Agnisanskar - 12 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 12


" ક્યાં રહી ગયા હશે, અત્યારે તો આવી જવા જોઈએ..." રાહ જોઈને બેઠી લક્ષ્મી એ દરવાજા તરફ જોઈને કહ્યું.

ત્યાં જ જીતેન્દ્ર એ દરવાજો ઠપકાર્યો. લક્ષ્મી એ દોડીને દરવાજો ખોલ્યો. પોતાના પતિને સહી સલામત જોઈને જ લક્ષ્મી ભાવવિભોર થઈ ગઈ.

" અરે તું રડે છે કેમ?" જીતેન્દ્ર એ કહ્યું.

" આ તો ખુશીના આંસુ છે... ભગવાનને મારી એક જ પ્રાથના હતી કે તમે સહી સલામત ઘરે પહોંચી જાવ.."

" મને શું થવાનું હતું...અને અંશ ક્યાં છે?" બેગને પલંગ પર મૂકતા કહ્યું.

" એ તો નિશાળે ગયો છે..."

જિતેન્દ્રની તબિયત ઠીક નહોતી. ઉધરસ અને તાવના લીધે એનું આખુ શરીર કંપી રહ્યું હતું.

" હાય રામ, તમારી તબિયતને શું થયું?" પાણીનો ગ્લાસ આપતા કહ્યું.

" અરે એ તો થોડોક તાવ આવ્યો છે, આરામ કરીશ એટલે ઠીક થઈ જશે..."

જીતેન્દ્ર એ કિડનીની વાત પત્નીથી છૂપાવી રાખી હતી.

થોડાક દિવસો બાદ જીતેન્દ્રને સમાચાર મળ્યા કે અમરજીત પોતાની પત્ની કરીના સાથે ગામડે આવ્યો છે.

" અમરજીતે બેંગલોરમાં જ કરીના સાથે લગ્ન કરી રાખ્યા હતા! પણ એણે મારી સાથે વાત કેમ છૂપાવી રાખી?"

જીતેન્દ્ર અમરજીતની પત્નીની કિડની વિશેની વાતથી હજુ અજાણ હતો. તે રાકેશ અને અમરજીતને અલગ સમજતો હતો. પરંતુ એક દિવસ આ ગલતફહેમી પણ દૂર થઈ ગઈ જ્યારે જિતેન્દ્ર એ રાકેશને અમરજીતના ઘરે જતા જોયો. જીતેન્દ્ર ચોરીછૂપે એની પાછળ પાછળ ગયો અને રાકેશ અને અમરજીતની વચ્ચેની વાત સાંભળવા લાગ્યો.

" રાકેશ તું અહીંયા??" દરવાજે ઊભીને અમરજીત બોલ્યો.

" મને મારા હકના પૈસા જોઈએ છે બસ, એ પણ અત્યારે જ..."

" મેં તને કહ્યું હતું ને હું બેંગલોર પાછો આવીશ ત્યારે આપી દઈશ તારા પૈસા..."

" મને તમારા પર ભરોસો નથી..મને અત્યારે જ મારી પૂરી રકમ જોઈએ છે અને જો નહિ મળે તો હું જીતેન્દ્રને કહી દઈશ કે તમે જ પૈસાની લાલચ આપીને મારી પાસેથી એની કિડની વેચાવી અને એ કિડની વેચવાને બદલે તમે પોતાની પત્નીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવી દીધી છે.."

" તું પાગલ થઈ ગયો છે કે શું?? તુ રૂક હું હમણાં તારા પૈસા લઈને આવું છું..." અમરજીતે રાકેશ જે રકમ આપવાની હતી એ લાવીને આપી દીધી અને રાકેશ ત્યાંથી જતો રહ્યો.

જીતેન્દ્ર મનથી પૂરી રીતે ભાંગી ગયો. બલરાજ, ચંદ્રશેખર અને અમરજીત આ ત્રણ સગા ભાઈઓએ એક ભાઈને બધી રીતે નીચોવી નાખ્યો હતો. હકની જમીનથી લઈને બાળકને ચીનવ્યા બાદ બાકી બચી તો જિતેન્દ્રની અડધી જિંદગી પણ છીનવી લીધી હતી.જીતેન્દ્ર વધુ તેજ ગતિએ શ્વાસ લેવા લાગ્યો. શરીરમાંથી ઉઠતી કંપને હદયના ધબકારા પણ વધારી દીધા હતા. છાતીમાં દુખાવો થવા લાગ્યો. છાતી પર હાથ રાખીને જીતેન્દ્ર પોતાના ઘરે પહોચ્યો તો લક્ષ્મી અને અંશ શાંતિથી પથારીમાં સુઈ રહ્યા હતા.

માથા પર હાથ ફેરવતા આંસુ સાથે કહ્યું. " દીકરા મને માફ કરજે કે હું સારો પિતા ન બની શક્યો...આ ગરીબીમાં તને જન્મ આપીને મેં તને મુશ્કેલીના મોંમાં ઠકેલ્યો છે...મારી પાસે હવે શકિત નથી બચી કે હું મજૂરી કરીને પણ તારું ભરણ પોષણ કરી શકું..અને એટલે હું તમારા પર બોજો નથી બનવા માંગતો..."

પત્નીના કપાળે ચુંબન કરીને જીતેન્દ્ર એ મનમાં કહ્યું. " થઈ શકે તો મને માફ કરજે...હું જે પગલું ભરવા જઈ રહ્યો છું કદાચ એ યોગ્ય નથી...પરંતુ મારી પાસે આ સિવાય અન્ય કોઈ રસ્તો પણ નથી, હું બોજો બનીને તમારી મુશ્કેલી વધારું એ પહેલા જ હું..." જીતેન્દ્રને આગળ બોલવાની હિંમત ન થઈ અને ગામમાં ચોકમાં આવેલા એક મોટા વૃક્ષ પાસે જતો રહ્યો.

રાતનો સમય હોવાથી ચારેકોર સન્નાટો હતો અને આ સન્નાટામાં જીતેન્દ્ર એ ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી.

અંશે સવારમાં આંખ ખોલતા જોયું તો પપ્પાની લાશ વૃક્ષ પર ટિંગાયેલી હતી. વૃક્ષ નીચે માની હાલત રડી રડીને ખરાબ થઈ રહી હતી. ગામમાં બધા લોકો બસ તમાશો જોતા ચૂપચાપ ઉભા હતા. મનમાં ઉદભવતા અનેકો સવાલ અંશને પરેશાન કરી રહ્યા હતા. પરંતુ પાંચ વર્ષના બાળકના સવાલના જવાબ આપી શકે એવું કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હતું.

ત્યાં જ જીતેન્દ્રના ત્રણેય ભાઈઓ હાજર થયા અને જીતેન્દ્રના આત્મહત્યા કરવા પાછળનું કારણ લક્ષ્મીને ઠેરવતા બલરાજ સિંહ બોલ્યો. " મારા ભાઈની આત્મહત્યા પાછળ તું જ જવાબદાર છે લક્ષ્મી!!! તારા લીધે જ મારા ભાઈએ મજબૂરીમાં આવું પગલું ભર્યુ છે!..અને પાછી અહીંયા આવીને જુઠ્ઠા આંસુ વહાવી રહી છે!!..."

ક્રમશઃ













બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED