અગ્નિસંસ્કાર - 11 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 11



બે દિવસ બાદ રાતના સમયે રાકેશે જીતેન્દ્રને બોલાવીને કહ્યું.
" મારી પાસે એકસાથે પાંચથી સાત લાખ કમાવાનો એક રસ્તો છે..."

" પાંચથીથી સાત લાખ! એ કેવી રીતે?" જીતેન્દ્રની આંખો ચમકી ઉઠી.

" પોતાની એક કિડની વેચીને..."

" મતલબ તું મને મારી કિડની વહેંચવાનું કહે છે..."

" ડરવાની કોઈ જરૂર નથી...એક કિડની સાથે પણ આવે આરામથી જીવી શકીએ છીએ....હવે ભગવાને એક કિડની એક્સ્ટ્રા આપી છે તો એનો ઉપયોગ કરવામાં શું ખોટું છે.." રાકેશે ફસાવતા કહ્યું.

" મેં ડોકટર સાથે વાત કરી લીધી છે....બસ તું હા બોલ એટલે આપણે કાલે જ ઓપરેશન કરાવી લઈએ..." રાકેશ ફરી બોલી ઉઠ્યો.

જીતેન્દ્ર વિચારમાં ડૂબી ગયો. રાકેશે મનમાં કહ્યું ' આ એમ નહિ માને..'

" તું તારા પરિવાર માટે એક કિડનીની કુરબાની પણ નહિ આપે! વિચાર તો કર એકસાથે તારા હાથમાં સાત લાખ રૂપિયા હશે, તું જ્યારે આ સાત લાખ રૂપિયા લઇને પોતાના ઘરે જઇશ તો તારી પત્ની એ જોઈને કેટલી ખુશ થશે...તારા દીકરાનો ભણતર ખર્ચો પણ નીકળી જશે...વધારે વિચાર ન કર હા પાડી દે...."

પોતાની પત્ની અને દીકરાનો ચહેરો યાદ આવતા જીતેન્દ્ર એ ભાવુક થઇને હા પાડી દીધી.

ડોકટર સાથે મુલાકાત કરીને જીતેન્દ્રનું જરૂરી ચેકઅપ કરવામાં આવ્યું અને ઓપરેશન કરીને એક કિડની નિકાળી દેવામાં આવી.

પથારીમાં પડેલા જીતેન્દ્ર એ કહ્યું. " રાકેશ મારા પૈસા મને ક્યારે મળશે?"

" તું એની ચિંતા ન કર, થોડાક દિવસમાં જેમ મારી પાસે પૂરી રકમ આવી જશે હું તારા ઘરે જ આવીને તને પૂરી રકમ તારા હાથમાં આપી જઈશ...ઠીક છે તું બસ ઘરે રહીને આરામ કરજે ઓકે..."

પાંચ - સાત દિવસ વિતી ગયા પરંતુ રાકેશ પૈસા લઈને હજુ સુધી આવ્યો ન હતો. ભાડે રૂમ રાખીને રહેતો હોવાથી માલકીન ભાડું લેવા પણ આવી ગયા હતા.

" ભાડું ક્યારે આવશે??"

" થોડાક દિવસમાં હું આપી દઈશ, માલિક..."

" છેલ્લા બે દિવસ આપુ છું જો ભાડું નહિ મળે તો સામાન સાથે તને પણ ઘરની બહાર કાઢી મૂકીશ સમજ્યો..." માલકીન ધમકી આપતો ચાલ્યો ગયો.

" અમરજીત પાસે ઉધારમાં પૈસા લઈને ભાડું ચૂકવી દવ છું, પછી જ્યારે સાત લાખ રૂપિયા આવી જશે ત્યારે એમાંથી ઉધારી ચૂકવી દઈશ...હા આ ઠીક રહેશે.." જીતેન્દ્ર અમરજીતના રૂમમાં ગયો પરંતુ બહારથી તાળું જોવા મળ્યું. તેણે આસપાસ પાડોશમાં પૂછ્યું તો જાણવા મળ્યું કે એ છેલ્લા એક અઠવાડિયા પહેલાં જ રૂમ ખાલી કરીને નીકળી ગયો છે.

જીતેન્દ્ર પાસે ફોન ન હતો તેથી તેણે પાડોશી પાસેથી ફોન લઈને અમરજીતને કોલ કર્યો પરંતુ અમરજીતે કોલ રિસીવ ન કર્યો. ત્યાર બાદ તેણે રાકેશને કોલ કરી જોયો પરંતુ એનો નંબર જ નોટ રિચેબલ આવતો હતો.

જીતેન્દ્રને ધીમે ધીમે સમજણ આવી ગઈ કે રાકેશે અને અમરજીતે એની સાથે દગો કર્યો છે. હિંમત હારીને જીતેન્દ્ર ઘરે ગયો અને અંદરથી દરવાજો બંધ કરીને ખુબ રડ્યો. સગા ભાઈઓ જ જ્યારે આવો દગો કરી જાય તો બહારના લોકો પાસેથી શું અપેક્ષા રાખવી? જીતેન્દ્ર પાસે જે માત્ર એક સહારો હતો એ પણ એની પાસેથી છીનવી લેવામાં આવ્યો. સાત લાખ રૂપિયાની લાલચમાં જે કિડની ગુમાવી હતી એ હવે પાછી આવી શકે એમ નહોતી. તેથી જીતેન્દ્ર એ ગામડે જવાનું નક્કી કરી નાખ્યું.

માલકીને ઘરે આવીને ધક્કો મારીને જીતેન્દ્રને બહાર કાઢ્યો. આસપાસના પાડોશીઓ એમને ટગર ટગર જોઈ રહ્યા હતા. શરમના મારે જિતેન્દ્ર નજર નીચી કરીને ગામડા તરફ નીકળી પડ્યો.

****************

" થેન્ક્યુ સો મચ ડોકટર....."

" થેંક્યું તો તમારે એ પેશન્ટને કહેવું જોઈએ જેણે પોતાની કિડની તમને દાન કરી અને આજે તમારી પત્ની બે કીડની સાથે જીવી રહી છે..." ડોકટર એટલું કહીને જતો રહ્યો.

ત્યાં જ રાકેશ આવ્યો અને બોલ્યો. " માની ગયો તમને...શું આઈડિયા લગાવ્યો છે...પોતાના જ ભાઈની કિડની ચોરી કરીને પોતાની જ પત્નીને અપાવી દીધી!"

" આઈડિયા ભલે મારો હતો પણ સફળ તો તે બનાવ્યો ને,...તે શું બેવકૂફ બનાવ્યો છે જીતેન્દ્રને...એક કિડનીના સાત લાખ રૂપિયા!! બિચારો જીતેન્દ્ર હજુ સાત લાખ રૂપિયાની રાહ જોઈને બેઠો હશે...કેટલો ભોળો છે બિચારો..."

" તમને એવું નથી લાગતું તમારે પોતાના સગા ભાઈ સાથે આવું નહોતું કરવું જોઈતું?"

" પોતાનું મોં બંધ રાખ અને વધારે સવાલ જવાબ કરવાની કોઈ જરૂર નથી, તને તારા પૈસા મળી જશે ઓકે..."


ક્રમશઃ