી મુશ્કેલીઓ લેવી.કોઈપણ જગ્યાએ અને ગમે તે રસ્તા ઉપર આ નિયતિનો કાર્યક્રમ ચાલુ થઈ જાય હેતુ એટલે તેનાથી હંમેશા દૂર જ રહેતી પણ નિયતિ એમ કાંઈ હેતુને છોડે એમ તો હતી જ નહીં....
નિયતિ પિક્ચર ની બે ટિકિટ લઈને આવી હતી અને તે હેતુને પોતાની સાથે પિક્ચર જોવા લઈ જવાની હતી.
મને આ બધું જરાય નથી ગમતું અને એ પણ ત્રણ કલાક ત્યાં બગાડવા મને જરા પણ પસંદ નથી તારે જવું હોય તો તું એકલી જઈ આવ..
નિયતિ કહે અરે યાર.... હું એકલી પિક્ચર જોવા જાવ તો કેટલું બોરિંગ લાગે તું ચાલ ને આપણે બે વળતા ભેળપુરી પણ ખાતા આવશું....
હેતુ કહે પણ મને પિક્ચર જોવા માં જરાય નથી પરાણે ત્યાં જઈને ત્રણ કલાક બગાડવા....
નિયતિ કહે મે માસી પાસેથી પરમિશન લઈ લીધી છે અલકા માસીએ મને હા પાડી છે અને હવે જો ના નથી પાડવાની. મારે જવું છે એટલે જવું છે અને તારે આવવાનું જ છે હું બપોરે અઢી વાગે તને લેવા આવી જઈશ તું તૈયાર થઈ જાજે....
હેતુ કહે અરે.... સાંભળ તો ખરી ત્યાં નિયતિ તો ફટાફટ નીચે ઉતરી ગઈ અલકા માસીને કહેતી ગઈ માસી હું અઢી વાગે આવી જઈશ.....
અલકાબેન એ કહ્યું નિયતિ પૌવા બનાવ્યા છે તું અને હેતુ બંને સાથે નાસ્તો કરી લો પછી જજે...
ના માસી હું તો ઘરે કહ્યા વગરની જ આવી છું એટલે મારે તો ઘરે ફટાફટ પહોંચવું પડશે નહીતર તમારી પહેલી બેનપણી છે ને એટલે મારી મા !મને ધોઈ નાખશે ક્યાં પૂછ્યા વગરની ગઈ હતી.? શું કામ ગઈ હતી? શું કરવા ગઈ હતી? કેટલા બધા પ્રશ્નો એ સાથે પૂછી નાખશે એના કરતા અત્યારે મને તમે જવા દો અને હા અઢી વાગે તમે હેતુને તૈયાર કરી રાખજો. અમારે બંનેને પિક્ચર જોવા જવું છે..
અલકાબેન એ કહ્યું સારું તારી બેનપણી છે તમારે બંનેને જે કરવું હોય તે કરો....